Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -

પ્રકટીકરણ 22 - કોલી નવો કરાર

1 તઈ સ્વર્ગદુતે મને એક નદી બતાવી જેમાં જીવનનું પાણી હતું, અને ઈ પાણી કાસની જેવું સોખું હતું, અને આ પાણીનું નીકળવું પરમેશ્વર અને ઘેટાના બસ્સાની રાજગાદી છે,

2 નદી ઈ શહેરના મારગની વસોવસ વહે છે અને પાણીના કોય પણ કાઠા ઉપર જીવન આપનાર ઝાડવાઓ જોય હકાય છે, આ ઝાડવામાં બાર પરકારના ફળ લાગે છે, અને દરેક મયને ઈ જુદા પરકારનું ફળ દેતુ હતુ, અને એના પાંદડા એવી દવા છે; જે પૃથ્વીના રાજ્યના દરેક જાતિના લોકોના ઘાવને હાજા કરી હકે છે.

3 કાય પણ જે પરમેશ્વરનાં હરાપને આધીન છે ઈ શહેરમાં નય રેય, પરમેશ્વર અને ઘેટાના બસ્સાની રાજગાદી શહેરમાં હશે અને પરમેશ્વરનાં ચાકરો એનુ ભજન ન્યા કરશે.

4 તેઓ પરમેશ્વરને હામ-હામે જોહે અને પરમેશ્વરનુ નામ એના માથા ઉપર લખેલુ હશે.

5 હવે રાત નય પડે અને શહેરના લોકોને દીવો અને સુરજના અજવાળાની જરૂરિયાત નય પડે, કેમ કે, પરમેશ્વર પોતે એની ઉપર સમકશે, તેઓએ સદાય રાજાઓના રૂપમા રાજ્ય કરયુ.


ઈસુનું પાછુ આવવુ

6 સ્વર્ગદુતે મને કીધું કે, “આ વાતુ જે પરમેશ્વરે તમને દેખાડી છે ઈ હાસી છે, અને ઈ એને ખરેખર પુરી કરશે. પરભુ પરમેશ્વર જે આગમભાખીયાઓને પ્રેરણા આપે છે, પોતાના સ્વર્ગદુત ઈ લોકો જે એની સેવા કરે છે, ઈ બનાવોને દેખાડવા હાટુ મોકલ્યો જે જલ્દી જ થાવી જોયી.”

7 ઈસુ પોતાના બધાય લોકોને કેય છે “આ હાંભળો! હું જલ્દી આવી રયો છું; પરમેશ્વર ઈ બધાયને બોવ જ આશીર્વાદિત કરશે, જે આ સોપડીમા લખવામાં આવેલા સંદેશાની આજ્ઞાનું પાલન કરે છે.”

8 હું યોહાન ઈ જ છું, જેણે આ બધીય વસ્તુને જોય અને હાંભળી છે અને જઈ મે હાંભળ્યું અને જોયું, તઈ મે સ્વર્ગદુતનું ભજન કરવા હાટુ દંડવત સલામ કરયા.

9 પણ એણે મને કીધુ કે, “મારું ભજન નો કર, હું તો બસ તમારી જેમ પરમેશ્વરનો ચાકર છું! હું હોતન તમારી હારના વિશ્વાસી લોકોની જેમ ચાકર છું જે આગમભાખીયા છે, અને એવા લોકોની જેમ જે આ સોપડીના સંદેશાનુ પાલન કરે છે. એની કરતાં પરમેશ્વરનુ જ ભજન કર.”

10 એણે મને એમ હોતન કીધુ કે, “ઈ સંદેશાને ગુપ્ત નો રાખ જેની વિષે પરમેશ્વરે આ સોપડીમા આગમવાણી કરી છે કેમ કે, પરમેશ્વરનો આ સંદેશો પુરો કરવાનો વખત લગભગ આવી ગયો છે.

11 જે અન્યાયી છે એને અન્યાય કરવા દયો, જે ખરાબ છે એને ખરાબ રેવા દયો, ઈ જે ન્યાયી છે, એને ન્યાયી કામો કરવાનું સાલું રાખવા દયો. ઈ જે પવિત્ર છે, એને પવિત્ર રેવા દયો.”

