Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -

રોમનોને પત્ર 10 - કોલી નવો કરાર

1 મારા વિશ્વાસી ભાઈઓ અને બહેનો મારા મનની ઈચ્છા અને ઈઝરાયલનાં લોકોની હાટુ પરમેશ્વરથી મારી પ્રાર્થના છે કે, પરમેશ્વર તેઓને બસાવશે.

2 કેમ કે, હું એની વિષે સાક્ષી આપું છું કે, પરમેશ્વર હાટુ તેઓને આતુરતા છે, પણ ઈ જ્ઞાન પરમાણે નથી.

3 કેમ કે, પરમેશ્વરની હારે ન્યાયીપણામાં આવવાનો મારગ તેઓ જાણતા નથી. પોતાના મારગ ઉપર હાલતા તેઓ પરમેશ્વરનાં મારગને આધીન થાતા નથી.

4 કેમ કે, મસીહ તો દરેક વિશ્વાસ કરનારની હાટુ ન્યાયીપણું પામવાના નિયમશાસ્ત્રની પૂર્ણતા છે.


બધાય હાટુ ખુલ્લો તારણનો મારગ

5 કેમ કે, મુસા ન્યાયીપણાના નિયમ વિષે લખે છે કે, જે માણસ શાસ્ત્ર પરમાણે ન્યાયીપાણાનું પાલન કરે છે, ઈ એનીથી જીવતો રેહે.

6 પણ જે ન્યાયીપણું વિશ્વાસથી મળે છે, ઈ એવું કેય છે કે, તુ તારા મનમાં નો કેય કે, સ્વર્ગમાં કોણ સડશે? એટલે કે, મસીહને નીસે લીયાવવા હાટુ;

7 કા એમ કે, મસીહને મરણમાંથી જીવતો કરવા હાટુ અધોલોકમાં કોણ ઉતરશે?

8 પણ ઈ શું કેય છે?, ઈ વચન તારી પાહે છે, તારા મોઢામાં છે અને તારા હૃદયમાં છે એટલે કે, વિશ્વાસનું જે વચન અમે પરગટ કરી છયી, ઈ એવુ જ છે કે,

9 જો તુ તારા મોઢેથી ઈસુને પરભુ તરીકે કબુલય અને પરમેશ્વરે એને મરણમાંથી પાછો જીવતો કરયો, એવો વિશ્વાસ તારા હ્રદયથી કરય, તો તુ તારણ પામય.

10 કેમ કે, ન્યાયીપણું પામવા હાટુ હૃદયથી વિશ્વાસ કરવો પડે છે અને તારણ પામવા હાટુ મોઢેથી કબુલવુ પડે છે.

11 કેમ કે, શાસ્ત્રવચન એમ કેય છે કે, મસીહ ઉપર જે કોય વિશ્વાસ કરશે, ઈ શરમાહે નય.

12 આયા યહુદીઓ અને બિનયહુદીઓમાં કાય ભેદ નથી, કેમ કે, બધાયના પરભુ એક જ છે, અને જે એને વિનવણી કરે છે તેઓ બધાય પ્રત્યે ઈ બોવ જ ઉદાર છે.

13 કેમ કે, જે કોય પરભુને નામે પ્રાર્થના કરશે ઈ તારણ પામશે.

14 પણ જેની ઉપર તેઓએ વિશ્વાસ કરયો નથી, એને તેઓ કેવી રીતે વિનવણી કરી હકે? વળી જેની વિષે તેઓએ હાંભળ્યું નથી, એની ઉપર તેઓ કેવી રીતે વિશ્વાસ કરી હકે? વળી પરચારક વગર તેઓ કેવી રીતે હાંભળી હકે?

15 પાછુ તેઓને મોકલા વગર તેઓ કેવી રીતે પરચાર કરી હકે? જેમ લખ્યું છે કે, સંદેશો હંભળાવનારના પગલાં કેટલા સુંદર છે!

16 પણ બધાયે ઈ સંદેશાને માન્યો નય; કેમ કે, યશાયા આગમભાખીયો કેય છે કે, હે પરભુ અમારા સંદેશા ઉપર કોણે વિશ્વાસ કરયો છે?

17 આમ, સંદેશો હાંભળવાથી વિશ્વાસ થાય છે, અને મસીહના વચન દ્વારા સંદેશો હંભળાવવામાં આવે છે.

18 પણ હું પુછુ છું કે, શું તેઓએ નથી હાંભળ્યું? હા ખરેખર હાંભળ્યું છે કેમ કે, આખી પૃથ્વી ઉપર તેઓનો અવાજ અને જગતના છેડા હુધી તેઓના વચનો ફેલાણા છે.

19 પાછુ હું પુછુ છું કે, શું ઈઝરાયલ દેશના લોકો જાણતા નોતા? પેલા મુસાએ કીધું કે, જેઓ પ્રજા નથી એવા લોકો ઉપર હું તમારામા ઈર્ષા ઉભી કરય; અણહમજુ પ્રજા ઉપર હું તમારામા ગુસ્સો ઉભો કરય.

20 પાછો યશાયા આગમભાખીયો બોવ હિંમતથી કેય છે કે, જેઓ મને ગોતતા નોતા, તેઓને હું મળ્યો; જેઓ મને ગોતતા નોતા તેઓની હામે હું પરગટ થયો.

21 પણ ઈઝરાયલ દેશના વિષે પરમેશ્વર આવું કેય છે, આખો દિવસ માને નય અને વિરુધ બોલનારા લોકો બાજુ મે મારા હાથ લાંબા કરયા.

Koli Wadiyara (કોલી) Bible by The Love Fellowship is licensed under Creative Commons Attribution-ShareAlike 4.0 License.

Beyond Translation
Lean sinn:



Sanasan