પ્રકટીકરણ 2 - કોલી નવો કરારએફેસસની મંડળીને સંદેશો 1 એણે મને ઈ હોતન કીધું કે, એફેસસ શહેરની મંડળીના સ્વર્ગદુતને આ સંદેશો લખ કે, હું ઈ જ છું; જે પોતાના જમણા હાથમાં હાત તારા રાખું છું, અને જે હોનાની હાત દીવીઓની વસે હાલું છું હું તમને આ કવ છું 2 હું જાણું છું કે, તુ શું કરશો, તુ પુરા મનથી મારું કામ કરશો, મારી ઉપર વિશ્વાસ કરવાને લીધે જઈ તને હેરાન કરવામા આવે છે તો પણ તુ સહન કરશો અને હું જાણું છું કે, તુ ખરાબ લોકોના ખોટા શિક્ષણને સહન નથી કરતો, તુ એવા લોકોને પારખે છે જે કેય છે કે, તેઓ ગમાડેલા ચેલાઓ છે પણ ખરેખર નથી, અને તે એને ખોટા જાણયા છે. 3 હું જાણું છું કે, તે ધીરજથી દુખોને સહન કરયા છે કેમ કે, તુ મારી ઉપર વિશ્વાસ કરશો, જેથી તે મારી સેવા કરવાનું બંધ નથી કરયુ. 4 મને તારી ઉપર ગુસ્સો આવે છે કેમ કે, તે મને પ્રેમ કરવાનું બંધ કરી દીધુ, જેવો તુ શરૂઆતમાં કરતો હતો. 5 યાદ કર કે, તુ શરૂઆતમાં મને કેમ પ્રેમ કરતો હતો, અને હવે તુ મને એવી રીતે પ્રેમ નથી કરતો. આ વાતથી પસ્તાવો કર અને મને એવી જ રીતે પ્રેમ કરવાનું સાલું રાખ જેમ તુ શરૂઆતમાં કરતો હતો. અને જો તુ પસ્તાવો નય કર, તો તારી દીવીને એની જગ્યાએથી હું આઘી કરી દેય. 6 જો કે હું તારાથી રાજી પણ છું કેમ કે, તુ ઈ લોકોના કામોને ધિક્કાર છો; જે નિકોલાયત નામનાં એક માણસના શિક્ષણનું અનુસરણ કરે છે, એવી જ રીતે જેમ હું એના કામોને ધિક્કારૂ છું 7 જે કોય પણ મારા સંદેશાને હમજવા માગે છે, એને આ સંદેશાને ધ્યાનથી હાંભળવો જોયી, જે પરમેશ્વરની આત્મા મંડળીને કેય છે, સંદેશો આ છે કે, હું ઈ લોકોને જે વિજય મેળવે છે એને સ્વર્ગના બગીસામાથી ઈ ઝાડના ફળ ખાવાની રજા આપય, જે અનંતજીવન દેય છે. સ્મર્નાની મંડળીને સંદેશો 8 આ સંદેશાને સ્મર્ના શહેરની મંડળીના જુથના સ્વર્ગદુતને લખ, “હું તમને આ વાતુ કય રયો છું હું પેલો છું જેણે બધીય વસ્તુઓની શરુઆત કરી, અને હું જ છેલ્લો છું, જે બધીય વસ્તુઓનો અંત કરય. હું ઈ જ છું; જે મરી ગ્યોતો અને ફરીથી જીવતો થય ગયો. 9 હું જાણું છું કે, તને હેરાન કરવામા આવ્યો છે અને તુ ગરીબ છો. પણ આત્મિક બાબતોમાં તુ બોવ ધનવાન છો, હું ઈ લોકોની વિષે જાણું છું જે દાવો કરે છે કે, તેઓ યહુદી લોકો છે, પણ ઈ છે નય. તેઓ તારા વિષે ભુંડી વાતો બોલે છે, પણ ખરેખર તેઓ ઈ ટોળાના સભ્ય છે જે શેતાનનો છે. 