પ્રકટીકરણ 21 - કોલી નવો કરારનવું આભ અને નવી પૃથ્વી 1 પછી મે નવું આભ અને નવી પૃથ્વી જોય, કેમ કે જુનું આભ અને પૃથ્વી અને દરીયો હવે અલોપ થય ગયા હતાં. 2 મે પરમેશ્વરનાં પવિત્ર શહેરને પણ જોયુ, જો કે નવું યરુશાલેમ શહેર છે, જે સ્વર્ગથી પરમેશ્વર તરફથી નીસે આવી રયું હતું, ઈ શહેરને કન્યાની જેમ તૈયાર કરવામા આવ્યું હતું, જેને લુગડા પેરાવામાં આવ્યા છે અને શણગાર કરવામા આવ્યો છે અને ઈ વરરાજાની હારે લગન કરવા હાટુ તૈયાર છે. 3 પછી મે એક અવાજ હાંભળ્યો જે પરમેશ્વરની રાજગાદીથી જોરથી બોલવાનો હતો, એણે કીધું કે, જોવો હવેથી પરમેશ્વર માણસજાતની હારે રેહે અને તેઓ એના લોકો હશે, અને પરમેશ્વર પોતે પવિત્રજગ્યામાં એની હારે રેહે અને તેઓને પોતાના લોકોની જેમ અપનાયશે અને તેઓ એને પોતાના પરમેશ્વરનાં રૂપમાં અપનાવશે. 4 ઈ એની આંખુના બધાય આહુડા લુહી નાખશે, અને ન્યા મોત, હોગ, રોવાનું, કે દુખાવો થાહે નય. ઈ હવે નય રેય કેમ કે, જુની વાતુ વય ગય છે. 5 તઈ પરમેશ્વર જે રાજગાદી ઉપર બેઠો હતો, એણે કીધું કે, “આ હાંભળો! હું હવે બધુય નવું બનાવી રયો છું!” એણે મને કીધું કે, “આ વાતુ લખી લે! જે મે તને કીધી છે કેમ કે, તુ વિશ્વાસ કરી હકશો, કે, હું ખરેખર એને કરય.” 6 પછી એણે મને કીધું કે, બધુય પુરું થય ગ્યું છે. “હું આલ્ફા છું જેણે બધીય વસ્તુઓની શરુઆત કરી, અને હુ જ ઓમેગા છું, જે બધીય વસ્તુઓનો અંત કરવાનું કારણ બનય. જે કોય પણ તરસો છે, હું એને પાણીના ઝરામાંથી મફ્તમાં પાણી પીવા હાટુ આપય, જે અંત વગરનું જીવન આપે છે. 7 જે વિજય પામશે, ઈ જ મારીથી આ બધાય આશીર્વાદોને મેળવશે અને હું એનો પરમેશ્વર થાય અને ઈ મારો દીકરો હશે. 8 પણ જે સતાવણીની બીકથી મને છોડી દેય છે અને મારી ઉપર વિશ્વાસ કરવાનું છોડી દેય છે એને ગંધકની આગમાં ફેકી દેવામાં આયશે, એવી જ રીતે એને પણ જે ભુંડુ કરે છે અને હત્યાઓ કરે છે અને છીનાળવાઓ કરે છે અને પોતાના સાથીઓની હારે મેલી વિદ્યા કરે છે અને મૂર્તિનું ભજન કરે છે અને બધુય ખોટુ બોલનારા એને પણ ગંધકની આગમાં નાખી દેવામાં આયશે, આને જ બીજુ મોત કેવાય છે.” નવું યરુશાલેમ 9 અને પછી ઈ હાત સ્વર્ગદુતોમાંથી એકે જેણે માણસજાત ઉપર હાત છેલ્લી આફતથી ભરેલા હાત પ્યાલા ફેકયા હતાં, મારી હારે વાત કરી એણે કીધું કે, “આયા આવ, હું તને ઈ કન્યાને દેખાડય જેના લગન જલ્દી જ ઘેટાના બસ્સાની હારે થય જાહે.” 10 પરમેશ્વરનાં આત્માએ મારી ઉપર નિયંત્રણ કરી લીધું અને સ્વર્ગદૂત મને એક બોવ જ ઉસા ડુંઘરાની ટોસ ઉપર લય ગયો અને પરમેશ્વરનું પવિત્ર શહેર નવું યરુશાલેમ સ્વર્ગથી પરમેશ્વર પાહેથી નીસે ઉતરતા દેખાણું. 11 યરુશાલેમ શહેર પરમેશ્વર તરફથી મળનારા તેજ અજવાળાથી સમકી રયુ હતું અને એનુ અજવાળુ કિંમતી રાતા મણીના જેવું અને કાસની જેવું સોખ્ખુ હતું. 