Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -

માર્ક 5 - કોલી નવો કરાર


ઈસુએ વળગાડ વળગેલા માણસને હાજો કરયો
( માથ્થી 8:28-34 ; લૂક 8:26-39 )

1 જઈ ઈસુ અને એના ચેલાઓ ગાલીલ દરિયાના ઓલા કાઠે ગેરાસાની લોકોના પરદેશમાં પુગ્યા.

2 તઈ ઈસુ હોડીમાંથી ઉતરયો એટલે તરત જ મહાણમાંથી મેલી આત્માથી વળગેલો એક માણસ આવીને એને મળ્યો.

3 ઈ મહાણમાં રેતો હતો. ઈ એટલો હિંસક હતો કે કોય પણ લોકો એને લોખંડની મજબુત હાકળથી પણ બાંધીને રાખી નોતા હકતા.

4 કેમ કે વારેઘડીએ એને બેડીયું અને હાકળોથી બાંધવામાં આવ્યો હતો, પણ એણે હાકળોને તોડી નાખી, અને બેડીયુના ટુકડે ટુકડા કરી નાખ્યા હતાં, અને કોય એને કાબુમાં કરી નોતા હકતા.

5 ઈ વારંવાર રાત દિવસ ડુંઘરાઓ અને મહાણોની જગ્યાએ રાડો પાડતો અને પાણાથી પોતાને ઘાયલ કરયા કરતો હતો.

6 ઈ ઈસુને આઘેથી જોયને ધોડયો, અને ગુઠણીયા વાળીને પગે પડીને ભજન અને પરણામ કરયા.

7-8 ઈસુએ એને કીધુ છે કે, “મેલી આત્મા, આ માણસમાંથી બારે નીકળી જા!” તઈ એણે મોટી રાડ પાડીને કીધુ કે, “ઈસુ સર્વશક્તિશાળી પરમેશ્વરનાં દીકરા, તારે મારી હારે શું કામ છે? પરમેશ્વરનાં નામનો વાયદો કર કે, તુ મને દુખ આપય નય.”

9 ઈસુએ એને પુછયું કે, તારું નામ શું છે? એણે ઈસુને જવાબ દીધો કે, અમારું નામ સેના છે કેમ કે, અમે ઘણાય બધા છયી.

10 અને મેલી આત્માઓએ ઈસુને બોવ વિનવણી કરી કે, “અમને આ પરદેશમાંથી કાઢી મુકતો નય.”

11 હવે એમ થયુ કે, ન્યા ઢોરાની ઉપર ડુંકરાનું એક મોટુ ટોળું સરતું હતું.

12 ઈ બધાય મેલી આત્માઓએ ઈસુને વિનવણી કરી કે, “અમને ડુંકરાઓના ટોળામાં મોકલી દે કે, અમે એની અંદર ઘરી જાયી.”

13 ઈસુએ તેઓને રજા આપી અને ઈ મેલી આત્માઓ ઈ માણસમાંથી નીકળીને ડુંકરાઓમાં ઘરયા. તઈ ઈ ટોળું ઢોરાવાળા કાઠા તરફ ધોડીને દરીયામાં પડીને ડૂબી ગયા, ઈ ડુંકરાઓની ગણતરી લગભગ બે હજાર હતી.

14 અને ડુંકરા સરાવવાવાળા ધોડીને, જે થયુ હતું ઈ વિષે શહેરમાં અને ગામડામાં જાયને ખબર કરી, તો લોકો એને જોવા હાટુ આવ્યા.

15 જઈ તેઓ ઈસુની પાહે આવ્યા અને તેઓ, ઈ જેની અંદર ઘણીય બધી મેલી આત્માઓ હતી, એને લુગડા પેરેલો અને હાજો થયને ભાનમાં આવેલો જોયને તેઓ બીય ગયા.

16 અને જોનારાઓએ ઈ જેમાં મેલી આત્માઓ હતી, અને ડુંકરાઓની વિષે જે થયુ હતું ઈ લોકોને કયને હંભળાવ્યું.

