Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -

માર્ક 9 - કોલી નવો કરાર

1 અને ઈસુએ તેઓને કીધુ કે, “હું તમને હાસુ કવ છું કે, આયા જેઓ ઉભા છે, એમાના કેટલાક લોકો મરતા પેલા પરમેશ્વરનાં રાજ્યને સામર્થ્ય હારે તમારી વસ્સે આવતાં જોહે.”


ઈસુનું રૂપ બદલાય જાવું
( માથ્થી 17:1-13 ; લૂક 9:28-36 )

2 છ દિવસ પછી ઈસુ પિતર, યાકુબ અને યોહાનને હારે લયને તેઓ એક ઉસા ડુંઘરા ઉપર સડી ગયા, જ્યાં કોય પણ નોતુ, ન્યા રેતી વખતે એનુ આખું રૂપ તેઓની હામે બદલાય ગયુ

3 એના લુગડા ઉજળા થય ગયા કે, પૃથ્વી ઉપર કોય પણ ધોયને એને એટલા ધોળા નથી કરી હકતા.

4 તઈ ઈ બેય આગમભાખીયા મુસા અને એલિયા દેખાણા અને તેઓ ઈસુની હારે વાતો કરતાં હતા.

5 એની ઉપર પિતરે જવાબ દઈને ઈસુને કીધું કે, “હે ગુરુ, આયા રેવું આપડી હાટુ હારૂ છે ઈ હાટુ અમે ત્રણ માંડવા બાંધીએ એક તારી હાટુ એક મુસા હાટુ અને એક એલિયા હાટુ.”

6 એણે આ ઈ હાટુ કીધુ કેમ કે, ઈ અને બીજા બે ચેલાઓ બોવ જ બીય ગયા હતાં કેમ કે, તેઓ જાણતા નોતા કે, શું કેવું છે.

7 પછી એક વાદળો આવ્યો અને એના છાયાથી તેઓને ઢાંકી દીધા અને ઈ વાદળામાંથી પરમેશ્વરની એવી વાણી થય કે, “આ મારો વાલો દીકરો છે ઈ શું કેય છે ઈ ધ્યાનથી હાંભળો.”

8 તઈ તરત ચેલાઓએ આજુ-બાજુ જોયું, અને એકલા ઈસુને જોયો, બીજુ કોય દેખાણું નય.

9 જઈ ઈસુ અને એના ત્રણ ચેલાઓ ડુંઘરા ઉપરથી ઉતરતા હતાં તઈ ઈસુએ તેઓને કીધુ કે, “તમે કોયને પણ ન્યા હુધી કાય નો બતાવતા કે, તમે શું જોયું હતું, ન્યા હુધી કે હું માણસનો દીકરો મરણમાંથી જીવનમાં પાછો નય આવું.”

10 ઈ હાટુ, તેઓએ આ વાત મનમાં રાખી પણ તેઓએ આ વિષે અંદરો-અંદર સરસા કરી કે, મોતમાંથી પાછુ જીવતું થાવુ એનો શું અરથ છે?

11 પછી ચેલાઓએ ઈસુને પુછયું કે, “યહુદી નિયમના શિક્ષકો એમ કેમ કેય છે કે, મસીહ આવ્યા પેલા એલિયાને આવવું જોયી?”

12-13 ઈસુએ તેઓને જવાબ દિધો કે, “આ હાસુ છે કે, પરમેશ્વરે એલિયાને મોકલવાનો વાયદો કરેલો હતો કે, ઈ બધુય ઠીક કરવા હાટુ પેલા જ આવી જાય, પણ એલિયા પેલા જ આવી ગયો છે,” અને અમારા આગેવાનોએ એની હારે બોવ ખરાબ વ્યવહાર કરયો. જેવું તેઓ કરવા માગતા હતાં, આવું બોવ વખત પેલાથી આગમભાખીયાઓએ કીધું હતું કે, “તેઓ કરશે. પણ માણસનો દીકરો, મારા વિષે શાસ્ત્રમા બોવ બધુય લખેલુ છે, શાસ્ત્રમા કેય છે કે, હું ખુબજ દુખ સહન કરય અને લોકો મને અપનાયશે નય.”


