Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -

પ્રકટીકરણ 16 - કોલી નવો કરાર


પરમેશ્વરનાં કોપના હાત પ્યાલાં

1 એની પછી મે દર્શનમાં મંદિરમાંથી એક તેજ અવાજને હાત સ્વર્ગદુતોથી આવું કેતા હાંભળ્યું કે, “જાવો જગતના લોકો ઉપર પરમેશ્વર તરફથી દંડને રેડી નાખો જે હાત પ્યાલામાં છે.”

2 ઈ હાટુ પેલા સ્વર્ગદુતે જયને પ્યાલાની વસ્તુને પૃથ્વી ઉપર રેડી દીધી. લોકો ઉપર ભયાનક અને દુઃખદાયક ઘાવ દેખાણા જેની ઉપર હિંસક પશુએ પોતાની છાપ લગાડી હતી, અને એની ઉપર જેઓએ એની મૂર્તિનું ભજન કરયુ હતું.

3 બીજા સ્વર્ગદુતે પ્યાલાની વસ્તુને દરીયા ઉપર રેડી દીધી. તરત જ દરિયો એક મડદાના લોહી જેવો થય ગયો, અને આ કારણે દરીયામાં રેનારા બધાય મરી ગયા.

4 ત્રીજા સ્વર્ગદુતે પ્યાલાની વસ્તુને નદીઓ અને પાણીના ઝરણા ઉપર રેડી દીધી, અને ઈ લોહી બની ગયુ

5 મે ઈ સ્વર્ગદુતને જેને પાણીની ઉપર અધિકાર છે પરમેશ્વરથી કેતા હાંભળ્યું, “હે પરમેશ્વર, તમે હાજર છો અને સદાય હાજર રેહો. તમે પવિત્ર છો. તમે લોકોના પક્ષપાત વગરના ન્યાયાધીશ છો.

6 કેમ કે, તેઓએ તારા લોકો અને આગમભાખીયાઓને મારી નાખ્યા, અને તેઓનું લોહી વહેડાવયુ, ઈ હાટુ હવે તુ એને લોહી પીવા આપે છે, આ એની હાટુ હાસુ વળતર છે.”

7 મે ફરીથી કોકને વેદીમાથી બોલતા હાંભળ્યો કે, “હાં, હે સર્વશક્તિશાળી પરભુ પરમેશ્વર, ખરેખર માણસજાત ઉપર તારો ન્યાયસુકાદો હાસો અને ન્યાયી છે.”

8 સોથા સ્વર્ગદુતે પ્યાલાની વસ્તુને સુરજ ઉપર રેડી દીધી, અને એને માણસોને આગથી હળગાવી દેવાનો અધિકાર દેવામાં આવ્યો.

9 માણસજાતી આ તેજ ગરમીથી બળી ગય અને તેઓએ પરમેશ્વર વિષે ભુંડી વાતુ કીધી કેમ કે, ઈ જ હતો; જેની પાહે ઈ દંડ ઉપર અધિકાર હતો તેઓએ હજી પણ પોતાના પાપોથી પસ્તાવો નો કરયો તેઓએ હજી પણ પરમેશ્વરની મહિમાનો સ્વીકાર નો કરયો.

10 પાંસમાં સ્વર્ગદુતે પ્યાલાની વસ્તુ હિંસક પશુની રાજગાદી ઉપર રેડી દીધી, પરિણામ રૂપે એનુ આખુય રાજ્ય અંધકાર થય ગયુ, લોકોએ ઈ મોટા દુખાવાના કારણે જે તેઓએ અનુભવ કરયો, પોતાની જીભ કયડી નાખવા લાગ્યા.

11 અને પોતાની પીડાઓ અને ગુમડાંના કારણે તેઓએ સ્વર્ગના પરમેશ્વરની નિંદા કરી, હવે તેઓની પરિસ્થિતી એવી હતી પણ તેઓએ પાક્કી રીતે પસ્તાવો કરયો નય, અને નો ઈ ભુંડા કામોને છોડયા; જે ઈ કરી રયા હતા.

