રોમનોને પત્ર 15 - કોલી નવો કરારપોતાને નય, પણ બીજાને રાજી કરો 1 હવે નબળાઓની નબળાયને હલાવી લેવી અને પોતાની ખુશી પરમાણે નો કરવુ, ઈ આપડે મજબુતોની ફરજ છે. 2 આપડામાંથી દરેકે આપડા સાથીનાં વિશ્વાસીઓ હાટુ કામ કરવુ જોયી, જે એની હાટુ હારુ છે અને જે એને રાજી કરશે અને એના વિશ્વાસને મસીહમા મજબુત બનાવશે. 3 કેમ કે, મસીહ પોતે હોતન માણસની રીતે વરતન કરતાં હતા, પણ જેમ લખ્યું છે કે, તારી નિંદા કરનારાઓની નિંદા મારી ઉપર પડી. 4 જેટલી વાતો પેલાથી શાસ્ત્રમા લખેલી છે, ઈ આપડા જ શિક્ષણ હાટુ લખેલુ છે કે, જેથી શાસ્ત્રમાંથી મળતા ધીરજ અને પ્રોત્સાહનથી આપડામાં આશા ઉત્પન થાય. 5 હું પ્રાર્થના કરું છું કે, ધીરજ અને પ્રોત્સાહનના પરમેશ્વર તમને મસીહ ઈસુનું અનુસરણ કરતાં એક-બીજાની હારે શાંતિથી રેવામાં મદદ કરે. 6 ઈ હાટુ ધીરજ અને દિલાસો દેનાર પરમેશ્વર તમને એવુ વરદાન આપે કે, તમે મસીહ ઈસુને અનુસરીને અંદરો-અંદર એક જ મનના થાવ. બિનયહુદીઓને હારા હમાસાર 7 ઈ હાટુ એક-બીજાને અપનાવો ન્યા હુધી કે, પરમેશ્વરની મહિમા કરવા હાટુ જેમ મસીહે તમને અપનાવ્યા છે, જેથી લોકો પરમેશ્વરની મહિમા કરશે. 8 વળી હું કવ છું કે, જે વચનો પરમેશ્વરે વડવાઓને આપેલા હતા, એવા સુન્નતીઓને મસીહ હાસા ઠેરવે, 9 અને પાછુ બિનયહુદી લોકો પણ એની દયાને લીધે પરમેશ્વરની મહિમા કરે, ઈ હાટુ મસીહ ઈસુ પરમેશ્વરનાં હાસને લીધે સુન્નતીઓના ચાકર થયા. શાસ્ત્રમા લખેલુ છે કે, ઈ કારણ હાટુ હું બિનયહુદીઓમાં તમારી મહિમા કરય અને તમારા નામનું ગીત ગાય. 10 પાછુ ઈ કેય છે, હે બિનયહુદીઓ, તમે એના લોકોની હારે આનંદ કરો. 11 પાછુ, હે બધાય બિનયહુદીઓ પરભુની મહિમા કરો અને બધાય લોકો એનુ ભજન કરે. 12 યશાયા આગમભાખીયાએ લખેલુ છે; “યિશાઈનું મુળ આયશે, એને બિનયહુદી લોકો ઉપર રાજ્ય કરવાને ઉભો કરવામા આયશે, અને એની ઉપર બિનયહુદી લોકો આશા રાખશે.” પાઉલનું સીધા શબ્દોમાં લખવાનું કારણ 13 હવે પરમેશ્વર કે, જેની ઉપર તમે આશા રાખો છો, ઈ તમને વિશ્વાસ રાખવામાં એક ધારો આનંદ અને શાંતિથી ભરપૂર કરે, જેથી પવિત્ર આત્માના સામર્થ્યથી તમારી આશા વધતી જાય. 14 પણ મારા ભાઈઓ અને બહેનો, હું પોતે પણ તમારા વિષે પાકુ જાણું છું કે, તમે પણ પોતે જ ભલાયથી ભરેલા અને તમે પુરી રીતે જાણો છો કે, તમારે શું કરવુ જોયી અને એક-બીજાને પ્રોત્સાહિત પણ કરી હકો છો. 15 તો પણ મે કોક-કોક વાતો યાદ અપાવવા હાટુ તમને જે ઘણુય સાહસ કરીને લખ્યું, આ ઈ કારણે થયુ, પરમેશ્વરે દ્વારા જે કૃપા મને આપવામાં આવી છે. 16 મસીહ ઈસુના ચાકર તરીકે મને બિનયહુદીઓ વસ્સે કામ કરવાનો અધિકાર મળ્યો છે. પરમેશ્વરનો સંદેશો પરગટ કરીને હું યાજકનું કામ કરું છું, જેથી પવિત્ર આત્માની લીધે મસીહી બનેલા બિનયહુદીઓ પરમેશ્વરને માન્ય અર્પણ થાય. 17 ઈ હાટુ ઈસુ મસીહથી મારે સંબંધ છે, એના કારણે જ પરમેશ્વરની સેવા ઉપર ગૌરવ કરું છું 18 મસીહે મારા દ્વારા જે કરયુ છે હું ઈ કેવા હાટુ સાહસી છું, હું બિનયહુદી લોકોને પરમેશ્વરનું પાલન કરાવવામાં સક્ષમ છું, જઈ તેઓએ મારા શબ્દોને હાંભળ્યા અને મારા કામોને જોયા તો તેઓએ ઈસુ મસીહ ઉપર વિશ્વાસ કરયો. 