ફિલિપ્પીઓને પત્ર 1 - કોલી નવો કરારગમાડેલો ચેલો પાઉલનો પત્ર 1 અમે પાઉલ અને તિમોથી જે મસીહ ઈસુના સેવક છયી, ફિલિપ્પીમાં રેનારા બધાય સંતો, સેવકો અને આગેવાનો ઈ બધાયને આ પત્ર લખી છયી. 2 આપડા બાપ પરમેશ્વર અને પરભુ ઈસુ મસીહ તમને કૃપા અને શાંતિ આપે. મંડળી હાટુ પ્રાર્થના અને આભાર 3 હું જઈ-જઈ તમને યાદ કરું છું, તઈ-તઈ આપડા પરમેશ્વરનો આભાર માનું છું 4 અને આનંદથી અમારી દરેક પ્રાર્થનાઓમા તમારા બધાય હાટુ સદાય પરમેશ્વર પાહે મદદની વિનવણી કરી છયી. 5 જઈ-જઈ હું તમને હારા હમાસારની લીધે યાદ કરું છું તઈ-તઈ હું મારાં પરમેશ્વરનો આભાર માનું છું 6 મને આ વાતનો ભરોસો છે કે, પરમેશ્વરે તમારામા જે હારા કામો શરુ કરયા છે, ઈજ એને ઈસુ મસીહના પાછા આવવાના દિવસ હુધી પુરા કરશે. 7 તમારી બધાય હાટુ આ પરમાણે માનવું મને હાસુ લાગે છે; કેમ કે, મારા જેલખાનાનાં વખતે અને હારા હમાસારનો બસાવ કરવામા અને એને સાબિત કરવામા તમે બધાય કૃપામા મારા ભાગીદાર છો, એથી હું તમને મારા હૃદયમાં રાખું છું 8 ઈ હાટુ પરમેશ્વર મારી સાક્ષી છે કે, હું મસીહ ઈસુની જેમ પ્રેમ કરીને તમને બધાયને મળવાની ઈચ્છા રાખું છું. 9 અને હું ઈ પ્રાર્થના કરું છું કે, એકબીજાની પ્રત્યે તમારો પ્રેમ, અને બધાય પરકારનું જ્ઞાન અને હમજણ હારે ખુબ આગળ વધતો જાય, 10 જેથી બધાયથી હારી વાતો પારખી હકો આવી રીતે તમે બધાય લોકો મસીહના પાછા આવવાના દિવસ હુધી ઈમાનદાર અને નિરદોષ રય હકો. 11 અને પરમેશ્વરની મહિમા અને મોટાય હાટુ ઈ ન્યાયીપણાની રીતે આપડા જીવનનો વ્યવહાર કરો જે ઈસુ મસીહ દ્વારા થાય છે. કેદના રૂપમાં સેવા 12 મારા વિશ્વાસી ભાઈઓ અને બહેનો હું ઈચ્છું છું કે, તમે ઈ જાણી લ્યો કે, મને પડેલાં દુખો હારા હમાસારને રોકવાને બદલે એનો પરચાર કરવામા મદદરૂપ થયા છે. 13 ન્યા હુધી કે, રાજા કૈસરના રાજ ભવનના સિપાઈઓની બધીય ટુકડીમાં અને ન્યાના બધાય લોકોમા જાહેર થયા છે, કે, હું જેલખાનામાં છું કેમ કે, હું મસીહનો સેવક છું 14 અને પરભુમાં જે ભાઈઓ અને બહેનો છે, તેઓમાંથી ઘણાય બધાય મારા જેલખાનામાં હોવાને કારણે એટલા હિમંતવાન થય ગયા છે કે, કોય પણ બીક રાખ્યા વગર પરમેશ્વરનું વચન પરચાર કરે છે. 15 કેટલાક લોકો તો અદેખાય અને વિરોધથી અને કેટલાક લોકો હારી ભાવનાથી મસીહનો પરચાર કરે છે. 16 જેઓ પ્રેમથી દોરવાયને આ કામ કરે છે તેઓ જાણે છે કે, હું હારા હમાસારનું સમર્થન દેવા હાટુ નિમાયેલો છું 17 પણ બીજા મસીહ જેવા નિખાલસ ભાવથી નય, પણ જેલખાનામાં હું વધારે દુખી થાવ ઈ હાટુ પરચાર કરે છે. 