Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -

રોમનોને પત્ર 3 - કોલી નવો કરાર

1 કદાસ કોક પુછે કે, શું સુન્‍નતથી યહુદીઓને બીજી જાતિઓ કરતાં વધારે કાય લાભ છે?

2 એક યહુદી હોવામાં બોવ જ લાભ છે. બધાયથી મહત્વનું આ છે કે, પરમેશ્વરનાં વચનો તેઓને હોપવામાં આવ્યા છે.

3 જો કેટલાક યહુદી પરમેશ્વરની પ્રત્યે વિશ્વાસ લાયક નોતા તો શું થયુ? તો શું એનો અરથ આ છે કે, પરમેશ્વર એની હારે કરેલા પોતાના વાયદાને પુરા કરવામા અવિશ્વાસ થાહે?

4 નય! કોયદી નય! પણ પરમેશ્વર સદાય હાસુ જ બોલે છે અને દરેક માણસ ખોટો ઠરશે, જેમ કે, શાસ્ત્ર પરમેશ્વરનાં વિષે કેય છે, જેનાથી તુ પોતાની વાતમાં ન્યાયી ઠરશે અને ન્યાય કરતી વખતે તુ જીત મેળવ.

5 પણ જો આપડા ખરાબ કામો પરમેશ્વરની ધાર્મિકતા ઠરાવી દેય છે, તો આપડે શું કેયી? શું આ કે, પરમેશ્વરને રિહ સડવી અને આપણને સજા દેવી ખોટુ છે?

6 નય! કોયદી નય! જો પરમેશ્વર આપડા યહુદીઓનો ન્યાય કરવામા ન્યાયી નથી, તો ઈ જગતના લોકોનો ન્યાય કેવી રીતે કરી હકે?

7 કેટલાક લોકો કય હકે છે, “પણ જો મારું ખોટુ પરમેશ્વરની હાસાયને પરગટ કરે છે અને એને હજી વધારે મહિમા મળે છે, તો ઈ કેવી રીતે મારો ન્યાય કરી હકે છે, અને મને એક પાપીની રીતે અપરાધી ઠરાવી હકે છે?”

8 અને અમારી નિંદા કરનારા કેટલાક લોકો અમારી વિષે કેય છે કે, તેઓનું બોલવું એવું છે કે, હારું થાય ઈ હાટુ આપડે દૃષ્ટતા કરતાં રેયી, આવું હુકામ નો કરી? તેઓને થયેલી સજા લાયક છે.


બધાયે પાપ કરયા છે

9 તો અમે શું કય હકી છયી? શું આપડે યહુદીઓ બિનયહુદીઓથી વધારે હારા છયી? નય! કોયદી નય! કેમ કે, આપડે યહુદીઓ અને ગ્રીકો બેય ઉપર આ ગુનો લગાડી સુક્યા છયી કે, ઈ બધાય પાપની તાકાતને આધીન છે

10 જેમ કે, શાસ્ત્રમાં લખેલુ છે કે, પરમેશ્વરની હામે કોય પણ ન્યાયી નથી. એક પણ નય.

11 એવો એક પણ માણસ નથી જે ખરેખર હમજતો હોય કે, શું હાસુ છે. કોય પણ પરમેશ્વરને જાણવા નથી માંગતો.

12 તેઓએ પરમેશ્વરને છોડી દીધા છે, બધાય પરમેશ્વર હાટુ નકામાં થય ગયા છે. કોય ભલાય કરનારૂ નથી, એક પણ નય.

13 તેઓનું મોઢુ ઉઘાડેલી ખરાબ વાસવાળી કબરોની જેમ છે કેમ કે, જે વાતો ઈ બોલે છે ઈ ખરાબ છે. ઈ પોતાના શબ્દોનો ઉપયોગ લોકોને દગો દેવા હાટુ કરે છે અને જે કાય પણ ઈ કેય છે ઈ લોકોના હોઠોમાં એરુનું ઝેર છે.

14 તેઓની વાતો હરાપ અને કડવાશથી ભરેલી છે.

15 તેઓ લોહી વહેવડાવવા હાટુ ઉતાવળ કરે છે.

16 ઈ જ્યાં પણ જાય છે ન્યા વસ્તુઓને નાશ કરી નાખે છે અને પોતાની વાહે દુખ મુકીને જાય છે.

17 તેઓએ બીજા લોકોની હારે શાંતિથી કેમ રેવું એવું નથી જાણયું.

18 તેઓએ પરમેશ્વરને માન આપવાનું પુરેપુરુ નકારી દીધું છે.