17 અને જેઓ જોવા આવેલા હતાં ઈ લોકોએ ઈસુને વિનવણી કરીને કેવા લાગ્યા કે, અમારી હદમાંથી વયોજા.

18 અને જઈ ઈસુ જાવા હાટુ હોડીમાં સડવા લાગ્યો, તો ઈ માણસ જેમાં મેલી આત્માઓ હતી, ઈસુને વિનવણી કરવા લાગ્યો કે, “મને તારી હારે આવવા દે.”

19 પણ ઈસુએ એને પોતાની હારે આવવાની રજા આપી નય, અને એને કીધુ કે, “પોતાના ઘરે જાયને પોતાના લોકોને બતાય કે, તારી ઉપર દયા કરીને પરભુએ તારી હાટુ કેવા મોટા કામો કરયા છે.”

20 તઈ ઈ માણસ પોતાના ઘરે વયો ગયો. પછી એને આખા દિકાપોલીસ જે દશનગરની જગ્યા કેવાય છે અને લોકોને એમ કીધુ કે, ઈસુએ એની હાટુ કેટલુ કાક કરયુ છે; અને એને હાંભળનારા બધાય લોકો સોકી ગયા.


યાઈરની દીકરી અને એક માંદી બાય
( માથ્થી 9:18-26 ; લૂક 8:40-56 )

21 વળી ઈસુ હોડીમાં બેહીને ગાલીલ દરિયાની ઓલે પાર ગયો. અને ઈ ન્યા પૂગીને જઈ કાંઠે જ ઉભો હતો, તઈ એક મોટી ગડદી ઈસુ પાહે ભેગી થય ગય.

22 તઈ યહુદી લોકોની પરચાર કરવાની જગ્યાના અમલદારોમાંથી યાઈર નામનો એક માણસ આવ્યો, ને ઈસુને જોયને એને માન આપવા હાટુ એની હામે માથું નમાવીને ઘુટણે પડયો.

23 અને એણે આ કયને બોવજ વિનવણી કરી કે, “મારી નાની દીકરી મરવાની અણી ઉપર છે: ઈ હાટુ તુ આવીને એની ઉપર હાથ રાખ જેથી ઈ હાજી થય જાય અને એનો બસાવ થાય.”

24 તઈ ઈસુ એની હારે ગયો, અને બધાય માણસો એની વાહે આવ્યા અને સ્યારેય બાજુથી ગડદી થાતી ગય.

25 ન્યા ગડદીમાં એક બાય હતી, જેને બાર વરહથી લોહી વહેવાની બીમારી હતી.

26 અને જેણે બોવજ વૈદોથી મોટુ દુખ સહન કરયુ અને પોતાનુ બધુય ખરચી નાખ્યુ તો પણ એને હારું નો થયુ. પણ એની હાલત હજી બોવ વધારે બગડી ગય.

27 જઈ એણે ઈ કામોના વિષે હાંભળ્યું જે ઈસુએ કરયા હતા. તઈ ઈ ગડદીમાંથી એની વાહે આવીને એના લુગડાની કોરને અડી,

28 કેમ કે, એણે ધારૂ હતું કે, “જો હું ખાલી એના લુગડાને જ અડુ તો હું હાજી થય જાય.”

29 તરત જ એનુ લોહી જરતું બંધ થય ગયુ, અને દેહમાં એને ખબર પડી કે, હું ઈ બીમારીમાંથી હાજી થય છું.

30 ઈસુ ગડદીમાં વાહે ફરયો અને પુછયું કે, “મારા લુંગડાને કોણ અડયું?” એણે એવુ ઈ હાટુ કીધુ કેમ કે, એણે જાણી લીધું હતું કે એનામાંથી હાજા કરવાનું પરાક્રમ નિકળું હતું.

