Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -

ફીલેમોન ને પત્ર 1 - કોલી નવો કરાર


ગમાડેલો ચેલો પાઉલનો પત્ર

1 હું, પાઉલ આ પત્ર લખી રયો છું, હું જેલખાનામાં છું કેમ કે, હું ઈસુ મસીહ વિષે પરચાર કરું છું, હે ફીલેમોન, અમારો ભાઈ તિમોથી અને મારી તરફથી તને સલામ. તુ અમારો વાલો મિત્ર છે, અને તુ મસીહ હાટુ એવી રીતે કામ કરે છે; જેવા કે અમે કરયા છે.

2 અને હું અમારી વિશ્વાસી બેન આફિયા અને આર્ખિપસ જે સિપાયની જેમ પરભુની સેવા કરે છે, અને ઈ મંડળીને જે તમારા ઘરમાં મળે છે, તેઓને લખું છું.

3 હું પ્રાર્થના કરું છું કે, આપડા પરમેશ્વર બાપ અને આપડા પરભુ ઈસુ મસીહ તમને કૃપા અને શાંતિ આપે.


આભાર અને પ્રાર્થના

4 હું જઈ પણ પોતાની પ્રાર્થનાઓમાં તમને યાદ કરું છું, તો પોતાના પરમેશ્વરનો સદાય આભાર માનું છું

5 હું પરભુ ઈસુ મસીહમા તારો વિશ્વાસ અને પરમેશ્વરનાં બધાય પવિત્ર લોકો પાહેથી તારા પ્રેમની વિષે હાંભળુ છું

6 હું પ્રાર્થના કરું છું કે, વિશ્વાસીઓની હારે તારી જે સંગતી છે, તારી આ બધીય હારી વાતો જાણવા દ્વારા જે પરમેશ્વરે આપણને આપી છે, વધતી જાય. આ બધીય મસીહની મહિમાના લીધે થાવ.

7 કેમ કે, હે વિશ્વાસી ભાઈ હું બીજા હાટુ તારો પ્રેમ જાણીને બોવ રાજી અને ઉત્તેજિત થયો છું એટલે કે, તારી દ્વારા પરમેશ્વરનાં લોકો રાજી થયા છે.


ઓનેસિમસ હાટુ વિનવણી

8 હું તને કાક એવુ કરવાનું કવ છું, જે તારે કરવુ જોયી. હું ઈ અધિકારનો ઉપયોગ કરી હકુ છું; જે મસીહે મને આપો છે, જેથી તને આ કરવાની આજ્ઞા આપું,

9 પણ હું એવુ નય કરૂ. હું તને ખાલી આ કરવાનું કવ છું કેમ કે, આપડે એક-બીજાને અને પરમેશ્વરનાં લોકોને પ્રેમ કરી છયી. હું પાઉલ, એક ગવઢો માણસ હોવા છતાં તને પુછું છું, અને મસીહ ઈસુની સેવા કરવાને કારણે જેલખાનામાં પણ છું.

10 હું ઓનેસિમસને લીધે તને વિનવણી કરું છું, જે મારા દીકરાની જેવો છે. જઈ હું જેલખાનામાં હતો ન્યાથી ઈ મસીહમા મારો દીકરો બની ગયો.

11 ઈ તો એક વખતે તારા કોય કામનો નોતો, પણ અત્યારે હવે તારા અને મારા બેય હાટુ ખાસ કામનો છે.

12 ખરેખર તો હું ઓનેસિમસને મસીહમાં બોવ જ પ્રેમ કરું છું, તો પણ હું એને પાછો મોકલી રયો છું

13 હું એને મારી મદદ કરવા હાટુ આયા રાખવા માંગતો હતો; જઈ હું હારા હમાસારનો પરચાર કરવાને કારણે જેલખાનામાં છું ઈ મારી મદદ કરવા હાટુ તારી જગ્યા લય હકતો હતો કેમ કે, હું જાણું છું કે, તુ મારી મદદ કરવા માગે છે.

