માથ્થી 22 - કોલી નવો કરારલગનના જમણવારનો દાખલો ( લૂક 14:15-24 ) 1 ઈસુએ ફરીથી તેઓને દાખલામાં જવાબ દીધો કે, 2 સ્વર્ગનું રાજ્ય આ દાખલા પરમાણે છે કે, એક રાજાએ પોતાના દીકરાના લગનનું જમણવાર ગોઠવ્યું. 3 લગનમાં નોતરેલાઓને તેડવા હાટુ એણે પોતાના ચાકરોને મોકલ્યા, પણ તેઓ આવવા માંગતા નોતા. 4 ફરી એણે બીજા ચાકરોને મોકલીને તેઓને કીધુ કે, “નોતરેલા લોકોને કેજો કે, મે જમણવાર તૈયાર કરયુ છે અને મારા બળદ અને પાળેલા જાનવરો જમણવાર હાટુ કાપ્યા છે, અને ઘણુય બધુ બનાવ્યુ છે, લગનના જમણવારમાં આવો.” 5 પણ તેઓએ ઈ ગણકાર્યુ નય; અને તેઓ પોતપોતાના મારગે; એટલે કે, કોય એના ખેતરમાં અને કોય એના વેપાર ઉપર વયા ગયા. 6 બાકીનાઓએ એના ચાકરોને પકડયા તેઓનું અપમાન કરીને તેઓએ મારી નાખ્યા. 7 જઈ રાજાએ આ હાંભળ્યું તઈ ઈ ગુસ્સે થયો. એણે પોતાની સેના મોકલીને ઈ ખુનીઓનો નાશ કરયો તેઓનું શહેર બાળી નાખ્યુ. 8 પછી ઈ પોતાના ચાકરોને કેય છે કે, લગનનું જમણવાર તૈયાર છે, હાસુ પણ નોતરેલા લોકો લાયક નોતા. 9 ઈ હાટુ તમે મારગના સોક ઉપર જાવ, અને જેટલા તમને મળે એટલાને લગ્નમાં બોલાવો. 10 ઈ ચાકરોએ બારે મારગમાં જયને હારા-નહરા જેટલાં તેઓને મળ્યા ઈ બધાયને ભેગા કરયા, ઈ હાટુ મેમાનોથી ભોજનાલય ભરાય ગયુ. 11 પણ જઈ મેમાનોને જોવા હાટુ રાજા મોઢે આવ્યા તઈ એને લગનને લાયક લુગડા પેરા વગરનો એકને જોયો. 12 તઈ ઈ એને કેય છે, “ઓ મિત્ર, તું લગનને લાયક લુગડા પેરયા વગર આયા કેવી રીતે આવ્યો?” અને ઈ માણસ કાય બોલ્યો નય. 13 તઈ રાજાએ ચાકરોને કીધુ કે, “એના હાથ પગ બાંધીને બહારના અંધારામાં ફેકી દયો, ન્યા એને રોવું અને દાંતની સક્કીઓ લેવી પડશે.” 14 કેમ કે, તેડેલા ઘણાય છે પણ ગમાડેલા થોડા છે. કૈસરને વેરો ભરવો ( માર્ક 12:13-17 ; લૂક 20:20-26 ) 15 હવે એને કેવી રીતે વાતમાં સપડાવીએ ઈ સબંધી ફરોશી ટોળાના લોકોએ જયને કાવતરૂ કરયુ. 16 પછી તેઓએ પોતાના ચેલાઓને હેરોદ રાજાને માનવાવાળાઓ સહિત એની પાહે મોકલીને કેવડાવું કે, “ગુરુ, અમે જાણી છયી કે, તમે હાસા છો, તમે પરમેશ્વરનો મારગ હાસાયથી બતાવો છો, અને તમે કોયની પરવા કરતાં નથી કેમ કે, તમે માણસો વસ્સે પક્ષપાત કરતાં નથી, 17 તો હવે અમને બતાય કે, રોમી સમ્રાટને વેરો આપવાનું હારું છે કે નય?” 18 પણ ઈસુએ તેઓની ભૂંડાય જાણીને કીધુ કે, “ઓ ઢોંગીઓ, તમે મારૂ પારખું કેમ કરો છો? 19 કરનું નાણું મને દેખાડો.” તઈ તેઓ એક દીનાર એની પાહે લીયાવ્યા. 20 તઈ ઈસુએ તેઓને કીધુ કે, “આ સિક્કા ઉપર કોનું નામ અને છાપ છે?” 21 તેઓએ એને કીધુ કે, “રોમી સમ્રાટનું છે.” તઈ ઈસુએ તેઓને કીધુ કે, “જે રોમી સમ્રાટનું ઈ રોમી સમ્રાટને, અને જે પરમેશ્વરનું ઈ પરમેશ્વરને ભરી દયો.” 