પ્રકટીકરણ 4 - કોલી નવો કરારસ્વર્ગમા ભજન 1 મારી આ બધીય વાતોને જોયા પછી, મે યોહાને સ્વર્ગમા એક ખોલેલો કમાડ જોયો, પછી મે ઈજ પેલો અવાજ બીજીવાર હાંભળ્યો જો કે એક રણશિંગડાના અવાજ જેવો હતો. એણે મને કીધું, “મારી પાહે આયા ઉપર આવ, અને હું ઈ વાતો તને બતાવય, જેને આ વાતો પુરી થાવી જરૂરી છે.” 2 તરત જ પરમેશ્વરનાં આત્માએ મારી આગેવાની કરી અને મે સ્વર્ગમા એક રાજગાદી અને રાજગાદી ઉપર કોયને બેઠેલો જોયો. 3 અને ઈ જે રાજગાદી ઉપર બેઠો હતો ઈ કિંમતી પાણાની જેવો દેખાતો હતો. જેને અકીક અને માણેક પાણા કેવાય છે ઈ રાજગાદીની સ્યારેય બાજુ એક મેઘધનુષ હતું અને ઈ જોવામાં સમકતો લીલા નીલમ પાણાની જેવો દેખાતો હતો. 4 ઈ રાજગાદીની સ્યારેય બાજુ સોવીસ બીજી રાજગાદી હતી, અને આ રાજગાદી ઉપર સોવીસ વડીલો સફેદ લુગડા પેરીને બેહેલા મે જોયા, અને એના માથા ઉપર હોનાના મુગટ હતા. 5 ઈ રાજગાદીમાંથી વીજળીઓ અને ગર્જનાઓ નીકળતી હતી, અને રાજગાદીની હામે હાત દીવાઓ હળગી રયાતા, તેઓ પરમેશ્વરની હાત આત્માઓ છે, 6 એની પછી, રાજગાદીની હામે કાક હતું જો કે બરફની જેમ સોખા કાસથી બનેલા દરીયા જેવું દેખાતું હતું, અને આ મોટી રાજગાદી ઈ બધાયની એકદમ વસે હતી અને એની સ્યારેય બાજુ મે સ્યાર જીવતા પ્રાણીઓ જોયા, જેની આગળ-પાછળ બોવજ આખું હતી. 7 પેલુ જીવતા પ્રાણી સિંહની જેવું દેખાતું હતું અને બીજુ પ્રાણી વાછડા હોય એવુ હતું, ત્રીજા પ્રાણીનું મોઢું માણસ જેવું હતું, અને સોથુ પ્રાણી ઉડતા ગરુડ જેવું હતું. 8 અને સ્યારેય જીવતા પ્રાણીઓની છ-છ પાંખુ હતી, એની ઉપર બધીય જગ્યાએ આંખુ હતી ન્યા હુધી કે, એની પાંખોની નીસે હોતન આખું હતી, અને તેઓ રાત-દિવસ આરામ કરયા વગર આ કેતા રેય છે કે, “પવિત્ર, પવિત્ર, પવિત્ર પરભુ પરમેશ્વર, જે સર્વશક્તિશાળી છે, જે હતાં, અને જે છે, અને જે આવનાર છે.” 9-10 અને જે રાજગાદી ઉપર બેઠો છે, જીવતા પ્રાણીઓ એનો મહિમા, માન, અને આભાર માંને છે. ઈજ છે જે સદાય હાટુ જીવતો છે અને જઈ પણ ઈ એવુ કરે છે તો સોવીસ વડીલો એની હામે દંડવત સલામ કરે છે અને એનુ ભજન કરે છે. તેઓ આ કેતા પોત-પોતાના મુગટ રાજગાદીની હામે નાખી દેય છે, 11 “અમારા પરભુ પરમેશ્વર, તુ મહિમા પામવા હાટુ લાયક છે, તુ માન પામવાને લાયક છે, તુ સામર્થી છે કેમ કે, તે જ દરેક વસ્તુની સુષ્ટિ કરી. તમે માન્યું કે તેઓ અસ્તિત્વમાં આવ્યા અને ઈ હાટુ એની સુષ્ટિ કરી.” |
Koli Wadiyara (કોલી) Bible by The Love Fellowship is licensed under Creative Commons Attribution-ShareAlike 4.0 License.
Beyond Translation