માર્ક 12 - કોલી નવો કરારઈસુ દ્વારા ભુંડા ખેડુતોનો દાખલો ( માથ્થી 21:33-46 ; લૂક 20:9-19 ) 1 ઈ પછી ઈસુ દાખલામાં યહુદીઓના આગેવાનોને કેવા મડયો કે, એક માણસે પોતાના ખેતરમાં દ્રાક્ષાવાડી રોપીને એની આજુ-બાજુ વાડ કરીને દ્રાક્ષારસ પીસીને ભેગો કરવા હાટુ કુંડ બનાવ્યો, અને એણે સ્યારેય બાજુ જનાવરથી વાડીને બસાવવા હાટુ કોટ બાંધ્યો. પછી એણે વાડીને કેટલાક ખેડુતોને ભાગ્યું આપી દીધુ અને બીજા દેશમાં લાંબી યાત્રામાં વયો ગયો. 2 જઈ દ્રાક્ષ કાપવાની મોસમ આવી, તઈ એણે પોતાના ચાકરોમાંથી એક ચાકરને એનો ભાગ લેવા હાટુ ભાગ્યાવાળા ખેડૂતોની પાહે મોકલ્યો. 3 પણ ઈ ખેડૂતોએ એને પકડીને મારીને કાય આપ્યા વગર ખાલી હાથે પાછો મોકલી દીધો. 4 પછી દ્રાક્ષાવાડીના માલિકે એક હજી બીજા ચાકરને ખેડૂતોની પાહે મોકલ્યો, અને તેઓએ એનુ માથું ફોડી નાખ્યુ, અને એનુ અપમાન કરયુ. 5 એની પછી માલિકે એક હજી બીજાને મોકલ્યો, અને તેઓએ એને મારી નાખ્યો, તઈ એણે હજી ઘણાયને મોકલ્યા, એનામાંથી તેઓએ કેટલાકને મારયા, અને કેટલાકને મારી નાખ્યા. 6 હવે ન્યા માલિક પાહે ફક્ત એક માણસ મોકલવા હાટુ બાકી હતો જે એનો વાલો દીકરો હતો, છેલ્લે એણે એવુ વિસારીને એને મોકલ્યો કે, “ઈ લોકો તો કદાસ મારા દીકરાનું માન રાખશે.” 7 પણ જઈ ખેડૂતોએ એના દીકરાને આવતો જોયો તો તેઓએ એકબીજાથી કીધુ કે, “ઈ આજ છે જે દ્રાક્ષના ખેતરને વારસામાં લેહે, હાલો આપડે એને મારી નાખી, જેથી વારસો આપડો થાય.” 8 અને તેઓએ એને પકડીને મારી નાખ્યો અને લાશને દ્રાક્ષાવાડીમાંથી બારે ફેકી દીધી. 9 તો હવે, દ્રાક્ષાવાડીનો માલીક આ કરશે, ઈ આયશે ઈ ખેડુતોને મારી નાખશે અને દ્રાક્ષની વાડી બીજાઓને આપી દેહે. 10 શું તમે શાસ્ત્રનો ઈ ભાગ નથી વાસો જે મસીહની હરખામણી એક ખાસ પાણાથી કરે છે? ઈ કેય છે કે, “જે પાણાને કડીયાઓએ ફેકી દીધો, ઈજ પાણો છે જે આખાય ઘરમાં બધાયથી ખાસ પાણો બની ગયો. 11 ઈ પરભુની દ્વારા કરવામા આવ્યું, અને આ આપડી હાટુ બોવ અદભુત છે!” 12 તઈ યહુદી આગેવાનોએ એને પકડવા માગ્યો કેમ કે, તેઓ હમજી ગયા હતાં કે, એણે આપડી વિરુધ આ દાખલો કીધો છે. પણ તેઓએ એને પકડયો નય કેમ કે, તેઓ લોકોથી બીતા હતા. ઈ હાટુ તેઓ ઈસુને મુકીને વયા ગયા. કૈસરને વેરા દેવા ઉપર પ્રશ્ન ( માથ્થી 22:15-22 ; લૂક 20:20-26 ) 13 પછી યહુદી આગેવાનોએ ઈસુની પાહે કેટલાક ફરોશી ટોળાના લોકો અને હેરોદ રાજાને માનવાવાળાઓને મોકલ્યા કે, તેઓ વાતમાં એને ફસાવે. 