12 તઈ ઈસુએ કીધુ કે, “જોવ, હું જલ્દી જ આવનાર છું, અને લોકોએ જે પણ કરયુ છે ઈ પરમાણે દરેકને એના કામો પરમાણે વળતર આપવા હાટુ કે, દંડ દેવા હાટુ હું આવી રયો છું”

13 “હું આલ્ફા છું જેણે બધીય વસ્તુઓની શરુઆત કરી, અને હુ જ ઓમેગા છું, જે બધીય વસ્તુઓનો અંત કરવાનું કારણ બનય.”

14 આશીર્વાદિત છે તેઓ, જે પોતાના લુગડાને ઘેટાના બસ્સાના લોહીથી શુદ્ધ બનાવી લેય છે કેમ કે, તેઓને ઈ શહેરના દરવાજાથી અંદર આવવાનો અધિકાર દેવામા આયશે અને ઈ ઝાડથી ફળ ખાવાનો અધિકાર આપવામા આયશે જે જીવન આપનાર છે.

15 પણ જે લોકો શરમજનક કામો, મેલી વિદ્યા, છીનાળવા, હત્યા, મૂર્તિનું ભજન કરે છે અને જે દરેક પરકારનું ખોટુ ઈચ્છે છે અને એવુ કામ કરે છે ઈ લોકો કોયદી પણ શહેરમાં અંદર નય આવી હકે.

16 “મે, ઈસુએ, પોતાના સ્વર્ગદુતને તમારી પાહે આ વાતોનો પરચાર કરવા હાટુ મોકલ્યો છે કે, જે પરમેશ્વરનાં વિશ્વાસી મંડળીના હોય, હું દાઉદ રાજાનુ મુળ છું, મને પરોઢનો તારો એટલે બધાયથી સમકતો તારો કેવાય છે.”

17 પરમેશ્વરનો આત્મા અને ઘેટાના બસ્સાની કન્યા ઈસુને કેય છે કે, “તારે ખરેખર આવવું જોયી.” દરેક જે કોય આ હાંભળે છે, એને પણ આ કેવું જોયી, “આવ!” જે કોય તરસો છે એને આવીને ઈ પાણીને અપનાવવું જોયી જે ઉદારતાથી જીવન આપે છે.


સેતવાણી

18 હું યોહાન છું અને હું તમને બધાયને આ સેતવણી આપી રયો છું કે, જેઓએ હાંભળ્યુ છે જે આ સોપડીમા પેલાથી જ બતાવામા આવ્યું છે, જો કોય માણસ આમા કાય પણ ઉમેરો કરશે, જે આમા લખવામા આવ્યું છે, તો પરમેશ્વર એની ઉપર આફતના દંડને વધારી દેહે, જે આયા બતાવવામા આવી છે.

19 જો કોય એવો માણસ હોય જે આ સોપડીમા પેલાથી જ બતાવામા આવેલી આગમવાણીની વાતોમાથી કાય પણ કાઢી નાખશે, તો પરમેશ્વર પણ એને ઈ ઝાડમાથી ફળ ખાવાના અધિકારને કાઢી નાખશે; જે જીવન આપે છે અને એના પવિત્ર શહેરમાં રેવાનો અધિકાર કાઢી નાખશે, જેની વિષે આ સોપડીમા પેલાથી જ બતાવવામા આવ્યું છે.

20 ઈસુ, જે આ બધીય વાતોની સાક્ષી આપે છે, કેય છે કે, “હા, હું હમણા જ આવનાર છું” મે યોહાને જવાબ આપ્યો, “આમીન, હે પરભુ ઈસુ આવ.”

21 હું પ્રાર્થના કરું છું કે, આપડા પરભુ ઈસુ તમારી બધાયની હારે કૃપાથી કામ કરવાનું સાલું રાખે, જે પરમેશ્વરનાં લોકો છે. આમીન.

Koli Wadiyara (કોલી) Bible by The Love Fellowship is licensed under Creative Commons Attribution-ShareAlike 4.0 License.

Beyond Translation
Lean sinn:



Sanasan