Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -

માર્ક 8 - કોલી નવો કરાર


ઈસુએ સ્યાર હજાર માણસોને ખવડાવું
( માથ્થી 15:32-39 )

1 થોડાક દિવસો પછી મોટુ ટોળું ઈસુ પાહે પરમેશ્વરનાં રાજ્ય વિષે હાંભળવા હાટુ ભેગુ થયુ, અને તેઓની પાહે કાય ખાવાનું હતું નય, તો એણે પોતાના ચેલાઓને પાહે બોલાવીને કીધુ કે,

2 “તેઓ આજે ત્રણ દિવસ થયાં ઈ લોકો મારી હારે છે, અને હવે તેઓની પાહે કાય ખાવાનું નથી, ઈ હાટુ મને તેઓની ઉપર દયા આવે છે.

3 જો હું ઈ લોકોને ભૂખા ઘરે મોકલું તો તેઓ મારગમાં થાકીને બેભાન થય જાહે, કેમ કે, તેઓમાંથી કેટલાક લોકો ઘણાય છેટેથી આવ્યા છે.”

4 ચેલાઓએ ઈસુને જવાબ દીધો કે, “અમે આ વગડામાં કોય આટલા બધાયને ધરાવી હકી એટલી પુરતી રોટલી કયાથી લીયાવી હકી?”

5 ઈસુએ તેઓને પુછયું કે, “તમારી પાહે કેટલી રોટલી છે?” તો તેઓએ કીધુ કે, “અમારી પાહે હાત રોટલીઓ છે.”

6 તઈ ઈસુએ બધાય લોકોને જમીન ઉપર બેહવા હાટુ હુકમ દીધો. અને તેઓ નીસે જમીન ઉપર બેહી ગયા, અને પછી ઈ હાત રોટલી લયને ઈસુએ પરમેશ્વરનો આભાર માનીને રોટલીઓને ભાંગી અને પછી એણે ટુકડાઓ પોતાના ચેલાઓને આપવાનું સાલું કરયુ જેથી તેઓ ઈ લોકોની વસે પીરસી હકે.

7 તેઓની પાહે થોડીક નાની માછલીઓ પણ હતી, અને ઈસુએ પરમેશ્વરનો આભાર માનીને ઈ પણ લોકોની હામે મુકવાની આજ્ઞા આપી.

8 લોકોએ ખાધુ અને ધરાણા, એની પછી ચેલાઓએ બાકી વધેલા ટુકડા ભેગા કરીને હાત ટોપલીઓ ઉપાડી.

9 અને ખાનારા લોકો લગભગ સ્યાર હજાર માણસો હતાં જઈ ઈસુએ તેઓને વળાવા.

10 તઈ ઈસુ પોતાના ચેલાઓની હારે હોડીમાં બેહીને દલમાનુથાના પરદેશમા વયો ગયો.


ફરોશી ટોળાના લોકો દ્વારા નિશાનીની માંગણી
( માથ્થી 16:1-4 ; લૂક 11:29 )

11 વળી ફરોશી ટોળાના લોકો ઈસુની પાહે આવીને એની હારે વાદવિવાદ કરવા મંડ્યા, અને એને પારખવા હાટુ એની પાહે સ્વર્ગમાંથી એક સમત્કારી નિશાની દેખાડવા હાટુ પુછયું.

12 એણે પોતાની અંદર મોટો નિહાકો નાખીને તેઓને કીધું કે, “તમારે એક સમત્કારી નિશાની નો માંગવી જોયી. હું તમને પાકું કવ છું કે, આ પેઢીના લોકોને કાય જ નિશાની નય આપવામાં આવે.”

13 પછી ઈસુ લોકોને મુકીને પોતાના ચેલાઓની હારે હોડીમાં બેઠો, અને ગાલીલ દરિયાની સ્યારેય બાજુ થયને તેઓ આગળ ગયા.