મેલી આત્માથી છોડાવવું
( માથ્થી 17:14-21 ; લૂક 9:37-43 )

14 જઈ ઈસુ અને એના ત્રણ ચેલાઓ, ડુંઘરા ઉપરથી નીસે બીજા ચેલાઓની પાહે પાછા આવ્યા તો જોયું કે, તેઓની સ્યારેય બાજુ મોટુ ટોળું ભેગુ થયુ હતું અને યહુદી નિયમના શિક્ષકો એની હારે માથાકૂટ કરી રયા છે.

15 જેમ જ બધાય લોકોએ ઈસુને જોયો, તેઓ બધાય બોવ નવાય પામવા લાગ્યા, અને એની બાજુ ધોડીને એને સલામ કરી.

16 ઈસુએ તેઓને પુછયું કે, “તમે તેઓની હારે શું માથાકૂટ કરો છો?”

17 ગડદીમાંથી એકે જવાબ દીધો કે, “હે ગુરુ, હું મારા દીકરાને તારી પાહે લાવ્યો છું જેમાં એક મેલી આત્મા છે જે એને વાત કરવાથી રોકે છે.

18 જઈ પણ આ મેલી આત્મા એની ઉપર હુમલો કરે છે, તો ઈ એને નીસે પછાડી દેય છે. અને ભયંકર રીતે ધ્રુજવા મડે છે અને એના મોઢામાંથી ફીણ નીકળે છે, અને ઈ પોતાના દાંત ભીડવા મડે છે અને ઈ અક્કડ થય જાય છે અને હલતો નથી. મે તમારા ચેલાઓને મેલી આત્માને બારે કાઠવા હાટુ કીધુ, પણ તેઓ કાઢી હક્યાં નય.”

19 આ હાંભળીને ઈસુએ તેઓને જવાબ આપતા કીધુ કે, “ઓ અવિશ્વાસી લોકો, ક્યા હુધી હું તમારી હારે રેય? અને ક્યા હુધી હું તમારું સહન કરય? ઈ છોકરાને મારી પાહે લીયાવો.”

20 ઈ હાટુ તેઓ છોકરાને ઈસુની પાહે લાવ્યા અને જઈ મેલી આત્માએ ઈસુને જોયો તો ઈ આત્માએ ઈ છોકરાને મયડો, અને ઈ જમીન ઉપર પડયો, અને મોઢામાંથી ફીણ કાઢીને તડફડયો.

21 ઈસુએ છોકરાના બાપને પુછયું કે, “આ બધુય ક્યારથી થાય છે.” એણે કીધુ કે, “નાનપણથી જ એની ઉપર આ રીતનો હુમલો થાય છે.

22 ઘણીવાર મેલી આત્માએ એને આગ અને પાણીમાં ફેકીને મારવાની કોશિશ કરી છે, પણ જો તુ કાય કરી હકે, તો અમારી ઉપર દયા કરીને અમારી ભલાય કર.”

23 પણ ઈસુએ એને જવાબ દીધો કે, “તમને શંકા નો હોવી જોયી કે હું આ કરી હકુ! જો કોય માણસ મારી ઉપર વિશ્વાસ રાખે છે, તો એના હાટુ બધુય શક્ય છે.”

24 તરત બાળકના બાપે રાડ નાખીને કીધુ કે, “હે પરભુ, હું વિશ્વાસ કરું છું કે, હું શંકા નો કરું, ઈ હાટુ તુ મારી મદદ કર.”

25 જઈ ઈસુએ જોયું કે, ઘણાય બધાય લોકો તેઓને જોવા ધોડીને ભેગા થાય છે. તઈ ઈસુએ મેલી આત્માને ધમકાવીને કીધુ કે, “હું તને આજ્ઞા આપું છું કે, મૂંગા અને બેરા કરનારી ભુંડી આત્મા એમાંથી નીકળી જા અને એમા ફરીથી કોય દિ નો ઘરતી.”

