Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -

માર્ક 11 - કોલી નવો કરાર


ઈસુને યરુશાલેમમાં અંદર આવવું
( માથ્થી 21:1-11 ; લૂક 19:28-40 ; યોહ. 12:12-19 )

1 જઈ ઈસુ અને એના ચેલાઓ યરુશાલેમ શહેરની બાજુમાં આવ્યા, તો તેઓ બેથફાગે અને બેથાનિયા શહેરની પાહે ગયા, ઈ ગામડાઓ જૈતુનના ડુંગર ઉપર હતાં, ન્યા ઈસુ બે ચેલાઓને એમ કયને મોકલ્યા કે,

2 “હામેના ગામમાં જાવ અને એમા પૂગતા જ એક ગધેડાનું ખોલકું મળશે, જેની ઉપર કોય માણસ કોય દિવસ બેઠો નો હોય, એવો બાંધેલો તમને મળશે, એને છોડીને લીયાવો.

3 જો કોય તમને પૂછે કે, તમે શું કરો છો? તો એમ કેજો કે, ઈસુ મારા પરભુને એનો ઉપયોગ કરવાની જરૂર છે. ઈ એને જલ્દી જ આયા પાછો મોકલી દેહે.”

4 ચેલાઓ ગામમાં ગયા ન્યા એક ઘરના કમાંડની બારે ખુલ્લા મારગમાં બાંધેલુ ખોલકું તેઓને મળ્યું, તેઓ એને છોડવા લાગ્યા.

5 તેઓમાંથી જે ન્યા ઉભા હતાં, એમાંથી કેટલાક કેવા લાગ્યા કે, “આ શું કરો છો, ખોલકાને કેમ છોડો છો?”

6 ચેલાઓએ જેવું ઈસુએ કીધુ હતું, એવુ જ તેઓને કય દીધુ; ઈ હાટુ લોકોએ તેઓને ખોલકાને લય જાવાની રજા આપી.

7 બે ચેલાઓ ખોલકાને ઈસુની પાહે લીયાવ્યા અને પોતાના બારના પેરેલા લુગડા એની ઉપર નાખી દીધા, પછી ઈસુ ખોલકા ઉપર બેહી ગયો.

8 જેમ ઈસુ ખોલકા ઉપર સવારી કરીને યરુશાલેમ બાજુ આગળ વધ્યો, એમ જ ઘણાય બધા લોકોએ એનાં મારગ ઉપર પોતાના લુગડા પાથરીને એને માન આપ્યું. કેટલાક બીજા લોકોએ મારગ ઉપર પાંદડા વાળી ડાળખ્યું પાથરીને એને આદર કરયુ જેણે તેઓએ મારગની આજુ બાજુના ઝાડવાથી કાપ્યા હતા.

9 કેટલાક લોકો ઈસુની આગળ અને બીજા લોકો ઈસુની પાછળ હાલનારાઓ તેઓ રાજી થયને રાડો પાડતા કીધુ કે, “હોસાન્‍ના! પરમેશ્વર એનાથી રાજી છે જે એના અધિકારથી આવે છે.

10 આશીર્વાદિત છે જે આપડા વડવાઓ રાજા દાઉદનું રાજ્ય જે પરમેશ્વરનાં અધિકારમાં આવે છે, પરમેશ્વર જે સ્વર્ગમા રેય છે, એની હોસાન્‍ના.”

11 જઈ ઈસુ યરુશાલેમ શહેરમાં પૂગ્યો, એની પછી, ઈ મંદિરમાં ગયો. એણે બધીય બાજુ દરેક વસ્તુને ધ્યાનથી જોયું અને પછી એને શહેર છોડી દીધુ કેમ કે, બપોર પેલા જ મોડું થય ગયુ હતું. પછી ઈ પોતાના બાર ચેલાઓની હારે બેથાનિયા ગામમાં જાવા હાટુ નીકળી ગયા.


અંજીરીના ઝાડને હરાપ આપવો
( માથ્થી 21:18-19 )

12 બીજા દિવસે જઈ તેઓ બેથાનિયા ગામમાંથી નીકળા તો ઈસુને ભુખ લાગી.

13 અને ઈ આઘેથી પાંદડાથી ભરેલું અંજીરનું ઝાડ જોયને એની પાહે ગયો કે, એમાંથી અંજીર મળી જાય પણ પાંદડાઓ સિવાય કાય નો મળ્યું કેમ કે, ફળની ઋતુ નોતી.

14 તઈ ઈસુએ ઝાડને કીધુ કે, “હવેથી તુ કોયદી ફળ નય આપે.” અને એના ચેલાઓ હાંભળી રયા હતા.


મંદિરમાંથી વેપારીઓને કાઢવા
( માથ્થી 21:12-17 ; લૂક 19:45-48 ; યોહ. 2:13-22 )

15 એના પછી ઈસુ અને એના ચેલાઓ યરુશાલેમ શહેરમાં પુગ્યા અને મંદિરના ફળીયામાં ગયા. એને ઈ લોકોને ઈ જગ્યાથી બારે કાઢી મુકવાનું સાલું કરી દીધુ, જે બલિદાન હાટુ સડાવવામાં આવતાં જનાવરો અને બીજી વસ્તુઓ ખરીદતા અને વેસતા હતા. એણે રૂપીયા બદલવા વાળાઓની મેજને ઉધ્યું વાળી દીધ્યું, અને એણે બલિદાન હાટુ કબુતરો વેસનારાઓની મેજને ઉધ્યું વાળી દીધ્યું.

16 અને એણે લોકોને આજ્ઞા આપી કે, તેઓ મંદિરના આંગણાની આજુ-બાજુની જગ્યાથી વસ્તુઓ લય જાવાનું બંધ કરે.