14 અને તેઓએ આવીને એને કીધુ કે, “હે ગુરુ, અમે જાણી છયી કે, તમે હાસુ બોલો છો. અને તમે કોયની પરવા કરતાં નથી કે, લોકો તમારી વિષે શું વિસારે છે કેમ કે, તમે માણસો વસે પક્ષપાત કરતાં નથી, પણ તમે પરમેશ્વરનો મારગ હાસાયથી બતાવો છો, તો હવે અમને બતાવો કે, રોમી સમ્રાટને વેરો આપવાનું હારું છે કે નય? 15 શું અમારે વેરો આપવો જોયી કે નો આપવો જોયી?” એણે તેઓનું ઢોંગ જાણીને તેઓને પુછયું કે, “તમે મને ખોટુ કેવાના કારણે ફસાવાની કોશિશ કેમ કરો છો? એક દીનાર (જેની કિંમત એક દિવસની મજુરી બરાબર છે) ઈ મારી પાહે લીયાવો કે હું જોવ.” 16 તેઓ લીયાવ્યા, અને એને તેઓને કીધુ કે, “મને બતાવો કે આ સાંદીના સિક્કા ઉપર કોનું નામ અને કોની છાપ છે?” તેઓએ કીધું કે, “રોમી સમ્રાટની છે.” 17 ઈસુએ જવાબ આપતા તેઓને કીધુ કે, “જે રોમી સમ્રાટની વસ્તુઓ છે ઈ રોમી સમ્રાટને આપો, જે પરમેશ્વરની વસ્તુ છે ઈ પરમેશ્વરને આપો.” તઈ ઈ બધાય બોવજ નવાય પામવા લાગ્યા. મરેલમાંથી પાછુ જીવતા થવાની વિષે પર્શ્ન ( માથ્થી 22:23-33 ; લૂક 20:27-40 ) 18 તઈ યહુદી આગેવાનો જેને સદુકી ટોળાના લોકો કેવામાં આવતાં હતાં ઈ આ વિશ્વાસ કરતાં નોતા કે, લોકો મરેલામાંથી જીવતા ઉઠે છે. ઈ હાટુ એમાંથી કેટલાક લોકો ઈસુની પાહે આવે અને એને એક સવાલ પુછયો કે, 19 “હે ગુરુ, મુસાએ નિયમમાં અમારી હાટુ એક કાયદો લખ્યો હતો કે, જો પરણેલો માણસ મરી જાય, એની બાયને બાળક હોય નય, તો પછી એના ભાઈને ઈ બાયને પરણવું જોયી, પછી તેઓ મરેલા ભાઈ હાટુ કુળ આગળ વધારે. 20 ન્યા હવે હાત ભાઈઓ હતાં, બધાયથી મોટા ભાઈએ લગન કરી લીધા પણ બાળકો વગર ઈ મરી ગયો. 21 બીજા ભાઈએ રંડાયેલી બાયની હારે લગન કરયા તો ઈ ભાઈ પણ બાળકો વગર મરી ગયો, આજ વાત ત્રીજા ભાઈ હારે અને બધાય હાતેય ભાઈઓની હારે થય. 22 ઈ બાયે તેઓમાંના કોયની હાટુ પણ એક પણ બાળકનો જનમ આપ્યો નય. છેલ્લે ઈ બાયનું પણ મોત થય ગયુ. 23 હવે અમને બતાય કેમ કે, હાતેય ભાઈઓએ ઈ બાયની હારે લગન કરયા હતાં, જઈ લોકો મરેલામાંથી જીવતા થાહે, તઈ કોની બાયડી થાહે?” 