Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -

રોમનોને પત્ર 4 - કોલી નવો કરાર


ઈબ્રાહિમ વિશ્વાસથી ન્યાયી ઠરયો

1 તો માણસદેહે આપડા વડવા ઈબ્રાહિમને જે મળ્યુ, એની વિષે આપડે શું કેયી?

2 કેમ કે, ઈબ્રાહિમ જે કરણીઓથી ન્યાયી ઠરયો હોત, તો એને પોતાના વખાણ કરવાનું કારણ છે, પણ પરમેશ્વરની હામે નય.

3 શાસ્ત્ર શું કેય છે? આ કે, પરમેશ્વરે જે વાયદો કરયો હતો એની ઉપર ઈબ્રાહિમે વિશ્વાસ કરયો, અને એના હાટુ પરમેશ્વરે પોતાની હારે ન્યાયી ઠરાવ્યો.

4 જે માણસ કામ કરે એને મજુરી આપવામાં આવે છે. એની મજુરીને ભેટ ગણવામાં આવતી નથી ઈ એની પોતાની કમાણી છે.

5 પણ જે માણસ પોતે કરેલા કામો ઉપર નય, પણ અન્યાયીને ન્યાયી ઠરાવનારા પરમેશ્વર ઉપર વિશ્વાસ કરે છે, એનો વિશ્વાસ એને લેખે ન્યાયીપણાને અરથે ગણવામાં આવે છે.

6 ઈ જ રીતે પરમેશ્વર જે માણસને કરણી વગર ન્યાયી ગણે છે, એને દાઉદ હોતન આ પરમાણે આશીર્વાદ આપે છે કે,

7 જેઓના અપરાધ માફ થયા છે, અને જેઓના પાપ ઢકાણા છે, ઈ આશીર્વાદિત છે.

8 આશીર્વાદિત છે, ઈ માણસ, જેના પાપોનો હિસાબ પરમેશ્વર કઈયેય નય રાખે.

9 તો આ આશીર્વાદિત વચન, શું સુન્‍નતી હાટુ જ છે, કે, બેસુન્‍નતી હાટુ હોતન? આપડે ઈ જ કેયી છયી જે શાસ્ત્ર કેય છે, ઈબ્રાહિમે વિશ્વાસ કરયો, અને પરમેશ્વરે એને પોતાની હારે ન્યાયી ઠરાવ્યો.

10 આ કયી થયુ? શું આ ઈબ્રાહિમે સુન્‍નત કરાવ્યા પેલા કે, પછી? આ પેલા થયુ, પછી નય.

11 અને ઈ સુન્‍નત વગરનો જ હતો. તઈ વિશ્વાસથી જે ન્યાયીપણુ એને મળ્યુ હતું, એની ઓળખાણ થાવા હાટુ ઈ સુન્‍નતની નિશાની પામ્યો, જેથી બધાય સુન્‍નત વગરના વિશ્વાસીઓનો ઈ વડવો થાય કે, તેઓની લેખે ઈ હોતન વિશ્વાસનું ન્યાયપણું ગણાય.

12 અને ઈ સુન્‍નતીઓનો વડવો થાય, જે બેસુન્‍નતિઓના છે પણ આપડા વડવા ઈબ્રાહિમ જેવુ વિશ્વાસનું જીવન જીવે છે જે એણે સુન્‍નત વગરની પરિસ્થિતિમાં કરયુ હતું.


પરમેશ્વરનું વચન વિશ્વાસથી પ્રાપ્ત થય હકે

13 પરમેશ્વરે ઈબ્રાહિમ અને એના વંશજો હારે વાયદો કરયો કે, ઈ તેઓને આ જગત આપશે. ઈ વાયદો એટલા હાટુ નોતો કરવામા આવ્યો કેમ કે, ઈબ્રાહિમે નિયમશાસ્ત્રનું પાલન કરયુ, પણ પરમેશ્વરમાં એના વિશ્વાસના કારણે એને ન્યાયી જાહેર કરવામા આવ્યો.

