રોમનોને પત્ર 2 - કોલી નવો કરારપરમેશ્વરનો ન્યાય 1 ક્દાસ તમે એવુ વિસારો છો કે, તમે એવા લોકોની ઉપર ગુનો લગાડી હકતા હોવ, પણ તુ જે બીજાની ઉપર ગુનો લગાડ છો, તુ કોય બહાનુ કાઢી હકય નય કેમ કે, જે વાતોમાં તુ બીજા ઉપર ગુનો લગાડ છો, ઈજ વાતમાં પોતાની જાતને પણ ગુનેગાર ઠેરાવ છો, ઈ હાટુ કે, તુ જે ગુનો લગાડ છો, પોતે ઈજ કામ કર છો. 2 અને અમે જાણી છયી કે, પરમેશ્વર પોતાના ન્યાયમાં, એવા દરેક માણસને દંડ દેહે જે આવા ભુંડા કામો કરે છે. 3 અને તુ જે એવા-એવા કામ કરનારા ઉપર ગુનો લગાડ છો, અને પોતે જ એવા કામ કર છો, શું એમ હમજસો કે, તુ પરમેશ્વરનાં દંડની આજ્ઞાથી બસી જાય? 4 શું તુ પરમેશ્વરની દયા, સહનશીલતા અને ધીરજની મુડીને નકામી ગણ છો? અને શું આ નથી હમજતો કે, પરમેશ્વરની દયા તને તારા પાપોથી પસ્તાવો કરવાનું શીખવાડે છે? 5 પણ કેમ કે, તમે હઠીલા છો અને પસ્તાવો કરવાની ના પાડો છો ઈ દિવસે જઈ પરમેશ્વર પોતાનો ગુસ્સો બતાયશે, જેમા પરમેશ્વર હાસો દંડ પરગટ કરશે, જઈ પરમેશ્વર બધાય લોકોના વિશ્વાસનો ન્યાય કરશે તઈ ઈ તમારા દંડને વધારે કઠણ કરશે. 6 પરમેશ્વર દરેકને પોતાના કામોના પરમાણે બદલો આપશે. 7 જેઓએ હારા કામમા સ્થિર રયને મહિમા, અને આદર અને અમરપણું ગોતે છે, તેઓને પરમેશ્વર અનંતકાળનું જીવન આપશે. 8 પણ જે સ્વાર્થી છે અને હાસને નથી માનતા અને જે ભુંડુ કરવા માગે છે, એની ઉપર પરમેશ્વર ગુસ્સે થાહે અને બોવજ કઠણ દંડ આપશે. 9 પરમેશ્વર તેઓની ઉપર કોપ, ગુસ્સો, મુશીબત અને વેદના લીયાવશે, પરમેશ્વર જે ભુંડુ કરે છે, તેઓમાં પેલા યહુદી લોકોનો ન્યાય કરશે અને પછી બિનયહુદીનો. 10 પણ હારું કરનાર દરેક ઉપર મહિમા, માન અને શાંતિ આયશે, પેલા યહુદીઓ પછી બિનયહુદીઓ ઉપર; 11 કેમ કે પરમેશ્વર બધાય લોકો હારે એક હરખો વ્યવહાર કરે છે. 12 ઈ હાટુ કે, બીજી જાતી જેની પાહે મુસાનો નિયમશાસ્ત્ર નથી ઈ વગર નિયમશાસ્ત્રે પરમેશ્વર દ્વારા દંડ પામશે અને યહુદી, જેઓની પાહે મુસાનો નિયમશાસ્ત્ર છે, એનો દંડ નિયમશાસ્ત્ર પરમાણે થાહે. 13 કેમ કે, પરમેશ્વર લોકોને પોતાની હારે ખાલી એટલા હાટુ હાસા નથી ઠરાવતો કેમ કે, તેઓએ મૂસાના નિયમશાસ્ત્રને હાંભળ્યું છે. પણ ઈ એવુ તઈ કરે છે જઈ તેઓ એવુ કરે છે જે મુસાનો નિયમશાસ્ત્ર કેય છે કે, તેઓને કરવુ જોયી. 14 ફરીથી જઈ બીજી જાતિના લોકો જેઓની પાહે નિયમશાસ્ત્ર નથી, તઈ લોકો સામાન્ય રીતેથી મૂસાના નિયમશાસ્ત્રને મેળવેલા કામોમાંથી થોડાક કામો કરે છે. તો મૂસાના નિયમશાસ્ત્ર તેઓની પાહે નો હોવા છતાં પણ તેઓ સાબિત કરે છે કે, તેઓની પાહે તેઓના પોતાના મનમા એક નિયમશાસ્ત્ર છે. 