માથ્થી 23 - કોલી નવો કરારઈસુની ન્યાયી નેતાઓને સેતવણી ( માર્ક 12:38-39 ; લૂક 11:43 , 46 ; 20:45-46 ) 1 તઈ પછી ઈસુએ લોકોની ગડદીને અને પોતાના ચેલાઓને કીધુ કે, 2 યહુદી નિયમના શિક્ષકો અને ફરોશી ટોળાના લોકો મુસાના નિયમો પરમાણે હાલે છે; 3 આથી જે કાય તેઓ તમને કેય ઈ કરો અને પાળો, પણ ઈ રીતનું કામ નો કરો; કેમ કે, તેઓ બોધ કરે છે ઈ હાસુ છે, પણ તેઓ નિયમ પાળતા નથી. 4 કેમ કે, તમે એવા છો જે બીજા લોકોને ઈ નિયમનું પાલન કરવા હાટુ દબાણ કરો છો, પણ તમે તમારી જાતે ઈ નિયમો પાળવા જરાય કોશિશ કરતાં નથી. 5 ઈ પોતાના બધાય કામો માણસોને બતાવવા હાટુ કરે છે, અને તેઓ પોતાના શાસ્ત્રવચનના પત્રોને પોળા બનાવે છે, અને પોતાના લુંગડાની કોર લાંબી રાખે છે. 6 વળી જમણવારમાં તેઓને મુખ્ય જગ્યાઓમાં બેહવાનું ગમાડે છે અને યહુદી લોકોની પરસાર કરવાની જગ્યામાં તેઓને મુખ્ય આસનો જોયી છયી, 7 બધાય તેઓને સોકમાં સલામ કરે, અને માણસો તેઓને ગુરુજી કેય, એવુ તેઓ ઈચ્છે છે. 8 પણ તમે ગુરુજી નો કેવડાવો; કેમ કે એક જ તમારો ગુરુ છે, અને તમે બધાય ભાઈઓ અને બહેનો છો. 9 પૃથ્વી ઉપર તમે કોયને તમારો બાપ કેતા નય, કેમ કે તમારે એક જ બાપ છે જે સ્વર્ગમાં છે. 10 તમે પરભુ કેવડાવો નય કેમ કે, એક જે મસીહ છે ઈ જ તમારો પરભુ છે. 11 પણ તમારામાં જે બધાયથી મોટો છે ઈ તમારો સેવક થાય. 12 જે કોય માણસ ઉસો બનવા ઈચ્છે છે, એને નીસો કરવામાં આયશે, અને જે કોય પોતાને નીસો કરે છે, એને ઉસો કરવામાં આયશે. 13 ઓ ઢોંગી; યહુદી નિયમના શિક્ષકો અને ફરોશી ટોળાના લોકો, તમને અફસોસ છે! કેમ કે, લોકોની હામે તમે સ્વર્ગનું રાજ્ય બંધ કરો છો; કેમ કે એમા તમે પોતે બેહતા નથી, અને જેઓ અંદર ઘરવા ઈચ્છે છે તેઓને તમે અંદર ઘરવા દેતા નથી. 14 ઓ ઢોંગી; યહુદી નિયમના શિક્ષકો અને ફરોસી ટોળાના લોકો, તમારી હાટુ કેટલો અફસોસ છે! કેમ કે, તમે રંડાયેલીઓની માલ-મિલકત પસાવી પાડો છો, વળી દેખાડવા હાટુ જાહેરમાં લાંબી પ્રાર્થનાઓ કરો છો, ઈ હાટુ તમે વતો દંડ ભોગવશો. 15 ઓ ઢોંગી; યહુદી નિયમના શિક્ષકો અને ફરોશી ટોળાના લોકો, તમારી હાટુ કેટલો અફસોસ છે! કેમ કે, એક ચેલો બનાવવા હાટુ તમે બધી જગ્યાએ ફરીને યાત્રાઓ કરો છો અને જઈ તેઓ વિશ્વાસ કરે છે, તઈ તમે એને પોતાના કરતાં બે ગણો નરકમાં જાવા લાયક માણસ બનાવો છો. 16 ઓ આંધળા દોરનારાઓ, તમારી હાટુ કેટલો અફસોસ છે! તમે શીખવો છો કે, જો કોય મંદિરના હમ ખાય તો એમા કાય ફેર પડતો નથી, પણ જો કોય મંદિરના હોનાના હમ ખાય, તો એનાથી ઈ બંધાયેલો છે. 17 ઓ મુરખ આંધળાઓ, મોટુ કોણ છે, હોનું કે હોનાને પવિત્ર કરનારું મંદિર? 18 જો કોય હવનવેદીનાં હમ ખાય, તો એમા કાય નથી, પણ જો કોય એની ઉપર સડાવેલા ભોગના હમ ખાય તો ઈ એનીથી બંધાયેલો છે. 19 ઓ આંધળાઓ આમાંથી વિશેષ મોટુ શું છે? ભોગ કે ભોગને પવિત્ર કરનાર હવનવેદી? 20 ઈ હાટુ જે કોય વેદી ના હમ ખાય છે, ઈ એની ઉપર જે કાય ભોગ મુકેલો છે, એના પણ હમ ખાય છે. 21 જે કોય મંદિરના હમ ખાય છે ઈ મંદિરના અને એમા રેનાર પરમેશ્વરનાં હોતન હમ ખાય છે. 22 અને જે સ્વર્ગના હમ ખાય છે, ઈ પરમેશ્વરનાં આસનના અને એની ઉપર બિરાજનારના હોતન હમ ખાય છે. 