પ્રકટીકરણ 6 - કોલી નવો કરારહાત મુદ્રા 1 પછી મે જોયું કે, ઘેટાના બસ્સાએ ઈ સોપડીની હાત મુદ્રાઓમાંથી પેલીને ખોલી, અને મે સ્યાર જીવતા પ્રાણીઓમાંથી એકને બોલતા હાંભળ્યો, એનો અવાજ ગર્જનાની જેમ તેજ હતો, એણે કીધું કે, “હવે જા.” 2 તઈ મે જોયું અને ન્યા એક ધોળો ઘોડો હતો! એની ઉપર બેહેલા માણસે ધનુષ લીધુ અને એને એક મુગટ દેવામાં આવ્યું હતું, ઈ બારે એક વિજેતાની જેમ જીતવા હાટુ વયો ગયો. 3 જઈ ઘેટાના બસ્સાએ મુદ્રાઓ ખોલી, તઈ મે બીજા જીવતા પ્રાણીને આ કેતા હાંભળ્યું, “આવો.” 4 જઈ એણે આ કીધું તઈ એક લાલ ઘોડો દેખાણો, કોક એની ઉપર બેઠેલો હતો અને પરમેશ્વરે એને હવેથી આ લોકોને શાંતિથી નો રેવાનું કારણ બનવાની તાકાત આપી હતી. 5 જઈ ઘેટાના બસ્સાએ ત્રીજી મુદ્રા ખોલી, તો મે ત્રીજા જીવતા પ્રાણીને આ કેતા હાંભળ્યું કે, “આવો.” અને તઈ મે જોયું કે, એક કાળો ઘોડો બારે નીકળો, એની ઉપર બેઠેલાના હાથમાં એક ત્રાજવાની જોડ હતી. 6 મે ઈ સ્યાર જીવતા પ્રાણીઓની વસેથી કોય માણસના અવાજ જેવું હાંભળ્યું, ભવિષ્યમાં પૃથ્વી ઉપર દુકાળ થાહે ઈ હાટુ “એક દીનારનાં એક કિલો ઘઉં અને એક દીનારનાં ત્રણ કિલો જવ હશે, પણ જૈતુન તેલ અને દ્રાક્ષારસને નુકશાન નો થાય.” 7 અને જઈ ઘેટાના બસ્સાએ સોથી મુદ્રા ખોલી, તઈ સોથા જીવતા પ્રાણીને મે આ કેતા હાંભળ્યું કે, “આવો.” 8 તઈ મે એક આછા પડેલા દરેક રંગના ઘોડા જોયા, અને એની ઉપર બેઠેલાનું નામ મોત હતું, અને અધોલોકની જગ્યાએ એની વાહે-વાહે હાલતો આવતો હતો, અને એને આ અધિકાર મળ્યો હતો કે, પૃથ્વી ઉપર રેનારા સોથા ભાગના લોકોને મારી નાખે, તેઓએ એને તલવારથી, ભુખથી, ભુંડી બીમારીઓથી અને પૃથ્વીના જંગલી જનાવરોથી મરાવી નાખ્યા. 9 જઈ ઘેટાના બસ્સાએ પાંચમી મુદ્રાઓ ખોલી, તઈ મે વેદીની નીસે ઈ લોકોની આત્માઓને જોય જેઓને મારી નાખવામાં આવ્યા હતા. કેમ કે, તેઓ પરમેશ્વરનાં વચન વિષે અને ઈ સંદેશાના વિષે વિશ્વાસુ હતાં જે એને મળ્યું હતું. 10 તેઓએ જોરથી રાડ નાખીને પરમેશ્વરને કીધું કે, “હે પરભુ, પવિત્ર અને હાસા, તુ પૃથ્વી ઉપર રેનારા ઈ ખરાબ લોકોને દંડ આપવામાં આટલી બધીય વાર કેમ લગાડ છો? અમે વિનવણી કરી છયી કે, તુ ઈ લોકોના વર્તનનો બદલો લે, જેણે અમારી હત્યા કરી નાખી હતી.” 11 તઈ એમાંથી દરેકને એક સફેદ લુગડા આપવામાં આવ્યા, અને પરમેશ્વરે એને કીધું કે, થોડીકવાર હુધી આરામ કરો, કેમ કે અત્યારે પણ તમારા થોડાક સાથી કામદારો અને તમારા સાથી વિશ્વાસી લોકો છે જેને તમારી જેમ જ મારી નાખવામાં આયશે, જઈ મરી જનારાઓની સંખ્યા પુરી થય જાહે, તઈ જ હું બદલો લેય. 12 અને મે ઘેટાના બસાને છઠ્ઠી મુદ્રા ખોલતા જોયો, તઈ એક મોટો ધરતીકંપ આવ્યો અને સુરજ કાળા ધાબળાની જેવો કાળો થય ગયો, અને આખોય સાંદો લોહીની જેવો લાલ થય ગયો. 13 તારાઓ આભમાથી પૃથ્વી ઉપર એવી રીતે પડી ગયા જેમ અંજીરી ઉપરથી કાસા ફળ પડી જાય છે જઈ એક તેજ હવા એને હલાવે છે. 14 આભ ઈ સોપડીની જેમ અલોપ થય ગયુ જેને લપેટી લેવામા આવ્યું હોય, અને બધાય ડુંઘરાઓ અને દરીયામાના બધાય ટાપુઓ પોતાની જગ્યાથી હલી ગયા. 15 પરિણામ દ્વારા, પૃથ્વીના બધાય લોકો, જેમા રાજા, પ્રધાનો, સરદારો, માલદારો, શૂરવીરો, દરેક ગુલામ અને જે ગુલામ નથી એવા લોકો ડુંઘરાઓની ગુફાઓ અને ખડકોની વસે જયને હતાણા, 16 તેઓએ ડુંઘરાઓ અને ખડકોને રાડુ નાખીને કીધુ કે, “અમારી ઉપર પડો અને અમને હતાડી લ્યો, જેથી ઈ જે રાજગાદી ઉપર બેઠો છે અમને જોય નો હકે, જેથી ઘેટાનુ બસુ અમને સજા નો દય હકે. 17 આ ઈ ભયાનક દિ છે જે દિ ઈ આપણને સજા દેહે. કોય પણ બસી નય હકે.” |
Koli Wadiyara (કોલી) Bible by The Love Fellowship is licensed under Creative Commons Attribution-ShareAlike 4.0 License.
Beyond Translation