Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -

માર્ક 15 - કોલી નવો કરાર


પિલાતનો ઈસુને પર્શ્ન
( માથ્થી 27:1-2 , 11-14 ; લૂક 23:1-5 ; યોહ. 18:28-38 )

1 હવારના પોરમાં બોવ જલ્દી મુખ્ય યાજકો, વડીલો, અને યહુદી નિયમના શિક્ષકો પણ યહુદી લોકોની પરચાર કરવાની જગ્યાના બધાય સભ્યોએ તેઓ એક હારે મળ્યા અને પિલાતની હામે ઈસુ ઉપર આરોપ લગાડવાનું કાવતરૂ કરયુ, યહુદીયા જિલ્લાના રોમી રાજ્યપાલ, પિલાતના ઘરે લય ગયો.

2 અને પિલાતે એને પુછયું કે, “શું તુ યહુદીઓનો રાજા છો?” ઈસુએ એને જવાબ આપ્યો કે, “તુ હાસુ કય રયો છો, કે, હું છું.”

3 અને મુખ્ય યાજકો એની ઉપર ઘણીય વાતોનો આરોપ લગાડતા હતા.

4 પિલાતે ફરી એને પુછયું કે, “શું તુ કાય જવાબ જ નથી દેતો, જો આ તારી ઉપર કેટલા બધાય આરોપો લગાડે છે?”

5 ઈસુએ શાંતિ રાખી અને કાય જવાબ દીધો નય, જેથી પિલાતને ઘણીય નવાય લાગી.


ઈસુને મોતની સજાની આજ્ઞા
( માથ્થી 27:15-26 ; લૂક 23:13-25 ; યોહ. 18:39-19:16 )

6 હવે દરેક તેવાર વખતે, પિલાત સદાય કોય એક કેદીને જેને તેઓ ઈચ્છતા હતાં, તેઓની હાટુ એક કેદીને છોડી દેતો હતો.

7 ઈ વખતે બારાબાસ નામનો એક માણસ જે બળવાખોરોની હારે જેલખાનામાં હતો, જેણે રોમી સરકારની વિરુધ હુલ્લડમાં કેટલાક લોકોને મારી નાખ્યા હતા.

8 અને લોકોનું ટોળું પિલાતની પાહે આવ્યું અને એનાથી એક કેદીને છોડી દેવા હાટુ કેવા લાગ્યા જેવું ઈ સદાય કરતો હતો.

9 પિલાતે તેઓને આ જવાબ આપ્યો કે, “શું તમે ઈચ્છો છો કે, હું તમારી હાટુ યહુદીઓના રાજાને છોડી દવ?”

10 કેમ કે ઈ જાણતો હતો કે, મુખ્ય યાજકોએ ઈર્ષાના કારણે ઈસુને પકડાવી દીધો છે.

11 પણ મુખ્ય યાજકોએ લોકોના ટોળાને સડાવ્યા કે, તેઓ પિલાતને ઈસુને છોડી દેવાના બદલે બારાબાસને છોડી દેવાની માગણી કરે.

12 આ હાંભળીને પિલાતે ફરીથી તેઓને પુછયું કે, “તો જેને તમે યહુદીઓનો રાજા કયો છો, એને હું શું કરું?”

13 ઈ ટોળાએ પાછી રાડો પાડી કે, “એને વધસ્થંભે સડાવો.”

14 પિલાતે તેઓને પુછયું કે, “કેમ, એણે શું ગુનો કરયો છે?” પણ હજી ટોળાએ વધારે રાડો પાડીને બોલ્યા કે, “એને વધસ્થંભે સડાવો.”

15 તઈ પિલાતે ટોળાને રાજી કરવાની ઈચ્છાથી, બારાબાસને તેઓની હાટુ છોડી દીધો, અને ઈસુને કોરડા મરાવીને વધસ્થંભે જડવા હાટુ રોમના સિપાયોને હોપ્યો.


ઈસુનું અપમાન
( માથ્થી 27:27-31 ; યોહ. 19:2-3 )

16 તઈ પિલાતના સિપાયો ઈસુને રાજ્યપાલના ઘરના આંગણામાં લય ગયા. અને તેઓએ સિપાયોની એક મોટી ટુકડી બોલાવી.

17-18 સિપાયોએ એને જાંબુડી રંગનો ઝભ્ભો ઠેકડી કરવા હાટુ પેરાવ્યો જેમ કે, ઈ એક રાજા હોય અને તેઓએ કાંટાનો મુગટ ગુથીને બનાવ્યો અને એને રાજા બનાવવાની ઠેકડી ઉડાડવા હાટુ ઈ મુગટ એના માથા ઉપર રાખી દીધો. તઈ તેઓએ એને સલામ કરવાનું સાલું કરી દીધુ, આ જોતા કે, તેઓ એને માન આપતા હતાં અને રાડો નાખવા લાગ્યા કે, “યહુદીઓના રાજાને સલામ!”