14 કેમ કે, જો શાસ્ત્રને માનનારા વારસ હોય, તો વિશ્વાસ અરથ વગરનો થાય છે અને વચન હોતન નકામુ થાય છે.

15 પરમેશ્વર એની ઉપર ગુસ્સો કરે છે જે શાસ્ત્રને પુરી રીતેથી નથી માનતા. અને જ્યાં શાસ્ત્ર જ નથી ન્યા શાસ્ત્રનો કોય ભંગ પણ થાતો નથી.

16 ઈ વચન કૃપાથી થાય, અને વચન બધાય વંશજોની હાટુ નક્કી થાય એટલે ખાલી જેઓ શાસ્ત્ર પાળે છે તેઓની હાટુ જ નય, પણ જેઓ ઈબ્રાહિમના વિશ્વાસના છે, તેઓની હાટુ હોતન થાય;

17 જે પરમેશ્વર મરેલામાંથી જીવતા કરનાર છે અને જે બાબતો નથી ઈ જાણે કે હોય એવું પરગટ કરે છે અને જેની ઉપર ઈબ્રાહિમે વિશ્વાસ કરયો, એની આગળ ઈ આપડા બધાયનો વડવો છે, જેમ શાસ્ત્રમાં લખેલુ છે કે, મે તને ઘણીય બિનયહુદીઓનો વડવો બનાવ્યો છે એમ.

18 આશા પુરી નય થાય એવું લાગતું હતુ તોય આશાથી પરમેશ્વર ઉપર ઈબ્રાહિમે વિશ્વાસ રાખ્યો કે, એથી ઈ વચન આપેલું હતુ કે, તારો વંશ એવો થાહે કે, ઈ પરમાણે ઈ ઘણાય બિનયહુદીઓનો વડવો થાય.

19 ઈ પોતે લગભગ હો વરહનો હતો. એનો દેહ મરવા જેવો થય ગયો હતો અને સારાને ગર્ભસ્થાને બાળક જણવાની કોય ખાતરી નોતી તોય ઈ વિશ્વાસમા નબળો પડયો નય.

20 તોય પણ ઈબ્રાહિમે કોયદી પરમેશ્વરનાં દીધેલા વાયદા ઉપર શંકા કરી નય અને સવાલ કરયો નય. એના વિશ્વાસે એને મજબુત બનાવ્યો અને એણે પરમેશ્વરને મહીમા દીધી.

21 અને પાકું જાણ્યું કે, જે વાતનો પરમેશ્વરે વાયદો કરયો છે. ઈ એને પુરુ કરવામા પણ શક્તિશાળી છે.

22 એથી એનો વિશ્વાસ એને લેખે ન્યાયીપણાને અરથે ઠરાવ્યો.

23 અને આ વચન “પરમેશ્વરે એને પોતાની હારે હાસો ઠરાવ્યો” નો ખાલી ઈબ્રાહિમ હાટુ લખવામાં આવ્યું,

24 પણ આપડી હાટુ પણ છે, જેને પરમેશ્વર ન્યાયી જાહેર કરશે, એટલે જો આપડે પરમેશ્વરમાં વિશ્વાસ કરશું, જેણે આપડા પરભુ ઈસુને મરણમાંથી જીવતા કરયા, તો આપડે પણ વિશ્વાસના કારણે ન્યાયી માનવામાં આયશું.

25 ઈસુને આપડા અપરાધો હાટુ મારી નાખવાની હાટુ પકડાવો હતો અને પરમેશ્વરે આપણને પોતાની હારે ન્યાયી બનાવવા હાટુ ફરીથી જીવતો કરો.

Koli Wadiyara (કોલી) Bible by The Love Fellowship is licensed under Creative Commons Attribution-ShareAlike 4.0 License.

Beyond Translation
Lean sinn:



Sanasan