Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -

પ્રકટીકરણ 20 - કોલી નવો કરાર


એક હજાર વરહ

1 પછી મે એક સ્વર્ગદુતને સ્વર્ગથી ઉતરતા જોયો, એના હાથમાં અગાધ અંધારાના ઊંડાણના કુંડની સાવી અને એક મોટી હાકળ હતી.

2-3 એણે ઈ અજગરને પકડી લીધો, જે ઘણાય વખત પેલા એક એરુના રૂપે પરગટ થયો હતો, જેને શેતાન પણ કેવાય છે એને એણે હાકળથી બાંધ્યો અને ઊંડાણના જેલખાનામા ફેકી દીધો, એની પછી એણે એને બંધ કરી દીધો અને કમાડ ઉપર મુદ્રા લગાડી દીધી, જેથી ઈ એક હજાર વરહ પુરા થયા પછી દેશ-દેશના લોકોને ભરમાવાની કોય પણ રીત રેહે નય, જઈ ઈ પુરું થાહે તઈ એને ફરીથી સ્વતંત્ર કરવામા આયશે, પણ થોડીકવાર હુધી.

4 એની પછી મે કાક રાજગાદી જોય અને જે લોકો ઈ રાજગાદી ઉપર બેઠા હતાં તેઓને રાજ કરવાનો અધિકાર આપવામા આવ્યો હતો. મે ઈ લોકોની આત્માઓને પણ જોય, જેના માથાઓ કાપી નાખવામાં આવ્યા હતાં કેમ કે, તેઓએ ઈ માન્યુ હતુ કે, ઈસુ એનો પરભુ હતો અને તેઓ પરમેશ્વરનાં વચન ઉપર વિશ્વાસ કરતાં હતા. ઈ લોકોએ હિંસક પશુ કે, એની મૂર્તિનુ ભજન કરયુ નોતુ, તેઓએ પોતાના માથા કે હાથ ઉપર હિંસક પશુની છાપ નોતી છપાવી. આ લોકો ફરીથી જીવતા થય ગયા અને એક હજાર વરહ હુધી મસીહની હારે મળીને રાજ્ય કરયુ.

5 આ ઈ જ હતાં જે ફરીને મરેલામાંથી જીવતા થયા જઈ પરમેશ્વરે પેલીવાર મરેલા લોકોને ફરીથી જીવાડા. બાકીના વિશ્વાસી જે મરી ગયા હતાં ઈ ફરીથી જીવતા નો થયા, જ્યાં હુધી એક હાજર વરહ પુરા નો થયા.

6 આશીર્વાદિત અને પવિત્ર ઈ છે, જેને આ પેલી જ વારમા ફરીથી મરેલામાંથી જીવતા થયા છે, એવા ઉપર બીજા મોતનો કોય અધિકાર નથી, પણ ઈ પરમેશ્વર અને મસીહના યાજક હશે અને એની હારે હજાર વરહ હુધી રાજ્ય કરશે.


શેતાનનો પરાજય

7 જઈ હજાર વરહ પુરા થય જાહે તઈ શેતાનને જેલખાનામાંથી છોડી દેવામાં આયશે.

8 જઈ હજાર વરહ પુરા થાહે તો સ્વર્ગદુત શેતાનને જ્યાં ઈ બંધાયેલો છે ન્યાથી છોડી દેહે અને ઈ એવા દેશોને દગો દેવા હાટુ બારે આવી જાહે જે આખા જગતમાં ફેલાયેલા છે આ દેશનાં લોકોને ગોગ અને માગોગ કેવામાં આવે છે, શેતાન એને બધાયને એક જગ્યાએ ભેગા કરશે જ્યાં ઈ યુદ્ધ કરશે, ઈ ઘણાય બધાય હશે જેમ કે, દરિયાની રેતીની જેમ એને કોય ગણી નય હકે.

9 શેતાનની સેના પૃથ્વીની બધીય જગ્યામાં ફેલાય જાહે અને પરમેશ્વરનાં લોકોની છાવણીને અને પરમેશ્વરનાં વાલા શહેરને ઘેરો ઘાલશે પણ પરમેશ્વર તરફથી સ્વર્ગમાંથી આગ બારે આયશે અને બધીય સેનાનો નાશ કરી દેહે.

10 પછી તેઓએ શેતાનને જેણે આ બધાય લોકોને ભરમાવા હતાં, ઈ જગ્યાએ ફેકી દીધો જ્યાં આગ ગંધકથી હળગે છે; ઈ એવી જગ્યાએ હશે જ્યાં તેઓએ પેલાથી જ હિંસક પશુને અને ખોટા આગમભાખીયાઓને ફેકી દીધા હતા. તેઓ રાત-દિવસ સદાસર્વકાળ રીબાયા કરશે.


હાજર વરહ પછીનો ન્યાયસુકાદો

11 પછી મે ધોળી રાજગાદી જોય જેની ઉપર પરમેશ્વર બેઠો હતો, પણ જ્યાં પરમેશ્વર બેઠો હતો, ન્યાંથી પૃથ્વી અને આભ પુરેપુરા ગાયબ થય ગયા અને પછી કોય એને જોય હકા નય.

12-13 અને મે મરેલા લોકોને ઈ રાજગાદી હામે ઉભેલા જોયા એટલે ઈ જે મહત્વના છે અને મહત્વ વગરના છે ઈ લોકો જે દરિયામાં ડૂબીને મરયા હતાં અને કબરોના બધાય મરેલા લોકો, અને ઈ બધાય લોકો અધોલોક જગ્યાએ હતાં ઈ બધાય ઈ રાજગાદી હામે ઉભા હતાં, ઈ સોપડી ખોલવામાં આવી જેમાં ઈ લોકોના નામ લખેલા હતાં, જેની પાહે ઈ જીવન હતું જેનો કોય અંત નથી. ઈ સોપડી પણ ખોલવામાં આવી જેમાં લોકોએ જે કાય કરયુ હતું ઈ લખવામાં આવ્યું હતું અને દરેકે જે કાય કરયુ હતું ઈ પરમાણે એનો ન્યાય કરવામા આવ્યો, જે ઈ સોપડીમા લખવામાં આવ્યું હતું.

14-15 ઈ બધાય લોકોને જેનું નામ જીવની સોપડીમા લખેલુ નોતુ તેઓને આગની ખાયમાં ફેકી દેવામાં આવ્યા, એની પછી હવે કોય મોત નથી હવે અધોલોક નથી કેમ કે, ઈ જેના નામ જીવની સોપડીમા નોતા લખવામાં આવ્યા એને આગના દરિયામાં ફેકી દેવામાં આવ્યા આને જ બીજુ મોત કેવામાં આવે છે જે આગના દરિયામાં દંડ છે.

Koli Wadiyara (કોલી) Bible by The Love Fellowship is licensed under Creative Commons Attribution-ShareAlike 4.0 License.

Beyond Translation
Lean sinn:



Sanasan