Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -

માર્ક 3 - કોલી નવો કરાર


હુકાઈ ગયેલા માણસને હાજુ થાવુ
( માથ્થી 12:9-14 ; લૂક 6:6-11 )

1 તઈ ઈસુ યહુદી લોકોની પરચાર કરવાની જગ્યામાં ગયો, ન્યા એક માણસ હતો જેનો હાથ હુકાઈ ગયેલો હતો.

2 કેટલાક લોકો જેઓ ન્યા હતાં તેઓ ઈસુની ભૂલ ગોતવા હાટુ કારણ ગોતતા હતાં, ઈ હાટુ તેઓ એને ધ્યાનથી જોવા લાગ્યા જેથી તેઓ જોવે કે, ઈ એને યહુદી લોકોના વિશ્રામવારના દિવસે હાજો કરશે કે નય.

3 ઈસુએ હુકાઈ ગયેલા હાથવાળા માણસને કીધુ કે, “બધાય લોકોની, હામે ઉભો થય જા ઈ હાટુ ઈ માણસ ઉભો થય ગયો.”

4 પછી ઈસુએ તેઓને પુછયુ કે, “શું વિશ્રામવારના દિવસે હારું કરવુ કે, ખરાબ કરવુ લાયક છે, કા કોયને બસાવવો કે મરવા દેવો?” પણ તેઓ સાનામાના રયા.

5 અને ઈસુએ તેઓના મનની કઠણતાથી નિરાશ થયને, તેઓને ગુસ્સાથી સ્યારેય બાજુ જોયું, અને ઈ માણસને કીધુ કે, “તારો હાથ લાંબો કર.” એણે હાથ લાંબો કરયો, અને એનો હાથ હાજો થય ગયો.

6 હવે કેવી રીતે ઈસુને મારી નાખવો ઈ વિષે ફરોશી ટોળાના લોકો બારે જયને તરત ગાલીલ જિલ્લાના હેરોદ રાજ્યપાલને માનવાવાળા યહુદી લોકોની હારે એની વિરુધ કાવતરૂ કરવા લાગ્યા.


ટોળાને ઈસુની પાહે આવવું

7 ઈ પછી ઈસુ પોતાના ચેલાઓની હારે ગાલીલ દરિયાની પાહે ગયો, અને ગાલીલ જિલ્લામાંથી મોટા ટોળા એની વાહે ગયા, અને યહુદીયા જિલ્લામાંના,

8 યરુશાલેમ શહેરમાંથી અને અદોમ્યા પરદેશ અને યર્દન નદીના પૂર્વ બાજુ અને તુર અને સિદોન શહેરની પાહેના ઘણાય માણસો જે જે મહાન કામ એણે કરયા ઈ હાંભળીને ઈસુની પાહે આવ્યા.

9 ઈસુએ પોતાના ચેલાઓને કીધુ કે, “મારે બેહવા હાટુ એક નાની હોડી લીયાવો, જેથી લોકો મારી પાહે ગડદીનો કરી હકે.”

10 ઈ દિવસે એણે ઘણાય લોકોને હાજા કરયા, જેથી ઘણાય માંદા લોકો એને અડવા હારું એની સ્યારેય બાજુ ટોળા વળ્યા હતા.

11 અને મેલી આત્માઓએ જેઓ ઉપર વળગેલી હતી ઈ લોકોને મજબુર કરયા કે, તેઓ ઈસુની હામે પગે પડીને જોરથી રાડું પાડીને કેય કે, “તુ પરમેશ્વરનો દીકરો છો.”

12 ઈસુએ મેલી આત્માઓને સખત સેતવણી દીધી અને કીધુ કે, “બીજાને કેતા નય કે, હું કોણ છું.”


ઈસુના બાર ગમાડેલા ચેલાઓ
( માથ્થી 10:1-4 ; લૂક 6:12-16 )

13 તઈ ઈસુ ડુંઘરા ઉપર સડી ગયો અને તેઓને બોલાવ્યા જેઓને ઈ ઈચ્છતો હતો કે, તેઓ એના ગમાડેલા ચેલા બનવા હાટુ એની હારે ભળે અને તેઓ એની પાહે આવે.

14 અને તેઓમાંથી, એણે બાર માણસોને ગમાડયા, એણે તેઓને પોતાના ગમાડેલા ચેલાઓ થાવા હાટુ ગમાડયા એણે એવુ ઈ હાટુ કરયુ જેથી તેઓ એની હારે રેય, જેથી ઈસુ તેઓને સંદેશો આપવા હાટુ મોકલી હકે.

15 અને ઈસુએ તેઓને લોકોમાંથી મેલી આત્માઓ કાઢવા હાટુ સામર્થ્ય આપ્યું.