12 આ શહેરની સ્યારેય બાજુ એક બીજી બોવ જ ઉસી દીવાલ હતી, એમા બાર દરવાજા હતાં, અને એમાંથી દરેક દરવાજા ઉપર એક સ્વર્ગદુતની સોકી હતી, અને આ દરેક દરવાજા ઉપર એક એક એવી રીતે ઈઝરાયલ દેશના બારેય કુળોના નામ લખેલા હતા. 13 શહેરની બધીય દિશામાં ત્રણ-ત્રણ દરવાજા હતાં ઉત્તર, દક્ષિણ, પૂર્વ અને પશ્ચિમ દિશામાં હતાં. 14 તેઓએ શહેરની દીવાલ પાયાની બારે પાણાની ઉપર બનાવી હતી અને દરેક પાણા ઉપર ઘેટાના બસ્સાના બાર ગમાડેલા ચેલાઓમાંના એક-એકનુ નામ લખેલુ હતુ. 15 જે સ્વર્ગદુત મારી હારે વાતો કરી રયો હતો, એની પાહે શહેરને, એના દરવાજાને અને એની દીવાલને માપવા હાટુ એક હોનાની લાકડી હતી. 16 ઈ શહેર સોરસ આકારનુ હતુ; એની લંબાય એની પોળાયની બરાબર હતી. સ્વર્ગદુતે પોતાની લાકડીથી શહેરને માપ્યા પછી, બતાવ્યુ કે, આ 2,200 કિલોમીટર લાંબુ હતુ. અને એની પોળાય અને ઉસાય બેય એની લંબાયની જેટલી હરખી હતી. 17 એની પછી સ્વર્ગદુતે દીવાલની ઉસાય માપી, એણે એમ જ માપી જેમ લોકો વસ્તુઓને માપે છે. દીવાલ લગભગ 66 મીટર ઉસી હતી 18 કોટ મોઘા પાણાથી બનાવવામા આવ્યો હતો, જેને યાસપિસ કેવામાં આવતો હતો શહેર હોનાથી બનાવવામા આવ્યું હતુ, જે સોખ્ખા કાસની જેવુ સમકદાર હતુ. 19 ઈ શહેરના પાયાને જુદા-જુદા કિંમતી પાણાથી શણગારેલુ હતુ, પેલા પાયાને યાસપિસ પાણાથી, બીજા નીલમ પાણાથી, ત્રીજો માણેક પાણાથી, ચોથો લીલમ પાણાથી, 20 પાસમા પાયાનો પાણો ગોમેદ હતો, છઠ્ઠો અકીક, સાતમો તૃણમણિ, આઠમો પિરોજ, નવમો પોખરાજ, દસમો લહણીયો, અગિયારમો શનિ, અને બારમો પાયો યાકુત પાણાથી શણગારવામા આવ્યો હતો. 21 બાર દરવાજા પણ, એક-એક મોતીથી બનેલા હતાં અને શહેરના મારગ, તેઓ હાસા હોનાથી બનાવવામાં આવ્યા હતાં જે કાસની જેમ સમકતા હતા. 22 મે કોય મંદિર જોયુ નય કેમ કે, સર્વશક્તિશાળી પરમેશ્વર અને ઘેટાનું બસુ ઈ શહેરમાં છે. ઈ હાટુ ન્યા પણ મંદિરની કોય જરૂર નથી. 23 ઈ શહેરમાં નો સુરજ અને નો સાંદાના તેજની જરૂર છે કેમ કે, ઈ શહેરમાં પરમેશ્વર અને ઘેટાનુ બસુ જ દીવો છે. 24 ઈ શહેરનુ અજવાળુ જગતમાં રેનારા બધીય જાતિના લોકોને અજવાળુ આપે છે અને પૃથ્વીના બધાય રાજા પોત પોતાની માલ મિલકતને પરમેશ્વર અને ઘેટાના બસાને મહિમા આપવા હાટુ શહેરમાં લીયાયશે. 25 ઈ શહેરના બધાય દરવાજા આખો દિવસ ખુલ્લા રેય છે, ઈ કોયદી બંધ નથી થાતા કેમ કે, ન્યા કોયદી રાત નથી થાતી 26 અને જગતની દરેક જાતિના લોકો જગતનો બધોય ગૌરવ અને મિલકતને ઈ શહેરમાં લીયાયશે. 27 પણ જે કાય અશુદ્ધ હતુ, કે, પછી ઈ લોકો જે ખરાબ કરે છે અને ખોટુ બોલે છે, તેઓને પાક્કી રીતે એમા અંદર આવવાની રજા નોતી, જે લોકો આમા આવી હકે છે, ઈ એવા લોકો છે જેના નામ ઘેટાના બસ્સાની જીવનની સોપડીમા લખવામા આવ્યા હતા. |
Koli Wadiyara (કોલી) Bible by The Love Fellowship is licensed under Creative Commons Attribution-ShareAlike 4.0 License.
Beyond Translation