19 તેઓ એની ઉપર થુક્યા; અને પછી ધોકળની હોટી લયને માથા ઉપર ઘણીય વાર મારતા હતાં, તેઓ એનુ અપમાન કરયુ, અને તેઓ ઘુટણે પડીને એને પરણામ કરતાં રયા.

20 જઈ તેઓએ ઠેકડી કરી લીધી, તો એની ઉપરથી જાંબુડી રંગનો ઝભ્ભો ઉતારી લીધો, અને એના જ લુગડા પેરાવ્યા, અને તઈ એને વધસ્થંભે જડવા હાટુ શહેરની બારે લય ગયા.


ઈસુને વધસ્થંભે સડાવવો
( માથ્થી 27:32-44 ; લૂક 23:26-43 ; યોહ. 19:17-27 )

21 જઈ તેઓ શહેરથી બારે જાતા હતાં, તો કુરેન ગામનો સિમોન નામનો એક માણસ ગામડામાંથી યરુશાલેમ શહેરમાં આવતો હતો, અને ઈ એલેકઝાંડર અને રૂફસનો બાપ હતો સિપાયોએ એને હુકમ કરયો કે, ઈ વધસ્થંભ ઉપાડીને ઈ જગ્યા હુધી લય જાય જ્યાં તેઓ ઈસુને વધસ્થંભે જડવામાં આયશે.

22 સિપાય ઈસુને ગલગથા નામની જગ્યાએ લય ગયા, જેનો અરામિક ભાષામાં અરથ છે, “ખોપડીની જગ્યા.”

23 તઈ સિપાયોએ ઈસુને બોળ નામની દવા મેળવેલા દ્રાક્ષારસ પીવા હાટુ આપ્યો જેથી એના દુખાવાની એને ખબર પડે નય. પણ એણે ઈ પીવાની ના પાડી દીધી.

24 તઈ તેઓએ એને વધસ્થંભે જડયો, અને તેઓએ છીઠ્ઠીઓ નાખીને નિર્ણય લીધો કે, કોને ઈસુનું કયું લુગડુ મળશે.

25 હવારના નવ વાગા હતાં જઈ તેઓએ ઈસુને વધસ્થંભ જડયો.

26 અને તેઓએ ઈસુના માથાની ઉપર વધસ્થંભે આરોપનામું લગાડયુ, જેની ઉપર ઈ કારણ લખ્યું હતું કે, તેઓ કેમ એને ખીલા મારીને વધસ્થંભે સડાવતા હતા. અને એની ઉપર લખ્યું હતું કે, “યહુદીઓનો રાજા છે.”

27 તેઓએ એની હારે બે લુંટારાઓને, એક એની જમણી બાજુ અને બીજાને ડાબી બાજુ વધસ્થંભે જડયા.

28 એવી રીતેથી, પવિત્રશાસ્ત્ર ખરું થય ગયુ; જે મસીહના વિષે કેવામાં આવે છે કે, “એને એક ગુનેગારોની જેમ ગણવામાં આયશે.”

29 અને મારગે જાવાવાળા પોતાનુ માથું હલાવીને ઈસુનું અપમાન કરયુ કે, “વાહ રે! તું તો કેતો હતોને મંદિરને પાડી નાખય, અને ત્રણ દીવસમાં એને પાછુ બાંધી લેય,

30 હવે વધસ્થંભ ઉપરથી ઉતરીને પોતાની જાતને બસાવ.”

31 ઈજ પરમાણે મુખ્ય યાજકો પણ, યહુદી નિયમના શિક્ષકોની હામે, અંદરો અંદર ઠેકડી ઉડાડતા કેતા હતા કે, “એણે બીજાઓને બસાવ્યા, પણ ઈ પોતાની જાતને બસાવી હકતો નથી.

32 આ માણસ જે ઈઝરાયલ દેશના લોકોનો મસીહ અને રાજા થાવાનો દાવો કરે છે, હવે વધસ્થંભ ઉપરથી ઉતરી આવે, એટલે આપડે જોયી અને એની ઉપર વિશ્વાસ કરી હકીએ કે, ઈ આપડો રાજા છે.” અને જે એની હારે વધસ્થંભ ઉપર સડાવવામાં આવ્યા હતાં, તેઓ પણ એની નિંદા કરતાં હતા.


ઈસુનું મોત
( માથ્થી 27:45-46 ; લૂક 23:44-49 ; યોહ. 19:28-30 )

33 અને બપોરના બાર વાગ્યા તઈ આખા દેશમાં અંધારું છવાય ગયુ, અને નવમી કલાકે લગભગ ત્રણ વાગ્યાની આસપાસ હુધી રયુ.

34 ત્રણ વાગ્યાની આસપાસ, ઈસુએ ઉસા શબ્દોથી બોલાવીને કીધું કે, “એલોઈ, એલોઈ, લમાં શબકથની?” જેનો અરથ “હે મારા પરમેશ્વર! હે મારા પરમેશ્વર! તે મને કેમ મુકી દીધો છે?”