26 તઈ ઈ ભુંડી આત્માએ મોટી રાડ પાડીને એને બોવ મવડીને એમાંથી નીકળી અને છોકરો હલો નય. અને ઈ મરેલા જેવો દેખાણો, ઘણાય લોકો કેવા લાગ્યા કે, “ઈ મરી ગયો.”

27 પણ ઈસુએ એનો હાથપકડીને ઉઠાડયો, અને ઈ હાજો થયને ઉભો થય ગયો.

28 પછી જઈ ઈસુ પોતાના ચેલાઓની હારે ઘરમાં એકલો હતો તઈ તેઓએ એને પુછયું કે, “અમે ઈ મેલી આત્માને કેમ કાઢી હક્યાં નય?”

29 પછી ઈસુએ ચેલાઓને જવાબ આપ્યો કે, “આ રીતેની ભુંડી આત્મા પ્રાર્થના કરયા વગર લોકોમાંથી બારે નય આવી હકે.”


ઈસુના પોતાના મોત વિષે બીજીવાર બતાવવું
( માથ્થી 17:22-23 ; લૂક 9:43-45 )

30 પછી ઈસુ અને એના ચેલાઓ ન્યાંથી નીકળીને ગાલીલ પરદેશમા થયને ગયા. અને ઈસુની એવી ઈચ્છા હતી કે, કોયને ખબર પડે નય કે, ઈ ક્યા છે.

31 કેમ કે, ઈસુ પોતાના ચેલાઓની હારે વધારે વખત વિતાવવા અને તેઓને શીખવાડવા માગતો હતો અને ઈ તેઓને કેતો હતો કે, “જલદી કોય મને માણસના દીકરાને મારા વેરીઓના હાથમાં દગાથી હોપી દેવામાં આયશે, અને ઈ લોકો મને મારી નાખશે. પણ જઈ મને મારી નાખવામાં આયશે એના ત્રીજા દિવસે હું મોતમાંથી પાછો જીવતો થય જાય.”

32 પણ આ વાત તેઓની હમજણમાં નો આવી, અને તેઓ એને પૂછવાથી બીતા હતા.


ચેલાઓમાંથી બધાયથી મોટુ કોણ?
( માથ્થી 18:1-5 ; લૂક 9:46-48 )

33 પછી ઈસુ અને એના ચેલાઓ કપરનાહૂમ નગરમાં ઘરે ગયા, જઈ તેઓ ઘરની અંદર હતાં તઈ ઈસુએ તેઓને પુછયું કે, “તમે રસ્તામાં શું સરસા કરતાં હતાં?”

34 પણ ઈ છાના રયા કેમ કે, મારગમાં તેઓએ એકબીજાથી સરસા કરી હતી કે, “આપડામાંથી મોટો કોણ છે?”

35 ઈસુ બેહીને પોતાના બાર ચેલાઓને એની પાહે ભેગા થાવા હાટુ બોલાવીયા અને તેઓને કીધુ કે, “જો કોય તમારામાં મોટો થાવા માગે છે, તો ઈ પોતાની જાતને નાનો કરે અને બધાયનો ચાકર બને.”

36 તઈ ઈસુએ એક બાળકને એની પાહે બોલાવીને ઉભો રાખ્યો, અને ઈ બાળકને ખોળામાં લયને ચેલાઓને કીધુ કે,

37 “જે કોય પણ આની જેવા એક બાળકને સ્વીકારે છે અને એની મદદ કરે છે કેમ કે, તેઓ મને પ્રેમ કરે છે, આ મને સ્વીકારવા જેવું છે, અને જે કોય પણ મને સ્વીકારે છે ઈ મને મોકલનારને પણ સ્વીકારે છે.”


જે વિરોધમાં નથી ઈ પક્ષમાં છે
( લૂક 9:49-50 )

38 તઈ યોહાને ઈસુને કીધુ કે, “હે ગુરુ, અમે કોય એક માણસને તારા નામનો અધિકાર વાપરીને મેલી આત્માને કાઢતા જોયો અમે એને ના પાડવા લાગ્યા, ઈ હાટુ કે, ઈ આપડા જેવા ચેલાઓમાંથી નોતો.”