ફરોશી ટોળાના લોકોના ખોટા શિક્ષણથી સેતવણી
( માથ્થી 16:5-12 )

14 ઈસુના ચેલાઓ પોતાની હારે રોટલી લીયાવાનું ભુલી ગયા હતા. તેઓની પાહે હોડીમાં એક જ રોટલી હતી.

15 ઈસુએ તેઓને સાવધાન કરયા કે, “જો-જો ફરોશી ટોળાના લોકોથી અને રાજા હેરોદના ખમીરથી સેતીને રેજો.”

16 તેઓ એકબીજાની હારે વાતો કરવા લાગ્યા કે, “આપડે રોટલી નથી લીયાવ્યા ઈ હાટુ આપણને આમ કેય છે.”

17 આ જાણીને ઈસુએ તેઓને કીધુ કે, “તમે અંદરો અંદર કેમ વાતો કરો છો કે, આપડી પાહે રોટલી નથી? શું તમે તમારા હ્રદયોને કઠણ બનાવી દીધા છે કે, તમે હજી પણ નથી હમજી હક્તા?

18 શું તમારી આખું આધળી અને કાન બેરા છે? અને શું તમને યાદ નથી?

19 તમે બસેલા ટુકડાઓની કેટલી ટોપલીઓ ઉપાડી હતી, જઈ મે ઈ પાંસ હજાર માણસોને ખાલી પાંસ રોટલીઓ વડે ખવડાવી હતી?” તેઓએ એને કીધુ કે, “બાર ટોપલીઓ.”

20 તઈ એણે તેઓને કીધુ કે, “જઈ સ્યાર હજાર લોકોની હાટુ હાત રોટલીઓ હતી, તો તમે ટુકડાઓની કેટલી ટોપલીઓ ભરીને ઉપાડી હતી?” તેઓએ એને કીધુ કે, “હાત ટોપલીઓ.”

21 એણે તેઓને કીધુ કે, “શું તમે હજી હુધી હમજતા નથી, કે હું કોણ છું?”


આંધળાને હાજા કરવો

22 તઈ ઈસુ અને એના ચેલાઓ બેથસાઈદા નગરમાં આવ્યા, ને લોકો આંધળાને એની પાહે લીયાવીને એનાથી વિનવણી કરી કે, “આ માણસને અડીને હાજો કરો.”

23 આંધળાનો હાથ ઝાલીને ઈસુ એને ગામમાંથી બારે લય ગયો અને એની આંખોની ઉપર ઈસુએ પોતાનુ થૂક લગાડ્યું, અને એના હાથ એની ઉપર રાખ્યા અને એને પુછયું કે, “શું તને કાય દેખાય છે?”

24 એણે આખું ઉસી કરીને કીધુ કે, “હું લોકોને જોવ છું, તેઓ મને હાલતા ઝાડવા જેવા દેખાય દેય છે.”

25 પછી ઈસુએ પાછા એની આખું ઉપર હાથ મુક્યાં, તઈ ઈ માણસે આંખુ ઉઘાડી અને ધ્યાનથી જોયને પુરી રીતે ઈ હાજો થયો, અને એને બધુય સોખ્ખું દેખાણું.

26 પછી ઈસુએ એને ઘરે મોકલતા આજ્ઞા આપીને કીધુ કે, “ઘરે વયો જા પણ લોકોને બતાવવા હાટુ ગામમાં જાતો નય કે ન્યાં શું થયુ.”


પિતર દ્વારા ઈસુને મસીહ માનીને અપનાવવો
( માથ્થી 16:13-20 ; લૂક 9:18-21 )

27 ઈસુ અને એના ચેલાઓ બેથસેદા નગર છોડીને કાઈસારિયા ફીલીપ્પી પરદેશના નજીકના ગામોમાં ગયા, મારગમાં એણે પોતાના ચેલાઓને પુછયું કે, “લોકો મારી વિષે શું કય રયા છે?”

