રોમનોને પત્ર 1 - કોલી નવો કરારઅભિવાદન 1 આ પત્ર હું પાઉલ, જે મસીહ ઈસુનો ચાકર છું અને ગમાડેલો ચેલો થાવા હાટુ પરમેશ્વર દ્વારા ગમાડવામાં આવ્યો અને પરમેશ્વરનાં હારા હમાસારનો પરચાર કરવા હાટુ જુદો કરાણો છે. 2 પરમેશ્વરે આ હારા હમાસાર વિષેનું વચન એના આગમભાખીયાઓ દ્વારા અગાવથી આપ્યુ હતું અને ઈ શાસ્ત્રમાં લખેલુ છે. 3 આ હારા હમાસાર એના દીકરા પરભુ ઈસુ મસીહના વિષે છે ઈસુ દેહિક રીતે રાજા દાઉદના વંશમાં જનમો હતો, 4 પણ પવિત્ર આત્માની સામર્થ દ્વારા મરેલામાંથી જીવતા ઉઠવાના પરાક્રમ હારે પરમેશ્વરનો દીકરો મસીહ ઠરાવામા આવ્યો, 5 મસીહ દ્વારા અમને કૃપા અને ગમાડેલો ચેલો એવું પદ મળ્યું છે કે, એના નામના કારણે બધીય જાતિના લોકો મસીહ ઉપર વિશ્વાસ કરે અને એની આજ્ઞાનું પાલન કરે. 6 તમે વિશ્વાસી લોકો જે રોમ શહેરમાં રયો છો, તમે પણ આ લોકોનો ભાગ છો જેને ઈસુ મસીહના થાવા હાટુ બોલાવા છે. 7 હુ તમને ગમાડેલા બધાય લોકોને લખું છું, જે રોમ શહેરમાં રેય છે, જેને પરમેશ્વર પ્રેમ કરે છે, એના પોતાના પવિત્ર લોકો થાવા હાટુ બોલાવામાં આવ્યા. આપડા બાપ પરમેશ્વર અને પરભુ ઈસુ મસીહ તરફથી તમને કૃપા અને શાંતિ મળતી રેય. આભાર સ્તુતિની પ્રાર્થના 8 પેલા હું તમારા બધાયની હાટુ ઈસુ મસીહ દ્વારા આપડા પરમેશ્વરનો આભાર માનુ છું કેમ કે, ઘણીય જગ્યાઓમાં માણસો આ વિષે વાતો કરે છે કે, તમે કેવી રીતે મસીહ ઉપર વિશ્વાસ કરો છો. 9 પરમેશ્વર, જેની સેવા હું પોતાના પુરા હૃદયથી એના દીકરાના વિષે માણસોને હારા હમાસારનો પરચાર કરું છું, ઈજ મારી સાક્ષી છે કે, હું પોતાની પ્રાર્થનાઓમાં તમને લોકોને સદાય યાદ કરું છું 10 અને સદાય મારી પ્રાર્થનાઓમાં વિનવણી કરું છું કે, પરમેશ્વરની ઈચ્છાથી કોયને કોય રીતે મને છેલ્લે તમારા લોકોની પાહે આવવાનો હારો મોકો મળે. 11 કેમ કે, હું તમને મળવાની આશા રાખુ છું કે, હું તમને કાક આત્મિક કૃપા આપીને તમને વિશ્વાસમા મજબુત બનાવુ. 12 મારો કેવાનો અરથ આ છે કે, હું તમને મજબુત બનવામાં મદદ કરય અને તમે મને મજબુત બનાવવામાં મદદ કરશો. તમે મજબુત થય જાહો કેમ કે, તમે જાણો છો કે, હું કેવો વિશ્વાસ કરું છું, અને હું મજબુત થય જાય કેમ કે, હું જાણું છું કે, તમે કેવો વિશ્વાસ કરોશો. એટલે તમારી વસે રયને તમારી હારે ઈ વિશ્વાસથી જે મારામાં અને તમારામા છે, એનાથી મને પ્રોત્સાહન મળે. 13 હે વિશ્વાસી ભાઈઓ અને બહેનો હું ઈચ્છું છું કે, તમે જાણી લ્યો કે, મે ઘણીય બધીવાર તમારી પાહે આવવાની ઈચ્છા રાખી કે, જેમ મે બિનયહુદીઓ વસે મસીહની હાટુ ચેલા બનાવ્યા, એવી જ રીતે તમારામા પણ બને, પણ હજી હુધી રોકાય ગયો. 14 હું યહુદી અને બિનયહુદી લોકો અને પછાત લોકો, જ્ઞાની લોકો, અને અજ્ઞાની લોકોને હારા હમાસારનો પરચાર કરવા હાટુ દેણદાર છું 15 ઈ હાટુ હું તમને પણ જે રોમ શહેરમાં રયો છો, હારા હમાસાર હંભળાવવા હાટુ ઉતાવળે તૈયાર છું. હારા હમાસારનું સામર્થ્ય 16 મસીહના હારા હમાસાર વિષે હું શરમાતો નથી; કેમ કે, ઈ બધાય વિશ્વાસ કરનારાના તારણની હાટુ પરમેશ્વરનું સામર્થ્ય છે, પેલા યહુદી લોકોની અને પછી બિનયહુદી લોકોની હાટુ. 