પ્રકટીકરણ 13 - કોલી નવો કરારબે હિંસક પશુ 1 મે એક હિંસક પશુને દરીયામાંથી નીકળતા જોયો, જેને દસ શીંગડા અને હાત માથા હતાં, અને એના હાતેય માથા ઉપર હાત રાજમુગટ હતાં, અને દરેક માથા ઉપર પરમેશ્વરની વિરુધ નિંદા કરનારું એક નામ લખેલુ હતું. 2 જે હિંસક પશુ મે જોયું, ઈ ચિતા જેવું હતું, અને એના પગ રીછની જેવા અને મોઢું સિંહની જેવું હતું. ઈ અજગરે આ હિંસક પશુને પોતાનું સામર્થ્ય આપી દીધું અને એને પૃથ્વી ઉપર રાજ કરવાનો અધિકાર આપી દીધો. 3 મે ઈ હિંસક પશુના એક માથા ઉપર એક ઘાવનું નિશાન જોયુ, જે એનુ મરવાનું કારણ બની હકતું હતું, પણ ઘાવ મટી ગયુ હતુ, ઈ હાટુ પૃથ્વીના બધાય લોકો સોકી ગયા અને હિંસક પશુની પાછળ હાલવા લાગ્યા. 4 બધાય લોકોએ અજગરનું ભજન કરયુ કેમ કે એણે ઈ હિંસક પશુને પોતાનો અધિકાર આપ્યો હતો. તેઓએ ઈ હિંસક પશુનુ પણ ભજન કરયુ. તેઓએ કીધુ કે, “કોય બીજો આ હિંસક પશુની જેમ શક્તિશાળી નથી અને કોય પણ એની હારે બાધી હકતો નથી.” 5 પરમેશ્વરે પશુને પોતાના અધિકારની વિષે અભિમાનથી બોલવાની રજા આપી અને આ રીતે ઈ એનો અનાદર કરે. પરમેશ્વરે એને બેતાલીસ મયના હુધી આ અધિકાર રાખવાની રજા આપી. 6 જઈ પશુએ એનુ મોઢુ ખોલ્યુ તઈ એણે પરમેશ્વરની વિરુધ અનાદરની વાતુ કરી. જ્યાં પરમેશ્વર રેય છે ઈ હાટુ કે, સ્વર્ગમા અને ઈ બધાય લોકોની વિરુધ જે સ્વર્ગમા રેય છે. 7 ઈ પશુને આ અધિકાર આપ્યો કે, ઈ પવિત્ર લોકોની હામે બાધે અને તેઓની ઉપર જીત મેળવે અને તેઓને દરેક કુળ, લોકો, ભાષા અને દેશ ઉપર અધિકાર દેવામા આવ્યો. 8 પૃથ્વી ઉપર રેનારા બધાય લોકો હિંસક પશુનુ ભજન કરવા લાગ્યા, ખાલી ઈ જ લોકોએ એની પૂજા નથી કરી જેઓનુ નામ જગતની રસના કરયા પેલા જ જીવનની સોપડીમા લખવામા આવ્યું હતુ, આ જીવનની સોપડી ઈ ઘેટાના બસ્સાની સોપડી છે જેને બલિદાનરૂપે મારી નાખવામા આવ્યો હતો. 9 જે કોય હાંભળવા માગે છે, તેઓ ધ્યાથી હાંભળી લેય. 10 જે લોકોને જેલખાનામાં પુરાવાનુ નક્કી છે, તેવો નક્કી જેલખાનામાં પુરવામા આયશે અને જેની હાટુ નક્કી છે કે, ઈ તલવારથી મરે તેઓ નક્કી તલવારથી જ મરશે, ઈ હાટુ જરૂરી છે કે, પરમેશ્વરનાં લોકો ઈ મુશ્કેલીઓને સહન કરે, જેનો ઈ અનુભવ કરે છે અને એના પ્રત્યે વફાદાર રેય. 11 પછી મે એક બીજા હિંસક પશુને પૃથ્વીમાથી નીકળતા જોયો, એને બે શિંગડા હતાં, જેમ ઘેટાના બસાને હોય છે પણ જઈ ઈ બોલ્યો તો અજગરની જેમ બોલ્યો. 12 એણે ઈ તાકાતનો ઉપયોગ જે એને ઈ પશુ દ્વારા આપવામા આવી હતી. જેનો જીવ વયો જાય એવો ઘા રૂઝાય ગયો એણે જગતના બધાય લોકોને પરાણે ઈ પેલા હિંસક પશુનુ ભજન કરવાનું કીધુ. 13 આ બીજો હિંસક પશુ પણ મોટી અદભુત સમત્કારીક નિશાની દેખાડતો હતો, ન્યા હુધી કે આભથી પૃથ્વી ઉપર આગ નીસે લીયાવતો હતો કે, પૃથ્વી ઉપર પડે. જેમ કે લોકો જોય રયા હતાં 14 એણે આ સમત્કાર પેલા હિંસક પશુ તરફથી કરયા. આવુ કરવાથી એણે પૃથ્વીના લોકોને દગો દીધો, તો તેઓએ વિસારુ કે આપડે પેલા હિંસક પશુનુ ભજન કરવુ જોયી. પણ આવુ ઈ હાટુ થયુ કેમ કે, પરમેશ્વરે આવુ થાવા દીધુ. બીજા હિંસક પશુએ પૃથ્વી ઉપર રેનારા લોકોને પેલા હિંસક પશુની આગેવાની કરવા હાટુ એક મૂર્તિ બનાવવાનુ કીધુ, ઈ જે જીવતો હતો, જો કે કોયે એને એક તલવારથી મારી નાખ્યો હતો. 15 પરમેશ્વરે બીજા હિંસક પશુને ઈ મૂર્તિમા જીવ મુકવાની રજા આપી. જેથી મૂર્તિ બોલી હકે અને એણે આજ્ઞા દીધી કે, જેણે પણ મૂર્તિનુ ભજન કરવાની ના પાડી છે એને મારી નાખવામા આવે. 16 બીજા હિંસક પશુએ મામુલી અને વિશેષ, ગરીબ અને રૂપીયાવાળા અને ગુલામ અને જે ગુલામ નોતા એટલે કે, બધાય લોકોને મજબુર કરયા કે તેઓ પેલા પશુનુ નામ પોતાના જમણા હાથ ઉપર કા પોતાના માથા ઉપર છપાવે. 17 એણે એવુ ઈ હાટુ કરયુ જેથી કોય પણ માણસ કાય પણ વેસી કે, લય નો હકે, જો એની ઉપર પેલા હિંસક પશુના નામની છાપ કે એના નામને દેખાડનારી સંખ્યા છાપેલી નો હોય. 18 આ નિશાનીની વ્યાખ્યા હાટુ સતુરાયથી વિસારવુ પડે, પણ જેને જ્ઞાન છે ઈ આ જાણી હકે છે કે, આ હિંસક પશુની સંખ્યાનો અરથ શું છે કેમ કે, આ એક માણસનું નામ છે, આ સંખ્યા (666) છે. |
Koli Wadiyara (કોલી) Bible by The Love Fellowship is licensed under Creative Commons Attribution-ShareAlike 4.0 License.
Beyond Translation