રોમનોને પત્ર 11 - કોલી નવો કરારઈઝરાયલ ઉપર પરમેશ્વરની દયા 1 ઈ હાટુ હું પુછુ છું, શું પરમેશ્વરે પોતાના લોકોને નકારી દીધા? નય! કોયદી નય! હું હોતન ઈઝરાયલ દેશનો છું, ઈબ્રાહિમનો વંશ અને બિન્યામીનના કુળમાંથી છું 2 પરમેશ્વરે પોતાના ઈ લોકોને નથી નકારા, જેને એણે પેલાથી ગમાડી લીધા, તમે જાણો છો કે, એલિયા આગમભાખીયાની વિષે શાસ્ત્ર શું કેતા હતાં કે, ઈ ઈઝરાયલ દેશના લોકો પરમેશ્વરની વિરુધ ફરિયાદ કરે છે. 3 તેઓએ કીધું કે, હે પરભુ, તેઓએ તારા આગમભાખીયાઓને મારી નાખ્યા, અને તારી વેદીઓનો નાશ કરી નાખ્યો, અને હું જ એકલો બસી ગયો છું, અને તારી ઉપર વિશ્વાસ કરું છું અને તેઓ મને મારી નાખવા માગે છે. 4 પણ પરમેશ્વરે એલિયાને કીધું, મારી પોતાની હાટુ હાત હજાર માણસોને રાખી મુક્યા છે, જેઓએ બઆલની મૂર્તિની પુજા નથી કરી. 5 એવી જ રીતે, આ વખતે પણ પરમેશ્વરની કૃપાના કારણે, આ યહુદીઓના થોડાક લોકો છે જેને પરમેશ્વરે પોતાના હાસા લોકો થાવા હાટુ ગમાડીયા છે. 6 પણ જો ઈ કૃપાથી થયુ છે, તો ઈ કામોથી થયુ નથી, નકર તો કૃપા ઈ કૃપા કેવાય જ નય 7 એટલે શું? ઈ જ કે, ઈઝરાયલ દેશની પ્રજા જેને ગોતતી હતી, ઈ તેઓને મળ્યુ નય; પણ પરમેશ્વરે ગમાડેલાઓ એવા થોડાકને જ મળ્યુ છે પરમેશ્વરનાં આમંત્રણ સબંધી બાકીના બધાય બેરા બની ગયા. 8 જેમ લખેલુ છે, પરમેશ્વરે તેઓના મન જડ બનાવી દીધા છે. હજી હુધી તેઓની આખું જોતી નથી, અને કાન હાંભળતા નથી. 9 પછી રાજા દાઉદ પણ કેય છે કે, “તેઓની મેજ તેઓની હાટુ જાળ, ફાંસો, ઠોકર અને બદલો થાય. 10 તેઓની આખું કાળા ભમ્મર અંધારા જેવી થાય કે, જેથી તેઓ જોય નો હકે અને તેઓનો વાહો તમે સદાય વાંકો વાળો.” 11 તઈ હું કવ છું કે, શું તેઓને પાપની ઠોકર લાગી કે, તેઓ પડી ગયા નય! કોયદી નય! પણ તેઓની આજ્ઞા નો માનનારા બિનયહુદીઓને તારણ મળ્યુ, જેથી ઈઝરાયલ દેશનાઓને ઈર્ષા થાય. 12 હવે જો પાપથી તેઓનું ઠેય ખાવુ માણસ જગતને મિલકતરૂપ થયુ છે અને તેઓનું નુકશાન બિનયહુદીઓને મિલકતરૂપ થયુ છે, તો તેઓની સંપૂર્ણતા ઘણીય વધારે સંપતિરૂપ થાહે! બિનયહુદીઓનુ તારણ ઝાડની કલમનો દાખલો 13 પણ હવે હું તમને બિનયહુદીઓને આ વાતો કવ છું જઈ હું બિનયહુદીઓ હાટુ ગમાડેલો ચેલો છું, તો હું પોતાની સેવા મહત્વની માંનું છું 14 જેથી કોય પણ રીતે મારા સાથી યહુદીઓમાંથી ઈર્ષા કરાવીને તેઓમાંથી કોય એકનુ તારણ કરાવી હકુ. 15 કેમ કે, જો તેઓનો નકાર થાવાથી માણસ જગતનું પરમેશ્વર હારે સમાધાન થયુ, તો તેઓનો સ્વીકાર થાવાથી મોતમાંથી જીવન સિવાય બીજુ શું થાહે? 16 ધરવાની રોટલીનું પેલું બટકુ પરમેશ્વરને અપાયેલું હોય તો આખી રોટલીનો પુરો કણેકણ પવિત્ર છે એમ જ જો ઝાડનાં મુળયા ધરેલા હોય તો ડાળ્યું પણ પવિત્ર છે. 17 પણ જો ઉજેરવામાં આવેલા જૈતુન ઝાડની કેટલીક ડાળ્યું તોડી નાખવામાં આવી છે, અને જંગલી જૈતુન ઝાડની ડાળ્યુંની એમા કલમ કરવામા આવી છે. તમે બિનયહુદીઓ પેલા જંગલી જૈતુન ઝાડની ડાળ્યું જેવા હતા. હવે યહુદીઓનું મુળ જે તાકાત અને રસથી ભરેલું છે એના જીવનમાં તમે ભાગીદાર થયા છો. 