Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -

પ્રકટીકરણ 1 - કોલી નવો કરાર


યોહાનને થયેલું પ્રકટીકરણ

1 આ સોપડીમા ઈ વાતુ છે જે ઈસુ મસીહે મને યોહાનને દેખાડયુ. પરમેશ્વરે આ વાતુ ઈસુને બતાવી, જેથી ઈ આ વાતુંને એના ચાકરોને બતાવે આ વાતુ જલ્દી થાહે, ઈસુએ આ વાતુ પોતાના દુતને મોકલીને મને એના ચાકર યોહાનને બતાડી.

2 યોહાને પરમેશ્વરનાં વચન અને ઈસુ મસીહની સાક્ષીની વિષે માહિતી આપી ઈ બધીય વસ્તુની વિષે જે એણે જોયું.

3 જે પણ આ વચન વાસે છે અને જે કોય એને હાંભળે છે જઈ એને જોરથી વાસવામાં આવી રયું હોય, પરમેશ્વર એનુ ભલું કરશે, જે એક ધ્યાનથી હાંભળે છે અને એની આજ્ઞાનું પાલન કરે છે, કેમ કે, ઈ વખત જલ્દી આવી રયો છે જઈ આ બાબતો થાહે.


હાત મંડળીઓને સલામ

4 હું, યોહાન, આ પત્ર તમને હાતેય મંડળીઓના વિશ્વાસીઓ હાટુ લખી રયો છું, જે આસિયા પરદેશમા આવેલી છે, હું પ્રાર્થના કરું છું કે તમને પરમેશ્વર તરફથી કૃપા અને શાંતિ મળે, આ ઈ જ પરમેશ્વર છે; જે વખતની શરુઆતથી લયને અત્યાર હુધી અને સદાય હાટુ નથી બડલાતા, અને પરમેશ્વરની રાજગાદીની હામે જે હાત આત્માઓ છે એની તરફથી.

5 ઈસુ મસીહ જેણે આપણને વિશ્વાસથી પરમેશ્વરની વિષે હાસાય બતાવી છે ઈ આપણને દયા દેખાડે અને શાંતિ દેય કેમ કે, આ પેલો છે; જેને પરમેશ્વરે મોત પછી ફરીથી જીવતો ઉઠાડયો હતો અને આ ઈ જ છે જે જગતના રાજાઓ ઉપર રાજ્ય કરે છે, ઈ ઈ જ છે જે આપણને પ્રેમ કરે છે અને જેણે આપડા પાપોના લેખને મટાડી દીધા છે, એણે એવુ કરયુ જઈ ઈ વધસ્થંભ ઉપર પોતાનુ લોહી વહેવડાવીને મરયો.

6 એણે આપણને એક રાજ્ય બનાવી દીધુ છે. અને પરમેશ્વર બાપ હાટુ યાજકો બનાવ્યાં. એની મહિમા અને અધિકાર સદાસર્વકાળ હાટુ રેય, આમીન.

7 જોવો, મસીહ વાદળની હારે આવનાર છે, દરેક માણસ એને જોહે, જે લોકો એના મોત હાટુ જવાબદાર હતાં, તેઓ પણ જઈ એને આવતાં જોહે, તઈ પૃથ્વીના બધાય લોકો એને જોહે અને જોર-જોરથી રોહે, આમીન.

8 પરમેશ્વર જાહેર કરે છે કે, “હું આલ્ફા છું જેણે બધીય વસ્તુઓની શરુઆત કરી, અને હુ જ ઓમેગા છું, જે બધીય વસ્તુઓનાં અંતનુ કારણ બનય. હુ ઈ જ છું; જે હાજર છે, જે સદાયથી હાજર હતો, અને જે સદાય હાજર રેહે. હું ઈ જ છું; જે બધીય વસ્તુઓ ઉપર અને બધાય લોકો ઉપર રાજ્ય કરું છું.”


