Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -

માથ્થી 19 - કોલી નવો કરાર


છુટાછેડા વિષે ઈસુનું શિક્ષણ

1 ઈસુએ વાત પુરી કરયા પછી એમ થયુ, કે ગાલીલ જિલ્લાથી નીકળીને યર્દન નદીને ઓલે કાઠે યહુદીયા જિલ્લામાં ઈ આવ્યો.

2 ઘણાય બધા લોકો એની વાહે ગયા, અને ન્યા તેઓને હાજા કરયા.

3 ફરોશી ટોળાના લોકોએ ઈસુની પાહે આવીને એને પારખવા હાટુ પુછયું કે, “ક્યાં કારણને લીધે માણસને પોતાની બાયડીને છુટાછેડા દેવાની રજા છે?”

4 એણે જવાબ આપ્યો, શું તમે ઈ નથી વાસ્યુ કે, એણે તેઓને ઉત્પન્ન કરયા, એને તેઓને શરૂવાતથી નર અને નારી ઉત્પન્ન કરયા.

5 અને કીધુ કે, “ઈ કારણને લીધે માણસ પોતાના માં-બાપને મુકીને પોતાની બાયડીને વળગી રેહે.”

6 ઈ હાટુ તેઓ બેય એક દેહ થાહે, ઈ હાટુ તેઓ હવેથી બે માણસોની જેમ નથી, પણ તેઓ એક માણસની જેમ છે. ઈ હાટુ જેને પરમેશ્વરે જોડયુ છે, એને કોય માણસ દ્વારા જુદુ નો પાડવું જોયી.

7 તેઓએ ઈસુને કીધુ કે, “તો પછી મુસાએ એવો હુકમ હુકામ આપ્યો? છુટાછેડાનો કાગળ આપીને એને મુકી દેય.”

8 ઈસુએ તેઓને કીધુ કે, તમે લોકો હઠીલા હતા ઈ હાટુ મુસાએ તમને તમારી બાયડીને મુકી દેવા કીધુ, પણ શરૂવાતથી એવું નોતું.

9 હું તમને કહું છું કે, “છીનાળવાના કારણ વગર બીજા કોય કારણને લીધે જે કોય પોતાની બાયડીને મુકીને બીજી બાય હારે લગન કરે, તો ઈ છીનાળવા કરે છે; અને જો કોયે મુકી દીધેલી બાય હારે લગન કરે તો ઈ પણ છીનાળવા કરે છે.”

10 ચેલાઓએ ઈસુને કીધુ કે, “જો બાય વિષે માણસોનો એવો હાલ હોય તો પરણવું હારુ નથી.”

11 તઈ ઈસુએ તેઓને કીધુ કે, “બધાયથી ઈ વાત પળાતી નથી, પણ પરમેશ્વર તરફથી જેઓને આ દાન આપવામાં આવ્યું છે, તેઓ જ એવું કરી હકે છે.

12 કેમ કે કેટલાક પાવૈયા છે કે, જેઓ પોતાની માંથી જ એવા જન્મેલાં છે કે, કેટલાક એવા છે કે, જેઓને માણસોએ પાવૈયા બનાવ્યા છે; વળી કેટલાક એવા છે કે, જેઓએ સ્વર્ગના રાજ્યને લીધે પોતાની જાતને જ પાવૈયા કરયા છે. જે અપનાવી હકે છે, ઈ આ વાત અપનાવે છે.”


ઈસુ બાળકોને આવકારે છે
( માર્ક 10:13-16 ; લૂક 18:15-17 )

13 તઈ પછી તેઓ બાળકોને ઈસુની પાહે લાવ્યા કે, ઈ હાટુ કે ઈ તેઓની ઉપર હાથ મૂકીને પ્રાર્થના કરે; પણ ચેલાઓ લોકોને ખીજાણા.

14 ઈસુએ તેઓને કીધુ કે, “બાળકોને મારી પાહે આવવા દયો, અને તેઓને રોકોમાં કેમ કે, સ્વર્ગનું રાજ્ય એવાઓનું જ છે.”

15 ઈસુએ બાળકોની ઉપર હાથ મુકીને આશીર્વાદ આપ્યા. પછી ઈ ન્યાથી વયો ગયો.


