રોમનોને પત્ર 16 - કોલી નવો કરારવ્યક્તિગત સલામ 1 વળી આપડી ફેબીબહેન જે કેંખ્રિયા શહેરની વિશ્વાસી મંડળીની ચાકરડી છે, એની હાટુ હું તમને ભલામણ કરું છું. 2 સંતોને શોભે એવી રીતે તમે પરભુની લીધે એને ધારણ કરો, અને જે કોય બાબતમાં એને તમારી મદદની જરૂર હોય એમા તમે એની મદદ કરજો; કેમ કે, ઈ પોતે મને અને ઘણાય બીજા લોકોને હોતન મદદ કરનાર થય છે. 3 પ્રિસ્કીલાબહેન અને એનો ધણી આકુલાભાઈને જે ઈસુ મસીહમા મારી હારે કામ કરનારા છે એને સલામ કેજો. 4 એણે મારો જીવ બસાવવા હાટુ પોતાનો જીવ જોખમમાં નાખ્યો હતો. અને ખાલી હું જ નય પણ બિનયહુદીઓની આખી મંડળી પણ તેઓનો આભાર માંને છે. 5 અને ઈ મંડળીને પણ સલામ જે એના ઘરમાં ભેગી થાય છે. મારા વાલા અપાઈનેતસ જે આસિયા પરદેશથી મસીહ ઉપર વિશ્વાસ કરનારો પેલો માણસ હતો. એને મારી સલામ. 6 મરિયમને સલામ. જેણે તમારી હાટુ બોવ મેનત કરી છે. 7 આન્દ્રોનિક્સ અને જુનિયાસને જે મારા સાથી યહુદી છે અને જે મારી હારે કેદ થયા હતાં અને ગમાડેલા ચેલાઓ એને હારી રીતે ઓળખે છે અને મારાથી પેલા મસીહના ચેલા બન્યા હતા. તેઓને મારા સલામ. 8 પરભુમાં મારા વાલા આંપ્લિયાતસને સલામ કેજો. 9 મસીહમા આપડી હારે કામ કરનાર ઉર્બાનસને સલામ અને મારા વાલા સ્તાખુસને પણ મારી સલામ કેજો. 10 આપોલસને જેણે આ સોખું કરયુ છે કે, ઈ મસીહની પ્રત્યે કેટલો વફાદાર છે એને સલામ કેજો. આરીસ્તોબુલસના અને એના પરિવારને પણ સલામ કેજો. 11 મારા યહુદી ભાઈ હેરોદીયાને સલામ કેજો. નાર્કીસસના પરિવારને જે લોકો મસીહી છે, એને પણ સલામ કેજો. 12 ત્રુફેનાબેન અને ત્રુફોસાબેનને જે પરભુમાં મેનત કરે છે, એને સલામ, વાલી પેર્સિસબેનને જેણે પરભુમાં બોવ મેનત કરી, એને સલામ. 13 રૂફસને જે પરભુમાં ગમાડેલો છે અને એની માં જે મારી હાટુ પણ એક માં ની જેમ છે, બેયને સલામ. 14 આસુંક્રિતસ અને ફલેગોન અને હેર્મેસ, પાત્રોબાસ, હર્માસ અને એની હારોહારના વિશ્વાસુ ભાઈઓને સલામ કેજો. 15 ફિલોલોગસ અને જુલિયા અને નેરીઅસ અને એની બેન, અને ઓલિમ્પાસ અને એની હારેના બધાય પરમેશ્વરનાં લોકોને સલામ કેજો. 16 અંદરો-અંદર મસીહના પ્રેમમાં સલામ કરો. તમને મસીહની બધીય મંડળીઓ તરફથી સલામ. છેલ્લી સૂચનાઓ 17 મારા વિશ્વાસી ભાઈઓ અને બહેનો, હું તમને વિનવણી કરું છું કે, જે લોકોના કારણે બીજા લોકોનો વિશ્વાસ મટી જાય છે, કે ખોટી વાતો ઉપર વિશ્વાસ કરે છે, એનાથી સાવધાન રયો અને એનાથી આઘા રયો. 18 કેમ કે, એવા લોકો આપડા પરભુ મસીહની નય, પણ પોતાની દેહિક ઈચ્છાઓ પુરી કરવાનું કામ કરે છે અને તેઓ મીઠી-મીઠી વાતુ કરે છે અને ઈ લોકોની ખટપટ કરે છે, એવી જ રીતે ઈ ભોળા લોકોને દગો આપે છે. 19 પણ તમારી આજ્ઞા પાલન બધાય લોકોમાં જાહેર થયુ છે, ઈ હાટુ હું તમારી વિષે રાજી થાવ છું; અને મારી ઈચ્છા એવી છે કે તમે હારી બાબતો વિષે જ્ઞાની, ખોટી બાબતો વિષે ભોળા થાવ. 20 શાંતિનો પરમેશ્વર જલ્દીથી શેતાનની તાકાતને નાશ કરીને એને તમારી આધીન કરી દેહે. આપડા પરભુ ઈસુ મસીહની કૃપા તમારી ઉપર થાતી રેય. 21 તિમોથી મારો સાથીદાર અને લુકિયસ અને યાસોન અને સોસીપાતર મારા સાથી યહુદી લોકો, તેઓ તમને સલામ કેય છે. 22 હું તેર્તીયુસ જે આ પત્ર લખી રયો છું, પરભુમાં તને મારી સલામ મોકલુ છું 23 ગાયસ પણ તમને પોતાની સલામ આપી રયો છે. હું એના ઘરમાં રવ છું જ્યાં મંડળી ભેગી થાય છે. એરાસ્તસ, જે આ શહેરનો ભંડારી છે અને આપડો ભાઈ કવાર્તુસ પણ તમને સલામ કરે છે. 24 હું પ્રાર્થના કરું છું કે, આપડા પરભુ ઈસુ મસીહની કૃપા તમારી બધાયની હારે રેય. છેલ્લી પ્રાર્થના 25 હવે જે સંદેશાને પેલાથી જ ગુપ્ત રાખવામાં આવ્યો હતો, પણ ઈ આ મસીહના વખતમાં જાહેર થયો છે અને બધીય જાતિઓ વિશ્વાસની આધીન થાય, ઈ હાટુ સનાતન પરમેશ્વરની આજ્ઞાથી આગમભાખીયાઓની સોપડીઓમાં તેઓને જણાવવામાં આવ્યો છે. 26 પણ હવે પરગટ થયને સનાતન પરમેશ્વરની આજ્ઞાથી આગમભાખીયાઓની સોપડીઓ દ્વારા બધાય બિનયહુદી લોકોને સંદેશા દ્વારા બતાવી દીધુ છે કે, તેઓ વિશ્વાસથી આજ્ઞા પાળનારા થય જાય. 27 ઈ એકલા જ્ઞાની પરમેશ્વરને, ઈસુ મસીહ દ્વારા, અનંતકાળ હુધી મહિમા થાય. આમીન. |
Koli Wadiyara (કોલી) Bible by The Love Fellowship is licensed under Creative Commons Attribution-ShareAlike 4.0 License.
Beyond Translation