17 કેમ કે, હારા હમાસારમાં પરમેશ્વર લોકોને પોતાની હારે હાસા ઠરાવે છે જેમ શાસ્ત્રમાં લખેલુ છે ઈ જે પરમેશ્વરની દ્વારા વિશ્વાસથી ન્યાયી બનાવામાં આવ્યો છે ઈ વિશ્વાસથી જીવશે. માણસજાતનો દોષ 18 પરમેશ્વરનો ગુસ્સો તો ઈ લોકોના બધાય પરકારના પરમેશ્વર વિનાના અને અન્યાયી કામ ઉપર સ્વર્ગથી પરગટ થાય છે. તેઓ ઈ ભુંડાય દ્વારા જે ઈ કરે છે બીજાને પરમેશ્વરની વિષે હાસને જાણવાથી રોકે છે. 19 કેમ કે, પરમેશ્વર વિષે જે જાણી હકાય ઈ એનામાં પરગટ કરેલું છે; પરમેશ્વરે તેઓને પરગટ કરયુ છે. 20 કેમ કે, પરમેશ્વરનાં સામર્થ્ય અને ગુણને નથી જોય હકાતા પણ આ વાતોને પરમેશ્વરે જગતની શરુઆતથી પોતાની બનાવેલ બધીય વસ્તુઓ દ્વારા બતાવું છે એટલે ઈ લોકો કોય બાનું કાઢી હકે એમ નથી કે, ઈ પરમેશ્વરને નથી જાણતા. 21 આ કારણથી કે, પરમેશ્વરને જાણયા પછીય તેઓએ એને પરમેશ્વરનાં રૂપમાં માન આપ્યુ નય, અને આભાર માન્યો નય, પણ ઈ પુરી મુરખાયથી વિસારે છે તેઓ એવી રીતે નથી વિસારતા જેમ તેઓને વિસારવુ જોયી, એટલે તેઓના મન આંધળા થયા છે. 22 પોતે બુદ્ધિમાન છે એવું હમજતા તેઓ મુરખ થયા. 23 તેઓ પરમેશ્વરની મહિમાને બદલે, નાશવંત માણસ, અને પંખીઓ, અને સ્યાર પગવાળા પશુઓ, અને પેટે હાલનારા જીવ જનાવરોને મૂર્તિમાં બનાવીને એનુ ભજન કરયુ. 24 એથી પરમેશ્વરે તેઓને એના હૃદયની ખરાબ ઈચ્છાઓની અશુદ્ધતા હાટુ છોડી દીધા કે, તેઓ અંદરો અંદર પોતાના દેહને ખરાબ કરે. 25 કેમ કે, તેઓએ પરમેશ્વરની હાસને બદલે ખોટાને સ્વીકારે છે, અને રસના કરનાર જે સદાકાળ મહિમાવાન છે. આમીન એની જગ્યાએ સૃષ્ટિનું ભજન અને સેવા કરી. 26 એથી પરમેશ્વરે તેઓને શરમજનક વાસના હાટુ છોડી દીધા છે કેમ કે, તેઓની બાયડીયુ માણસો હારે દેહિક સંબંધ બાંધવાની બદલે બીજી બાયુ હારે સંબંધ બાંધવા મંડયું. 27 ઈજ રીતે માણસોએ પણ બાયડીઓની હારે હુવાનુ બંધ કરી દીધુ અને એક-બીજા પ્રત્યે ભુંડી ઈચ્છાથી બળવા મંડીયા, અને માણસ બીજા માણસની હારે શરમ વગરના કામ કરીને ઈ પરકારે ઈ પોતાના દેહમાં પોતાની કરેલી ભૂલોની લાયક સજા ભોગવે છે. 28 કેમ કે, તેઓએ પરમેશ્વરને અપનાવવું મુર્ખાય હંમજી, તો પરમેશ્વરે પણ ઈ બધાય ખરાબ કામ કરવાના લીધે એને એના નક્કામાં મનના કાબુમાં છોડી દીધા. 29 તેઓ તો બધીય પરકારના અન્યાયીપણુ, ભુંડાય, લોભ, ઈર્ષ્યા, અદેખાય, હત્યા, બાધણા, કપટ, ભુંડી વાતુ, અને કાન ભંભેરનાર, 30 નીન્દાખોર, પરમેશ્વરનાં વેરી, દુષ્ટ, અભિમાની, દેખાડો કરનારા, પ્રપંચી, મા-બાપની આજ્ઞાને નો માનનારા 31 બુદ્ધિવગરના અને વિશ્વાસઘાતી, સામાન્ય લાગણી વગરના અને દયા વગરના હતા. 32 આવા કામો કરનારાઓ મરણને લાયક છે. તેઓ પરમેશ્વરનો નિયમ જાણયા છતાય તેઓ પોતે આવા કામો કરે છે એટલુ જ નય પણ એવા કામ કરનારાઓની વાહ-વાહ કરે છે. |
Koli Wadiyara (કોલી) Bible by The Love Fellowship is licensed under Creative Commons Attribution-ShareAlike 4.0 License.
Beyond Translation