પ્રકટીકરણ 12 - કોલી નવો કરારબાય અને અજગર 1 પછી કાક ખાસ નિશાની આભમાં દેખાણી. આ એક બાય હતી, જેનું લુગડુ સુરજ હતો, સાંદ એના પગની નીસે હતો. એના માથા ઉપર વિજયનો મુગટ હતો જે બાર તારાનો બનેલો હતો. 2 ઈ બાય ગર્ભવતી હતી, અને એનો જણવાનો વખત આવી ગયો હતો, અને ઈ જણવાના દુખાવાના લીધે કણસતી હતી. 3 તઈ એક બીજી અદભુત નિશાની આભમાં દેખાણી, એક બોવ મોટો લાલ અજગર હતો જે શેતાન છે, જેને હાત માથા અને દસ શીંગડા હતાં, અને એના હાતેય માથા ઉપર હાત મુગટ હતા. 4 એની પૂછડીએ આભના તારાઓના ત્રીજા ભાગને ખેસીને પૃથ્વી ઉપર નાખી દીધા, અને ઈ અજગર ઈ બાયની હામે ઉભો થય ગયો જેથી એના બાળકને જનમતીવેત ખાય જાય. 5 તઈ ઈ બાયે એક છોકરાને જનમ આપ્યો પણ એને અજગર ખાય નો હકયો કેમ કે, એને તરત આસકી લીધો અને પરમેશ્વર એને એની રાજગાદી ઉપર લીયાવો, ઈ છોકરો એક લોઢાંની લાકડીથી બધાય દેશોના લોકો ઉપર રાજ કરશે. 6 અને ઈ બાય વગડામાં ભાગી ગય, જ્યાં પરમેશ્વર તરફથી એની હાટુ જગ્યા તૈયાર કરી હતી, ન્યા એની 1,260 દિવસ હુધી દેખરેખ થય હકે. 7 પરમેશ્વરનાં મુખ્ય સ્વર્ગદૂતમાંથી એક જેનું નામ મીખાએલ છે, એને આધીન રેનારા બીજા દુતો અજગર હારે બાધણું કરવા નીકળા અને અજગર અને એના દૂતોએ મીખાએલ વિરુધ બાધણું કરયુ 8 પણ અજગર યુદ્ધમાં હારી ગયો. અજગર અને એના દૂતો સ્વર્ગમા રય હકયા નય. 9 તઈ પરમેશ્વરે ઈ મોટા અજગરને અને એના દુતોને પૃથ્વી ઉપર ફેકી દીધા, હવે આ મોટો અજગર ઈ જ છે જે ઘણાય વખત પેલા એરુના રૂપમા દેખાતો હતો, જેને શેતાન કે આરોપ લગાડનારો પણ કેવામા આવે છે, આ ઈ જ છે જે આ જગતના લોકોને દગો દેતો આવ્યો છે. 10 પછી મે સ્વર્ગ ઉપરથી આ મારો શબ્દ આવતો હાંભળ્યો, હવે આપડો પરમેશ્વર પોતાના લોકોનો બસાવ કરે, હવે ઈ પોતાના સામર્થ્યનો ઉપયોગ કરશે અને રાજાની જેમ રાજ્ય કરશે, હવે એના મસીહ જગત ઉપર પોતાના અધિકારનો દાવો કરશે કેમ કે, હવે શેતાન આપડા પરમેશ્વરની હાજરીમા ઉભો રહેલો આપડા સાથી વિશ્વાસી લોકો ઉપર દિવસ રાત આરોપ નય લગાડે. એને સ્વર્ગથી બારે ફેકી દેવામાં આવ્યો છે. 11 આપડા વિશ્વાસીઓએ શેતાન ઉપર જીત મેળવી છે, તેઓને એણે ઘેટાના બસ્સાના લોહીના સામર્થ્યથી હરાવ્યા છે, જે એને એના પાપોથી છોડાવવા હાટુ મરી ગયો હતો, તેઓએ એને હરાવી દીધો કેમ કે, તેઓએ આ અપનાવવાનુ સાલું રાખ્યુ કે ઘેટાનુ બસુ એનો પરમેશ્વર હતો, ન્યા હુધી કે એને હેરાન કરીને, મારી નાખવામા આવ્યો, પણ તેઓ પોતાને ઈ અપનાવવા હાટુ પાછા નો હટયા. 12 તમે બધાય જે સ્વર્ગમા રયો છો, તમારે રાજી થાવુ જોયી, પણ તમે જે પૃથ્વી ઉપર અને દરીયામા રયો છો, ભયાનક રીતેથી પીડાહો કેમ કે, શેતાન તમારી પાહે નીસે આવી ગયો છે અને ઈ બોવ જ ગુસ્સામા છે કેમ કે, ઈ જાણે છે કે એની પાહે કામ કરવાનો જાજો વખત નથી. 13 હવે અજગરને લાગ્યુ, કે હું પૃથ્વી ઉપર ફેકી દેવામા આવ્યો છું, તો ઈ બાયને જેણે દીકરાને જનમ આપ્યો હતો, એની વાહે ગયો. 14 પણ પરમેશ્વરે ઈ બાયને ગરુડની બે મોટી પાંખો આપી, જેથી ઈ જગ્યાએથી ઈ ઉડી જાય જે વગડામાં એની હાટુ તૈયાર કરવામા આવી હતી, અને ન્યા હાડી ત્રણ વરસ હુધી એની દેખભાળ કરવામા આવી જેથી એરુ એની હુધી પુગી હકે નય. 15 તઈ એરુએ ઈ બાય બાજુ પોતાના મોઢાથી નદીની જેમ પાણી ઉડાડયુ જેથી પુર એને તાણીને લય જાય. 16 પણ ઠીક ઈ જ વખતે ન્યાની જમીન ફાટી ગય અને ઈ બધુય પાણી જે અજગરના મોઢામાથી નીકળુ હતુ, જમીનમા વયુ ગયુ, અને બાયની મદદ કરી. 17 આ કારણે અજગર ઈ બાય ઉપર બોવ ગુસ્સે થયો, એટલે એણે બાયના વંશજોની વિરુધ યુદ્ધની જાહેરાત કરી, એટલે ઈ લોકોની વિરુધ જે પરમેશ્વરની આજ્ઞાઓને માંને છે, અને ઈસુ દ્વારા શીખવાડેલ હાસા શિક્ષણો પરમાણે મજબુત બનેલા રેય છે. 18 તઈ ઈ અજગર વયો ગયો અને દરિયાના કાઠા ઉપર ઉભો રય ગયો. |
Koli Wadiyara (કોલી) Bible by The Love Fellowship is licensed under Creative Commons Attribution-ShareAlike 4.0 License.
Beyond Translation