18 ઈ ડાળ્યું વિષે જે કાપી નાખવામાં આવી હતી, એની ઉપર તુ અભિમાન કરવુ નય, અને જો તુ અભિમાન કર, તો ધ્યાન રાખ કે, તુ મુળયાને નય, પણ મુળયા તને મદદ કરે છે. 19 વળી તું કેય કે, હું કલમરૂપે ભળી જાવ ઈ હાટુ ડાળ્યુંને તોડી નાખવામાં આવી. 20 આ હાસુ છે. અવિશ્વાસને લીધે એને તોડી નાખવામાં આવી, અને વિશ્વાસને લીધે તુ ઈ જગ્યાએ ટકી રયો છો; છતાં અભિમાન કરવુ નય, પણ બીક રાખ, 21 કેમ કે, જો પરમેશ્વરે અસલ ડાળ્યુંને બસાવી નય, તો ઈ તને હોતન નય બસાવે. 22 આયા આપડે જોયી છયી કે, પરમેશ્વર દયાળુ તો છે, પણ હારોહાર કઠણ હોતન છે. જેઓ પડી ગયા તેઓની ઉપર પરમેશ્વરનો કોપ આવ્યો. જો તુ પરમેશ્વરની દયાને વળગી રેય, તો પરમેશ્વર તારી ઉપર દયા સાલું રાખશે, નકર તને હોતન કાપી નાખવામાં આયશે. 23 જો યહુદીઓ પોતાના અવિશ્વાસને દુર કરે તો એને અસલ જગ્યાએ પાછા લગાડવામાં આયશે. કેમ કે, પરમેશ્વર એને ફરીથી કલમરૂપે જોડવા સમર્થ છે. 24 જો તમે જંગલી જૈતુન ઝાડની ડાળખીઓના જેવા છો, અને ઉજેરવામાં આવેલ હારા જૈતુન ઝાડની હારે તમને પ્રકૃતિ વિરુધ ભેળવવામાં આવ્યા છે. યહુદીઓ આ ઉજરેલા ઝાડની ડાળખીઓ જેમ છે. પરમેશ્વરની હાટુ ઈ અસલ ડાળખીઓને તેમના પોતાના જૈતુન ઝાડમાં કલમ કરવાનું કામ કેટલું હેલ્લું છે. બધાયને હાટુ પરમેશ્વરની દયા 25 કેમ કે, મારા વિશ્વાસી ભાઈઓ અને બહેનો, તમે પોતાને બુદ્ધિમાન નો હમજો, ઈ હાટુ મારી ઈચ્છા નથી કે, આ ભેદ વિષે તમે અજાણ્યા રયો કે, બિનયહુદીઓની સંપૂર્ણતા અંદર આવે ન્યા હુધી ઈઝરાયલ દેશને કઠીનતા થય છે. 26 અને પછી આખુય ઈઝરાયલ દેશ તારણ પામશે, જેમ લખેલુ છે, સિયોનમાંથી તારણ આયશે; ઈ યાકુબમાંથી અન્યાયને દુર કરશે. 27 અને જેમ પરમેશ્વર કેય છે કે, હું તેઓના પાપને દુર કરય, તઈ તેઓની હારે મારો કરાર પુરો થાહે. 28 સંદેશાના વિષે તો તમારી લીધે તેઓ પરમેશ્વરનાં વેરીઓ છે હાસુ, પણ ગમાડવા વિષે તો વડવાઓને લીધે તેઓ તેઓને વાલા છે. 29 કેમ કે, પરમેશ્વરનાં કૃપાદાન અને આમંત્રણ ઈ કોયથી રદ થાય એવા નથી. 30 ભૂતકાળમાં તમે બિનયહુદીઓ પરમેશ્વરની આજ્ઞા નો માનનારા હતાં; પણ અત્યારે યહૂદીઓની આજ્ઞા નો માનવાને કારણે તમે દયા પામ્યા છો. 31 ઈજ પરમાણે તમને દયા મળી છે, એથી યહુદીઓ આજ્ઞા નો માનનારા થયા છે; જેથી તમને હોતન દયા મળે. 32 આમ બધીય માણસ જાતને પરમેશ્વરે આજ્ઞા નો માનવાના બંધનમાં મુકી છે; જેથી બધીય માણસજાત પ્રત્યે ઈ દયા દેખાડે. પરમેશ્વરની સ્તુતિ 33 આહેય! પરમેશ્વરનું જ્ઞાન અને બુદ્ધિ, મિલકત કેવી અગાધ છે એના નિર્ણયોને કોણ હમજાવી હકે? એના મારગને કોણ હમજી હકે? 34 કેમ કે, પરભુનુ મન કોયે જાણ્યું છે? કા એનો સલાહકાર કોણ થ્યો છે? 35 કા કોયે પેલા પરમેશ્વરને કાય આપ્યુ, કે, ઈ એને બદલામાં પાછુ આપવામાં આવે? 36 કેમ કે, બધુય પરમેશ્વર પાહેથી જ આવે છે. એણે બધુય બનાવી લીધું છે, અને બધુય એનુ જ છે. ઈ કાયમ હાટુ મહિમા પ્રાપ્ત કરવુ જોયી! આમીન. |
Koli Wadiyara (કોલી) Bible by The Love Fellowship is licensed under Creative Commons Attribution-ShareAlike 4.0 License.
Beyond Translation