12 છઠ્ઠા સ્વર્ગદુતે પ્યાલાની વસ્તુ બોવ જ મોટી નદી યુફ્રેટિસ ઉપર રેડી દીધી, આ કારણે ઈ નદીનું પાણી હુકાય ગયુ, જેથી ઉગમણી દિશાનો રાજા પોતાની સેનાને લયને ઈ નદીને પાર કરી હકે.

13 એની પછી મે ત્રણ મેલી આત્માઓને જોય; જે જોવામાં દેડકા જેવી હતી. એક અજગરના મોઢાથી બાર આવ્યો, એક પેલા હિંસક પશુના મોઢાથી અને એક બીજા પશુના મોઢાથી બાર આવ્યો, એટલે કે, ઈ જે ખોટા આગમભાખીયા હતા.

14 આ મેલી આત્માઓની પાહે સમત્કાર કરવાની તાકાત હતી અને તેઓએ જયને ઈ લોકોને ભેગા કરયા જે આ જગતના બધાય દેશોમાં રાજ કરતાં હતાં જેથી તેઓ સર્વશક્તિશાળી પરભુ પરમેશ્વરનાં મહાન દિવસે એની વિરુધ યુદ્ધ કરવા હાટુ જાય.

15-16 મેલી આત્માઓએ શાસકોને અને એની સેનાઓને ઈ જગ્યા ઉપર ભેગા કરયા, જેને હિબ્રૂ ભાષામાં આર્માગેદન કેવામાં આવે છે. ઈ હાટુ પરભુ ઈસુએ કીધુ કે, “આ વાત હાંભળો, મારૂ આવવું સોરની આવવાની જેમ અસાનક થાહે, આશીર્વાદિત છે ઈ માણસ જે મારાં પાછા આવતાં હુધી જાગતા રેહે અને પોતાના લુગડા તૈયાર રાખો, તઈ તેઓ નાગા નય હોય અને કાય પણ એને શરમ નય લાગે પછી ઈ બારે ઘણાય લોકોની વસમા જ કેમ નો હોય.”

17 હાતમા સ્વર્ગદુતે પ્યાલાની વસ્તુ હવા ઉપર રેડી દીધી, અને મંદિરની રાજગાદીમાંથી આ મોટો અવાજ થ્યો, “પુરું થય ગયુ”

18 પછી વીજળીઓ, અવાજો, ગરજના થય અને એક એવો મોટો ધરતીકંપ થયો કે, જઈથી માણસની ઉત્પતિ પૃથ્વી ઉપર થય ન્યાથી આવડો મોટો ધરતીકંપ હજી હુધી કોયદી થ્યો નથી.

19 પરિણામ સ્વરૂપે મહાન શહેર બાબિલોન ત્રણ ટુકડામા વેસાય ગયું અને આખા જગતના બધાય શહેર નાશ થય ગયા કેમ કે, પરમેશ્વરે આ પુરું કરૂ જેવુ એણે બેબિલોનના લોકોને દંડના વિષે વાયદો કરયો હતો. આથી પરમેશ્વર તરફથી કડક દંડ દેવામા આયશે, આ એવુ જ થાહે; જેમ તેઓએ પાણી નાખ્યા વગરનો દ્રાક્ષારસ પીય લીધો હોય. જેને પરમેશ્વરે પોતે ઈ પ્યાલાને રેડયો છે, જે એના ગુસ્સાને બતાવે છે.

20 ઈ વખતે, દરિયાના બધાય ટાપુ અસાનક અલોપ થય ગયા અને હવે ડુંઘરાઓ પણ સપાટ જમીન થય ગયા.

21 અને મોટા કરા આભમાથી લોકો ઉપર પડયા, જેમા દરેક કરાનો વજન લગભગ 50 કિલો હતો. જેના લીધે તેઓએ પરમેશ્વરનો નકાર કરો કેમ કે, તેઓને પરમેશ્વર તરફથી એની ઉપર મોકલવામા આવેલી આફતોને લીધે ખુબ વધારે પીડા સહન કરવી પડી.

Koli Wadiyara (કોલી) Bible by The Love Fellowship is licensed under Creative Commons Attribution-ShareAlike 4.0 License.

Beyond Translation
Lean sinn:



Sanasan