માર્ક 10 - કોલી નવો કરારલગન અને છુટાછેડા વિષે શિક્ષણ ( માથ્થી 19:1-12 ; લૂક 16:18 ) 1 પછી ઈસુ અને એના ચેલાઓ કપરનાહૂમ શહેર મુકીને તેઓ યહુદીયા જિલ્લાથી થયને યર્દન નદીને ઓલે કાઠે વયા ગયા, વળી એકવાર એની પાહે એક મોટુ ટોળુ ભેગુ થય ગયુ, અને ઈ પોતાની રીત પરમાણે તેઓને પાછુ શિક્ષણ આપવા લાગ્યો. 2 તઈ ફરોશી ટોળાના લોકોએ ઈસુની પાહે આવીને એને પારખવા હાટુ પુછયું કે, “શું મૂસાના શાસ્ત્રમાં એક માણસને પોતાની બાયડીને છુટાછેડા દેવાની રજા છે?” 3 પછી ઈસુએ તેઓને જવાબ આપ્યો કે, “મુસાએ તમને છુટાછેડા દેવાના વિષે શું આજ્ઞા આપી છે?” 4 તેઓએ કીધુ કે, “મુસાએ એક માણસને પોતાની બાયડીને છુટાછેડાના કાગળો લખીને એને છોડવા હાટુ મજબુર કરવાની રજા આપી.” 5 ઈસુએ તેઓને કીધુ કે, “તમે સદાય પરમેશ્વરને માનવાનો નકાર કરો છો. ઈ હાટુ મુસાએ આ રજા તમારી હાટુ આજ્ઞાના રૂપમાં લખી છે. 6 પણ શરૂઆતમાં જઈ પરમેશ્વરે બધુય બનાવ્યું, તઈ એણે તેઓને બાય અને માણસ કરીને બનાવ્યા. 7 આ બતાવે છે કે પરમેશ્વરે કેમ કીધુ કે, જઈ એક માણસ અને બાય લગન કરે છે, તો તેઓને લગન પછી પોતાના માં-બાપની હારે નો રેવું જોયી. એના બદલે, તેઓ બેય એક હારે રેય, અને તેઓ એક હારે એટલા પાહે થય જાય કે, તેઓ એક માણસની જેમ હોય, ઈ હાટુ હાલમાં લગન કરવાવાળા લોકો પેલા બે જુદા-જુદા માણસ હતાં, પણ પરમેશ્વર તેઓને હવે એક માણસની જેમ માંને છે, ઈ હાટુ ઈ ઈચ્છે છે કે, તેઓ લગન જીવનમાં હારે રેય. 8 તેઓ બેય એક દેહ થાહે, ઈ હાટુ તેઓ હવેથી બે માણસોની જેમ નથી, પણ તેઓ એક માણસની જેમ છે. 9 ઈ હાટુ જેને પરમેશ્વરે જોડયુ છે, એને કોય માણસ દ્વારા તેઓને જુદુ નો પાડવું જોયી.” 10 પછી જઈ ઈ ચેલાઓની હારે એક્લો ઘરમાં હતો તઈ તેઓએ આ વિષે પુછયું. 11 ઈસુએ તેઓને જવાબ આપ્યો કે, “જે કોય પોતાની બાયડીની હારે છુટાછેડા લયને બીજી બાયની હારે લગન કરે તો ઈ પેલીના વિરોધમાં છીનાળવુ કરે છે. 12 અને જો બાયડી પોતાના ધણીને છુટાછેડા આપીને બીજાની હારે લગન કરે, તો ઈ છીનાળવુ કરે છે.” બાળકો અને સ્વર્ગનું રાજ્ય. ( માથ્થી 19:13-15 ; લૂક 18:15-17 ) 13 પછી લોકો બાળકોને ઈસુની પાહે લીયાવવા લાગ્યા કે, ઈ તેઓની ઉપર હાથ મુકીને આશીર્વાદ આપે, પણ ચેલાઓ ઈ લોકોને ખીજાણા. 14 ઈસુએ ઈ જોયને ગુસ્સે થયને તેઓને કીધુ કે, “બાળકોને મારી પાહે આવવા દયો, અને તેઓને ના પાડવી નય કેમ કે, જે લોકો આ બાળકોની જેમ વિશ્વાસ રાખે છે અને નમ્ર છે, ઈજ પરમેશ્વરનાં રાજ્યમાં રેહે. 