પ્રકટીકરણ 9 - કોલી નવો કરાર1 જઈ પાંચમાં સ્વર્ગદુતે રણશિંગડું વગાડુ, તો મે આભથી પૃથ્વી ઉપર એક તારો પડતા જોયો, પરમેશ્વરે એને ઈ સાવી આપી, જે આ ખાડાને ખોલી હકે છે જેના ઊંડાણનો કોય અંત નથી. 2 એણે ઈ ખાડાને ખોલ્યો જેના ઊંડાણનો કોય અંત નથી અને ખાડામાથી મોટી ભઠ્ઠીની જેમ ધુવાડો નીકળો, સુરજ અને વાતાવરણ ઈ ખાડાના ધુવાડાથી ઢકાય ગયા. 3 ઈ ધુવાડામાંથી પૃથ્વી ઉપર ટીડડા નીકળા અને પરમેશ્વરે એને વીંછીની જેમ લોકોને ડંખમારવાની તાકાત આપી. 4 જેમ કોયને વીંછીના ડંખમારવાથી પીડા થાય છે એમ જ આ ટીડડાઓને પાસ મયના હુધી ઈ લોકોને નુકશાન પુગાડવાની પરમેશ્વરે રજા દીધી હતી. જેના માથા ઉપર પરમેશ્વરની મુદ્રાની નિશાની નોતી. ટીડડાઓને કીધુ કે, તમારે પૃથ્વીના કોય પણ ખડને, કોય પણ છોડવાઓને કે ઝાડને નુકશાન પુગાડવુ નય, 5 પરમેશ્વરે ટીડડાઓને માણસોને મારવાની રજા નોતી દીધી, એને ખાલી પાસ મયના હુધી પીડા દેવાની રજા આપી હતી, ઈ ટીડડાના ડંખમારવાની પીડા વીંછીના ડંખમારવાની પીડાની જેવી હતી. 6 ઈ પાસ મહિનામા લોકો મરવાની યોજના કરશે, પણ તેઓ મરી હકતા નથી. તેઓ મરવાની ઈચ્છા કરશે, પણ તેઓ મરી હકશે નય. 7 ઈ ટીડડાઓ ઘોડાની જેવા દેખાતા હતાં, જે યુદ્ધમા જાવા હાટુ તૈયાર હોય તેઓએ પોતાના માથા ઉપર કાક પેરેલુ હતુ જે હોનાના મુગટ જેવુ લાગતુ હતુ. એના મોઢા માણસોના મોઢા જેવા હતા. 8 એના વાળ બાયુની જેવા લાંબા વાળ હતાં, એના દાંત સિંહના દાતોની જેમ મજબુત હતા. 9 પોતાની છાતી ઉપર તેઓએ લોઢાથી બનેલુ બખતર પેરેલુ હતુ, જઈ તેઓ ઉડતા હતાં તઈ ઈ એવો અવાજ કરતાં હતાં જેમ કે, યુદ્ધમા ધોડતા ઘોડાઓના રથોનો અવાજ હોય. 10 એને વીંછીની જેમ પુછડુ અને ડંખ હતાં, એને પોતાની પુછડીના ડંખથી પાચ મયના હુધી લોકોને નુકશાન આપવાની તાકાત હતી. મસીહના લોહીનુ સામર્થ્ય 11 એક રાજા હતો જે તેઓને નિયંત્રણ કરતો હતો, ઈ ઈજ દુત છે જેણે ઊંડાણનો ખાડો ખોલ્યો હતો, હિબ્રૂ ભાષામાં એનુ નામ અબેદોન છે અને ગ્રીક ભાષામાં આપોલ્યોન છે. જેનો અરથ છે ઈ જે નાશ કરે છે. 12 પાસ મયના પછી આ આફતો પુરી થય જાહે. પણ એની પછી બે વધારે આફતો આવનાર છે. 13 એના પછી છઠ્ઠા સ્વર્ગદુતે પોતાનુ રણશિંગડું વગાડિયુ, જઈ એણે એને વગાડિયુ તો મે પરમેશ્વરની હામે ધૂપ હળગાવાની હોનાની વેદીની સ્યારેય ખૂણાથી કોકને બોલતા હાંભળો, 14 અને અવાજે છઠ્ઠા દુતને કીધુ જેણે રણશિંગડું પકડુ હતુ “હવે ઈ સ્યારેય દુતોને ખોલી નાખો જે યુફ્રેટિસ નામની મોટી નદીના કિનારા ઉપર બાંધેલા હતા.” 15 ઈ હાટુ તઈ ઈ સ્યારેય દુતોને ખોલી નાખવામાં આવ્યા ઈ પેલાથી જ તૈયાર હતાં અને એને કેવામાં આવું હતું કે, આ વખતે, આ દિવસે, આ મયને, અને આ વરહ હાટુ રાહ જોવે અને હવે ઈ આવી ગયો હતો એને જગતના ત્રીજા ભાગના લોકોને મારવાના હતા. 16 ન્યા ઘોડેસવાર સિપાયોની એક બોવ મોટી ફોજ ભેગી થય, જેની ગણતરી મે 20 કરોડ હાંભળી. 17 ઈ ધોડા અને એની ઉપર બેહેલા જે મને દર્શનમાં તેઓ એવી રીતે દેખાતા હતાં એની છાતીની રક્ષા કરનારા બખતર આગની જેવા લાલ આસો વાદળી અને ગંધકની જેવા પીળા હતાં, ઘોડાઓના માથા સિંહોના માથા જેવા લાગતા હતા. એના મોઢામાંથી આગ, ધુવાડો, અને ગંધક નીકળી રયાતા. 18 આ ત્રણેય મહામારીઓએ જેમ કે, ઘોડાના મોઢામાથી નીકળનારી આગ, ધુવાડો અને ગંધક હતા. બધાય માણસોના ત્રીજા ભાગનાને મારી નાખ્યા. 19 ઘોડાની તાકાત એના મોઢા અને એની પુછડીની અંદર હતી, એની પુછડી એરુના માથા જેવી હતી, જેનાથી ઈ માણસોને ઘાવ આપતા હતા. 20 બાકીની માણસજાત જે આ આફતોથી મરી નય, તેઓએ તેમના હાથોના કામ અંગે પસ્તાવો કરયો નય અને મેલી આત્માઓ અને હોના, સાંદી, કાહુ, પાણા અને લાકડીની મૂર્તિઓ જે જોવામા, હાંભળવામાં, હાલવામા સક્ષમ નથી, એનુ ભજન કરવાથી રોકાણા નય. 21 તેઓએ લોકોની હત્યાઓ કરવાનું, જાદુ ટોણા કરવાનું છીનાળવા કરવાનું અને સોરી કરવાનું નો છોડયુ. |
Koli Wadiyara (કોલી) Bible by The Love Fellowship is licensed under Creative Commons Attribution-ShareAlike 4.0 License.
Beyond Translation