10 ઈ દુખોથી બીમાં જે તને મળશે. શેતાન તમારામાથી થોડાકને જેલખાનામાં નાખવાનો છે, જેથી તેઓ તમારી પરીક્ષા કરી હકે. તમે દસ દિવસ હાટુ મોટી મુસીબતોનો અનુભવ કરશો. પણ મારી ઉપર વિશ્વાસ કરવાનું કોયદી છોડતા નય, ભલે તમને મારી નાખવામાં આવે કેમ કે, હું તમને તમારી જીતના ઈનામની જેમ અનંતજીવન આપય. 11 જે કોય પણ મારા સંદેશાને હમજવા માગે છે, ઈ એવી વાતુને ધ્યાનથી હાંભળે જે પરમેશ્વરનો આત્મા મંડળીઓને કેય છે, બધાય લોકો જે ભૂંડાઈને હરાવી દેય છે, ઈ કોયદી બીજીવાર નય મરે.” પર્ગામમની મંડળીને સંદેશો 12 પર્ગામમના શહેરમાં મંડળીના દુતને આ સંદેશો લખ, હું આ વાત તને કય રયો છું હું ઈ જ છું; જેની પાહે તલવાર છે જેની બેય ધાર હજાવેલી છે. 13 હું જાણું છું કે, તારું શહેર શેતાનના કબજામાં છે, છતાય તે મારી ઉપરનાં વિશ્વાસને મજબુતીથી પકડી રાખ્યો છે અને તે મારા શિક્ષણને છોડયું નથી, ન્યા હુધી કે તોય પણ નય જઈ બોવ વખત પેલા આંતિપાસની હત્યા કરવામા આવી હતી. ઈ મારા વચનનો પરચાર કરવામા વિશ્વાસ લાયક હતો, ઈ હાટુ એને તારા શહેરમાં મારી નાખવામા આવ્યો જે શેતાનના કબજામા છે. 14 પણ મને તારા વિષે થોડીક ફરિયાદ છે કેમ કે, તુ એવા લોકોનો વિરોધ નથી કરતો જે ખોટુ શિક્ષણ આપે છે, જેવી રીતેથી આગમભાખીયા બલામે ભૂતકાળમાં આપ્યુ હતુ. બલામે રાજા બાલાકને શિખવાડયુ કે ઈઝરાયલ દેશના લોકોને પાપ કરવા હાટુ લોભાવવા શું કરવુ જોયી. એણે તેઓને શીખવ્યુ કે, મૂર્તિઓને સડાવેલુ નીવેદ ખાવુ અને છીનાળવા કરવા. 15 એવી જ રીતે, તમારી વસે કેટલાક લોકો છે જે નિકોલાયત નામનાં માણસના ટોળાનુ શિક્ષણ અનુસરે છે. 16 પસ્તાવો કર, જો તુ ભુંડા કામ કરવાનું બંધ નય કર, તો હું જલ્દી આવય અને ઈ લોકો જે ખોટુ શિક્ષણ આપે છે તેઓની વિરુધ હું તલવારથી બાધય, જે વચન મારા મોઢેથી નીકળે છે. 17 ધ્યાનથી સંદેશાને હાંભળો, જે પરમેશ્વરનો આત્મા મંડળીઓને કેય છે. જે જીતી જાહે હું એને ગુપ્ત રાખેલુ મન્ના આપય, જે તમને મજબુત કરશે અને હું એને એક ધોળો પાણો હોતન આપય, જેની ઉપર હું એક નવુ નામ એની હાટુ કોતરય અને આ નામ જે હું આપુ છું, એને ખાલી ઈજ જાણશે. થુઆતૈરાની મંડળીને સંદેશો 18 થુઆતૈરા શહેરની મંડળીના સ્વર્ગદુતને આ લખ કે, “હું, પરમેશ્વરનો દીકરો જેની આખું આગની જ્વાળાની જેમ છે, અને જેના પગ પીતળની જેમ સમકે છે જેમ તેજ ગરમ આગમાં સમકે છે.” ઈ આ કેય છે, 19 હું જાણું છું કે તમે એક-બીજાને પ્રેમ કરો છો, અને તમે મારી ઉપર મજબુતીથી વિશ્વાસ કરો છો, હું જાણું છું કે, તમે કેવી રીતે એકબીજાની મદદ કરી છે, અને તમારી સહન કરવાની શક્તિને પણ જાણું છું, હું જાણું છું કે, તમે મને અને બીજાઓને કેવી રીતે પ્રેમ કરયો છે. મારી ઉપર ભરોસો કરયો, મારી અને બીજાની સેવા કરી અને ધીરજથી મુશીબતોને સહન કરી. 