Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -

પ્રકટીકરણ 18 - કોલી નવો કરાર


બાબિલોનનુ પતન

1 એની પછી, મે સ્વર્ગથી એકબીજા સ્વર્ગદુતને નીસે આવતો જોયો, એની પાહે મોટો અધિકાર હતો અને એના મોટા ગૌરવના તેજથી આખી પૃથ્વી સમકી ઉઠી.

2 એણે હાંક મારીને કીધું હવે હારી ગયુ છે પ્રખ્યાત બાબિલોન શહેર હવે હારી ગયુ છે. આજે દરેક પરકારની મેલી આત્માઓ ન્યા રેવા હાટુ વય જાહે અને ઈ અશુદ્ધ અને ધિક્કારેલ પક્ષીઓના માળાઓ બનાવવાની જગ્યા હશે.

3 આ ઈ કારણે થાહે કેમ કે, ઈ બાયે જે બાબીલોન શહેર છે, દરેક રાજ્યોના બધાય લોકોને ઈ દ્રાક્ષારસ પીધો છે જે એની મૂર્તિઓનુ ભજન છે, આખી પૃથ્વીના રાજા એના ભુંડા કામોમા ભેગા છે. પૃથ્વીના વેપારીઓ ઈ બાયની વૈભવી વસ્તુઓની ઈચ્છાના લીધે ધનવાન થય ગયા છે.

4 પછી મે સ્વર્ગથી કોક બીજો અવાજ હાંભળ્યો કે, “હે મારા લોકો, ઈ શહેરમાંથી બારે નીકળી જાવ, ઈ લોકોના પાપોની જેમ નો કરો, એથી જે દુખો એની ઉપર હુમલો કરશે ઈ તમારી ઉપર નો આવે.”

5 કેમ કે, એના પાપ બોવ છે જેમ એનો ઢગલો સ્વર્ગ હુધી પુગી ગયો હોય, અને પરમેશ્વર એના ભુંડા કામોને યાદ કરે છે એથી હવે ઈ એને સજા કરશે.

6 એની હારે એવુ જ કરો, જેવું એણે લોકોની હારે કરયુ છે, જે પીડા એણે આપી એની બમણી પીડા એને પાછી આપી દયો. એણે લોકોને પોતાના ભુંડા કામનો સ્વાદ સખાડવા પરભાવિત કરયા, એને પરમેશ્વરનાં ગુસ્સાથી બમણી શક્તિની હારે સહન કરવુ પડશે.

7 તુ એને નક્કી વધારે પીડા અને દુખ દેવડાવય જે એના મોજ-શોખના જીવન અને એના પાપ હાટુ અભિમાન બરાબર છે. એણે પોતાને કીધું કે, “હું એક રાણીની જેમ લોકો ઉપર રાજ કરય, હું કાય રંડાયેલ નથી અને હું દુખનો અનુભવ નથી કરતી.”

8 એની લીધે એની ઉપર અસાનક મુશ્કેલીઓ આવી પડશે. ખાલી એક જ દિવસમાં બીમારી, હોગ અને દુકાળ એની ઉપર એક હારે આવી જાહે. અને એને આગમાં બાળી નાખવામાં આયશે કેમ કે, પરભુ પરમેશ્વર શક્તિશાળી છે અને ઈ એને દંડ દેહે.

9 અને પૂથ્વીના રાજા જેઓએ એની હારે છીનાળવા અને દેહિક ઈચ્છાઓ પુરી કરી, જઈ ઈ શહેરના હળગતા ધુવાડાને જોહે તઈ તેઓ એની હાટુ રોહે અને હોગ કરશે.

10 અને એની પીડાની બીકના મારા તેઓ બોવ છેટા ઉભા રેયને કેહે કે, “હે મોટા શહેર બાબિલોન! હે દ્રઢ નગર, હાય! હાય! પરમેશ્વરનો ન્યાય તારી ઉપર અસાનક આવી ગયો છે.”

11 અને પૃથ્વીના વેપારી એની હાટુ રોહે અને હોગ કરશે કેમ કે, હવે કોય નથી જે ઈ સામાનને વેસાતુ લેહે, જે ઈ વેસી રયા છે.

12 એનો માલ ઘણાય પરકારનો હતો, એમા હોનું, ચાંદી, હીરા અને મોતી હતા. એમા ખુબ સરસ લુગડા હતાં જે મોઘા લુગડા સમકતા લાલ અને રીંગણી કાપડથી બનાવ્યા હતાં એમા સુંગધી લાકડાથી બનેલી વસ્તુઓ, હાથીના દાંતથી બનેલી વસ્તુઓ હતી, અને બીજી વસ્તુઓ હતી જે મોંઘા લાકડા, પીતળ, લોઢું, અને આરસ પાણાથી બનેલી હતી.

