Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -

પ્રકટીકરણ 5 - કોલી નવો કરાર

1 પછી મે જોયું કે, જે રાજગાદી ઉપર બેઠો હતો, એના જમણા હાથમાં એક સોપડી હતી, એની બેય બાજુ લખેલુ હતું અને ઈ હાત મુદ્રાઓ લગાડીને બંધ કરી દીધી હતી.

2 પછી મે એક બળવાન સ્વર્ગદુતને જોયો કે, જે ઉસા અવાજથી આ જાહેર કરતો હતો કે, આ સોપડીની મુદ્રાઓને તોડવા અને સોપડી ખોલવાને કોણ લાયક છે?

3 અને ઈ સોપડીને ખોલવા અને એમા જે લખ્યું હતું એને વાસવા લાયક સ્વર્ગમા, પૃથ્વી ઉપર કે પૃથ્વીની નીસે કોય પણ હતું નય.

4 તઈ હું બોવજ રોયો કેમ કે, ઈ સોપડીને ખોલવામાં અને જે એમા લખ્યું હતું એને વાસવા લાયક કોય મળ્યું નય.

5 આની ઉપર વડીલોમાંથી એકે મને કીધું કે, “રો માં, જોવો, ઈ જે યહુદા કુળનો સિંહ કેવાય છે, જે રાજા દાઉદનુ મુળ અને વારસદાર છે, ઈ સોપડીને ખોલવા અને એની હાતેય મુદ્રાઓ તોડવા હાટુ ઈ શેતાન ઉપર વિજય પામે છે.”

6 તઈ મે એક ઘેટાના બસ્સાને જોયો જે રાજગાદી અને સ્યાર જીવતા પ્રાણીઓ અને સોવીસ વડીલોની વસે ઉભોતો, ઘેટાના બસ્સાના દેહ ઉપર એવી નિશાનીઓ હતી કે, એને પેલા મારવામાં આવ્યો હતો, એને હાત શીંગડા અને હાત આખું હતી, આ પરમેશ્વરની હાતેય આત્માઓ છે, જે આખી પૃથ્વી ઉપર મોકલમાં આવી છે.

7 ઈ ઘેટાના બસ્સાએ આગળ આવીને જે રાજગાદી ઉપર બેઠો હતો એના જમણા હાથમાંથી સોપડીને લય લીધી.

8 જઈ એણે સોપડી લય લીધી, તો ઈ સ્યારેય જીવતા પ્રાણી અને સોવીસ વડીલો ઘેટાના બસ્સાની હામે દંડવત સલામ કરયા, દરેક વડીલે એક વીણા અને હોનાથી બનેલો પ્યાલો પકડેલો હતો, પ્યાલો ધૂપથી ભરેલો હતો જે ઈ લોકોની પ્રાર્થનાઓને દેખાડે છે જે પરમેશ્વરની સેવા કરે છે.

9 અને તેઓ આ નવું ગીત ઘેટાનું બસુ એટલે કે ઈસુ મસીહની વિષે ગાવા લાગ્યા કે, “તુ આ સોપડીની મુદ્રાઓને તોડવા અને એને ખોલવાને લાયક છો કેમ કે, તને લોકોએ મારી નાખ્યો હતો અને તારા લોહીને વધસ્થંભ ઉપર વહેડાવામાં આવ્યું હતું લોકોને બસાવી લીધા જેથી ઈ પરમેશ્વરનાં સબંધી લોકો બની જાય આ લોકો બધાય કુળ, બધીય ભાષાઓ, બધીય જગ્યાઓ અને બધાય રાજ્યોના છે.

10 તમે એને એવા લોકો બનાવી દીધા છે જેની ઉપર અમારો પરમેશ્વર રાજ્ય કરે છે અને એની સેવા કરવા હાટુ એને યાજક બનાવી દીધા. ઈ પૃથ્વી ઉપર રાજ્ય કરશે.”

11 મે ફરીથી જોયુ, કે, ન્યા લાખો લોકો હતાં, એટલી મોટી ગીદડી કે, કોય એને ગણી નોતા હકતા એટલા સ્વર્ગદુતોના અવાજો હાંભળા કે, જે રાજગાદી, સ્યાર જીવતા પ્રાણીઓ અને વડીલોની સ્યારેય બાજુ ઉભા હતા.

12 અને તેઓ ઉસા અવાજથી ગીત ગાયને આ કેતા હતાં કે, “લાયક છે ઈ ઘેટાનું બસુ જેને મારી નાખવામાં આવ્યો હતો, આપડે એની સ્તુતિ અધિકાર, ધન, જ્ઞાન અને સામર્થ્યના વખાણ કરવા જોયી ઈ હાસુ છે કે, બધીય બનાવેલી વસ્તુઓ એનુ માન અને મહિમા કરે.”

13 અને મે દરેક પ્રાણીને જે સ્વર્ગમા છે અને પૃથ્વી ઉપર છે અને પૃથ્વીની નીસે છે અને દરીયામાં છે એને કેતા હાંભળ્યું, “આપડે સદાય હાટુ એની જે રાજગાદી ઉપર બેહે છે અને ઘેટાના બસ્સાની સ્તુતિ, માન, અને મહિમા કરવી જોયી, ઈ પુરી તાકાતથી સદાય હાટુ રાજ્ય કરે.”

14 તઈ સ્યારેય જીવતા પ્રાણીઓએ કીધું કે, આમીન. અને વડીલોએ દંડવત પ્રણામ કરીને એનુ ભજન કરયુ.

Koli Wadiyara (કોલી) Bible by The Love Fellowship is licensed under Creative Commons Attribution-ShareAlike 4.0 License.

Beyond Translation
Lean sinn:



Sanasan