Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -

માર્ક 4 - કોલી નવો કરાર


બી વાવનાર ખેડુતનો દાખલો
( માથ્થી 13:1-9 ; લૂક 8:4-8 )

1 વળી ઈસુ ગાલીલના દરિયાના કાઠે પાછો શિક્ષણ આપવા લાગ્યો. એની પાહે ઘણાય લોકોની ગડદી ભેગી થય, એટલે ઈ દરિયામાં હોડી ઉપર સડીને બેઠો, અને લોકોની આખી ગડદી દરિયાના કાઠે ઉભી રય.

2 અને ઈ તેઓને દાખલાઓમાં ઘણીય બધી વાતો શિખવી, અને પોતાના શિક્ષણમાં એને કીધુ કે,

3 “હાંભળો! એક ખેડુત પોતાના ખેતરમાં કેટલાક બી વાવવા હાટુ નીકળો.

4 અને વાવતી વખતે કેટલાક બી તો મારગની કોરે પડયા, અને પંખીડા આવીને ઈ ચણી ગયા.

5 કેટલાક બીજા બી પાણાવાળી જમીનમાં પડયા, ન્યા ધૂડ ઓછી હતી એટલે બી તરત જ ઉગી ગયા, કેમ કે ન્યા અંદર હુધી ધૂડ નોતી.

6 પણ બપોરે સુરજ તપો અને તડકો થયો તો તરત જ ઈ કરમાય ગયા, અને મુળયા ઊંડા નોતા એટલે ઈ છોડવાઓ હુકાઈ ગયા.

7 અને કેટલાક બીજા બી કાંટાના જાળામાં પડયા, અને કાંટાની જાળાઓએ વધીને ઈ છોડવાને દબાવી દીધા અને એનાથી ફળ આવ્યા નય.

8 પણ કેટલાક બી તો હારી જમીન ઉપર પડયા, એણે કોટા કાઢયા અને ઉગીને બીજા એક હારા પાકની ઉપજ થય. એમાંથી કેટલાક ત્રીહ ગણો, કેટલાક હાઠ ગણો, અને કેટલાક હો ગણો પાક પાક્યો.”

9 અને ઈસુએ તેઓને કીધુ કે, “જે મારી વાતો હાંભળી હક્તા ઈચ્છા હોય, ઈ કાન દયને ધ્યાનથી હાંભળે અને હમજે.”


દાખલાનો હેતુ
( માથ્થી 13:10-17 ; લૂક 8:9-10 )

10 જઈ ઈસુ એકલો થય ગયો, તઈ બાર ચેલાઓ અને બીજા ઈ લોકો જે ન્યા ભેગા થયા હતાં તેઓએ દાખલાના અરથ વિષે પુછયું.

11 ઈસુએ તેઓને કીધુ કે, “તમને તો પરમેશ્વરનાં રાજ્યના ભેદની હમજ આપેલી છે, પણ જે મારી ઉપર વિશ્વાસ નથી કરતાં એની હાટુ બધી વાતો દાખલાઓમાં કેવામાં આવી છે.”

12 જેમ કે, “કેમ કે, તેઓ જોવે છે પણ જાણતા નથી, અને હાંભળે છે, પણ તેઓ હમજતા નથી. તેઓ હાંભળે તો છે પણ હમજી નથી હકતા, એવુ નો થાય કે તેઓ પછતાવો કરે, ને તેઓને પરમેશ્વરથી પાપોની માફી મળે.”


બી વાવનાર ખેડુતના દાખલાનો અરથ
( માથ્થી 13:18-23 ; લૂક 8:11-15 )

13 તઈ ઈસુએ તેઓથી પ્રશ્ન કરયો કે, “જો તમે આ દાખલાને નથી હમજી હકતા તો બાકી ઈ બધાય દાખલાઓને કેવી રીતે હમજી હકશો જે હું બતાવવાનો છું?

14 ઈ દાખલાઓમાં જે મે તમને બતાવ્યું, ઈ માણસ જે બી વાવે છે ઈ એના જેવો છે, જે કોય પરમેશ્વરનું વચન બીજાઓને હંભળાવે છે.

15 અમુક લોકો એવા મારગની જેવા છે, જેની ઉપર બી પડયું, જઈ તેઓ પરમેશ્વરનું વચન હાંભળે છે, તઈ શેતાન તરત આવે છે અને તેઓને ઈ બધી વાતો ભુલાવી દેય છે જે તેઓએ હાંભળી હતી.

