Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -

પ્રકટીકરણ 8 - કોલી નવો કરાર


હાતમી મુદ્રા

1 જઈ ઘેટાના બસ્સાએ હાતમી મુદ્રા ખોલી તો ઈ બધાય જે સ્વર્ગમા હતાં, અડધા કલાક હાટુ મોન થય ગયા.

2 અને મે ઈ હાતેય સ્વર્ગદુતોને જે પરમેશ્વરની હામે ઉભા રેય છે, જેઓને પરમેશ્વરે હાત રણશિંગડા આપ્યા હતાં.

3 ન્યાંથી એક બીજો સ્વર્ગદુત આવ્યો અને વેદીની પાહે ઉભો રયો, ઈ સ્વર્ગદૂત ધૂપ હળગાવવા હાટુ હોનાનો બનેલો પ્યાલો લયને આવ્યો અને એને બધાય પરમેશ્વરનાં લોકોની પ્રાર્થનાઓ હારે હળગાવા હાટુ બોવ જાજો ધૂપ આપવામાં આવ્યો, એણે ધૂપ અને પ્રાર્થનાઓને હોનાની વેદી ઉપર હળગાવી દીધી, જે પરમેશ્વરની રાજગાદીની હામે હતી.

4 અને ધૂપનો ધુવાડો પરમેશ્વરનાં પવિત્ર લોકોની પ્રાર્થનાઓની હારે ભેગો થયને ઈ વેદી ઉપરથી જ્યાં સ્વર્ગદુતે એને નાખ્યુ હતું પરમેશ્વરની પાહે ઉપર સડો.

5 પછી સ્વર્ગદુતે ધુપદાની લયને એમા વેદી ઉપરનાં હળગતા દેતવાને ભરી લીધા અને પૃથ્વી ઉપર નાખી દીધા અને ગર્જનાઓ, અવાજો, વીજળીઓ અને ધરતીકંપ થાવા લાગ્યા.


રણશિંગડા

6 પછી તેઓ હાતેય સ્વર્ગદુત જેની પાહે હાત રણશિંગડા હતાં, એને વગાડવા તૈયાર થયા.

7 પેલા સ્વર્ગદુતે પોતાનુ રણશિગડું વગાડુ, તરત લોહી ભળેલો ખુબ જાજો કરાનો વરસાદ અને આગ પૃથ્વી ઉપર પડયા, એને લીધે પૃથ્વીનો ત્રીજો ભાગ બળી ગયો અને ત્રીજા ભાગના ઝાડ બળી ગયા અને બધુય લીલું ખડ હોતન બળી ગયુ

8 પછી બીજા સ્વર્ગદુતે રણશિંગડું વગાડયુ, તો એક મોટો હળગતો ડુંઘરો દરીયામા પડી ગયો, એના લીધે દરીયાનો ત્રીજો ભાગ લોહીવાળો થય ગયો.

9 જેથી દરીયામા રેનારી ત્રીજા ભાગની માછલીઓ અને બીજા જીવતા પ્રાણી હોતન મરી ગયા, એણે દરિયાના ત્રીજા ભાગના વહાણોનો પણ નાશ કરી દીધો.

10 પછી ત્રીજા સ્વર્ગદુતે રણશિંગડું વગાડયુ, અને એક મોટો તારો જે મસાલની જેમ હળગતો હતો, આભથી તુટો જે નદીઓ અને પાણીના ઝરાઓ ઉપર પડયો.

11 ઈ તારાનુ નામ કડવો છે, એની લીધે ઈ બધુય પાણી જ્યાં ઈ પડયુ કડવુ થય ગયુ અને ઘણાય લોકોના મોત થય ગયા કેમ કે, પાણી કડવુ થય ગયુ હતુ.

12 પછી સોથા સ્વર્ગદુતે રણશિંગડું વગાડુ, તઈ સુરજનો ત્રીજો ભાગ, અને સાંદાનો ત્રીજો ભાગ અને તારાઓના ત્રીજા ભાગ હારે કાક ભટકાણુ, જેથી એનો ત્રીજો ભાગ અંધકારરૂપ થયો. દિવસનો ત્રીજો ભાગ અને રાતનો ત્રીજો ભાગ અંજવાળા વગરનો થય ગયો.

13 જઈ મે પાછુ જોયુ, તઈ આભની વસે એક ગરુડને ઉડતા અને મોટા અવાજથી આવુ કેતા હાંભળ્યુ કે, “જઈ છેલ્લા ત્રણ સ્વર્ગદુતો ઈ રણશિંગડું વગાડે છે જે એને આપવામા આવ્યા છે, તઈ જગતના બધાય લોકો ઉપર આવનાર દુખો બોવજ ભયાનક હશે.”

Koli Wadiyara (કોલી) Bible by The Love Fellowship is licensed under Creative Commons Attribution-ShareAlike 4.0 License.

Beyond Translation
Lean sinn:



Sanasan