પ્રકટીકરણ 17 - કોલી નવો કરારજાજાબધા પાણી ઉપર બેઠેલી વેશ્યાને સજા 1 જે હાત સ્વર્ગદુતોની પાહે ઈ હાત પ્યાલા હતાં, એમાથી એકે આવીને મને આ કીધું કે, “આયા આવ, હું તને દેખાડય કે, પરમેશ્વર કેમ ઈ મોટી વેશ્યાને દંડ આપશે, જે એક એવી જગ્યાએ બેહે છે, જ્યાં ઘણીય નદીયું છે. 2 પૃથ્વીના રાજાઓએ એની હારે છીનાળુ અને મૂર્તિપૂજક રૂપે કામ કરયુ છે. પૃથ્વીના લોકોએ હોતન એવી રીતે છીનાળુ કરયુ. આ એવુ હતું; જેમ કે એણે દ્રાક્ષારસ પીધો હોય જે એણે એને દીધો.” 3 તઈ આત્માની મદદથી સ્વર્ગદુત મને વગડામાં લય ગયો, આત્માએ મને પોતાના નિયંત્રણમાં કરી લીધો અને ન્યા મે એક બાયને જોય, જે એક હિંસક પશુ ઉપર બેઠીતી, જે લાલ રંગનો હતો. એના હાત માથા અને દસ શીંગડા હતાં, એના દેહ ઉપર ઈ નામો લખેલા હતાં, જે પરમેશ્વરનું અનાદર કરે છે, 4 આ બાયે જાંબુડી અને લાલ લુગડા પેરેલા હતા. એણે પોતાના દેહને હોનાના ઘરેણા, કિંમતી પાણાઓ અને મોતીઓથી શણગારેલો હતો. એના જમણા હાથમા દારૂનો ભરેલો એક હોનાનો પ્યાલો પકડેલો હતો, જે એના ખરાબ કામો અને છીનાળવા દેખાડે છે. 5 એના માથા ઉપર એક નામ લખેલુ હતું જેનો એક ગુપ્ત અરથ હતો જે આ રીતે હતો “હું મહાન શહેર બાબિલોન છું હું બધીય વેશ્યાઓની મા છું” જે જગતની બધીય ખરાબ વસ્તુઓની મુળ જગ્યા છું 6 અને મે જોયુ કે, ઈ બાય પરમેશ્વરનાં લોકોના લોહીના નશામા હતી, એટલે ઈ લોકોને જેને લોકોએ મારી નાખ્યા હતાં કેમ કે, ઈ ઈસુ ઉપર ભરોસો કરતાં હતા; જેથી હું બોવજ નવાય પામ્યો. 7 ઈ સ્વર્ગદુતે મને કીધું કે, તુ કેમ નવાય પામ્યો? હું આ બાય, અને ઈ હિંસક પશુનો, જેની ઉપર ઈ બેઠી છે, અને જેના હાત માથા અને દસ શિંગડા છે, હું તને આનો ગુપ્ત અરથ બતાવું છું 8 આ હિંસક પશુ જેને તે હમણા જોયો, એક વખતે જીવતો હતો, પણ હવે જીવતો નથી, ઈ ઊંડાણના ખાડામાથી બારે આવવાનો છે, અને પરમેશ્વર એને પુરી રીતેથી નાશ કરી નાખશે, પૃથ્વી ઉપર રેનારા લોકો જેના નામ પરમેશ્વરે જગત બન્યા પેલા જીવનની સોપડીમા નથી લખ્યા, તેઓ બધાય નવાય પામશે, જઈ તેઓ આ પશુને જોહે, જે એક વખતે ઈ જીવતો હતો, હવે ઈ જીવતો નથી, પણ ઈ પાછો આયશે. 9 આને હમજવા હાટુ જ્ઞાની મનની જરૂરિયાત છે, પશુના હાત માથા ઈ શહેરના હાત ડુંઘરા બતાવે છે જ્યાં આ બાય રાજ કરે છે. 10 તેઓ હાત રાજા છે અને એનામાંથી પાસ તો પેલા જ મરી ગયા છે અને એનામાંથી એક અત્યારે રાજા છે અને છેલ્લો હજી નથી આવ્યો, પણ જઈ ઈ આયશે તો ઈ ખાલી થોડાક વખત હાટુ રાજ કરશે. 11 જે હિંસક પશુ ઘણાય વખત પેલા રેતો હતો અને આ વખતમાં નથી ઈ જ આઠમો રાજા છે પણ ઈ આઠમો રાજા પેલાના હાત રાજામાથી એક છે અને છેલ્લે આ રાજાને પરમેશ્વર પાકી રીતે સદાય હાટુ દંડ દેવા આયશે. 12 જે દસ શિંગડા તે પેલા જોયા હતાં, તેઓ ઈ દસ રાજાઓને દર્શાવે છે જેઓએ હજી હુધી રાજ્ય કરવાનું સાલું નથી કરયુ, ઈ દસ રાજાઓને ઈ હિંસક પશુની હારે ભળીને રાજ્ય કરવાનો અધિકાર આપવામા આયશે, પણ એનુ રાજ્ય દિવસના થોડાક વખત હાટુ રેહે. 13 આ બધાય દસ રાજાઓનો હેતુ એક જ છે, અને તેઓ પોત-પોતાના સામર્થ્ય અને અધિકાર હિંસક પશુને આપી દેહે. 14 ઈ બધાય ઘેટાના બસ્સાની હારે યુદ્ધ કરશે, પણ ઘેટાનું બસુ એને હરાવી દેહે, કેમ કે, ઈ પરભુઓનો પરભુ અને રાજાઓનો રાજા છે, ઈ એને પોતાના બોલાવેલા, ગમાડેલા અને વિશ્વાસુ અનુયાયીઓની હારે હરાવી દેહે. 15 પછી એણે મને કીધું કે, “જે પાણી તે જોયું જેની ઉપર વેશ્યા બેઠી છે, તેઓ લોકોની મંડળી, જાતિ, દેશ અને ભાષાઓને દર્શાવે છે. 16 ઈ વખતે આયશે જઈ હિંસક પશુ ઈ દસ રાજાઓની હારે જે એની હારે છે, ઈ વેશ્યાને ધિક્કારશે જે એની ઉપર બેઠી છે, તેઓ એની ઉપર હુંમલો કરશે અને એનો નાશ કરશે, અને એને આખીય બાળી નાખશે. 17 કેમ કે, પરમેશ્વરે પોતાની ઈચ્છા પુરી કરવાના હેતુથી એના મનમા આવા વિસાર નાખશે, જ્યાં હુધી પરમેશ્વરનાં વચન પુરા નો થય જાય, ન્યા હુધી તેઓ પોતાનુ રાજ્ય હિંસક પશુને આપી દેહે. 18 હવે તમે જે બાય જોય છે ઈ ભુંડા શહેરની આગેવાની કરે છે, જે પૃથ્વીના લોકો ઉપર રાજ્ય કરે છે.” |
Koli Wadiyara (કોલી) Bible by The Love Fellowship is licensed under Creative Commons Attribution-ShareAlike 4.0 License.
Beyond Translation