પ્રકટીકરણ 14 - કોલી નવો કરારઘેટાનું બસ્સુ અને લોકો 1 એની પછી, મે કાક બીજુ જોયું, મે સિયોન ડુંઘરાની ટોસ ઉપર ઘેટાના બસ્સાને ઉભેલો જોયો, એની હારે એના 1,44000 લોકો હતાં, એના માથા ઉપર ઘેટાના બસ્સાનુ નામ અને એના બાપનું નામ લખેલુ હતું. 2 અને મે સ્વર્ગમાંથી કોકનો અવાજ હાંભળ્યો જે ઝરણાના ગરજવાના જેવો તેજ, કે ગડગડાહટની અવાજ જેવો ઉસો હતો. સંગીતકારો દ્વારા એની વીણા વગાડવાથી નીકળે એવા સંગીતની જેમ લાગતુ હતુ. 3 1,44000 લોકો એક નવું ગીત ગાય રયા હતાં, જઈ ઈ રાજગાદી, સ્યાર જીવતા પ્રાણીઓ, અને વડીલોની હામે ઉભા હતાં. ખાલી 1,44000 લોકો, જેને ઘેટાના બસ્સાએ પૃથ્વીના લોકોની વસ્સેથી છોડાવ્યા હતાં, ઈ ગીતને શીખી હકતા હતાં. કોય બીજા ઈ ગીતને શીખી હકતા નોતા. 4 આ ઈ છે જે બાયુના સમાગમથી આઘા રયને પોતાને સોખ્ખા રાખ્યા, જેથી કુવારા છે આ ઈ જ છે કે જ્યાં ક્યાય ઘેટાનુ બસુ જાય છે ન્યા ઈ એની પાછળ જાય છે તેઓ ઈ છે જેઓ પૃથ્વી ઉપરની બધીય માણસ જાતમાથી નોખા થયા છે જેમ કે, લોકો પોતાની ઉપજમાથી પેલુ ફળ પરમેશ્વરને આપે છે ઈ જ રીતે તેઓ પણ પરમેશ્વર અને ઘેટાના બસાને પેલા અર્પણની જેમ આપ્યા છે. 5 તેઓ કોયદી ખોટુ નથી બોલ્યા, કેમ કે, તેઓ નિરદોષ છે. ત્રણ સ્વર્ગદુત 6 અને મે એક બીજા સ્વર્ગદુતને આભમા ઉસે ઉડતા જોયો, ઈ સ્વર્ગદુતે ઈ હારા હમાસારને લીધેલો હતો, જે કોય દિવસ નથી બદલતા એણે જગતમાં રેનારા લોકો, દરેક દેશ, દરેક કુળ અને દરેક પરકારની ભાષામાં આની જાહેરાત કરી. 7 એણે મોટી હાક મારીને કીધુ કે, “પરમેશ્વરથી બીવો, અને એને માન આપો કેમ કે, હવે લોકોનો ન્યાય કરવાનો વખત છે, એનુ ભજન કરો કેમ કે, આ ઈ જ છે જેણે આભ, પૃથ્વી, દરીયો અને પાણીના ઝરણાની રસના કરી છે.” 8 એકબીજા સ્વર્ગદુતે એની પછી આવીને કીધું કે, “બોવ જ ખરાબ શહેર બાબિલોનનો હવે પુરી રીતે નાશ થય ગયો છે! બાબિલોને બધીય જાતિના લોકોને એની હારે છીનાળવાની વાસનામાં રસા-પસા રાખ્યા. બેબીલોન એની જેવું છે જે બીજાઓને પીવા હાટુ ખુબ જ દ્રાક્ષારસ આપે છે!” 9 એના પછી ત્રીજા સ્વર્ગદુતે રાડ નાખીને કીધું કે, જે કોય ઈ હિંસક પશુની મૂર્તિનું ભજન કરે અને એની છાપ પોતાના કપાળ કે પોતાના હાથ ઉપર લગાડે, 10 તઈ પરમેશ્વરનાં કોપની જેમ દ્રાક્ષારસ જે એના ગુસ્સાના પ્યાલામાં બધીય તાકાતથી નાખ્યુ છે ઈ પીવું પડશે અને પવિત્ર સ્વર્ગદુતોની અને ઘેટાના બસ્સાની હામે આગમાં અને ગન્ધકમાં ઈ પીડાને ભોગવવી પડશે. 