16 અને એમ જ કેટલાક પાણાવાળી જમીનમાં વવાયેલું બી ઈ જ છે કે, જેઓ વચન હાંભળીને તરત જ હરખથી માની લેય છે.

17 પણ તેઓ પરમેશ્વરનાં વચનને પોતાના હ્રદયમાં મુળયાનું ઊંડાણ નો હોવાના કારણે તેઓ થોડાક દિવસો હાટુ રેય છે, અને જઈ વચનને લીધે આફત કા સતાવણી આવે છે, તઈ ઈ તરત ઠોકર ખાય છે. તેઓ પરમેશ્વરનાં વચન ઉપર વિશ્વાસ કરવાનું છોડી દેય છે.

18 બીજા લોકો એવા છે જે બી કાંટાવાળી જાળાઓમાં વાવવામાં આવ્યું. તેઓ ઈ છે જેઓએ વચન હાંભળ્યું.

19 પણ તેઓ રૂપીયાવાળા થાવા માગે છે અને તેઓ ઈચ્છે છે કે, તેઓની પાહે ઘણીય બધીય વસ્તુઓ હોય. ઈ હાટુ તેઓ ખાલી જે તેઓની પાહે છે ઈ વિષે સીન્તા કરે છે અને તેઓ પરમેશ્વરનાં વચનને ભુલી જાય છે અને તેઓ હારું કામ નથી કરતાં જે પરમેશ્વર તેઓથી ઈચ્છે છે.

20 પણ કેટલાક લોકો હારી જમીનની જેમ છે, તેઓ પરમેશ્વરનું વચન હાંભળીને અપનાવે છે અને વિશ્વાસ કરે છે, અને તેઓ હારા કામો કરે છે જે પરમેશ્વર તેઓથી ઈચ્છે છે. તેઓ ઈ હારા છોડવાઓની જેમ છે, જે અમુક ત્રીહ ગણા, અમુક હાઠ ગણા, અને અમુક હો ગણા ફળ આપે છે.”


દીવા વિષેનો દાખલો
( લૂક 8:16-18 )

21 ઈસુએ તેઓને બીજો દાખલો કીધો કે, “કોય પણ માણસ દીવો લયને એને ટોપલી કા ખાટલા નીસે નથી મુકતો” પણ એને દીવી ઉપર મુકવામાં આવે છે, જેથી એનાથી બધાય જોય હકે.

22 એવી જ રીતે, કોય પણ એવી વસ્તુ નથી જે હતાડેલી રેહે, અને કોય પણ એવી વસ્તુ નથી જે હંતાડી હકાહે પણ બધુય ઉઘાડું કરાહે.

23 અને ઈસુએ તેઓને કીધુ કે, જે મારી વાતુ હાંભળી હકતા હોય, ઈ કાન દયને ધ્યાનથી હાંભળે અને હમજે.

24 ઈસુએ તેઓને કીધુ કે, તમે શું હાંભળો છો ઈ વિષે સાવધાન રયો. “જેટલી કોશિશ તમે મારા શિક્ષણને હાંભળવા હાટુ કરો છો, ઈ જ પરમાણે પરમેશ્વર તમને પણ હમજ આપશે. અને પરમેશ્વર તમને હજી વધારે હંમજણ આપશે.

25 કેમ કે, જેની અંદર જે હું શિખવાડું છું એને હંમજવાની ઈચ્છા છે, એને પરમેશ્વર હજી વધારે હંમજણ આપશે. પણ હું શું શિખવાડું છું એને જે કોય પણ હંમજવાની ઈચ્છા નથી રાખતો, તો એની પાહે જે હંમજણ છે, પરમેશ્વર ઈ પણ એની પાહેથી લય લેહે.”


ઉગવાવાળા બીનો દાખલો

26 ફરી ઈસુએ કીધુ કે, “પરમેશ્વરનું રાજ્ય ઈ માણસની જેમ છે જે ખેતરમાં બી વાવે છે.

27 રાતે ઈ ખેડુત હુવે ને દિવસે ઈ કામ કરે છે, ઈ બી કોટા કાઢીને વધે, પણ કેવી રીતે વધ્યા ઈ જાણતો નથી.