19 આપડે જાણી છયી કે, શાસ્ત્ર જે કાય કેય છે તેઓને જ કેય છે, જે શાસ્ત્રને આધીન છે ઈ હાટુ જેથી લોકોને બાના બનાવાથી રોકી હકે અને જગતના બધાય લોકો પરમેશ્વરની હામે ગુનાના જવાબદાર છે.

20 કેમ કે, શાસ્ત્રનું પાલન કરવાથી કોય પણ માનસ પરમેશ્વરની હારે હાસા નય ઠરે એટલે કે, મુસાનું શાસ્ત્ર આપણને દેખાડે છે કે, આપડે પાપી છયી.


વિશ્વાસ દ્વારા પરમેશ્વરનુ ન્યાયપણું

21 પણ હવે મૂસાના નિયમશાસ્ત્રના બધાય નિયમોનું પાલન કરયા વગર પરમેશ્વર આપણને પોતાની હારે હાસા જાહેર કરે છે. બોવ પેલાથી મૂસાના શાસ્ત્રમાં અને આગમભાખીયાઓની સોપડીમા ઈ લખ્યું છે કે, કેવી રીતે આપડે પરમેશ્વર દ્વારા ન્યાયી બની ગયા છયી.

22 એટલે પરમેશ્વરનું ન્યાયીપણું જે મસીહ ઈસુ ઉપરનાં વિશ્વાસ દ્વારા બધાય વિશ્વાસ કરનારાઓની હાટુ છે ઈ; કેમ કે, એમા કાય પણ ફેરફાર નથી.

23 કેમ કે, બધાએ પાપ કરયુ છે અને ઈ મહિમા હુધી નય પુગી હકે જે પરમેશ્વર આપે છે.

24 પણ પરમેશ્વરની કૃપાથી તેઓએ આપણને ઈસુ મસીહ દ્વારા આપડા પાપોની સજાથી બસાવા. આપડે કાય પણ કરયા વગર જ પરમેશ્વર જાહેર કરે છે કે, આપડે ન્યાયી છયી.

25-26 પરમેશ્વરે એને સડાવ્યો જેથી મસીહના લોહીથી ઈ એવુ બલિદાન બની જાય જેના દ્વારા લોકોના પાપોને એના વિશ્વાસના લીધે માફ કરી દેવામાં આવે. પરમેશ્વર આ દેખાડવા હાટુ કે ઈ ન્યાયી છે. ભૂતકાળમાં ઈ ધીરજવાન હતો અને લોકોના પાપોને ગણકારતો નોતો, પણ હાલના વખતમાં ઈ પોતાના પાપોનો બદલો આપે છે જેથી ઈ પોતાની ધાર્મિકતાને દેખાડી હકે આ રીતે પરમેશ્વર દેખાડે છે કે, ઈ પોતે ન્યાયી છે અને ઈ ઈસુ મસીહ ઉપર વિશ્વાસ કરનારા બધાય લોકોને હાસા ઠરાવે છે.

27 શું આપડે અભિમાન કરી હકી છયી કે, આપડે પરમેશ્વર દ્વારા સ્વીકાર કરવા હાટુ કાક કરયુ છે. એની તો જગ્યા જ નથી. ક્યા નિયમનાં કારણથી? શું આ ઈ કારણ છે કે, આપડે નિયમશાસ્ત્રનું પાલન કરી છયી?, નય પણ વિશ્વાસના કારણે.

28 ઈ હાટુ, આપડે જાણી છયી કે, આપડે ઈસુ મસીહમા ખાલી વિશ્વાસથી જ પરમેશ્વરની હારે હાસા ઠરી છયી. નય કે, નિયમના કામો કરવાથી.

29 પરમેશ્વર ખાલી યહુદીઓનો જ પરમેશ્વર નથી, પણ ઈ બિનયહુદીઓનો પણ પરમેશ્વર છે.

30 કેમ કે, એક જ પરમેશ્વર છે, જે સુન્‍નતને વિશ્વાસથી અને બેસુન્‍નતીને હોતન વિશ્વાસ દ્વારા, પરમેશ્વર તેઓને ન્યાયી ઠરાવે છે.

31 તો શું આપડે નિયમશાસ્ત્રને વિશ્વાસ દ્વારા અરથ વગરનો ઠરાવી છયી? નય! કઈયેય નય! કેમ કે, જઈ આપડે વિશ્વાસ કરી છયી તો અમે દેખાડી છયી કે, આપડે ઈ હમજી છયી કે, પરમેશ્વરે નિયમશાસ્ત્ર કેમ આપ્યું.

Koli Wadiyara (કોલી) Bible by The Love Fellowship is licensed under Creative Commons Attribution-ShareAlike 4.0 License.

Beyond Translation
Lean sinn:



Sanasan