28 ચેલાઓએ જવાબ દીધો કે અમુક લોકો કેય છે કે, “તું યોહાન જળદીક્ષા દેનાર છે પણ બીજા લોકો કેય છે કે, તું એલિયા આગમભાખીયો છે, અને અમુક કેય છે કે, તું આગમભાખનારામાંથી એક છે.”

29 ઈસુએ તેઓએ પુછયું કે, “પણ હું કોણ છું, ઈ વિષે તમે શું કયો છો?” પિતરે એનો જવાબ આપ્યો કે, “તુ પરમેશ્વરનો મોકલેલો મસીહ છો.”

30 તઈ ઈસુએ ચેલાઓને સેતવણી આપીને કીધુ કે, “મારા વિષે કોયને કાય કેવું નય.”


ઈસુના પોતાના મોત વિષે બતાવવું
( માથ્થી 16:21-23 ; લૂક 9:22 )

31 અને ઈસુએ એના ચેલાઓને શિખવાડતા કીધુ કે, હું માણસનો દીકરો બોવ દુખ ભોગવું અને આ હોતન જરૂરી છે, વડીલો અને મુખ્ય યાજકો અને યહુદી નિયમના શિક્ષકો મને નકામો જાણીને મારી નાખે અને હું ત્રીજા દિવસે પાછો જીવતો ઉઠી જાવ.

32 ઈસુ આ વાત તેઓથી ઉઘાડી રીતે બોલ્યો એની પછી પિતર એને એક બાજુ લય જયને પીડા અને મારી નાખવાની વાત વિષે ખીજાવા લાગો.

33 પણ ઈસુએ વાહે ફરીને પોતાના ચેલાઓની હામે જોયુ અને પછી પિતરને ખીજાયને કીધુ કે, “શેતાનની જેમ મને પારખવાનું બંધ કર કેમ કે, તું પરમેશ્વરની વાતો ઉપર નય, પણ માણસોની વાતો ઉપર મન લગાડ છો.”


ચેલા બનવાનો અરથ
( માથ્થી 16:24-28 ; લૂક 9:23-27 )

34 એણે ટોળાને પોતાના ચેલાઓ સહીત પાહે બોલાવીને તેઓને કીધુ કે, “જો કોય મારો ચેલો બનવા માગે, તો એણે પોતાનો નકાર કરવો, અને પોતાનો વધસ્થંભ ઉસકીને મારી વાહે આવવું.”

35 કેમ કે, “જો કોય માણસ પોતાનુ જગતનું જીવન બસાવવા માગે છે, ઈ પરમેશ્વરની હારે અનંતજીવન પામવાનો મોકો ગુમાવી નાખે છે. પણ જો કોય માણસ મારી ઉપર વિશ્વાસ કરવા અને મારા હારા હમાસારની કારણે મરશે ઈ માણસ પરમેશ્વરની હારે અનંતજીવન મેળવશે.

36 એક માણસને શું લાભ જો ઈ આખા જગતને મેળવે પણ પરમેશ્વર હારેનું પોતાનું જીવન ખોય નાખે?

37 પોતાના જીવનના બદલે માણસને આપવા જેવું કાય જ નથી.

38 જો તમારામાંથી કોય પણ મને પોતાના પરભુની જેમ અપનાવવા અને મારા શિક્ષણનું પાલન કરવાનું સ્વીકારતા નથી કેમ કે, તમે બીવો છો કે, આ યુગના અવિશ્વાસુ અને પાપી લોકો તમારું નુકશાન કરશે, પછી હું, માણસનો દીકરો, જઈ પવિત્ર સ્વર્ગદુતોની હારે પૃથ્વી ઉપર પાછો આવય, તઈ તમારો અસ્વીકાર કરી દેય કે, તમે મારા ચેલાઓ છો. તઈ દરેક મારી મહિમાને જોહે, જે મારા બાપની જેમ છે.”

Koli Wadiyara (કોલી) Bible by The Love Fellowship is licensed under Creative Commons Attribution-ShareAlike 4.0 License.

Beyond Translation
Lean sinn:



Sanasan