13 અને તજ, તેજાના, ધૂપ, અત્તર, લોબાન, દ્રાક્ષારસ, તેલ, મેદો, દાણા એમ જ ઢોર-ઢાકર, ઘેટા, ઘોડા, રથો, ચાકરો એમ જ માણસોના જીવ તેઓનો માલ-સામાન હતો.

14 ઈ એને કેહે કે, “જે બધીય વસ્તુઓને જેને તુ ગમાડતી હતી ઈ હવે નથી, ઈ બધીય ભીની સુંગધિત વસ્તુઓ જે તને ગમતી હતી, ઈ બધીય વસ્તુઓ જેને તુ તારા દેહને સુંદર બનવવા હાટુ ઉપયોગમા લેતી હતી, ઈ બધીય ખોવાય ગય, ઈ હવે મળતી નથી.”

15 આ વસ્તુઓના વેપારી જે એનીથી રૂપીયાવાળા થય ગયા હતાં, એની પીડાની બીકના મારા આઘા ઉભા રયને રોહે અને હોગ કરતાં કેહે કે,

16 “હાય! હાય! આ મોટા મહાન નગરને જેણે આસા મખમલી, જાંબુડી, લાલ રંગના લુગડા પેરેલા અને હોના, રત્નોથી એમ જ મોતીઓથી શણગારેલુ હતુ.

17 એણે પોતાની બધીય મિલકત અસાનક જ ખોય નાખી છે.” અને વહાણના બધાય ખલાસી, ઈ બધાય લોકો જે વહાણથી યાત્રા કરે છે, અને ઈ બધાય જે દરિયામાંથી પોતાની આજીવિકા કમાય છે, બાબીલોનથી બોવ જ આઘા ઉભા રયને જોતા રયા.

18 અને જઈ તેઓ ઈ આગથી નિકળનારા ધુવાડાને જોહે, જે શહેરને હળગાવતી હતી, તઈ તેઓને રાડ નાખીને, કેહે કે, “આ મહાન શહેરના જેવું કોય બીજુ શહેર નથી.”

19 તેઓએ પોતાનુ દુખ બતાવવા હાટુ પોતાના માથા ઉપર ધૂળ નાખી અને રોતા અને હોગ કરતાં રાડ નાખીને કેહે કે, “હાય! હાય! મોટા નગર, જેના વહાણોના બધાય માલીક ઈ શહેરની મિલકતને લીધે ધનવાન થય ગયા, અને હવે ખાલી એક કલાકમાં જ આ બધુય અલોપ થય જાહે.”

20 પછી કોકે સ્વર્ગથી કીધુ કે, “હે સ્વર્ગમા રેનારા, બાબિલ શહેરની હારે જે થયુ છે એની ઉપર રાજી થા! તમે જે પરમેશ્વરનાં લોકો છો, જેમા ગમાડેલા ચેલાઓ અને આગમભાખીયાઓ હારે છે, રાજી થાવ. તમારે રાજી થાવુ જોયી; પરમેશ્વરે ઈ લોકોને વ્યાજબી સજા આપી છે કેમ કે, તેઓએ તમારી વિરુધ બોવ જ ખરાબ કામ કરયુ છે.”

21 પછી એક શક્તિશાળી સ્વર્ગદુતે મોટી ઘંટીના પડની જેમ એક પાણો ઉપાડયો, અને એવુ કયને દરીયામાં નાખી દીધો, “મોટા શહેર બાબિલોનને બોવ જ હિંસાથી નાશ કરી નાખવામાં આયશે, ઈ શહેર પછી બીજીવાર પાછો જોવામાં નય આવે.

22 તમારા શહેરમાં હવે પછી કોય વીણા વગાડનારા, ગાનારા, વાહળી વગાડનારા કે રણશિંગડું વગડવાનો હાદ નય હંભળાય. ન્યા વસ્તુ બનવા હાટુ કોય પણ કુશળ કારીગર નય દેખાય. ન્યા મિલોમા ફરીથી કોયદી ઘંટીઓમા અનાજ દળવા હાટુ લોકો નય હોય.

23 ન્યા ફરીથી કોય દીવો નય હળગે. ફરીથી કોય દિવસ વર અને એની કન્યાની ખુશીનો અવાજ નય આવે. પરમેશ્વર તમારા શહેરનો નાશ કરી નાખશે કેમ કે, તામારાં વેપારી જગતમાં બધાયથી મહાન માણસો હતા. તમે બધાય મંડળીના લોકોને દગો દેવા હાટુ મેલી વિદ્યાનો ઉપયોગ કરયો.

24 પરમેશ્વર બાબીલોન શહેરને ઈ હાટુ દંડ દેહે, કેમ કે એણે આગમભાખીયાઓને, અને બીજા બધાય લોકોને જે પરમેશ્વરનાં છે અને બધાય જગતના લોકોને મારી નાખવામા ગુનેગાર હતા.

Koli Wadiyara (કોલી) Bible by The Love Fellowship is licensed under Creative Commons Attribution-ShareAlike 4.0 License.

Beyond Translation
Lean sinn:



Sanasan