પ્રકટીકરણ 19 - કોલી નવો કરાર1 જઈ તાકાતવર સ્વર્ગદૂતે બોલવાનું પુરું કરયુ; તઈ મે જે હાંભળુ ઈ આવી રીતે હતું, જેમ સ્વર્ગમા બોવ બધાય લોકો ગાતા હોય કે, હાલેલુયા તારણ અને મહિમા અને સામર્થ્ય આપડા પરમેશ્વરની હોય. 2 કેમ કે, એના ન્યાય સુકાદા હાસા અને લાયક છે, એણે પ્રખ્યાત વેશ્યાનો ન્યાય કરયો કેમ કે, એણે જગતના લોકોને પાપ કરવા હાટુ પ્રભાવિત કરયા. પરમેશ્વરે એનો બદલો લીધો છે, કેમ કે એના ચાકરોની વેશ્યા દ્વારા હત્યા કરી નાખવામાં આવી હતી.” 3 ફરીથી બીજીવાર રાડ નાખીને ગાવાનો અવાજ આવ્યો કે, “હાલેલુયા, બાબિલોનનો નાશ કરનારા આગથી નીકળતો ધુવાડો કોયદી ધગધગતો બંધ નય થાય.” 4 અને સોવીસ વડીલો અને સ્યારેય જીવતા પ્રાણીઓએ દંડવત સલામ કરીને પરમેશ્વરનું ભજન કરયુ; જે રાજગાદી ઉપર બેઠો હતો, અને કીધું “આમીન! હાલેલુયા!” ઘેટાનાં બસ્સાના લગનનુ જમણવાર 5 અને પછી મે કોયને બોલતા હાંભળો અને એવુ લાગ્યું; જેમ ઈ અવાજ પરમેશ્વરની રાજગાદીમાંથી આવ્યો હોય, એણે કીધું કે, “હે મારા પરમેશ્વરનાં ચાકરો અને તમે જે એને માન આપો છો, ભલે નાના દરજાના હોવ કે મોટા દરજાના હોવ, પરમેશ્વરની સ્તુતિ કરો.” 6 પછી મે જે હાંભળુ ઈ બોવ મોટા ટોળાનાં લોકોની રાડ નાખવાનો અવાજ લાગતો હતો, ઈ દરિયાની વિળોના અવાજ જેવો જોરદાર હતો અને વાદળાની ગડગડાહટ જેવો હતો એણે કીધું, “આવો આપડે પરમેશ્વરની મહિમા કરી, જે આપડા સર્વશક્તિશાળી પરમેશ્વર રાજા છે.” 7 આવો, આપડે રાજી અને ખુશ થાયી, અને એની મહિમા કરી કેમ કે, જે ઘેટાનું બસુ છે એના લગન થાવાના છે અને એની કન્યા એટલે કે, એના વિશ્વાસુઓનું જૂથ, પોતાનો શણગાર કરીને એની હાટુ તૈયાર છે. 8 પરમેશ્વરે એને સોખા સમકદાર મખમલથી બનેલા લુગડા પેરવા હાટુ દીધા છે; ઈ મખમલી લુગડા પરમેશ્વરનાં લોકોના ન્યાયપણાના કામ દેખાડે છે. 9 તઈ સ્વર્ગદુતે મને કીધું કે, “આ લખ કે, તેઓ આશીર્વાદિત છે, જે ઘેટાનાં બસ્સાના લગનના જમણવારમાં નોતરવામાં આવ્યા છે.” પછી એણે મને કીધું કે, “આ વાતુ જે પરમેશ્વરે કીધી છે હાસી છે.” 10 તઈ હું એને દંડવત સલામ કરવા હાટુ એના પગે પડયો, એણે મને કીધું કે, મને દંડવત સલામ નો કર. હું ખાલી પરમેશ્વરનો એક ચાકર છું જેવો તુ છો અને તારા ભાઈની જેમ જે ઈસુ દ્વારા પરગટ કરેલા હાસા શિક્ષણ ઉપર વિશ્વાસ કરે છે અને માંને છે ખાલી પરમેશ્વર જ છે જેનું તારે ભજન કરવુ જોયી. કેમ કે, પરમેશ્વરની આત્મા જ છે જે પરમેશ્વરનાં લોકોને ઈસુ દ્વારા બતાવવામાં આવેલા હાસનો પરચાર કરવા લાયક બનાવે છે. ધોળા ઘોડા ઉપર રાજાઓના રાજા અને પરભુઓના પરભુ 11 પછી મે સ્વર્ગને ખુલો જોયો, અને જોવ છું કે, એક ધોળો ઘોડો છે અને એની ઉપર એક બેઠેલો છે, જે પરમેશ્વરનો વિશ્વાસ લાયક અને હાસો કેવાય છે, ઈ એની જેમ જે પરમેશ્વરની નજરમાં હાસુ છે, પરમેશ્વરનાં વેરીઓની વિરુધ ન્યાય કરે અને યુદ્ધ કરે છે. 