યોહાનને મસીહનું દર્શન

9 હું તમારો ભાઈ યોહાન છું જે પરમેશ્વરનાં રાજ્યનો તમારી હારે ભાગીદાર છું, અને તમારી હારે પીડા અને દુખ પણ ધીરજથી સહન કરું છું કેમ કે, આપડે ઈસુના છયી, પરમેશ્વરનો સંદેશો હંભળાવવા અને ઈસુ વિષે સાક્ષી દેવાના કારણે હું પાત્મસ નામના ટાપુમાં હતો.

10 અઠવાડીયામાં એક દિવસે જઈ આપડે બીજા વિશ્વાસુઓની હારે પરભુનું ભજન કરી છયી. પરમેશ્વરનાં આત્માએ મને નિયંત્રણમાં કરી લીધો તઈ મે મારી પાછળ કોકને બોલતા હાંભળો. ઈ અવાજ એક રણશિંગડું વગડવાના જેવો હતો.

11 એણે મને કીધું કે, “જે કાય તુ ભાળશો, એને સોપડીમા લખીને ઈ હાત મંડળીઓને મોકલ જે આ શહેરોમાં છે. એફેસસ, સ્મર્ના, પર્ગામમ, થુઆતૈરા, સાર્દિસ, ફિલાડેલ્ફિયા અને લાઓદિકિયા.”

12 ઈ શબ્દ હાંભળતા જ હું વાહે ફરયો, ઈ જોવા હાટુ કે કોણ બોલી રયો છે. જઈ હું વાહે ફરયો, તો મે હાત હોનાની દીવીઓ એના દીવાની હારે જોય.

13 અને ઈ દીવીઓની વસમાં “જે એક માણસના દીકરાની જેમ દેખાતો હતો” એણે લાંબા લુગડા પેરેલા હતાં જે એના પગ હુધી પૂગતા હતાં, એણે પોતાની છાતીની સ્યારેય બાજુ એક હોનાનો પટો પેરેલો હતો.

14 એના માથાના વાળ ધોળા ઉનની જેવા અને ધોળા બરફની જેવા હતા. એની આખું આગની જ્વાળાની જેમ સમકતી હતી.

15 એના પગ પીતળની જેમ સમકતા હતાં, જેમ તેજ ગરમ આગ સમકે છે, જઈ ઈ બોલ્યો તો એનો અવાજ બોવ જ જોરદાર હતો, જેમ કેટલીય નદીયુંનો અવાજ જે ઘણાય જોરથી વહી રયો હતો.

16 એના પોતાના જમણા હાથમાં હાત તારા હતાં, અને એના મોઢામાથી તેજ બેધારી સામર્થી તલવાર નીકળતી હતી અને એનુ મોઢુ ભર-બપોરે તપતા સુરજની જેમ સમકતુ હતુ.

17 જઈ મે એને જોયો, તો હું તરત એના પગમા પડી ગયો અને હું એક મરેલા માણસની જેમ થય ગયો, પણ એણે મારી ઉપર પોતાનો જમણો હાથ રાખીને આ કીધુ કે, “બી મા, હું પેલો છું જેણે બધીય વસ્તુઓની શરુઆત કરી અને હું જ છેલ્લો છું; જે બધીય વસ્તુઓનો અંત કરી દેય.”

18 હું જીવતો છું, ભલે હું એકવાર મરી ગયો હતો અને ખરેખર હું સદાય હાટુ જીવતો છું! મારી પાહે મોત ઉપર સત્તા છે અને હું અધોલોકનું નિયંત્રણ કરું છું

19 જે તે જોયુ છે, ઈ લખી લે, જેમ કે ઈ બેય વસ્તુઓ જે અત્યારે થય રય છે અને જે પછી થાહે.

20 હવે હું બતાવય કે મારા જમણા હાથના હાત તારાઓનો શું અરથ છે અને હોનાની હાત દીવીઓનો શું અરથ છે જેમ કે પેલા ખબર નોતી કે એનો અરથ આમ છે. હાત તારા જે સ્વર્ગદુતોને દર્શાવે છે ઈ હાત મંડળીઓની રખેવાળી કરે છે અને હાત દીવીઓ હાત મંડળીઓને દર્શાવે છે.

Koli Wadiyara (કોલી) Bible by The Love Fellowship is licensed under Creative Commons Attribution-ShareAlike 4.0 License.

Beyond Translation
Lean sinn:



Sanasan