પ્રકટીકરણ 11 - કોલી નવો કરારપરમેશ્વરનાં બે સાક્ષીઓ 1 પછી મને માપવાની એક લાકડી આપી અને પરમેશ્વરે મને કીધું કે, “જા, અને મારા મંદિરનું અને વેદીનું માપ લે, અને ઈ લોકોની ગણતરી કર જે ન્યા મારું ભજન કરે છે.” 2 પણ મંદિરની બારનું આંગણું માપતો નયનો, કેમ કે ઈ બિનયહુદીઓને આપવામાં આવ્યું છે, તેઓ બેતાલીસ મયના હુધી ઈ પવિત્ર શહેર યરુશાલેમ શહેરને છુંદી નાખશે. 3 હું મારાં બે માણસોને મોકલય જે મારાં હાસા સંદેશાને જાહેર કરશે. ઈ હોગ કરવાનાં લુંગડા પેરશે અને ઈ 1,260 દિવસ હુધી મારા સંદેશાને જાહેર કરશે. 4 આ બેય સાક્ષીઓની હરખામણી બે જૈતુનના ઝાડવા અને બે દીવીઓની હારે કરવામા આવી છે જે આખા જગતનાં પરભુ પરમેશ્વરની હામે ઉભા રેય છે. 5 અને જો કોય એને નુકશાન પુગાડવાની કોશિશ કરે છે, તો એના મોઢામાંથી આગ નીકળે છે અને એના વેરીઓનો નાશ કરી દેય છે, અને જો કોય એને નુકશાન પુગાડવાની કોશિશ કરશે એને આવી જ રીતે મારી નાખવામાં આયશે. 6 એની પાહે આભને બંધ કરવાઓ અધિકાર છે, જેથી ઈ આગમભાખવાના વખતે ક્યાય વરસાદ નો હોય, એની પાહે પાણીની ઉપર તાકાત છે, કે, ઈ એને લોહીમાં બદલી હકે, અને જઈ પણ ઈ ઈચ્છે દરેક રીતના રોગશાળાથી પૃથ્વી ઉપર હુમલો કરે. 7 જઈ બે સાક્ષી પરમેશ્વરનાં સંદેશાનો પરચાર કરી નાખશે, તો ઈ હિંસક પશુ જે ઊંડાણના ખાડામાથી નિકળશે, ઈ બેય લોકોની હારે બાધશે, તેઓને હરાયશે અને તેઓને મારી નાખશે. 8 એના મરેલા દેહ ઈ મોટા શહેરની શેરીઓમા છોડી દેવામાં આયશે જ્યાં એના પરભુને ખીલા મારીને વધસ્થંભ ઉપર સડાવવામા આવ્યો હતો. ઈ શહેરને પ્રતિકરૂપે સદોમ કે મિસર દેશ કેવામા આવે છે કેમ કે, ન્યાના લોકો બોવજ ખરાબ છે, ઈ લોકોની જેમ જે સદોમ અને મિસરમા રેય છે. 9 અને દરેક પ્રજા, જાતી, ભાષા અને રાજ્યના લોકો એના મરેલા દેહને હાડી ત્રણ દિ હુધી જોતા રેહે, પણ એને દાટવા દેહે નય. 10 જે લોકો જગતમાં રેય છે ઈ બેય સાક્ષીઓના મોતથી રાજી થયા, ઈ જમણવાર કરી રયા છે અને એક-બીજાને ભેટ આપે છે કેમ કે, આ બેય આગમભાખીયાઓ જેણે તેઓને પીડાદેનારી આફત મોકલી હતી તેઓ મરી ગયા છે. 11 પણ હાડી ત્રણ દિ પછી પરમેશ્વરે એમા જીવનનો સુવાસ ફૂક્યો અને તેઓ ઉભા થય ગયા અને ઈ બધાય જેઓએ જોયું કે, તેઓ પાછા જીવતા થયા છે ઈ બોવજ ગભરાય ગયા. 12 એની પછી ઈ બેએ સ્વર્ગથી એક મોટી વાણી હાંભળી, “આયા ઉપર આવો!” જઈ એના વેરીઓ જોય રયાતા, તઈ તેઓ એક વાદળથી ઢકાયેલા ઉપર સ્વર્ગમા વયા ગયા. 13 ઈ વખતે યરુશાલેમ શહેરમાં એક મોટો ધરતીકંપ થ્યો અને શહેરના મહેલોનો દસમો ભાગ નાશ થય ગયો અને ઈ ધરતીકંપથી 7,000 લોકો મરી ગયા અને જે લોકો બસી ગયા હતાં તેઓ ગભરાયને રોવા લાગ્યા અને ઈ પરમેશ્વરની મહાનતાની મહિમા કરવા લાગ્યા જે સ્વર્ગમા છે. 14 આ બીજી આફત વય ગય છે અને જોવો ત્રીજી આફત જલ્દી આવનાર છે. હાતમુ રણશિંગડું 15 તઈ હાતમા સ્વર્ગદુતે પોતાનુ રણશિંગડું વગાડુ અને મોટા અવાજો સ્વર્ગમા બોલ્યા અને કીધું કે, “જગતનુ રાજ્ય આપડા પરભુ પરમેશ્વર અને એના મસીહનું રાજ્ય બની ગ્યુ છે અને ઈ સદાય હાટુ રાજ્ય કરશે.” 16 અને સોવીસ વડીલો જે પરમેશ્વરની હામે પોત-પોતાની રાજગાદી ઉપર બેઠાતા, પરમેશ્વરને ઈ બધાય દંડવત સલામ અને ભજન કરીને, 17 આમ કેવા લાગ્યા કે, “હે સર્વશક્તિશાળી પરભુ પરમેશ્વર, જે છે, અને જે હતો, અમે હાસીન તારો આભાર માની છયી કેમ કે, તે હવે પોતાનુ મહાન સામર્થ્ય દેખાડયુ છે અને ઈ હવે પૃથ્વી ઉપર પોતાનુ રાજ્ય સાલું કરી દીધુ છે. 18 ઈ લોકો જે તારી ઉપર વિશ્વાસ નથી કરતાં બોવજ ગુસ્સે છે, કેમ કે, હવે ઈ વખત આવી ગયો છે કે તારો ગુસ્સો એના ઉપર આવે, અને ઈ વખત કે, તુ મરેલાનો ન્યાય કર. હવે ઈ વખત પણ છે જઈ તુ ઈ આગમભાખીયાઓને વળતર દેય જે તારી સેવા કરે છે અને ઈ બધાય લોકોને જે તને માન આપે છે, ઈ જે નબળા છે અને જે શક્તિશાળી છે જઈ કે ઈ જ વખતે તુ એને નાશ કરી દેય જેણે પૃથ્વી ઉપર વિનાશ કરયો છે.” 19 અને પરમેશ્વરનું જે મંદિર સ્વર્ગમા છે, ઈ ખોલવામાં આવ્યું અને એના મંદિરમાં તેઓના કરારની પેટી જોવામાં આવી અને વીજળીઓ, વાણીઓ, ગર્જનાઓ, ધરતીકંપ અને બોવજ કરાનો વરસાદ થયો. |
Koli Wadiyara (કોલી) Bible by The Love Fellowship is licensed under Creative Commons Attribution-ShareAlike 4.0 License.
Beyond Translation