39 પણ ઈસુએ તેઓને કીધુ કે, “એને કરવા દયો કેમ કે, એવો કોય નથી કે જે મારા નામના અધિકારથી સમત્કારી કામ કરે છે, અને તરત મારી નિંદા કરી હકે.

40 કેમ કે, આપડા વિરુધ નથી ઈ આપડી હારે છે.

41 હું તમને હાસુ કવ છું કે, જે મારા ચેલાઓમાંથી નાનામાં નાનાને એક પ્યાલો ટાઢું પાણી પીવડાયશે, ઈ પોતાનું સોક્કસ ફળ મેળવશે.”


પરીક્ષાની વિષે ઈસુની સેતવણી
( માથ્થી 18:6-9 ; લૂક 17:1-2 )

42 “જો કોય આ નાનાઓમાંથી જેઓ મારી ઉપર વિશ્વાસ કરે છે તેઓમાના એકને જે કોય ઠોકર ખવડાવશે, ઈ કરતાં એના ગળે ઘંટીનો મોટો પડ બંધાય અને એને દરિયાના ઊંડાણમાં ડુબાડી દેય, ઈ એની હાટુ હારૂ છે.”

43 જો તારો જમણો હાથ પાપ કરવાનું કારણ બને છે તો એને કાપીને ફેકી દે, કેમ કે, તારા બેય હાથમાંથી એક હાથ નો રેય અને તારું આખું દેહ નરકમાં જાવાથી બસી જાહે. તારે આવું કરવુ હારુ છે કેમ કે, તારે એક હાથ વિના સ્વર્ગમા જાવું બોવ હારુ થય હકે છે, પણ તારા બેય હાથો રાખવા અને નરકમાં જાવું ઈ બોવ અઘરું છે.

44 નરકમાં બધાયના દેહને ખાનારા કીડા છે જે કોયદી નથી મરતા અને આગ હળગતી જે કોયદી બંધ નથી થાતી.

45 જો તમે પાપ કરવા હાટુ પોતાના પગનો ઉપયોગ કરવાના વિસારમાં છો, તો એને કાપી નાખો. એક પગ વિના સ્વર્ગમા જાવું બોવ અઘરું થય હકે છે, પણ બેય પગને રાખવા અને નરકમાં જાવું બોવ અઘરું છે.

46 નરકમાં બધાયના દેહને ખાનારા કીડા છે જે કોયદી નથી મરતા અને આગ હળગતી જે કોયદી બંધ નથી થાતી.

47 જો તારી જમણી આંખ પાપ કરવાનું કારણ બને છે તો એને કાઢીને ફેકી દે કેમ કે, તારી હાટુ આવું કરવુ હારું છે, કે તારી બેય આખુંથી એક આંખ નીકળી જાય અને તારો આખો દેહ નરકમાં જાવાથી બસી જાહે.

48 નરકમાં બધાયના દેહને ખાનારા કીડા છે જે કોયદી નથી મરતા અને આગ હળગતી જે કોયદી બંધ નથી થાતી..

49 કેમ કે, “બધાયને આગથી શુદ્ધ કરવામા આયશે, જેમ કે મીઠાથી એક બલિદાન શુદ્ધ થાય છે.

50 મીઠું એક જરૂરી વસ્તુ છે, પણ જો મીઠું પોતાનુ સ્વાદ ગુમાવી નાખે છે, તો તમે એનુ સ્વાદ કેવી રીતે પાછુ લીયાયશો? પછી તમારા એકબીજામાં મીઠાના જેવા ગુણ હોવા જોયી અને એકબીજાની હારે શાંતિથી રેવું જોયી.”

Koli Wadiyara (કોલી) Bible by The Love Fellowship is licensed under Creative Commons Attribution-ShareAlike 4.0 License.

Beyond Translation
Lean sinn:



Sanasan