14 પણ હું તારી સહમતી વગર કાય પણ નો કરી હકયો. હું ઈચ્છું કે, તુ આ મદદ ઈ હાટુ કર કેમ કે, તુ એને કરવા ઈચ્છ છો, ઈ હાટુ નય કે, મે તારા ઉપર આવું કરવા હાટુ ફરજ પાડી.

15 લગભગ આ જ કારણ હતું કે, પરમેશ્વરે ઓનેસિમસને થોડાક વખત હાટુ તારી પાહેથી આઘો ભાગી જાવાની છૂટ આપી; જેથી ઈ મસીહ ઉપર વિશ્વાસ કરી હકે, અને તુ એને કાયમ હાટુ પોતાની પાહે રાખી હક.

16 તુ એને ખાલી પોતાનો સેવક નો હમજ, ઈ એક સેવક કરતાં પણ મોટો છે, હવે ઈ સાથી વિશ્વાસી છે જેને તુ પ્રેમ કરી હકે છે. હું મસીહમાં એને બોવ પ્રેમ કરું છું પણ તારે મસીહમાં એને હજી વધારેમાં વધારે પ્રેમ કરવો જોયી કેમ કે, ઈ તારો સેવક છે અને પરભુમાં એક ભાઈ પણ છે.


ફીલોમોનની આજ્ઞાકારીથી ઉત્સાહ

17 જો તુ મને પોતાનો ભાગીદાર હમજે છે, તો જઈ ઓનેસિમસ તારી પાહે આયશે તો એની હારે ઈ જ વ્યવહાર કરજે, જે તુ મારી હારે કરશો.

18 જો એણે કોય પણ પરકારેથી તારી હારે કાય નુકશાન કરયુ છે કા કોય પણ વસ્તુની હાટુ તારો કરજદાર છે, તો એની હાટુ હું સુકવી દેય.

19 હું પાઉલ પોતાના હાથથી લખું છું કે, હું એનો કરજો સુકવી દેય, અને તુ પેલેથી જ જાણ છો કે, જો હું તારી મદદનો કરત તો તુ તારી પોતાની જાતને આ નવા જીવમાં નો ગોતી હકત; ઈ હાટુ તુ પોતાના જીવન હાટુ મારો ઋણી છે.

20 હે વાલા મિત્ર, આ આનંદ મને મસીહમા તારાથી મળે, એક સાથી વિશ્વાસીના રૂપમાં એવુ કરીને મને રાજી કર.

21 મે તને આ પત્ર એટલા હાટુ લખ્યું છે કેમ કે, મને વિશ્વાસ છે કે, તુ ઈ કરશે જે કરવાનું હું તને વિનવણી કરું છું અને મને ખબર છે કે, તુ એનાથી પણ વધારે કરય, જે હું તને કરવાની વિનવણી કરું છું

22 એક બીજી વાત કે, મારી હાટુ પોતાના ઘરમાં રેવાની વ્યવસ્થા કર કેમ કે, મને આશા છે કે, પરમેશ્વર તમારી પ્રાર્થનાઓનો જવાબ આપશે અને મને આવીને તને ફરીથી જોવા દેહે.


છેલ્લી સલામ

23 એપાફ્રાસ જે ઈસુ મસીહની સેવા કરવાના કારણે મારી હારે જેલખાનામાં છે ઈ તને સલામ કરે છે.

24 અને માર્ક આરિસ્તાર્ખસ અને દેમાસ અને લૂક જે મારી હારે પરભુનું કામ કરે છે તેઓ તને સલામ કરે છે.

25 હું પ્રાર્થના કરું છું કે, પરભુ ઈસુ મસીહની કૃપા તમારી ઉપર બનેલી રેહે. આમીન.

Koli Wadiyara (કોલી) Bible by The Love Fellowship is licensed under Creative Commons Attribution-ShareAlike 4.0 License.

Beyond Translation
Lean sinn:



Sanasan