23 ઓ ઢોંગી; યહુદી નિયમના શિક્ષકો અને ફરોશી ટોળાના લોકો, તમને અફસોસ છે! કેમ કે, ફુદીનાનો, કોથમીરનો અને જીરાનો દસમો ભાગ તમે આપો છો, પણ યહુદી નિયમની ખાસ વાતો એટલે કે ન્યાય, દયા અને વિશ્વાસ, ઈ તમે પડતા મુક્યા છે; તમારે આ કરવા, અને એની હારે ઈ પણ પડતા મુકવા નોતા. 24 ઓ આંધળાઓને દોરનારાઓ, તમે માખીને છેટી કાઢો છો, પણ ઉટને ગળી જાવ છો! 25 ઓ ઢોંગી; યહુદી નિયમના શિક્ષકો અને ફરોશી ટોળાના લોકો, તમારે હાટુ કેટલું ભયંકર છે! કેમ કે, તમે એવા વાસણ જેવા છો, જે બારેથી સાફ છે પણ અંદરથી અત્યારે પણ મેલા છે. તમે પોતાને ન્યાયી માણસની જેમ લોકોની હામે હાજર કરો છો, પણ તમારા મનમાં લોભ અને લાલસ ભરેલા છે. 26 ઓ આંધળા ફરોશી ટોળાના લોકો, તમારૂ વાસણ તમે અંદરથી સાફ કરો એટલે કે, તમારા મનમાં લોભ અને લાલસને આઘા કર, તઈ ઈ વાસણ બારેથી સાફ થય જાય છે એમ અંદરથી હોતન સાફ થય જાય છે, એમ તમે અંદર ને બારેથી હોતન ન્યાયી બની હકશો અને તેઓની જેવું કરી હકશો. 27 ઓ ઢોંગી; યહુદી નિયમના શિક્ષકો અને ફરોશી ટોળાના લોકો, તમને અફસોસ છે! કેમ કે, તમે ધોળી કબર જેવા છો, જે બારેથી રૂપાળી દેખાય છે હારી, પણ અંદર મરેલાના હાડકા અને બધોય ખરાબો ભરેલો છે. 28 એવી રીતે તમે પણ માણસોની આગળ બારેથી ન્યાયી દેખાવ છો ખરા, પણ અંદર ઢોંગી અને પાપોથી ભરેલા છો. ઢોંગીઓને થાનારી શિક્ષાની આગાહી ( લૂક 11:47-51 ) 29 ઓ ઢોંગી; યહુદી નિયમના શિક્ષકો અને ફરોશી ટોળાના લોકો, તમને અફસોસ છે! કેમ કે, તમારા વડવાઓએ જે આગમભાખીયાઓને મારયા, તેઓની કબરો તમે બનાવો છો, અને ન્યાયી લોકોની કબરો શણગારો છો. 30 તમે કયો છો, કે અમે બાપ-દાદાના વખતમાં હયાત હોત, તો તેઓની હારે આગમભાખીયાઓની હત્યામાં ભાગીદાર થયા નો હોત. 31 આથી તમે પોતાની વિરુધમાં સાક્ષી આપો છો કે, આગમભાખીયાઓને મારી નાખનારાનાઓના વંશ તમે જ છો. 32 તો પછી તમારા વડવાઓએ જેની શરૂઆત કરી એને પુરી કરો. 33 ઓ ઝેરી એરુના વંશજો, નરકના શિક્ષણથી તમે બસી હકશો નય. 34 ઈ હાટુ જો આગમભાખીયાઓને, જ્ઞાનીઓને, અને યહુદી નિયમના શિક્ષકોને તમારી પાહે મોકલું છું, તો તમે તેઓમાના કેટલાકને મારી નાખશો અને કેટલાકને વધસ્થંભે સડાવી દેહો, અને એમાંથી થોડાકને યહુદી લોકોની પરચાર કરવાની જગ્યામાં કોરડા મારશો, ગામે ગામ એની વાહે જાહો. 35 કે, ન્યાયી હાબેલના લોહીથી બારાખ્યાના દીકરા ઝખાર્યા આગમભાખીયા હુધી, જેણે મંદિર અને હોમવેદીની વસ્સે તમે મારી નાખ્યો, એના હુધી જે બધાય ન્યાયીઓને મારી નખાવીને પૃથ્વી ઉપર ફેકવામાં આવ્યા, ઈ સજા તમારી ઉપર આવે. 36 હું તમને હાસુ કવ છું કે, આ બધી હત્યાઓની સજા તમારી પેઢી ઉપર આયશે. યરુશાલેમના લોકો ઉપર ઈસુનો પ્રેમ ( લૂક 13:34-35 ) 37 ઓ યરુશાલેમ શહેરના લોકો, તમે યરુશાલેમ શહેરનાં આગમભાખીયાઓને મારી નાખો છો, જેને તમારી પાહે મોકલ્યા હતા, એને તમે પાણાઓ મારીને મારી નાખ્યા, જેમ કૂકડી પોતાના બસ્સાને પોતાની પાહે બસાવ કરવા ભેગા કરે છે, એમ તમારા છોકરાવનો બસાવ કરવા ભેગા કરવાનું મે કેટલીવાર ઈચ્છ્યું, પણ તમે તો ઈચ્છ્યું નય. 38 જોવો તમારુ ઘર ઉજ્જડ મુકાણું છે. 39 કેમ કે હું તમને કવ છું કે, જ્યાં હુધી તમે એમ નય કયો કે, પરમેશ્વરનાં અધિકારની હારે જે આવે છે, ઈ આશીર્વાદિત છે, ન્યા હુધી હવેથી તમે મને નય જોહો. |
Koli Wadiyara (કોલી) Bible by The Love Fellowship is licensed under Creative Commons Attribution-ShareAlike 4.0 License.
Beyond Translation