20 પણ, હું તમારા દ્વારા કરવામા આવી રહેલી થોડીક વસ્તુઓ ઉપર ગુસ્સે છું, રાણી ઈઝબેલ જે ઘણાય વખત પેલા રેતી હતી, એના જેવી એક બાય તમારી વસે છે, ઈ પોતાની જાતને આગમભાખી કેય છે પણ મારા વિશ્વાસીઓને ખોટુ શિક્ષણ આપે છે, ઈ એને છીનાળવા કરવાનું અને મૂર્તિઓને સડાવેલ નીવેદ ખાવાનું શિક્ષણ આપે છે. 21 મે એને એના પાપોથી પસ્તાવો કરવાનો મોકો આપ્યો, પણ ઈ છીનાળવા કરવાનું બંધ કરવા માગતી નથી. 22 એટલે હું એને બોવ બીમાર કરય, હું ઈ લોકોને પણ જે એની જેવા છીનાળવા કરે છે, બોવજ પીડાવા દેય, જો ઈ આવું કરવાનું બંધ નથી કરતી જે ઈ કરે છે. 23 હું ઈ લોકોને મારી નાખય જે એના શિક્ષણનું અનુસરણ કરે છે, અને બધીય મંડળીઓ જાણી લેહે કે હું જ છું જે દરેક વ્યક્તિના મનના વિચારોને અને હેતુને પારખુ છું હું તમારામાના દરેકને એના કામ પરમાણે ફળ આપય. 24-25 પણ થુઆતૈરામાં તમે બાકીના લોકોએ ઈ ખોટા શિક્ષણનું અનુસરણ નથી કરયુ, તમે એમા ભાગ નથી લીધો જેને એના ચેલાઓ શેતાનની ઊંડી વાતો કેય છે. હું તમને કવ છું કે, હું તમારી ઉપર કોય બીજી મહત્વની આજ્ઞા નથી હોપતો, સીવાય એની કે, જ્યાં હુધી હું નથી આવતો ન્યા હુધી મારી ઉપર દ્રઢતાથી વિશ્વાસ કરવાનું સાલું રાખો. 26 જે લોકો ભુંડાઈને હરાવી દેય છે અને જે છેલ્લા વખત હુધી મારી આજ્ઞાનું પાલન કરવાનું સાલું રાખે છે, હું એને દેશો ઉપર રાજ્ય કરવાનો અધિકાર આપય. 27 હું એને રાજ્ય કરવાનો ઈજ અધિકાર આપય, જેવો કે મારા બાપે મને આપ્યો છે, એનુ રાજ્ય લોઢાંની જેમ મજબુત હશે, જે તૂટતું નથી, અને એના દુશ્મનો તૂટેલા ધૂળના વાસણોની જેમ હશે. 28 હું આ બધુય ઈ અધિકાર હારે કરું છું જે બાપે મને દીધો અને હું એને વેલી હવારનો તારો આપય, જે મારી હારે શાસન કરનારા છે. જેથી આપણને આપડી જીત ઉપર બોવજ આનંદ મળે. 29 જે હમજવા તૈયાર છે એને હમજવા અને માનવા દયો, ઈ સંદેશાને જે પરમેશ્વરનો આત્મા મંડળીઓને કેય છે. |
Koli Wadiyara (કોલી) Bible by The Love Fellowship is licensed under Creative Commons Attribution-ShareAlike 4.0 License.
Beyond Translation