રોમનોને પત્ર 13 - કોલી નવો કરારરાજ્યના અધિકારીઓ પ્રત્યે નાગરિક તરીકેની ફરજ 1 દરેક માણસે મુખ્ય અધિકારીઓને આધીન રેવું કેમ કે, પરમેશ્વર તરફથી નો હોય એવો કોય અધિકાર હોતો નથી; જે અધિકારીઓ છે, ઈ પરમેશ્વરથી નિમાયેલા છે. 2 ઈ હાટુ જે કોય એવા લોકોનો વિરોધ કરે છે અને જેની પાહે શાસન કરવાનો અધિકાર છે, ઈ પરમેશ્વરની વિધિઓનો વિરોધ કરે છે, અને વિરોધ કરનારા પોતે સજા ભોગયશે. 3 કેમ કે, હારા કામ કરનારને અધિકારીની બીક નથી, પણ ભુંડા કામ કરનારને છે. અધિકારીની તને બીક લાગે નય, એવી તારી ઈચ્છા છે? તો તું હારુ કર; એથી ઈ તારા વખાણ કરશે. 4 કેમ કે, તારા હારા હાટુ ઈ પરમેશ્વરનો કારભારી છે, પણ જો તુ ભુંડાય કરશો, તો બીક રાખ, કેમ કે, ઈ કારણ વગર તલવાર રાખતો નથી; ઈ પરમેશ્વરનો કારભારી છે, એટલે ભુંડું કરનારને ઈ કોપરૂપે બદલો આપનાર છે. 5 એથી તમારે પરમેશ્વરની આધીન થાવાનુ છે ઈ હાટુથી નય કે, તમે સજાથી બસી જાવ પણ ઈ હાટુ કે, તમારો અંતરઆત્મા હારો રેય. 6 અધિકારીઓ ફરજ નિભાવવામાં પરમેશ્વરની હાટુ કામ કરે છે. એથી તમારે કરવેરા ભરવા જોયી. 7 દરેકને એના જે હક હોય ઈ આપો; જેને કરવેરાનો હક હોય એને કરવેરો, જેને જકાતનો હક હોય એને જકાત, જેને બીકનો હક હોય એને બીક, જેને માનનો હક હોય એને માન આપો. એક-બીજા પ્રત્યેની ફરજો 8 એક-બીજા ઉપર પ્રેમ રાખવો એની સિવાય બીજુ કોય દેણું નો કરો, કેમ કે, જે કોય બીજા ઉપર પ્રેમ રાખે છે, એણે નિયમનું પુરે-પુરું પાલન કરયુ છે. 9 કેમ કે, મૂસાના શાસ્ત્રમાં ઘણીય બધીય આજ્ઞાઓ છે જેમ કે, છીનાળવા નો કરવા, ખૂન નો કરવુ, સોરી નો કરવી, લોભ નો કરવો, અને એને છોડી અને કોય પણ આજ્ઞા હોય તો બધાયનો નિસોડ આ આજ્ઞાઓમાં જોવા મળે છે, તારા પાડોશી ઉપર પણ એવો પ્રેમ રાખ, જેમ તુ પોતાની જાત ઉપર પ્રેમ રાખ છો. 10 બીજાઓ ઉપર પ્રેમ રાખનારો તેઓનું કોયદી ખરાબ કરતો નથી. પ્રેમ કરવામાં આખા શાસ્ત્રનું પાલન થાય છે. 11 તમારે એમ કરવાની જરૂર છે કેમ કે, આપડે જાણી છયી આ કેવો વખત છે ઈ તમે જાણો છો. અત્યારે તમારે ઉંઘમાંથી જાગવાનો વખત આવી પૂગ્યો છે. આપડે વિશ્વાસ કરયો, તઈ કરતાં અત્યારે આપડુ તારણ વધારે ઢુંકડુ છે. 12 રાત લગભગ વય ગય છે; દિવસ ઢુકડો આવી પૂગ્યો છે. હવે અંધારાના દૃષ્ટ કામો કરવાનું બંધ કરી દેયી. અજવાળાના હથિયારો લય લેયી. 13 દિવસના અજવાળામાં જીવનારા લોકોની જેમ આપડુ વરતન લાયક રાખી. એટલે કે, આપડે ભોગવિલાસમાં, નશાખોરીમાં, છીનાળવામાં ભુંડી ઈચ્છાઓ, બાધણા કે, ઈર્ષામાં જીવી નય. 14 પણ તમારા બખતરની જેમ પરભુ ઈસુ મસીહને પેરી લ્યો અને તમારા દેહની ભુંડી ઈચ્છાઓ પુરી કરવા બાજુ ધ્યાન નો આપો. |
Koli Wadiyara (કોલી) Bible by The Love Fellowship is licensed under Creative Commons Attribution-ShareAlike 4.0 License.
Beyond Translation