પ્રકટીકરણ 3 - કોલી નવો કરારસાર્દિસની મંડળીને સંદેશો 1 હું આ સંદેશો સાર્દિસ શહેરની મંડળીના સ્વર્ગદુતને લખું છું, આ સંદેશો એની તરફથી છે જે હાત તારાઓને પોતાના હાથમાં રાખે છે, અને જે પરમેશ્વરનાં હાત આત્માઓને મોકલે છે કે હું તારા કામોને જાણું છું, તુ જીવતો કેવા છો, પણ છો મરેલો. 2 તુ જાગૃત થા, અને મારા ઉપરનાં તારા ભરોશાને મજબુત કર જ્યાં હુધી કે તારામાં થોડોક ભરોસો બાકી રયો છે કેમ કે, ઈ પુરેપુરો નાશ થાય નય, હું જાણું છું કે તારી ખોટ બોવ મોટી છે કેમ કે, તુ જે કરી રયો છો પરમેશ્વર એનાથી રાજી નથી. 3 ઈ હાટુ ઈ શિક્ષણને યાદ કર, જે બોવ પેલા હાંભળુ હતું અને વિશ્વાસ કરયો હતો, જે તને શિખવાડુ હતું એની પરમાણે કર, પોતાના ખરાબ કામોથી પસ્તાવો કર, જો તુ ખરાબ કામો કરવાનું સાલું રાખશો, તો હું ખબર વગરનો આવી જાય, જેમ એક સોર આવે છે અને તુ ઈ વખતને પણ નય જાણી હક જઈ હું તને દંડ આપવા હાટુ આવી જાય. 4 પણ હા, સાર્દિસમાં તારી હારે થોડાક જ વિશ્વાસી લોકો છે, જે પાપથી અશુદ્ધ નથી થયા, તેઓ શુદ્ધ ધોળા લુગડા પેરીને મારી હારે હાલશે, કેમ કે તેઓ લાયક છે. 5 જે કોય પણ ભુંડાય કરવાથી રાજી નથી થાતો એને પણ એની જેમ ધોળા લુગડા પેરાવામાં આયશે, હું એનુ નામ ઈ સોપડીમાથી નય મટાડય, જેમાં પરમેશ્વરે ઈ લોકોના નામ લખ્યા છે, જેને અનંતજીવન મળશે, હું મારા બાપની હામે અને એના સ્વર્ગદુતોની હામે આ જાહેર કરય કે ઈ મારા છે. 6 જે હાંભળવા માગે છે, તેઓ હાંભળી લેય કે પરમેશ્વરનો આત્મા મંડળીને શું કેય છે. ફિલાડેલ્ફિયાની મંડળીને સંદેશો 7 ફિલાડેલ્ફિયા શહેરની મંડળીના સ્વર્ગદુતને આ લખ કે, “આ સંદેશો એની તરફથી છે જે પવિત્ર અને હાસથી છે, ઈ જેની પાહે દાઉદનાં રાજ્ય ઉપર અધિકાર છે, જો ઈ કમાડ ખોલે છે, તો કોય પણ એને બંધ નથી કરી હક્તો અને જો ઈ એને બંધ કરી દેય, તો કોય પણ એને ખોલી નથી હકતો.” 8 હું તારા કામોને જાણું છું, જોવો, મે તારી હામે એક કમાડ ખોલી રાખ્યો છે, જેને કોય બંધ નથી કરી હકતો, તારું સામર્થ્ય થોડુક તો છે, તોય પણ તે મારા વચનનું પાલન કરયુ છે અને મારા નામનો નકાર નથી કરયો. 9 સાવધાન રેજે, જે શેતાનની સભાના છે, જે કેય છે કે, અમે યહુદી લોકો છયી, પણ તેઓ યહુદી નથી, ઈ ખોટુ બોલે છે હું તેઓની પાહે એવુ કરાવય, કે ઈ આવીને તારા પગ આગળ નમશે, અને મે તારા ઉપર પ્રેમ રાખ્યો છે એવુ ઈ જાણશે. 10 કેમ કે, તે ધીરજથી સહન કરવાની મારી આજ્ઞાનું પાલન કરયુ છે, હું તને આખા જગતમાં આવનારા પરીક્ષણના વખતથી પણ આઘો રાખય, જે પૃથ્વી ઉપર રેનારાનુ પરીક્ષણ કરશે. 