15 હું તમને હાસુ કવ છું કે, જે કોય પરમેશ્વરનાં રાજ્યને બાળકની જેમ અપનાયશે નય, ઈ પરમેશ્વરનાં રાજ્યમાં જય હકશે નય.” 16 ઈસુએ બાળકને ખોળામાં લયને એની ઉપર હાથ મુકીને આશીર્વાદ આપ્યા. રૂપીયાવાળો માણસ અને પરમેશ્વરનું રાજ્ય ( માથ્થી 19:16-30 ; લૂક 18:18-30 ) 17 જઈ ઈસુ અને એના ચેલાઓ નીકળીને મારગ ઉપર જાતા હતાં, તઈ એક માણસ એની પાહે ધોડીને આવ્યો, અને એની હામે ઘુટણે પડીને માન આપતા પુછયું કે, “હે ઉતમ ગુરુ, હું શું કામ કરું જેથી પરમેશ્વર મને અનંતકાળનું જીવન આપે?” 18 ઈસુએ એને જવાબ આપ્યો કે, “તું મને હારો કેમ કે છો? એક એટલે ખાલી પરમેશ્વર સિવાય બીજો કોય હારો નથી. 19 તુ પરમેશ્વરની આજ્ઞાઓને તો જાણે છે; કે હત્યા નો કરવી, છીનાળવા નો કરવા, સોરી નો કરવી, ખોટી સાક્ષી નો પૂરવી, કોયને દગો નો આપવો, પોતાના માં-બાપને માન આપવું.” 20 એણે ઈસુને કીધુ કે, “હે ગુરુ, આ બધીય આજ્ઞાઓ તો હું નાનપણથી જ પાળતો આવ્યો છું” 21 ઈસુએ એની તરફ પ્રેમથી જોયને કીધુ કે, “એક બીજી વાત છે, જે તારે કરવાની જરૂર છે કે, તારી પાહે જે કાય છે, ઈ વેસીને રૂપીયા ગરીબોને આપી દે, જેથી સ્વર્ગમા તને એનો બદલો મળશે અને મારો ચેલો બનીજા.” 22 જઈ માણસે ઈસુને આ કેતા હાંભળ્યું તો ઈ નિરાશ થયને વયો ગયો કેમ કે, ઈ બોવ રૂપીયાવાળો હતો. 23 ઈસુએ સ્યારેય બાજુ જોયને પોતાના ચેલાને કીધુ કે, “રૂપીયાવાળા લોકોને, પરમેશ્વરનાં રાજ્યમાં અંદર જાવું ઘણુય અઘરું છે.” 24 એની વાતોથી ચેલા નવાય પામ્યા પણ ઈસુએ ફરીથી જવાબ આપીને કીધુ કે, “ઓ મારા વાલા બાળકો, જે રૂપીયા ઉપર વિશ્વાસ રાખે છે, તેઓની હાટુ પરમેશ્વરનાં રાજ્યમાં અંદર જાવું કેવું અઘરું છે! 25 જેટલું એક ઉટને હોયના નાકામાંથી જાવું અઘરું છે, એટલું જ વધારે રૂપીયાવાળા માણસને પરમેશ્વરનાં રાજ્યમાં જાવું અઘરું છે.” 26 જઈ ચેલાઓ બોવ નવાય પામીને અંદરો અંદર કેવા લાગ્યા કે, “તો કોણ તારણ પામી હકે?” 27 ઈસુએ તેઓની હામું જોયને કીધુ કે, “માણસોની હાટુ અશક્ય છે, પણ પરમેશ્વર હાટુ નય કેમ કે, પરમેશ્વર હાટુ બધુય શક્ય છે.” 28 પિતરે એને કીધુ કે, “અમારુ શું થાહે? અમે તારા ચેલા બનવા હાટુ બધુય મુકી દીધુ છે.” 