18 તો પણ શું થયુ? બળતરાથી કે હાસાયથી મસીહની સુવાર્તાનો પરચાર કરવામા આવે છે, અને હું એનાથી રાજી છું, અને રાજી રેય. 19 કેમ કે, હું જાણું છું કે, તમારી વિનવણી દ્વારા અને આત્માની મદદ દ્વારા જે તારણ મસીહ ઈસુ તરફથી આવે છે એનાથી હું મુક્ત થય જાય. 20 મારી બોવ ઈચ્છા અને આશા આ છે કે, હું કોય વાતોમાં આબરૂ વગરનો નો થાવ, પણ મને ઈસુ મસીહ વિષે બોલવાની હિંમત થાય, જેમ કે, મે પેલાના દિવસોમાં કરયુ હતું. ભલે હું જીવતો રવ કે, મરી જાવ, પણ હું મારા પુરા જીવનથી ઈસુ મસીહને માન આપતો રેય. 21 જો હું જીવતો રેય તો ઈ મસીહને માન આપવા હાટુ હશે, પણ જો હું મરી જાવ તો મારા હાટુ હારું થાહે કેમ કે, હું મસીહની હારે રેય. 22 પણ માણસ દેહમાં જીવવું ઈ જો મારાં કામનું ફળ હોય તો મારે શું ગમાડવું ઈ હું જાણતો નથી. 23 કેમ કે, આ બેય બાબતો વસે હું મુંજવણમાં છું દેહમાંથી નીકળવાની અને મસીહની હારે રેવાની મારી ઈચ્છા છે, કેમ કે, ઈ વધારે હારું છે, 24 પણ તમને મદદ કરવા હાટુ મારે માણસ દેહમાં જીવતા રેવું વધારે જરૂરી છે. 25 ઈ હાટુ મને પાકી ખાતરી છે કે, હું જીવતો રેય, જેનાથી હું તમને વિશ્વાસમા મજબુત કરવા હાટુ અને એમા રાજી રેવા હાટુ મદદ કરય. 26 જેથી તમારી પાહે હું ફરીથી આવય તઈ મસીહ ઈસુમાં મારા વિષે અભિમાન કરવાનું તમને પુરેપુરુ કારણ મળી રેહે. કોશિશ અને મસીહ હાટુ દુખ ભોગવવું 27 ખાલી આટલું જ કરો કે, તમારો વેવાર મસીહના હારા હમાસારની લાયક બને. જેથી ગમે તો હું આવીને તમને જોવ, કા નો પણ આવું, તમારી વિષે ઈ હાંભળુ કે, તમે એક મનથી અને એક આત્માથી હારા હમાસારના વિશ્વાસ હાટુ મેનત કરતાં રયો છો. 28 અને કોય વાતમાં વિરોધીથી જરાય બીતા નય. તમારી આ હિંમત તેઓની હાટુ વિનાશની સોખી નિશાની છે, પણ તમારી હાટુ તારણની નિશાની છે, અને ઈ પરમેશ્વર તરફથી છે. 29 કેમ કે, પરમેશ્વરે તમને ખાલી મસીહ ઉપર વિશ્વાસ કરવાનું નય પણ એની જેમ દુખ સહન કરવા હાટુ કૃપા આપી છે કેમ કે, તમે એની ઉપર વિશ્વાસ કરો છો. 30 જેવું યુદ્ધ તમે મારામાં જોયું છે અને અત્યારે મારામાં થાય છે ઈ હમણાં તમે હાંભળો છો એવુ જ તમારામા હોતન છે. |
Koli Wadiyara (કોલી) Bible by The Love Fellowship is licensed under Creative Commons Attribution-ShareAlike 4.0 License.
Beyond Translation