11 હું જલ્દી જ આવનાર છું, ઈ હાટુ પાક્કી રીતે વિશ્વાસ સાલું રાખ, જેથી કોય પણ તારો મુગટ આસકી નો લેય. 12 ઈ જે વિજય પામે છે, તેઓ પરમેશ્વરનાં મંદિરમા સ્તંભની જેમ હશે, જેની હું સેવા કરું છું અને હું તને કોય દિ છોડય નય, અને હું એના દેહ ઉપર મારા પરમેશ્વરનું નામ લખય અને પરમેશ્વરનાં શહેરનું નામ લખય, આ ઈજ છે જેને નવું યરુશાલેમ શહેર કેવા આવે છે જે સ્વર્ગથી છે, એટલે કે, મારા પરમેશ્વર તરફથી જે નીસે આયશે. 13 જે હાંભળવા માગે છે, તેઓ હાંભળી લેય કે પરમેશ્વરનો આત્મા મંડળીને શું કેય છે. લાઓદિકિયાની મંડળીને સંદેશો 14 લાઓદિકિયા શહેરની મંડળીના સ્વર્ગદુતને આ લખ કે, હું જે આમીન કેવાવ છું, કેમ કે, હું વિશ્વાસુ છું, અને હું પરમેશ્વરનાં વિષે જે પણ ખરાય કરું છું, ઈ હાસુ છે, જે કાય પણ એણે બનાવું છે હું ઈ બધાયનો મૂળરૂપ પણ છું હું જે કવ છું ઈ હાંભળો 15 મને ઈ બધીય ખબર છે જે તમે કરયુ છે તમે ઈ વાતનો નકાર નથી કરી હકતા કે, તમે મારા ઉપર ભરોસો કરો છો તમે પાણીની જેમ છો જે નથી ઠંડુ અને નથી ગરમ. કદાસ કે તમે ઠંડા હોત કે ગરમ. 16 ઈ હાટુ કે તુ હુંફાળો છે, અને નથી ઠંડો કે નથી ગરમ, પણ કેમ કે, તુ મારા પ્રત્યે પોતાના વિશ્વાસમા ખાલી અધુરો છો. એટલે હું તને છોડવા ઉપર છું 17 તુ કેય કે તુ ધનવાન છો અને તારી પાહે ઈ બધુય છે; જેની તને જરૂર છે, પણ તુ નથી જાણતો કે શું હાસુ છે, તારી ઉપર દયા આવવી જોયી, કેમ કે હાસુ આ છે કે તુ ગરીબ છો, તારી પાહે લુગડા નથી, અને તુ આંધળો છો. 18 ઈ હાટુ હું તને સલાહ આપું છું, કે તારે મારાથી શુદ્ધ હોનું વેસાતુ લેવુ જોયી જેથી તુ ખરેખર ધનવાન બની હક. તારે મારાથી પોતાને પેરવા હાટુ સફેદ લુગડા પણ વેસાતી લેવા જોયી જેથી તારો દેહ ઢાકેલો રેય અને તને શરમ લાગે નય અને તારે પોતાની આંખુની સારવાર કરવા હાટુ મારાથી દવા પણ વેસાતી લેવી જોયી જેથી તુ જોય હક. 19 કેમ કે, હું ખીજાવ છું અને ઈ બધાયને બરાબર કરું છું, જેને હું પ્રેમ કરું છું, પોતાના ખરા હૃદય હારે પસ્તાવો કરો. 20 હું આયા છું, હું દરેકને બોલાવી રયો છું, અને હું ઉભો છું, અને તમારા કમાડ આગળ વાટ જોય રયો છું અને કમાડ ખખડાવી રયો છું જો તમે મારો અવાજ હાંભળો છો અને તમે કમાડ ખોલશો, તો હું અંદર આવય અને આપડે એક હારે મિત્રની જેમ ખાવાનું ખાહુ. 21 હું દરેકને જે શેતાન ઉપર વિજય પામે છે, મારી હારે કે, રાજગાદી ઉપર બેહીને રાજ્ય કરવાનો અધિકાર આપય, જેમ મે શેતાનને જીતી લીધો અને હવે મારા બાપની હારે રાજગાદી ઉપર બેહીને રાજ્ય કરું છું 22 જે હાંભળવા માગે છે, તેઓ હાંભળી લેય કે પરમેશ્વરનો આત્મા મંડળીને શું કેય છે. |
Koli Wadiyara (કોલી) Bible by The Love Fellowship is licensed under Creative Commons Attribution-ShareAlike 4.0 License.
Beyond Translation