Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -

રોમનોને પત્ર 12 - કોલી નવો કરાર


પરમેશ્વરની સેવામાં જીવન

1 મારા વિશ્વાસી ભાઈઓ અને બહેનો, હું તમને પરમેશ્વરની દયાને યાદ કરાવીને વિનવણી કરું છું કે, પોતાના દેહનુ જીવતુ, અને પવિત્ર, અને પરમેશ્વરને ગમે એવુ બલિદાન કરો, ઈ જ તમારુ ભજન કરવાનું હાસું કારણ છે.

2 આ જગતના રીતી-રિવાજોનું અનુસરણ નો કરો, પણ પોતાના મનને પુરેપુરા પરિવર્તન દ્વારા તમારો વ્યવહાર પણ બદલતો જાય, જેથી તમે પરમેશ્વરની હારી અને ગમતી, અને પુરેપુરી ઈચ્છા જાણી હકો.

3 કેમ કે, હું ઈ કૃપાના કારણે જે મને મળી છે, તમારામાથી દરેકને કહુ છું કે, જેવી રીતે હંમજવુ જોયી, એનાથી વધારે કોય પણ પોતાની જાતને નો હંમજે, પણ જેમ પરમેશ્વરે તમને જેટલો વિશ્વાસ આપ્યો છે એની પરમાણે નમ્રતાથી હમજે.

4 કેમ કે, જે પરકારે આપડા એક દેહમાં ધણાય સભ્યો હોય છે, પણ બધાય સભ્યોનું એક હરખું કામ નથી.

5 તેવી જ રીતે, આપડે પણ જે મસીહમા વિશ્વાસી છયી, આપડે બધાય મસીહના દેહના સભ્યો છયી અને આપડે બધાય એક-બીજા હારે જોડાયેલા છયી.

6 અને આપણને જે કૃપા આપવામાં આવી છે, ઈ પરમાણે જે આપણને જુદા-જુદા વરદાનો મળ્યા છે. એથી જો બોધ કરવાનું વરદાન મળ્યુ હોય તો પોતાના વિશ્વાસ પરમાણે એને બોધ કરવો જોયી.

7 કા પછી જો સેવા કરવાનું વરદાન મળ્યું હોય, તો સેવા કરવી, જો શિક્ષણ આપવાનું વરદાન હોય, તો શીખવાડવું.

8 જો બીજાને હિંમત આપવાનું દાન હોય, તો એમ કરવુ જોયી, બીજાની હારે પોતાનો ભાગ વેસવાનો હોય, તો ઉદારતાથી દેય. જેની પાહે અધિકાર છે એને કાળજીથી કામ કરવું. જે બીજા ઉપર દયા કરે છે, એને હસતા મોઢે કરવી જોયી.

9 બીજાને ઢોંગ કરયા વગર પ્રેમ કરો, જે ભુંડુ છે એને ધિક્કારો, અને જે હારુ છે, એને સદાય કરતાં રયો.

10 ભાઈઓની પ્રત્યે જેવો ગાઢ પ્રેમ એક-બીજાની ઉપર રાખો; માન આપવામાં પોતાના કરતાં બીજાને વધારે ગણો.

11 સખત મેનત કરો અને આળસુ નો બનો, આત્મિક ઉત્સાહમાં બનેલા રયો, પુરા મનથી પરભુની સેવા કરતાં રયો.

12 તમારી પાહે જે આશા છે, એમા તમારે રાજી થાવુ જોયી, સંકટમાં ધીરજ રાખવી, પ્રાર્થનામાં વિશ્વાસુ રયો.

13 પરમેશ્વરનાં લોકોને જે કાય જરૂરી હોય, એમા તેઓની મદદ કરો, મેમાનનો આવકાર કરવા તમારા ઘર ખુલ્લાં રાખો.

14 તમારા સતાવનારાઓને આશીર્વાદ આપો; આશીર્વાદ જ આપો અને હરાપ આપતા નય.

15 જે રાજી છે, તેઓની હારે રાજી થાવ અને જે રોવે છે, એની હારે રોવો.

16 અંદરો-અંદર એક મનના થાવ; અભિમાન નો કરો, પણ સામાન્ય લોકો હારે સંગત રાખો. તમે જ બુદ્ધિમાન સો એવુ નો હંમજો.

17 ભૂંડાઈના બદલે કોયનું ભુંડુ નો કરો, જે વાતો બધાય માણસોની નજરમાં હારી છે, ઈ કરવાની કાળજી રાખો.

18 જો શક્ય હોય, તો ગમે એમ કરીને બધાય માણસોની હારે હળી-મળીને રયો.

19 મારા મિત્રો, બદલો વાળતા નય; એને બદલે, ઈ કામ પરમેશ્વરનાં કોપને કરવા દયો. શાસ્ત્રમા લખેલુ છે કે, બદલો લેવો ઈ મારૂ કામ છે, અને હું બદલો લેય, એમ પરભુ કેય છે.

20 પણ જો તારો વેરી ભૂખ્યો હોય તો એને ખવડાય; જો તરસો હોય, તો એને પાણી પિવરાય; કેમ કે, આવું કરવાથી તુ એના માથા ઉપર હળગતા દેતવાનો ઢગલો કરય.

21 દૃષ્ટતાથી તું હારી નો જા, પણ ભલાયથી દૃષ્ટતાને હરાવ.

Koli Wadiyara (કોલી) Bible by The Love Fellowship is licensed under Creative Commons Attribution-ShareAlike 4.0 License.

Beyond Translation
Lean sinn:



Sanasan