15 ઈ બતાવે છે કે, પરમેશ્વરનાં નિયમશાસ્ત્ર તેઓના હ્રદયોમાં લખેલુ છે, કેમ કે, તેઓ પોતાનો વિવેક દેખાડે છે કે, આ હાસુ છે કેમ કે, તેઓનો વિસાર કા તો એની ઉપર દોષ લગાડે છે કા તેઓને બતાવે છે કે, ઈ હાસુ કરી રયા છે. 16 આ ઈ દિવસે થાહે જઈ પરમેશ્વર ન્યાય કરશે, ઈ હારા હમાસાર જેનો હું પરચાર કરું છું એની પરમાણે ઈસુ મસીહ દ્વારા માણસોની ખાનગી વાતોનો ન્યાય કરશે. યહુદીઓ પણ દોષિત છે 17 કેમ કે, તુ પોતાને યહુદી કે છો, નિયમશાસ્ત્ર ઉપર ભરોસો રાખ છો, અને અભિમાન કરો છો કે, તમે પરમેશ્વરનાં ખાસ લોકો છો. 18 તમે જાણો છો કે, પરમેશ્વર તમારાથી શું કરાવવા માગે છે અને તમે જાણો છો કે, શું હાસુ છે કેમ કે, તમને મૂસાના નિયમશાસ્ત્રમાંથી શીખવાડયુ છે. 19 જો તમને પાકી ખાતરી છે કે, તમે એવા લોકો છો જેને આંધળા લોકોને પરમેશ્વરનો મારગ દેખાડવો જોયી અને તમે ઈ લોકોની હાટુ એક અંજવાળાની જેમ છો જે અંધારામાં છે. 20 બુદ્ધિ વગરનો શિક્ષક બાળકોને શીખવનાર છે, અને તમને શાસ્ત્રમાં જ્ઞાન અને હાસાય પ્રાપ્ત થયુ છે. 21 ઈ હાટુ તુ જે બીજાઓને શિક્ષણ આપ છો, પોતાને શિક્ષણ કેમ નથી આપતો? શું તુ જે સોરી નો કરવાનું શિક્ષણ આપ છો, તુ પોતે જ સોરી કરશો? 22 તુ જે કે છો, છીનાળવા નો કરો, અને તુ પોતે જ છીનાળવા કર છો! તુ જે મૂર્તિઓને ધિક્કારનારો છો; શું તુ મંદિરોને લુટ છો? 23 તમે જે શાસ્ત્રની વિષે અભિમાન કરો છો, ઈ શાસ્ત્રનો નકાર કરીને શું તમે પરમેશ્વરનુ અપમાન કરો છો? 24 કેમ કે, શાસ્ત્રમા એમ લખેલુ છે કે, તમારા યહુદીઓને લીધે, બિનયહુદી લોકો પરમેશ્વરની નિંદા કરી રયા છે. 25 જો તુ શાસ્ત્રને પાળનાર હો, તો સુન્નત ફાયદાકારક છે ખરી; પણ જો તું શાસ્ત્રને પાળનારો નો હો, તો ઈ તારી સુન્નત, વગર સુન્નતની થય જાય છે. 26 તો, ઈ હાટુ જો, સુન્નત વગરનો માણસ શાસ્ત્રની આજ્ઞાઓ પાળે છે, તો શું ઈ સુન્નત વગરનો સુન્નત વાળો નય ગણાય? 27 દેહથી જે સુન્નત વગરના છે તેઓ શાસ્ત્રનું પાલન કરીને, તમને એટલે કે જેની પાહે શાસ્ત્ર અને સુન્નત હોવા છતાય શાસ્ત્રનો નકાર કરનારને, શું ગુનેગાર નય ઠરાવે? 28 કેમ કે, જે દેખાવનો યહુદી ઈ યહુદી નથી અને જે દેખાવની એટલે દેહની સુન્નત ઈ સુન્નત નથી. 29 એક હાસો યહુદી ઈ છે જેનુ હૃદય પરમેશ્વરની હારે હાસુ છે. અને હાસી સુન્નત ખાલી શાસ્ત્રનું પાલન કરવુ ઈ નથી પણ ઈ હૃદયનું બદલાણ છે જે પરમેશ્વરની આત્મા દ્વારા ઉત્પન થાય છે. આવો માણસ લોકોથી નય, પણ પરમેશ્વર તરફથી પ્રશંસા પામે છે. |
Koli Wadiyara (કોલી) Bible by The Love Fellowship is licensed under Creative Commons Attribution-ShareAlike 4.0 License.
Beyond Translation