12 એની આખું આગ જ્વાળાની જેમ સમકતી હતી, અને એણે ઘણાય રાજમુગટ પેરેલાં હતાં, અને એનુ એક નામ એની ઉપર લખેલુ છે, ખાલી ઈ જ આ નામનો અરથ જાણે છે. 13 એણે લોહીમાં ડુબાડેલુ લુગડુ પેરયુ છે, અને એનુ નામ “પરમેશ્વરનુ વચન” છે. 14 સ્વર્ગથી બોવ બધાય સિપાય એની વાહે-વાહે હતાં, ઈ પણ ધોળા ઘોડા ઉપર બેહેલા હતાં, અને તેઓ સફેદ મખમલના લુગડા પેરેલા હતા. જેમા ક્યાય દાગ નોતા. 15 ઈ બેઠેલાના મોઢામાથી એક તેજ તલવાર નીકળે છે જેનો ઉપયોગ ઈ દેશોને હરાવવા હાટુ કરશે, અને ઈ લોઢાંના હળીયાની હારે લોકો ઉપર રાજ કરશે, ઈ સર્વશક્તિશાળી પરમેશ્વરનાં ભયાનક ગુસ્સાના કુંડમાથી દ્રાક્ષારસ નીસવશે. 16 અને એના લુગડા અને હાથળ ઉપર આ નામ લખેલુ છે કે, “રાજાઓનો રાજા અને પરભુઓનો પરભુ.” રાજાઓના રાજા અને પરભુઓનો પરભુ 17 પછી મે એક સ્વર્ગદુતને સુરજ ઉપર ઉભેલો જોયો, અને એણે મોટા શબ્દથી રાડ નાખીને આભમા ઉસે ઉડનારા બધાય પક્ષીઓને જોરથી કીધુ કે, “આવો, ઈ મોટા જમણવાર હાટુ ભેગા થય જાવ જે પરમેશ્વરે તમારી હાટુ તૈયાર કરયું છે.” 18 આવો અને રાજાઓ, સિપાય આગેવાનો, શુરવીર સિપાયો, ઘોડા અને એની ઉપર બેહનારાના મરેલા દેહના માસ ખાવ, તમે હરેક પરકારના મરેલા લોકોનુ માસ ખાય હકો છો. એટલે કે, ગુલામ અને જે ગુલામ નથી, મોટા અને નાના બેયનો. 19 પછી મે ઈ હિંસક પશુને જોયો જે દરીયામાથી બારે આવ્યો હતો અને પૃથ્વીના રાજાઓ અને એની સેનાઓને જોય, ઈ ઘોડા ઉપર બેહેલા અને એના સિપાયોની વિરુધ યુદ્ધ કરવા હાટુ એક હારે આવ્યા. 20 અને ઈ હિંસક પશુને અને એની હારે ખોટા આગમભાખીયા પકડાય ગયા, આ ખોટા આગમભાખીયાઓએ પેલા પશુની તરફથી સમત્કારી નિશાની દેખાડી હતી, જેના દ્વારા એણે એને ભરમાવા, જેની ઉપર ઈ હિંસક પશુની છાપ હતી અને જે એની મૂર્તિનું ભજન કરતાં હતાં, આ બેયને જીવતે-જીવતા ઈ આગના તળાવમા જે ગંધકથી હળગે છે એમા નાખી દીધા. 21 એની પછી, એણે જે ઘોડા ઉપર બેઠો હતો, પોતાના મોઢામાથી નીકળનારી તલવારનો ઉપયોગ કરીને બીજા બધાયને મારી નાખ્યા, તઈ આભના પક્ષી ન્યા હુધી મરેલા દેહના માસ ખાતા રયા, જ્યાં હુધી એના પેટ ભરાણા નય. |
Koli Wadiyara (કોલી) Bible by The Love Fellowship is licensed under Creative Commons Attribution-ShareAlike 4.0 License.
Beyond Translation