માર્ક 2 - કોલી નવો કરારઈસુ દ્વારા લકવાવાળા માણસને હાજો કરવો ( માથ્થી 9:1-8 ; લૂક 5:17-26 ) 1 અને થોડાક દીવસો ગયા પછી ઈસુ પાછો ફરી કપરનાહૂમ નગરમાં આવ્યો, અને તઈ લોકોએ બીજાને ખબર ફેલાવી કે, ઈસુ આવ્યો છે અને ઈ ઘરમાં હતો. 2 જેથી એટલા બધાય માણસો ઘરમાં ભેગા થયાં કે આખા ઘરમાં થોડીક પણ જગ્યા નોતી, અને ન્યા દરવાજાની બારે પણ જગ્યા નોતી અને ઈસુએ તેઓને પોતાનો સંદેશો હંભળાવ્યો. 3 ઈ લોકોમાંથી સ્યાર માણસો એક લકવાવાળા માણસને પથારીમાં ઉપાડીને ઈસુની પાહે લીયાવા. 4 ગડદીને લીધે તેઓ ઈસુની પાહે પુગી નો હક્યાં, એટલે જ્યાં ઈ હતો ઈ ઘરનું છાપરું ખોલીને ઈ લકવાવાળો જે પથારીમાં હતો એને ઈસુની હામે ઉતારયો. 5 જઈ ઈસુને આ ખબર પડી કે, તેઓ એની ઉપર વિશ્વાસ કરે છે તઈ એણે લકવાવાળાને કીધુ કે, “હે દીકરા, મે તારા પાપો માફ કરી દીધા છે.” 6 પણ કેટલાક યહુદી નિયમના શિક્ષકો જેઓ ન્યા ઘરમાં બેઠાતા, તેઓએ પોતાના મનમા જે કાય ઈસુએ કીધું ઈ વિસાર કરવા લાગ્યા કે, 7 “આ માણસ કેમ આવું બોલે છે? ઈ તો પરમેશ્વરની નિંદા કરે છે, એક જ પરમેશ્વર છે જેના સિવાય બીજો કોય પાપોની માફી આપી હક્તો નથી.” 8 ઈસુએ તરત જાણી લીધું કે, તેઓ મનમા શું વિસારતા હતાં, અને તેઓને કીધુ કે, તમારે આવું નો વિસારવું જોયી. 9 વધારે હેલ્લું શું છે? “તારા પાપ માફ થયા?” કા એમ કેવું કે, “ઉઠ, પોતાની પથારી ઉપાડ અને હાલતો થા?” 10 પણ જેનાથી એને જાણી લ્યો કે, મને, માણસના દીકરાને પૃથ્વી ઉપર લોકોના પાપ માફ કરવાનો અધિકાર છે, તેઓને હંમજાવવા હાટુ ઈ લકવાવાળાને કીધું કે, 11 “હું તને કવ છું કે, ઉઠ તારી પથારી ઉપાડીને તારા ઘરે વયોજા.” 12 ઈ તરત ઉઠયો અને પથારી ઉપાડીને બધાયના ભાળતા ઘરમાંથી વયો ગયો, એટલે જેટલાં લોકોએ એને ભાળ્યો ઈ બધાય નવાય પામીને પરમેશ્વરનાં વખાણ કરતાં કીધુ કે, “અમે કોય દિવસ આવું ભાળ્યુ નથી.” ચેલા થાવા હાટુ લેવીને તેડું ( માથ્થી 9:9-13 ; લૂક 5:27-32 ) 13 ઈસુ પાછો દરિયા કાઠે ગયો: ઘણાય લોકો એની પાહે આવ્યા, ને એણે બધાયને શિક્ષણ આપ્યું. 14 ઈ જઈ જાતો હતો, તઈ એણે એક માણસને જોયો જેનું નામ લેવી જેનું બીજુ નામ માથ્થી હતું અને એના બાપનું નામ અલ્ફી હતું. ઈ કામની જગ્યા ઉપર બેહીને વેરો ભેગો કરતો હતો. ઈસુએ એને કીધુ કે, “મારી વાહે આવ,” અને મારો ચેલો બન, ઈ તરત જ બધુય કામ મુકીને ઈસુનો ચેલો બની ગયો. 15 થોડાક દિવસો પછી ઈસુ અને એના ચેલાઓ લેવીના ઘરે ખાવાનું ખાવા હાટુ બેઠા હતા. તઈ ઘણાય દાણીઓ અને બીજા લોકો જેઓને પાપીઓ કેવામાં આવતાં હતાં, તેઓ હોતન ન્યા ચેલાઓ હારે ખાવાનું ખાવા હાટુ બેઠા હતાં, કેમ કે, એવા ઘણાય હતા જે ઈસુની હારે હાલતા હતાં. 