માલદાર માણસે ઈસુને વાહે આવવાની ના પાડી
( માર્ક 10:17-31 ; લૂક 18:15-17 )

16 અને જોવ, એક માણસે એની પાહે આવીને કીધુ કે, “હે ગુરુ, અનંતકાળનું જીવન પામવા હું શું કરું?”

17 તઈ ઈસુએ એને કીધુ કે, “તું મને કેમ ભલાય કરવા વિષે પૂછ છો? ભલો તો એક જ છે, પણ જો તું જીવનમાં આવવા માંગતો હોય, તો આજ્ઞાઓને પાળ.”

18 ઈ માણસે ઈસુને કીધુ કે, “કય આજ્ઞાઓ?” તઈ ઈસુએ કીધુ કે, “હત્યા નો કરવી, છીનાળવા નો કરવા, સોરી નો કરવી, ખોટી સાક્ષી નો પૂરવી,

19 પોતાના માં-બાપને માન આપ, અને જેવો તું તારા ઉપર પ્રેમ કરે છે, તેવો તારા પાડોશી ઉપર પ્રેમ રાખ.”

20 ઈ જુવાને ઈસુને કીધુ કે, “આ બધીય આજ્ઞાઓ તો હું નાનપણથી જ પાળતો આવ્યો છું, હજી મારામાં કય વાતની કમી છે?”

21 ઈસુએ ઈ જુવાનને કીધુ કે, “જો તું પુરૂ થાવા દે તો જયને તારૂ છે, ઈ ગરીબોને આપી દે જેથી સ્વર્ગમાં તને બદલો મળશે, અને મારો ચેલો બનીજા.”

22 પણ ઈ જુવાન તે વાત હાંભળીને નિરાશ થયને હાલ્યો ગયો, કેમ કે, ઈ બોવ રૂપીયાવાળો હતો.

23 તઈ ઈસુએ પોતાના ચેલાને કીધુ કે, “હું તમને હાસુ કવ છું, કે રૂપીયાવાળાઓને સ્વર્ગના રાજ્યમાં જાવું બોવ જ અઘરું થાહે.”

24 પાછુ હું તમને કવ છું કે, “જેટલું એક ઉટને હોયના નાકામાંથી જાવું અઘરું છે, એટલું જ વધારે રૂપીયાવાળા માણસને પરમેશ્વરનાં રાજ્યમાં જાવું અઘરું છે.”

25 તઈ એના ચેલાએ હાંભળીને ઘણાય સોકીને કીધુ કે, “તો કોણ તારણ પામી હકે?”

26 પણ ઈસુએ તેઓની હામું જોય તેઓને કીધુ કે, “માણસોની હાટુ અશક્ય છે, પણ પરમેશ્વર હાટુ બધુય શક્ય છે.”

27 તઈ પિતરે એને જવાબ આપ્યો કે, “જો, અમે તારા ચેલા બનવા હાટુ બધુય મુકીને આવ્યા છયી, તો અમને શું મળશે?”

28 ઈસુએ તેઓને કીધુ કે, હું તમને હાસુ કહું છું, કે જઈ નવી ઉત્પતિમાં માણસનો દીકરો પોતાના મહિમાના રાજ્યાસન ઉપર બેયશે, તઈ તમે, મારી વાહે આવનારા, ઈઝરાયલ દેશના બારે કુળનો ન્યાય કરતાં બાર રાજ્યાસન ઉપર બેહશો.

29 જે કોયે ઘર, ભાઈઓ, બહેનો, માં બાપ, બાળકો અને ખેતરો મારા નામને લીધે મુકી દીધા છે, ઈ હો ગણા પામશે અને અનંતકાળના જીવનનો વારસો મેળવશે.

30 પણ ઘણાય બધા, જે છેલ્લા છે તેઓ પેલા થાહે, અને જેઓ પેલા છે તેઓ છેલ્લા થાહે.

Koli Wadiyara (કોલી) Bible by The Love Fellowship is licensed under Creative Commons Attribution-ShareAlike 4.0 License.

Beyond Translation
Lean sinn:



Sanasan