28 જમીન પોતે છોડને ઉગવામાં મદદરૂપ છે, પેલા છોડવા જોવા મળે છે, દાણાની ડુંડીયુ જોવા મળે છે અને છેલ્લે દાણા પાકી જાય છે.

29 પછી જઈ પાક પાકી જાય છે, તઈ ખેડુત એને દાતરડાથી વાઢી લેય છે કેમ કે, મોસમનો વખત આવી ગયો છે.”


રાયના દાણાનો દાખલો
( માથ્થી 13:31-32 , 34 ; લૂક 13:18-19 )

30 વળી ઈસુએ તેઓને બીજો દાખલો આપતા કીધુ કે, “જઈ પરમેશ્વરનાં રાજ્યમાં પોતે રાજાની જેમ દેખાહે આ કેવી રીતે થાહે? ઈ બતાવવા હાટુ હું કયો દાખલો વાપરી હકુ છું?

31 એની હરખામણી આ રીતે કરી હકાય જેમ રાયનું બી જગતમાં બધાયથી નાનું બી છે. માણસ એને લયને જમીનમાં વાવવામાં આવે છે.

32 પણ જઈ વાવવામાં આવ્યું, તો ઉગીને બધાય છોડવા કરતાં મોટુ થય જાય છે, અને એની એવી મોટી ડાળ્યું નીકળે છે, જેથી આભના પંખીઓએ પણ જ્યાંથી તેઓને છાયો મળે છે ઈ ડાળ્યુંમાં પોતાના માળાઓ બાધી હકે છે.”

33 અને ઈસુ જઈ પણ તેઓની હારે વાતો કરતો હતો ઈ વખતે ઘણાય બધા દાખલાઓ દયને પરમેશ્વરનું વચન હંભળાવતો હતો.

34 જઈ પણ એણે તેઓથી પરમેશ્વરનાં વિષે વાત કરી, તઈ એણે દાખલાઓ વાપરા પણ એકલામાં ઈ પોતાના ચેલાઓને બધી વાતોનો અરથ બતાવતો હતો.


ઈસુ તોફાનને શાંત પાડે છે
( માથ્થી 8:23-27 ; લૂક 8:22-25 )

35 ઈ જ દિવસે જઈ હાંજ પડી, તઈ ઈસુએ પોતાના ચેલાઓને કીધુ કે, “આવો આપડે ગાલીલ દરિયાના ઓલા કાઠે જાયી.”

36 ચેલાઓએ લોકોની ગડદીને છોડી દીધી અને ઈસુને પોતાની હારે ઈ જ હોડીમાં લય ગયા જેમાં ઈ બેઠો હતો અને ઘણીય બધી બીજી હોડીમાં લોકો એની હારે ગયા.

37 જઈ તેઓ દરીયો પાર કરી રયા હતાં, તો એક જોરથી વાવાઝોડું આવવા લાગ્યું અને મોજા હોડી હારે ભટકાવા લાગ્યા. હોડી પાણીથી ભરાવા મડી અને ડુબવાની હતી.

38 અને ઈસુ પાછળના ભાગમાં ઓશિકા ઉપર માથું રાખીને હુતો હતો. તઈ તેઓએ એને જગાડીને કીધુ કે, “હે ગુરુ, આપડે બધાય ડૂબવાના છયી અને તને કાય સીન્તા જ નથી!”

39 તઈ ઈસુએ ઉઠીને વાવાઝોડાને ધમકાવ્યો, અને દરિયાને કીધુ કે, “છાનો રે થંભી જા!” તઈ વાવાઝોડું બંધ થય ગયુ અને દરીયો પુરી રીતે શાંત થય ગયો.

40 અને ઈસુએ એના ચેલાઓને કીધુ કે, “તમે કેમ બીવ છો? શું તમને હજી પણ વિશ્વાસ નથી?”

41 અને તેઓ બધાય બોવ બીય ગયા અને અંદરો અંદર ઘુસપુસ કરવા લાગ્યા કે “આ કોણ માણસ છે? કે, વાવાઝોડું અને દરીયો પણ એની આજ્ઞાઓ માને છે!”

Koli Wadiyara (કોલી) Bible by The Love Fellowship is licensed under Creative Commons Attribution-ShareAlike 4.0 License.

Beyond Translation
Lean sinn:



Sanasan