35 ઈ લોકોમાંથી કેટલાકે જે એની પાહે ઉભા હતાં, એણે હાંભળ્યું, પણ તેઓ હમજી હક્યાં નય અને એકબીજાથી કીધું કે, “હાંભળો, ઈ આગમભાખનાર એલિયાને સ્વર્ગમાંથી પોતાની મદદ કરવા હાટુ બોલાવે છે.”

36 ઈ લોકોમાંથી એક માણસ ધોડ્યો અને એક પન્સ લયને સરકામાં બોળી દીધુ. એણે એને એક હોટીની ટોસે બાંધી એને ઈસુના મોઢા પાહે પુગાડયું જેથી ઈ જેમાંથી કાક સરકો સુહી હકે. એણે કીધું કે, “ઉભા રયો કાય નો કરો. આપડે જોવું જોયી કે, આગમભાખીયો એલિયા આયશે અને એને વધસ્થંભેથી ઉતારવામાં આયશે કે નય.”

37 તઈ ઈસુએ મોટા અવાજે રાડ પાડીને છેલ્લો સુવાસ લયને જીવ છોડ્યો.

38 અને ઈ જે મોટો પડદો મંદિરમાં લટકેલો હતો, જે બધાયને પરમેશ્વરની હાજરીમાં અંદર આવવામાં રોકતો હતો, ઉપરથી નીસે હુધી બે ભાગમાં ફાટી ગયો.

39 જે ફોજદાર એની હામે ઉભો હતો, જઈ એણે એનો અવાજ હાંભળો અને જોયું કે ઈ કેવી રીતે મરી ગયો તો એણે કીધું કે, “આ હાસુ છે કે, આ માણસ પરમેશ્વરનો દીકરો હતો.”

40 કેટલીક બાયુ પણ આધેથી જોતી હતી. બાયુંના આ જૂથમાં મરિયમ પણ હતી જે મગદલા નામના શહેરથી હતી, અને શાલોમી અને મરિયમ જે નાનો યાકુબ અને યોસેની માં હતી.

41 જઈ ઈસુએ ગાલીલ જિલ્લામાં સ્યારેય બાજુ યાત્રા કરી, તો આ ત્રણેય બાયુએ એના ચેલાઓની જેમ એની વાહે વાહે હાલી અને એને જે પણ જરૂરિયાત હોય, એને પુરી કરતી હતી. કેટલીય બાયુ પણ ગાલીલમાં એની હારોહાર હતી અને એની હારે યરુશાલેમ આવી હતી.


ઈસુને કબરમાં ડાટવો
( માથ્થી 27:57-61 ; લૂક 23:50-56 ; યોહ. 19:38-42 )

42-43 યુસુફ નામનો એક માણસ હતો, જે અરિમથાઈ શહેરનો હતો. ઈ એક મહાસભાનો પ્રમુખ સદસ્ય હતો અને જે પોતે પરમેશ્વરનાં રાજ્યની વાટ જોતો હતો. એણે હિંમત રાખીને પિલાત પાહે ગયો અને ઈસુની લાશની માગ કરી જેથી એને ડાટી હકે. એણે આવું ઈ હાટુ કરયુ કેમ કે, આ તૈયારીનો દિવસ હતો અને પેલા હાજ પડવા આવી હતી. આ યહુદીઓના આરામના દિવસ પેલાનો દિવસ હતો, જઈ લાશને ડાટવા લય જાવાની મનાય હતી.

44 પિલાત વિશ્વાસ જ નો કરી હક્યો કે, ઈસુ પેલા જ મરી ગયો હતો, અને એણે અમલદારને બોલાવીને પુછયું કે, “શું ઈ હાસુ છે કે ઈસુ પેલા જ મરી ગયો છે?”

45 જઈ એણે ફોજદાર પાહેથી ખબર જાણી લીધી કે, તો પિલાતે કીધું કે યુસુફ ઈસુની લાશને ડાટવા હાટુ લય જાય હકે છે.

46 એણે ઈસુની લાશને વધસ્થંભથી નીસે ઉતારી લીધી, અને એને મોઘા મખમલના ખાપણમાં વીટાળી લીધી અને ઈ લાશને એક ડાટવાની ગુફામાં રાખી દીધી, જે પાણાને કોતરીને બનાવામાં આવી હતી. પછી એણે એક મોટો ગોળ આકારનો પાણો ગબડાવ્યો અને એને કબરવાળી ગુફામાં અંદરના દરવાજાને બંધ કરવા હાટુ રાખી દીધો.

47 અને એને જ્યાં મુક્યો હતો ઈ મગદલા શહેરની મરિયમ અને નાનો યાકૂબ અને યોસેની માં મરિયમ, જોય રયા હતા.

Koli Wadiyara (કોલી) Bible by The Love Fellowship is licensed under Creative Commons Attribution-ShareAlike 4.0 License.

Beyond Translation
Lean sinn:



Sanasan