29 ઈસુએ એના ચેલાઓને કીધુ કે, “હું તમને હાસુ કવ છું કે, જે કોય મારા ચેલા બનવા હાટુ અને હારા હમાસાર બીજાને હંભળાવવા હાટુ પોતાના ઘર, ભાઈઓ, બહેનો, માં બાપ બાળકો અને ખેતરો, મુકી દીધા છે, 30 તેઓને આ અત્યારના યુગમાં બોવ મળશે. જેમ કે, એને હો ગણા ઘર, ભાઈઓ, બહેનો, માં બાપ, બાળકો અને ખેતરો, જેની હારોહાર સતાવણીઓ પણ મળશે; અને આવનાર યુગમાં તેઓને અનંતકાળનું જીવન પ્રાપ્ત થાહે. 31 પણ ઘણાય બધા, જે છેલ્લા છે તેઓ પેલા થાહે, અને જેઓ પેલા છે તેઓ છેલ્લા થાહે.” પોતાના મોત વિષે ઈસુનું ત્રીજીવાર બતાવવું ( માથ્થી 20:17-19 ; લૂક 18:31-34 ) 32 અને તેઓ યરુશાલેમ શહેરમાં જાતી વખતે રસ્તામાં હતાં, અને ઈસુ તેઓની આગળ આગળ જાતો હતો: અને ચેલાઓ નવાય પામવા લાગ્યા અને તેઓ જે એની વાહે વાહે હાલતા હતાં તેઓ બીય ગયા હતાં ઈ પછી ફરી એકવાર ઈસુએ બાર ચેલાઓને એક બાજુ લય ગયો અને ઈ વસ્તુઓની વાતો કરી જે તેઓની હારે થાવની હતી 33 “જુઓ, આપડે યરુશાલેમ શહેરમાં જાયી છયી, અને હું, માણસનો દીકરો મુખ્ય યાજકોના અને યહુદી નિયમના શિક્ષકોના હાથમાં પકડાવી દેવામાં આયશે, અને તેઓ મને મોતની લાયક ઠરાયશે, અને બિનયહુદીઓના હાથમાં હોપશે. 34 તેઓ મારી ઠેકડી કરશે અને મારી માથે થુંકશે, અને મને કોરડા મારશે, અને મને મારી નાખશે, અને હું ત્રીજે દિવસે મોતમાંથી પાછો જીવતો ઉઠય.” યાકૂબ અને યોહનની વિનવણી ( માથ્થી 20:20-28 ) 35 તઈ યાકુબ અને યોહાન જેઓ ઝબદીના દીકરા હતાં તેઓએ ઈસુની પાહે આવીને કીધુ કે, “હે ગુરુ, અમે ઈચ્છીએ છયી કે, જે કાય અમે તમારીથી માગીએ, ઈજ તુ અમારી હાટુ કર.” 36 ઈસુએ તેઓને કીધુ કે, “તમે શું ઈચ્છો છો કે હું તમારી હાટુ કરું?” 37 તેઓએ એને જવાબ આપ્યો કે, “જઈ તમે મહિમામાં રાજ કરવાનું શરુ કરશો, તો કૃપા કરીને અમને તમારી હારે રાજ કરવાની રજા આપો. એક તમારે જમણી બાજુ અને બીજો ડાબી બાજુ.” 38 ઈસુએ તેઓને કીધુ કે, “તમે નથી જાણતા કે, શું માગો છો? શું તમે સતાવણી સહન કરવા હાટુ તૈયાર છો કેમ કે, હું જલ્દી જ સતાવવામાં આવય? શું તમે મરવા હાટુ તૈયાર છો કેમ કે મને જલ્દી જ મારી નાખવામાં આયશે?” 39 તેઓએ એને કીધુ કે, “અમારીથી થય હકે છે.” ઈસુએ તેઓને કીધુ કે, “તમને સતાવવામાં આયશે જેમ કે, મને સતાવવામાં આયશે. તમને મારી નાખવામાં આયશે એમ મને પણ મારી નાખવામાં આયશે. 40 પણ મારે આ ગમાડવાનો અધિકાર નથી કે, મારી જમણી અને ડાબી બાજુ કોણ બેઠું છે. પરમેશ્વરે ઈ જગ્યાઓને તૈયાર કરી છે જેણે એને ગમાડી છે.” 