24 ઈસુએ તેઓને કીધુ કે, શાસ્ત્ર અને પરમેશ્વરનું પરાક્રમ તમે જાણતા નથી, આ કારણથી તમે ભૂલ ખાઓ છો. 25 કેમ કે, જઈ તેઓ મરેલામાંથી જીવતા ઉઠશે, તો જેમ સ્વર્ગમા સ્વર્ગદુત લગન નથી કરતાં એમ જ લોકો પણ લગન નય કરે. 26 મરેલાના જીવતા ઉઠવાના વિષે મૂસાની સોપડીમા લખવામાં આવ્યું છે કે, હળગતા ઝડવામાંથી મૂસાની હારે વાતો કરે છે, પરમેશ્વરે મુસાને કીધુ કે, હું ઈબ્રાહિમનો પરમેશ્વર છું, અને ઈસહાકનો અને યાકુબનો પરમેશ્વર છું, અને મરેલાઓનો પરમેશ્વર નથી, પણ જીવતાઓનો પરમેશ્વર છું. 27 એનો મતલબ છે કે, પરમેશ્વરનાં બધાય લોકો હજી હુધી જીવતા છે, ઈ હાટુ તમે આ વિષે! પુરી રીતેથી દગો ખાય ગયા છો, ઈ જીવતા લોકોના પરમેશ્વર છે નતો મરેલા લોકો હાટુ. મહાન આજ્ઞા. ( માથ્થી 22:34-40 ; લૂક 10:25-28 ) 28 અને યહુદી નિયમના શિક્ષકોમાંના એકે આવીને હાંભળ્યું કે, ઈસુ અને સદુકી લોકો અંદરો અંદર શું વાતો કરતાં હતાં, આ જાણીને કે, એણે તેઓને હારી રીતેથી જવાબ આપ્યો, એણે પુછયું કે, “પરમેશ્વરે જેટલી પણ આજ્ઞાઓ આપી છે તેઓમાંથી બધાયથી ખાસ આજ્ઞા કય છે?” 29 ઈસુએ જવાબ દીધો કે, “વધારે ખાસ આજ્ઞા ઈ છે, ઓ ઈઝરાયલ દેશના લોકો હાંભળો, પરભુ જ ખાલી પરમેશ્વર જેનું આપડે ભજન કરી છયી ઈ પરભુ એક જ છે. 30 અને તુ પરભુ તારા પરમેશ્વરથી તારા પુરા મનથી, તારા પુરા જીવથી, પુરી બુદ્ધિથી, અને તારા પુરા સામર્થ્યથી પ્રેમ રાખ.” 31 આ ઈજ છે કે, બીજા લોકોની ઉપર પણ પ્રેમ રાખ જેમ તુ પોતાની જાત ઉપર પ્રેમ રાખે છે, એના કરતાં બીજી કોય આજ્ઞા નથી. 32 યહુદી નિયમના શિક્ષકોએ એને કીધુ કે, “હે ગુરુ, બોવ હારું છે! ઈ હાસુ કીધુ છે કે, ખાલી પરભુ જ પરમેશ્વર છે અને એની સિવાય બીજો કોય પરમેશ્વર નથી. 33 અને તુ પરભુ તારા પરમેશ્વરથી તારા પુરા મનથી, પુરી બુદ્ધિથી, અને પુરા સામર્થ્યથી પ્રેમ રાખવો, અને એવી જ રીતેથી બીજાઓની ઉપર પ્રેમ રાખવો, બધા બલિદાનો અને ભેટો જે પરમેશ્વરને સડાવી છયી ઈ એનાથી પણ વધીને છે.” 34 જઈ ઈસુએ જોયું કે, એણે ડહાપણથી જવાબ દીધો, તઈ એણે કીધુ કે, “તુ પરમેશ્વરનાં રાજ્યમાં અંદર આવવાને પાહે છો.” અને કોયને ફરી એણે પ્રશ્ન પૂછવાની હિંમત નો થય. મસીહ વિષે પર્શ્ન ( માથ્થી 22:41-46 ; લૂક 20:41-44 ) 35 પછી ઈસુએ મંદિરમાં શિક્ષણ આપતા આ કીધુ કે, યહુદી નિયમના શિક્ષક કેવી રીતેથી કય હકે છે કે, મસીહ દાઉદ રાજાના કુળનો દીકરો હશે. 