31 એના ચેલાઓએ ઈસુને કીધુ કે, તુ જોવે છે કે, ઘણાય બધાય લોકોની ગડદી તારી આજુ-બાજુ થાય છે, અને તુ એમ પૂછે છે કે, મને કોણ અડયું?

32 તઈ ઈસુ ઈ જોવા હાટુ આજુબાજુ નજર કરી કે, એને કોણ અડયું હતું.

33 તઈ ઈ બાયે જાણી લીધું કે, ઈસુનું સામર્થ્ય એને હાજી કરી દીધી છે, ઈ હાટુ ઈ ઈસુની પાહે આવી અને માથું નમાવીને એની હામે ઘુટણે પડી. બીતા અને ધ્રુજતી-ધ્રુજતી એણે ઈસુને બધુય કય દીધુ કે, એણે શું કરયુ હતું અને પછી એની હારે શું થયુ.

34 ઈસુએ એને કીધુ કે, “દીકરી મારી ઉપર વિશ્વાસ કરયો કે હું તને બસાવી હકુ છું, એટલે તુ, શાંતિથી જા કેમ કે, તુ તારી બીમારીથી પુરી રીતે હાજી થય છો.”

35 જઈ ઈસુ ઈ બાયને હજી કેતા જ હતાં, એવામાં યાઈર યહુદી લોકોની પરચાર કરવાની જગ્યાના અમલદારના ઘરેથી થોડાક લોકોએ આવીને કીધુ કે, “હવે તુ ગુરુને તકલીફ શું કામ દે છો? કેમ કે તારી દીકરી તો મરી ગય છે.”

36 પણ જે વાતો તેઓ કય રયા હતાં, એણે ઈસુને ધ્યાન નો દેતા, યહુદી લોકોની પરચાર કરવાની જગ્યાના અમલદારને કીધુ કે, “બીમાં, પણ ખાલી મારી ઉપર વિશ્વાસ રાખ.”

37 ઈસુએ ગડદીમાના લોકોને તેઓની હારે આવવાની રજા આપી નય. પણ એણે પિતર, યાકુબ અને એના ભાઈ યોહાનને જ આવવાની રજા આપી.

38 અને ઈસુ યહુદી લોકોની પરચાર કરવાની જગ્યાના અમલદાર યાઈરના ઘરમાં પુગો. ન્યા એણે લોકોને બોવ જ રોતા અને રાડો પાડતા જોયા.

39 અને ઈસુએ ઘરમાં જયને તેઓને કીધુ કે, “તમારે આવી રીતે દેકારો કરવો અને દુખ દેખાડવુ જરૂરી નથી કેમ કે, દીકરી તો મરી નથી પણ હુતી છે.”

40 આ હાંભળીને ગડદીના લોકો દાંત કાઢવા લાગ્યા ઈ હાટુ ઈસુએ ઈ બધાયને બારે કાઢી મુક્યા અને દીકરીના માં બાપને અને એના ત્રણ ચેલાઓને લયને અંદર જયા છોકરી પડી હતી ન્યા ગયા.

41 અને દીકરીનો હાથ ઝાલીને ઈસુએ કીધુ કે, “ટલીથા કુમ” જેનો અરથ થાય છે કે, દીકરી હું તને કવ છું કે ઉઠ.

42 તરત છોકરી ઉઠીને હાલવા મડી. કેમ કે ઈ છોકરી બાર વરહની હતી, જેઓએ આ જોયું તેઓ બધાયને નવાય લાગી.

43 તઈ ઈસુએ દીકરીના માં-બાપને કડક સેતવણી આપીને કીધુ કે, આ ખબરને કોયને જણાવશો નય કે, મે આ દીકરીને મરેલામાંથી જીવતી કરી. અને કીધુ કે આને કાક ખાવાનું આપો.

Koli Wadiyara (કોલી) Bible by The Love Fellowship is licensed under Creative Commons Attribution-ShareAlike 4.0 License.

Beyond Translation
Lean sinn:



Sanasan