41 આ હાંભળીને બાકીના દસ ચેલાઓ યાકુબ અને યોહાન ઉપર ખીજાવા લાગ્યા. 42 તો ઈસુએ તેઓને પાહે બોલાવીને કીધુ કે, “તમે જાણો છો કે, જે લોકો આ જગતમાં રાજ કરનારા છે, તેઓ પોતાના અધિકારનો ઉપયોગ પોતાના નીચેના લોકોની ઉપર અધિકાર હલાવવા હાટુ કરે છે. તેઓના આગેવાન લોકો તેઓની વાતો મનાવવા હાટુ તેઓના અધિકારનો ઉપયોગ કરે છે. 43 પણ તમારે તેઓની જેવું નો થાવુ જોયી, પણ જો કોય તમારામાં મોટો થાવા માગે છે, તો ઈ પોતાની જાતને નાનો કરે અને બધાયનો ચાકર બને. 44 અને જે કોય તમારામા મહાન થાવા માગે, ઈ બધાયનો ચાકર બને. 45 હું એવુ ઈ હાટુ કવ છું કેમ કે, હું માણસનો દીકરો બીજાઓની સેવા કરવા હાટુ આ જગતમાં આવ્યો હતો, હું એટલે નથી આવ્યો કે બીજો મારી સેવા કરે. હું ઘણાય લોકોને તેઓના પાપોથી છોડાવવા હાટુ મરવા આવ્યો હતો.” એક આંધળા બાર્તિમાયને હાજુ થાવુ ( માથ્થી 20:29-34 ; લૂક 18:35-43 ) 46 યરુશાલેમ જાતી વખતે, ઈસુ અને ચેલાઓ યરીખો નગરમાં આવ્યા, જેમ કે, ઈસુ અને એના ચેલાઓ અને બીજા લોકોની મોટી ગદડી શહેર છોડીને જાતી હતી, તઈ એક બાર્તિમાય નામનો આંધળો ભિખારી રસ્તાની કોરે બેઠો હતો. ઈ તિમાયનો દીકરો હતો. 47 જઈ એણે લોકોથી હાંભળ્યું કે, ઈસુ જે નાઝરેથ નગરવાસી છે, ઈ રસ્તેથી જાય છે, તઈ ઈ જોરથી રાડો નાખીને કેવા લાગ્યો કે, “હે ઈસુ, દાઉદ રાજાના કુળના દીકરા, મારી ઉપર દયા કર!” 48 ઘણાય એને ખીજાણા કે, “સુપ રે” પણ એણે હજી જોરથી રાડ પાડી કે, “ઓ દાઉદ રાજાના કુળના દીકરા મારી ઉપર દયા કર.” 49 જઈ ઈસુએ એને હાંભળ્યું, તો એણે હાલવાનું બંધ કરી દીધુ અને આજુ બાજુના લોકોથી એને લીયાવવાનું કીધુ કે, અને લોકોએ ઈ આંધળા માણસને બોલાવીને એને કીધુ કે, “ધીરજ રાખ, ઉઠ, ઈ તને બોલવે છે.” 50 પછી આંધળા માણસે પોતાના બારના પેરેલા લુગડા નાખીને ઉતાવળો ઉઠયો, અને ઈસુની પાહે આવ્યો. 51 આની ઉપર ઈસુએ એને કીધુ કે, “તારી શું મરજી છે? હું તારી હાટુ શું કરું?” આંધળાએ એને કીધુ કે, “હે પરભુ, હું ફરીથી જોતો થાવ.” 52 ઈસુએ એને કીધુ કે, “હું તને બસાવું છું કેમ કે, તુ મારી ઉપર વિશ્વાસ કરે છે, ઈ હાટુ તુ તારા ઘરે જા.” તરત ઈ જોવા લાગ્યો અને ઈ બીજા લોકોની ભેગો થય ગયો જેઓ ઈસુની વાહે હાલતા હતા. |
Koli Wadiyara (કોલી) Bible by The Love Fellowship is licensed under Creative Commons Attribution-ShareAlike 4.0 License.
Beyond Translation