22 અને ઈ હાંભળીને તેઓ વિસારમાં પડયા અને પછી એને મુકીને તેઓ નીકળી ગયા. મરેલામાંથી જીવતું થાવુ અને લગન ( માર્ક 12:18-27 ; લૂક 20:27-40 ) 23 ઈ જ દિવસે સદુકી ટોળાના લોકો, જેઓ કેય છે કે, મરેલામાંથી જીવતું ઉઠવું એવું છે જ નય, એની પાહે આવીને એને પુછયું, 24 હે ગુરુ, મુસાએ કીધુ કે, જો પરણેલો માણસ મરી જાય, એની બાયને બાળક હોય નય, તો પછી એના ભાઈને ઈ બાય હારે પવણવું જોયી પછી તેઓ મરેલા ભાઈ હાટુ કુળ આગળ વધારે. 25 તો અમારામાં હાત ભાઈઓ હતાં, બધાયથી મોટા ભાઈએ લગન કરી લીધા પણ બાળકો વગર ઈ મરી ગયો. ઈ હાટુ એની રંડાયેલી બાયડીની હારે એના બીજા ભાઈએ લગન કરી લીધા. 26 ઈ પરમાણે બીજો અને ત્રીજો એમ હાતેય ભાઈઓ મરી ગયા. 27 અને બધાયથી છેલ્લે ઈ બાય હોતન મરી ગય. 28 હવે તેઓ મરેલામાંથી જીવતા થાહે તઈ ઈ બાય કોની બાયડી થાહે? કેમ કે, ઈ હાતેય ભાઈઓની બાયડી બની હતી. 29 તઈ ઈસુએ તેઓને જવાબ દીધો કે, શાસ્ત્ર અને પરમેશ્વરનું પરાક્રમ તમે જાણતા નથી, આ કારણથી તમે ભૂલ ખાવ છો. 30 કેમ કે, જઈ મરેલામાંથી જીવતા ઉઠશે, તો જેમ સ્વર્ગમા સ્વર્ગદુત લગન નથી કરતાં એમ જ લોકો પણ લગન નય કરે. 31 પણ મરેલામાંથી જીવતું ઉઠવું ઈ વિષે પરમેશ્વરે જે તમને કીધુ છે તે શું તમે નથી વાસ્યુ? 32 એણે કીધુ કે, હું ઈબ્રાહિમનો પરમેશ્વર છું, અને ઈસહાકનો અને યાકુબનો પરમેશ્વર છું, અને મરેલાઓનો પરમેશ્વર નથી, પણ જીવતાઓનો પરમેશ્વર છું. 33 તઈ લોકો આ હાંભળીને એના શિક્ષણથી સોકી ગયા. બધાયથી મોટી આજ્ઞા ( માર્ક 12:28-34 ; લૂક 10:25-38 ) 34 પણ જઈ ફરોશી ટોળાના લોકોએ હાંભળ્યું કે, એણે સદુકી ટોળાના લોકોના મોઢા બંધ કરયા છે, તઈ તેઓ ભેગા થયાં. 35 તેઓમાંથી એક યહુદી નિયમના શિક્ષકોમાના એકે ઓળખવા હાટુ ઈસુને પુછયું કે, 36 “હે ગુરુ, શાસ્ત્રમાં પરમેશ્વરે જેટલી પણ આજ્ઞાઓ આપી છે તેઓમાંથી બધાયથી ખાસ આજ્ઞા કય છે?” 37 તઈ એણે એને કીધુ કે, “પરભુ, તારા પરમેશ્વર ઉપર, તું તારા પુરા હૃદયથી અને તારા પુરા જીવથી અને તારા પુરા મનથી પ્રેમ કર.” 38 પેલી અને મુખ્ય આજ્ઞા ઈ જ છે. 39 બીજી આજ્ઞા એની જેવી જ છે, એટલે જેવો પોતાના ઉપર એવો જ પોતાના પાડોશી ઉપર પ્રેમ કર. 40 આ આજ્ઞા આખા નિયમનો અને આગમભાખીયાઓનો પાયો છે. મસીહ વિષે પ્રશ્ન 41 હવે ફરોશી ટોળાના લોકો ભેગા મળેલા હતા, તઈ ઈસુએ તેઓને એવું પુછયું, કે 42 “મસીહ વિષે તમે શું ધારો છો, ઈ કોનો દીકરો છે?” તેઓ એને કેય છે, “દાઉદ રાજાનો.” 43 ઈસુએ તેઓને પુછયું કે, “તો આત્માથી દાઉદ એને પરમેશ્વર કેમ કેય છે? 44 જેમ કે, પરભુ પરમેશ્વરે મારા પરભુને કીધુ કે, તારા વેરીઓને હું તારા પગ હેઠે નો પાડુ ન્યા હુંધી તું મારા જમણે હાથે બેહજે.” 45 હવે જો દાઉદ રાજા પોતે એને પરભુ કેય છે, તો ઈ એનો દીકરો કેવી રીતે કેવાય? 46 એક પણ શબ્દનો જવાબ કોય એને આપી હક્યાં નય એમ જ ઈ દિવસ પછી કોયે ફરીથી એને પ્રશ્ન પૂછવાની હિંમત નો કરી. |
Koli Wadiyara (કોલી) Bible by The Love Fellowship is licensed under Creative Commons Attribution-ShareAlike 4.0 License.
Beyond Translation