17 અને શિક્ષણ આપતી વખતે તેઓને કીધુ કે, “મારું ઘર પ્રાર્થનાનું ઘર કેવાય છે કે, જ્યાં બધીય જાતિના લોકો પ્રાર્થના કરવા હાટુ આવે છે, પણ તમે એને લુંટારાઓની ગુફા બનાવી દીધી છે.”

18 તો પછી મુખ્ય યાજકો અને યહુદી નિયમના શિક્ષકોને બતાવવામાં આવ્યું કે, ઈસુએ શું કરયુ હતું, તેઓ એનાથી બીતા હતાં કેમ કે, ટોળાના બધાય લોકો એના શિક્ષણ ઉપર અચરત હતા. ઈ હાટુ તેઓ એક મારગ ગોતવા લાગ્યા જેથી તેઓ એને મારી હકે.

19 અને જઈ હાંજ થય, તો ઈસુ અને એના ચેલાઓ શહેર છોડીને બેથનીયા ગામની બાજુ ઈ રાતે હુવા હાટુ વય ગયા.


વિશ્વાસનું સામર્થ્ય
( માથ્થી 21:20-22 )

20 બીજા દિવસે હવારના પોરમાં, જઈ ઈસુ અને એના ચેલાઓ પાછા યરુશાલેમ શહેર બાજુ જાતા હતાં, તઈ તેઓએ અંજીરના ઝાડને પાછુ જોયું, તઈ ઈ મુળયાથી આખુય હુકાઈ ગયું હતું.

21 પિતરને ઈ વાત યાદ આવી અને એણે ઈસુને કીધુ કે, “હે ગુરુ, જોવ! આ અંજીરના ઝાડને તમે હરાપ દીધો હતો ઈ મુળયેથી આખુય હુકાય ગયું છે.”

22 ઈસુએ એને જવાબ આપ્યો કે, વિશ્વાસ કરો કે, જે તમે માગ્યું છે, ઈ પરમેશ્વર તમને આપશે.

23 હું તમને હાસુ કવ છું કે, જો કોય આ ડુંઘરાને કેય કે, “ઉખડી જા, અને દરીયામાં જયને પડ, અને પોતાના હ્રદયમાં શંકા કરતો નય કે, એવુ થાહે, પણ વિશ્વાસ કરો કે, જે એણે માગ્યું છે પરમેશ્વર એને આપશે, તઈ પરમેશ્વર એની હાટુ આ કરી દેહે.

24 ઈ હાટુ હું તમને કવ છું કે, જે કાય તમે પ્રાર્થના કરીને માગો અને વિશ્વાસ કરો કે, પરમેશ્વરે પેલા જ તમારી વિનવણી અપનાવી લીધી છે અને પરમેશ્વર તમને આ આપશે.

25 આ રીતે જઈ તમે ઉભા રયને પ્રાર્થના કરો છો, તો જો તમારા મનમા કોય બીજા પર્ત્ય કાય વિરોધ હોય, તો માફ કરો: ઈ હાટુ કે, પરમેશ્વર તમારો બાપ જે સ્વર્ગમા રેય છે ઈ પણ તમારા અપરાધો માફ કરશે.

26 પણ જો તમે એને માફ નય કરો તો તમારો પરમેશ્વર બાપ પણ જે સ્વર્ગમા છે, ઈ તમારા પાપો માફ નય કરે.”


અધિકાર ઉપર પ્રશ્ન
( માથ્થી 21:23-27 ; લૂક 20:1-8 )

27 ઈસુ અને એના ચેલાઓ યરુશાલેમ શહેરમાં પાછા આવ્યા, જઈ ઈ મંદિરમાં ફરતો હતો તઈ મુખ્ય યાજકો અને યહુદી નિયમના શિક્ષકો અને વડીલો એની પાહે આવીને,

28 પૂછવા લાગ્યા કે, “તું ક્યાં અધિકારથી આ કામ કર છો, આ અધિકાર તને કોણે દીધો છે?”

29 ઈસુએ ઈ બધાયને કીધુ કે, “હું એક વાત તમને પૂછીશ જો એનો જવાબ તમે મને દયો, તો હું ક્યા અધિકારીથી આ કામ કરું છું, ઈ હું પણ તમને કેય.

30 જઈ યોહાને લોકોને જળદીક્ષા આપી, તો શું એનો અધિકાર સ્વર્ગથી પરમેશ્વર તરફથી આવ્યો કે લોકો તરફથી મને કયો?”

31 તઈ તેઓએ અંદરો અંદર વિસાર કરીને કેવા લાગ્યા કે, “જો આપડે જવાબ આપીએ કે, સ્વર્ગથી પરમેશ્વર તરફથી, તો ઈ અમને પૂછશે કે, તઈ તમે એની ઉપર વિશ્વાસ કેમ કરયો નય?”

32 પણ જો આપડે કેયી કે, માણસો તરફથી, તો તેઓ લોકોની ગડદીથી બીતા હતાં, જે આ માનતા હતાં કે યોહાન પરમેશ્વર તરફથી એક હાસો આગમભાખીયો હતો.

33 તઈ તેઓએ ઈસુને જવાબ આપ્યો કે, “અમે નથી જાણતા કે, યોહાને લોકોને જળદીક્ષા આપવા હાટુ કોણે મોકલ્યો.” ઈસુએ કીધુ કે, “હું હોતન તમને નય કવ કે, ક્યા અધિકારથી હું આ કામ કરું છું.”

Koli Wadiyara (કોલી) Bible by The Love Fellowship is licensed under Creative Commons Attribution-ShareAlike 4.0 License.

Beyond Translation
Lean sinn:



Sanasan