36 ન્યા હુધી કે, દાઉદ રાજા જઈ પવિત્ર આત્માએ એને બોલવાનું સામર્થ્ય આપ્યુ, તો એણે કીધુ કે, “પરમેશ્વરે મારા પરભુને પોતાની પાહે માન અને અધિકારના પદમાં બેહવા હાટુ કીધુ હતું, જઈ કે, એણે એના બધા વેરીઓને પુરી રીતે એને આધીન કરી દીધા.” 37 કેમ કે, ન્યા હુધી કે, ઈ ભાગમાં હોતન દાઉદ રાજા પોતે એને પરભુ કેય છે, તો ઈ એનો દીકરો કેવી રીતે કેવાય? અને ટોળાના લોકો એને ખુશીથી હાંભળે છે. ઈસુ દ્વારા સેતવણી ( માથ્થી 23:1-36 ; લૂક 20:45-47 ) 38 ઈસુએ શિક્ષણ આપતા તેઓને કીધુ કે, “યહુદી નિયમના શિક્ષકોથી સાવધાન રયો, તેઓ આ વાત બોવ ગમાડે છે કે, જાહેર જગ્યાઓમાં લોકો તેઓને લાંબા, અને મોઘા લુગડા પેરેલા જોવે અને તેઓ આ ગમાડે છે કે, બજારમાં લોકો તેઓને માનથી સલામ કરે. 39 અને યહુદી લોકોની પરચાર કરવાની જગ્યામાં મુખ્ય અને જમણવારમાં મુખ્ય જગ્યાઓ ઉપર બેહવાનું ગમાડે છે. 40 તેઓ દગાથી રંડાયેલીઓની માલ-મિલકત પસાવી પાડે છે, અને જાહેર જગ્યાઓમાં લોકોને હામે દેખાડવા હાટુ લાંબી પ્રાર્થનાઓ કરે છે, પરમેશ્વર એને સોક્કસ કડક સજા આપશે.” વિધવાનું દાન. ( લૂક 21:1-4 ) 41 અને ઈસુ મંદિરની દાનપેટીની હામે બેહીને જોય રયા હતાં કે, લોકો મંદિરની દાનપેટીમાં ક્યા પરકારે રૂપીયા નાખે છે, અને કેટલાક રૂપીયાવાળા લોકોએ વધારે રૂપીયા નાખ્યા. 42 એક ગરીબડી રંડાયેલીએ આવીને બે દમડી, એટલે કે બે તાંબાના સિક્કા, નાખ્યા જે ઘણાય ઓછા મુલ્યવાન હતા. 43 તઈ એણે પોતાના ચેલાઓને પાહે બોલાવીને કીધુ કે, “હું તમને હાસુ કવ છું કે મંદિરની દાનપેટીમાં આ ગરીબડી રંડાયેલીએ બધાય રૂપીયા નાખનારા કરતાં પણ વધારે નાખ્યુ છે; 44 હું આ કવ છું કે, ઈ બધાય રૂપીયાવાળા માણસોએ પોતપોતાના જીવનના ભરપૂરીપણા માંથી જરૂરિયાત કરતાં વધારે હતું, એમાંથી દાનમાં થોડું જ નાખ્યુ છે, પણ આ રંડાયેલ ગરીબ છે એણે ઈ બધુય આપ્યુ જે એની પાહે હતું. એણે ઈ બધાય રૂપીયા નાખી દીધા છે જે ઈ પોતાની જીવાય હાટુ ઉપયોગ કરી હકતી હતી.” |
Koli Wadiyara (કોલી) Bible by The Love Fellowship is licensed under Creative Commons Attribution-ShareAlike 4.0 License.
Beyond Translation