11 એને પીડાદેનારી આગનો ધુવાડો સદાય હાટુ ઉપરની બાજુએ ઉઠશે. પરમેશ્વર એને સતત રાત-દિ પીડા દેહે. આ ઈ લોકોની હારે થાહે જે પેલા હિંસક પશુ અને એની મૂર્તિનું ભજન કરે છે કા જે એના નામને એની ઉપર લખવાની છૂટ આપે છે. 12 કેમ કે, ઈ વાતો થાવા જય રય છે પરમેશ્વરનાં લોકોને ધીરજ રાખવી જોયી, આ ઈ લોકો છે જે પરમેશ્વરની આજ્ઞાઓને માને છે, અને ઈસુ ઉપર વિશ્વાસ રાખે છે. 13 ફરીથી મે સ્વર્ગથી કોયને બોલતા હાંભળ્યો અને એણે મને કીધુ કે, આ વાતોને આયા લખ, હવેથી, ઈ લોકો આશીર્વાદિત છે જે પરમેશ્વર ઉપર વિશ્વાસ કરતી વખતે મરી જાય છે. તઈ પરમેશ્વરની આત્માએ એનાથી સહમત થયને કીધુ કે, “આ હાસુ છે, તેઓ આશીર્વાદિત છે કેમ કે, તેઓ પોતાની ખુબ મહેનતથી આરામ પામશે અને તેઓએ જે કામ કરયા છે એની હાટુ તેઓને વળતર દેવામાં આયશે.” પૃથ્વીની કાપણી બે પરકારના પાક 14 પછી મે એક ધોળો વાદળ જોયો, અને મે કોકને જોયો જે એક માણસના દીકરા જેવો હતો. જે ઈ વાદળ ઉપર બેઠોતો એના માથા ઉપર હોનાનો મુગટ હતો અને હાથમાં એક તેજ ધારદાર દાતેડુ હતું. 15 પછી એક બીજો સ્વર્ગદુત મંદિરમાંથી નીકળો અને ઉસા અવાજે એણે હાંક મારી જે માણસ વાદળા ઉપર બેઠે હતો: “તારું દાતેડુ લે અને કાપવાનુ સાલું કર. કેમ કે, કાપવાનો વખત આવી ગયો છે, પૃથ્વીનો પાક પાકી ગયો છે.” 16 ઈ હાટુ જે માણસ વાદળ ઉપર બેઠો હતો પૃથ્વી ઉપર પોતાના દાતેડાથી લણવા મંડ્યો અને એણે આખી પૃથ્વીના પાકની લણણી કરી. 17 પછી એક બીજો સ્વર્ગદુત ઈ મંદિરમાંથી નીકળો, જે સ્વર્ગમા છે અને એની પાહે પણ તેજ ધારદાર દાતેડુ હતું. 18 તઈ જ એક બીજો સ્વર્ગદુત જે વેદી ઉપર આગથી ધૂપ હળગાવવાની જવાબદારી નિભાવે છે, એણે જોરથી રાડ નાખીને ઈ સ્વર્ગદૂતને કીધુ કે, “પૃથ્વી ઉપર દ્રાક્ષના ઝૂમખા પાકી ગયા છે, જેની પાહે તેજ ધારદાર દાતેડુ હોય તેઓ પોતાના દાતેડાથી કાપી લેય.” 19 ઈ હાટુ સ્વર્ગદુતે પૃથ્વી ઉપર પોતાનુ દાતેડુ ફેરવ્યુ. પછી એણે દ્રાક્ષોને ઈ મોટા દ્રાક્ષાકુંડમા ફેકી. જ્યાં પરમેશ્વર ગુસ્સાથી સજા દેહે. 20 પરમેશ્વરે દ્રાક્ષોને શહેરની બારે દ્રાક્ષારસના કુંડમાં નીસવી અને લોહી બાર આવ્યું! લોય એક ધારરૂપે વહેવડાણુ એટલું ઉસુ કે, ઈ ઘોડાની લાગામો હુધી પુગી ગ્યુ અને ત્રણસો કિલોમીટર હુધીના વિસ્તારમા ફેલાય ગ્યુ. |
Koli Wadiyara (કોલી) Bible by The Love Fellowship is licensed under Creative Commons Attribution-ShareAlike 4.0 License.
Beyond Translation