પ્રકટીકરણ 7 - કોલી નવો કરારઈઝરાયલનાં મુદ્રિત 144,000 1-2 એની પછી, મે સ્યાર સ્વર્ગદુતોને જગતના સ્યારેય ખૂણામા ઉભેલા જોયા, એક ઉત્તર દિશામા, એક દક્ષિણ દિશામા, એક પૂર્વ દિશામા અને એક પશ્ચિમ દિશામા આ સ્વર્ગદુતોને જગતમાં મુશ્કેલીઓથી નુકશાન કરવાનો પરમેશ્વર તરફથી અધિકાર મળેલો હતો, પછી ઈ દરીયામાં હોય કે પૃથ્વી ઉપર એણે જગતના સ્યારેય ખૂણેથી હવાને રોકી લીધી જેથી દરીયામા અને પૃથ્વી ઉપર અને કોય પણ ઝાડ ઉપર હવા હાલે નય. મે એકબીજા સ્વર્ગદુતને ઉગમણી દિશાથી પરગટ થાતા જોયો, એની પાહે પરમેશ્વર જે સદાય જીવે છે એની એક મુદ્રા હતી. ઈ સ્વર્ગદુતે ઉસા અવાજથી ઈ સ્યાર સ્વર્ગદુતોને હાક મારીને કીધું કે, 3 “જ્યાં હુધી આપડા પોતાના પરમેશ્વરનાં ચાકરોના માથા ઉપર મુદ્રાઓ લગાડી નો દેયી, ન્યા હુધી પૃથ્વી અને દરીયા અને ઝાડવાનો નાશ કરવો નય.” 4 જઈ સ્વર્ગદુતોએ નિશાની કરવાનું પુરું કરી લીધું, તો કોકે મને બતાવું કે, ઈ લોકો જેના માથા ઉપર સ્વર્ગદુતોએ પરમેશ્વરની મુદ્રાથી નિશાની કરી છે તેઓની સંખ્યા 144,000 હતી, આ લોકો ઈઝરાયલ દેશના બધાય કુળોમાના હતાં. 5 દરેક કુળમાથી બાર હજાર લોકો ઉપર સ્વર્ગદુતોએ મુદ્રાઓ લગાડી, જેમાં યહુદા કુળમાથી 12,000 ઉપર, રૂબેનના કુળમાથી 12,000 ઉપર, ગાદના કુળમાથી 12,000 ઉપર, 6 આશેરના કુળમાથી 12,000 ઉપર, નફતાલીના કુળમાથી 12,000 ઉપર, મનાશ્શાના કુળમાથી 12,000 ઉપર, 7 શિમયોનના કુળમાથી 12,000 ઉપર, લેવીના કુળમાથી 12,000 ઉપર, ઈસ્સાખારના કુળમાથી 12,000 ઉપર. 8 ઝબુલોનના કુળમાથી 12,000 ઉપર, યુસફના કુળમાથી 12,000 ઉપર, અને બિન્યામીનના કુળમાથી 12,000 ઉપર. 9 એની પછી મે જોયુ કે, લોકોનુ એક એટલુ મોટુ ટોળુ હતુ કે, કોય તેઓને ગણી હકતો નોતો, તેઓ જગતની દરેક પ્રજા, કુળ, દેશ અને ભાષામાંથી હતાં, તેઓ રાજગાદી અને ઘેટાના બસ્સાની હામે ઉભા હતાં, તેઓએ ધોળા લુગડા પેરેલા હતાં અને દરેક માણસે પોતપોતાના હાથમાં ખજુરીની ડાળખ્યું પકડી રાખી હતી. જે એક તેવારની નિશાની હતી. 10 અને તેઓ મોટા અવાજથી હાંક મારીને કેતા હતાં કે, “આપડા પરમેશ્વરનું ભજન કરો જે રાજગાદી ઉપર બેઠો છે અને ઘેટાના બસ્સાનુ ભજન કરો! ખાલી તુ જ છો, જે શેતાનની શક્તિઓથી આપણને બસાવે છે.” 11 સ્યારેય સ્વર્ગદુત રાજગાદીની સ્યારેય બાજુ અને વડીલોની અને સ્યારેય જીવતા પ્રાણીઓની સ્યારેય બાજુ ઉભા હતાં, ઈ બધાએ દંડવત સલામ કરયા અને પરમેશ્વરનું ભજન કરીને, 12 તેઓએ કીધું કે, “આમીન. આપડે જાહેર કરી છયી કે, આપડો પરમેશ્વર મહાન, સ્તુતિ, પરાક્રમી, સામર્થ્યવાન અને જ્ઞાની છે, આવો આપડે સદાય હાટુ એની મહિમા કરી અને એનો આભાર માની, આમીન.” 13 એની ઉપર વડીલોમાથી એકે મને પુછયું કે, ધોળા લુગડા પેરેલા કોણ છે? ઈ ક્યાંથી આવ્યા છે? 14 મે એને કીધુ કે, “હે સાહેબ, હું નથી જાણતો પણ તુ જાણ છો.” એણે મને કીધુ કે, “આ ધોળા લુગડા પેરેલા લોકો તેઓ છે, જેઓનું મોત દુખના મોટા વખતે થયુ હતું આ ઈ લોકો છે જેઓએ ઘેટાના બસ્સાના લોહીથી પોતાને શુદ્ધ કરી લીધા છે. 15 ઈ હાટુજ તેઓ પરમેશ્વરની રાજગાદીની હામે ઉભા છે, અને તેઓ દરેક વખતે રાત-દિવસ પરમેશ્વરનાં મંદિરમાં એનુ ભજન કરે છે, અને જે રાજગાદી ઉપર બેહે છે, એની વસે રેહે અને એની દેખરેખ કરશે. 16 પરિણામ સ્વરૂપે તેઓ પાછા ભૂખા અને તરસા થાહે નય, સુરજ એને પાછો કોયદી તપાયસે નય અને કોય તાપ એને દજાડશે નય. 17 કેમ કે, ઘેટાનું બસુ જે રાજગાદીની વસે છે, ઈ તેઓની હંભાળ કરશે, એવી જ રીતે જેમ એક ભરવાડ પોતાના ઘેટાઓની હંભાળ કરે છે અને એને પીવા હાટુ તાજા જીવંત પાણીના ઝરણા પાહે લય જાહે, જે લોકોને જીવન આપે છે, અને પરમેશ્વર એની આખુંથી બધાય આહુડા લુહી નાખશે.” |
Koli Wadiyara (કોલી) Bible by The Love Fellowship is licensed under Creative Commons Attribution-ShareAlike 4.0 License.
Beyond Translation