16 અને ઈ બાર માણસો છે, જેઓને ઈસુએ ગમાડયા, એમા સિમોન જેનું બીજુ નામ ઈસુએ પિતર રાખ્યું;

17 અને ઝબદીનો દીકરો યાકુબ અને યોહાન તેઓનું નામ ઈસુએ બોઆનેર્ગેસ પાડયું, એટલે કે, ગર્જનારની જેવા માણસો;

18 આંદ્રિયા, ફિલિપ, બર્થોલ્મી, માથ્થી, થોમા અને અલ્ફીનો દીકરો યાકુબ, થાદ્દી, સિમોન એટલે બળતરા રાખનારો.

19 અને યહુદા ઈશ્કારિયોતે જેણે છેલ્લે ઈસુને પકડાવવા હાટુ વેરીઓની મદદ કરી.


ઈસુ અને બાલઝબૂલ (શેતાન)
( માથ્થી 12:22-32 ; લૂક 11:14-23 ; 12:10 )

20 તઈ ઈસુ અને એના ચેલાઓ એક ઘરમાં આવ્યા. પાછો ન્યા એક ટોળો ભેગો થય ગયો અને ઉતાવળથી ઈસુ અને એના ચેલાઓ ખાય પણ નો હક્યાં.

21 જઈ ઈસુના પરિવારે આ ખબર હાંભળી, તો તેઓએ કીધુ કે, “એનુ મગજ ઠેકાણે નથી.” ઈ હાટુ તેઓ એને ઘેરે લીયાવવા હાટુ ગયા.

22 અને યહુદી નિયમના શિક્ષકો, જેઓ યરુશાલેમ શહેરથી આવ્યા હતાં, તેઓ એવું કેતા હતાં કે, “એનામા મેલી આત્માઓનો સરદાર બાલઝબૂલ એટલે કે, જે શેતાન છે, એની મદદથી ઈસુ મેલી આત્માઓને કાઢે છે.”

23 જેથી એણે તેઓને પાહે બોલાવીને દાખલાઓ આપતા કીધુ કે, “શું શેતાન પોતાની જ મેલી આત્માઓને લોકોમાંથી બારે જાવા દેહે?”

24 જો એક દેશના લોકો અંદરો અંદર બાધતા રેય, તો તેઓ વધારે વખત હુધી નય ટકી હકે.

25 એવી જ રીતે જો એક પરિવારના લોકો એકબીજાની વિરુધમાં છુટા પડેલા હોય, તો ઈ પરિવાર એક હારે નય રય હકે.

26 એવી જ રીતે જો શેતાન પોતાની જ મેલી આત્માની વિરુધ બાધે, તો ઈ પોતે જ નબળો થય જાહે.

27 કોય પણ એક બળવાન માણસના ઘરની અંદર જઈને એની મિલકત અને એનું ઘર લુટી હકતો નથી, જ્યાં હુધી કે એના ઘરના માલિકને બાંધી નો લેય.

28 હું તમને હાસુ કવ છું કે, “આ વાતો ઉપર ધ્યાન આપો લોકો ઘણાય પરકારના પાપો કરે અને પરમેશ્વરની વિરુધ નિંદા કરે તો પણ ઈ તેઓને માફ કરી હકે છે.

29 પણ જે કોય પવિત્ર આત્માની નિંદા કરે છે પરમેશ્વર તેઓને કોય દિવસ માફ નય કરે, પણ ઈ આ પાપ હાટુ એના માણસ ઉપર અનંતકાળનો દોષ રાખે છે.”

30 કેમ કે તેઓ આ કેતા હતાં કે, ઈસુમાં મેલી આત્મા વળગેલી છે.


ઈસુની માં અને ભાઈઓ
( માથ્થી 12:46-50 ; લૂક 8:19-21 )

31 ઈ પછી ઈસુની માં અને એના ભાઈઓ આવ્યા. તેઓએ બારે ઉભા રયને ઈસુને બોલાવવા હાટુ કોકને અંદર મોકલ્યો.

32 અને લોકોની મોટી ગડદી ઈસુની આજુ-બાજુ બેઠી હતી, તેઓએ એને કીધુ કે, “જો તારી માં અને તારા ભાઈઓ બારે તને ગોતે છે.”

33 ઈસુએ તેઓને જવાબ દીધો કે મારી માં અને ભાઈઓ કોણ છે?

34 અને એની ઉપર જેઓ એની સ્યારેય બાજુ ફરતા બેહેલા હતાં, તેઓને જોયને કીધુ કે, “જોવ, મારી માં અને મારા ભાઈઓ આ છે.

35 કેમ કે, જે કોય પરમેશ્વરની મરજી મુજબ કરશે ઈજ મારો ભાઈ અને મારી બેન અને મારી માં છે.”

Koli Wadiyara (કોલી) Bible by The Love Fellowship is licensed under Creative Commons Attribution-ShareAlike 4.0 License.

Beyond Translation
Lean sinn:



Sanasan