19 એટલે યરુશાલેમ શહેરથી રવાના થયને ફરતા ફરતા ઠેઠ ઈલુરીકમ પરદેશ હુધી સમત્કાર, નિશાનીઓ અને પવિત્ર આત્માની સહાયથી મે મસીહ ઈસુના હારા હમાસાર પુરેપુરી રીતે પરગટ કરયા છે એની વિષે જ હું કેય. 20 પણ મારા મનનો ઉમંગ આ છે કે, હારા હમાસારનો પરચાર એવા વિસ્તારમાં થાય, પણ જ્યાં ઈસુ મસીહના વિષે અત્યાર હુધી હાંભળવામાં આવ્યું નથી, હું ઈ ઘર બનાવનાર કડિયાના જેવો છું, જે કોય બીજાના પાયા ઉપર બાંધકામ નથી કરતો. 21 પણ જેમ લખેલુ છે કે, જેઓને એના સંબંધની જાણકારી મળી નોતી, તેઓ જોહે અને જેઓએ હાંભળ્યું નોતું તેઓ હમજશે. રોમની મુલાકાત લેવાની પાઉલની યોજના 22 ઈ જ કારણથી તમારી પાહે આવવામાં મને આટલી બધીવાર લાગી છે. 23 પણ હવે, આ વિસ્તારમાં મે જે લોકોએ મસીહના વિષે નથી હાંભળ્યું, તેઓએ પણ હારા હમાસાર હંભળાવાનું કામ પુરું કરી દીધુ છે અને ઘણાય વરહથી મને તમારી પાહે આવવાની ઈચ્છા છે. 24 ઈ હાટુ જઈ સ્પેન જાય તો તમારી પાહે થયને જાય કેમ કે, મને આશા છે કે, આ યાત્રામાં તમને મળુ, અને હું તમારી સંઘતથી રાજી થય જાવ, હું ઈચ્છું છું કે, તમે મને મારી સ્પેન દેશની યાત્રા હાટુ મદદ કરો. 25 પણ અત્યારે તો હું સંતોની સેવામાં યરુશાલેમ શહેર જાવ છું 26 કેમ કે, યરુશાલેમ શહેરના સંતોમાં જે ગરીબ છે, એની હાટુ દાન ભેગુ કરવુ ઈ મકદોનિયા પરદેશ અને અખાયા પરદેશના ભાઈઓને હારું લાગ્યું. 27 તેઓએ આ રાજીથી કરયુ છે, અને ઈ યરુશાલેમ શહેરના રહેવાસી લોકોના લેણદાર છે કેમ કે, બિનયહુદીઓને યરુશાલેમ શહેરના રહેવાસી વિશ્વાસુઓથી હારા હમાસારના આત્મિક આશીર્વાદો પ્રાપ્ત કરયા, ઈ હાટુ તેઓને લાગે છે કે, એના બદલામાં તેઓ ઓછામાં ઓછુ એની રૂપીયાની જરૂરિયાત પુરી કરી હકે. 28 એટલે ઈ કામ પુરું કરીને અને તેઓની હાટુ ઈ ફળ હાસીન પુગાડીને, હું તમને મળીને સ્પેન દેશ જાય. 29 અને હું જાણુ છું કે, જઈ હું તમારી પાહે આવય, એના કારણે મસીહ ભરપુરીથી તમને આશીર્વાદ દેહે. 30 હવે વિશ્વાસુ ભાઈઓ અને બહેનો, આપડા પરભુ ઈસુ મસીહની હાટુ અને પવિત્ર આત્માના પ્રેમની હાટુ હું તમને વિનવણી કરું છું. 31 કે, હું યહુદીયા પરદેશના અવિશ્વાસુઓથી બસાવી રાખવામાં આવ્યો, અને પ્રાર્થના કરજો કે, ન્યાના વિશ્વાસુ મારી આ ભેટને અપનાવે; જે હું મારી હારે યરુશાલેમ લેતો જાવ છું 32 અને પરમેશ્વરની ઈચ્છા હોય, તો હું તમારે ન્યા ખુશીથી આવી હકું અને તમને મળીને તાજગી મેળવું ઈ હાટુ, પરમેશ્વરને આગ્રહથી પ્રાર્થના કરીને મને મદદ કરો. 33 હું પ્રાર્થના કરું છું કે, પરમેશ્વર, શાંતિ દેનાર તમારી બધાયની હારે રેય. આમીન. |
Koli Wadiyara (કોલી) Bible by The Love Fellowship is licensed under Creative Commons Attribution-ShareAlike 4.0 License.
Beyond Translation