16 યહુદી નિયમના શિક્ષકો જે ફરોશી ટોળાના લોકો હતાં અને દાણીઓ અને જેઓને લોકો પાપીઓ કેતા તેઓની હારે ખાતો જોયને એના ચેલાઓને કીધુ કે, “ઈસુ તો દાણીઓ અને પાપીઓની હારે ખાય છે.” 17 ઈસુએ આ હાંભળીને તેઓને કીધુ કે, જે હાજો છે એને વૈદની જરૂર નથી પણ જેઓ માંદા છે તેઓને ખપ છે, હું જેઓ પોતાને ન્યાયી માંને તેઓને હાટુ નય પણ જેઓ જાણે છે કે, હું ઈ પાપીઓને બોલાવવા આવ્યો છું. ઉપવાસ વિષે પ્રશ્ન ( માથ્થી 9:14-17 ; લૂક 5:33-39 ) 18 એક દિવસ, જળદીક્ષા આપનાર યોહાન અને ફરોશી ટોળાના લોકોના ચેલાઓ ઉપવાસ કરતાં હતા. ઈ વખતે અમુક લોકોએ ઈસુની પાહે આવીને પુછયું કે, “તારા ચેલાઓ કેમ ઉપવાસ કરતાં નથી?” 19 ઈસુએ તેઓને કીધુ કે, મારા ચેલાઓ અને હું વરરાજા અને એનાં મિત્રોની જેવા છયી, જ્યાં હુધી તેઓ લગનમાં છે ન્યા હુધી શું એનાં મિત્રો ઉપવાસ કરી હકે છે? નય, તેઓ ઉપવાસ નથી કરી હકતા. 20 પણ ઈ દિવસ આયશે જઈ વરરાજો તેઓની પાહેથી લેવાહે ઈ દિવસે તેઓ બધાય ઉપવાસ કરશે. 21 “લોકો આપડા જુના લુગડાને નવા થીગડાથી હાંધતું નથી જો હાંધે તો, જઈ ઈ ધોવામાં આવે તો નવા લુગડાનો ટુકડો ખેસાયને ભેગો થય જાહે અને જુના લુગડાને હજી વધારે ફાડી નાખશે, તઈ જુના લુગડામાનું ફાકુ બોવ મોટુ થય જાહે. 22 એમ જ લોકો નવો દ્રાક્ષારસ જુના સામડાની થેલીમાં ભરતા નથી. જો ભરે તો નવો દ્રાક્ષારસ ફૂલીને જુની સામડાની થેલીને ફાડી નાખે છે, દ્રાક્ષારસ અને જુની સામડાની થેલી બેયનો નાશ થાય છે, પણ નવો દ્રાક્ષારસ નવી સામડાની થેલીમાં ભરવામાં આવે છે.” ઈસુ વિશ્રામવારના પરભુ ( માથ્થી 12:1-8 ; લૂક 6:1 ) 23 એક વિશ્રામવારનાં દિવસે, જઈ ઈસુ અને એના ચેલાઓ ખેતરોમા થયને જાતા હતા, અને તઈ એના ચેલા હાલતા હાલતા ઘઉની ડુંડીયું તોડીને ખાવા લાગ્યા. 24 તઈ ફરોશી ટોળાના લોકોએ ઈસુને કીધુ કે, “વિશ્રામવારે આવું કામ કરવુ ઈ નિયમની વિરુધમાં છે, તો તારા ચેલાઓ આ કામ કેમ કરે છે?” 25-26 ઈસુએ તેઓને કીધુ કે, “શું તમે નથી વાસુ કે, બોવ વખત પેલા આપડા રાજા દાઉદે શું કરયુ, જઈ અબ્યાથાર પ્રમુખ યાજક હતો? તઈ રાજા દાઉદ અને એના મિત્રો ભૂખા હતાં, તઈ તેઓ પરમેશ્વરનાં મંદિરના પવિત્રસ્થાનમાં ગયા અને ઈ રોટલી ખાધી જે પરમેશ્વરને સડાવવામાં આવી હતી, અને પોતાના સાથીઓને પણ આપી. આપડા નિયમ પરમાણે ખાલી યાજકને જ ઈ રોટલી ખાવાની રજા હતી.” 27 ઈસુએ તેઓને કીધુ કે, “પરમેશ્વરે યહુદી લોકોના વિશ્રામવારનો દિવસ માણસ હાટુ બનાવ્યો છે, પણ એણે યહુદી લોકોના વિશ્રામવારના દિવસને માણસોની ઉપર બોજ બનવા હાટુ નથી બનાવ્યો. 28 એટલે હું માણસનો દીકરો વિશ્રામવારના દિવસનો પણ પરભુ છું.” |
Koli Wadiyara (કોલી) Bible by The Love Fellowship is licensed under Creative Commons Attribution-ShareAlike 4.0 License.
Beyond Translation