Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -

માથ્થી 18 - કોલી નવો કરાર


ઈસુ કેય છે મહાન કોણ?
( માર્ક 9:33-37 ; લૂક 9:46-48 )

1 ઈ વખતે ચેલાઓ ઈસુની પાહે આવીને પુછવા લાગ્યા કે, “સ્વર્ગના રાજ્યમાં બધાયથી મોટો કોણ છે?”

2 તઈ એણે એક બાળકને એની પાહે બોલાવીને એને તેઓની વસમાં ઉભો રાખ્યો,

3 અને કીધુ કે, હું તમને હાસુ કવ છું કે, જો તમે ફરીને બાળકની જેમ નય થય જાવ, તો સ્વર્ગના રાજ્યમાં તમે અંદર જય હકશો નય.

4 ઈ હાટુ જે કોય પોતાને આ બાળકના જેવું નમ્ર કરશે, ઈ જ સ્વર્ગના રાજ્યમાં મોટો છે.

5 વળી જે કોય મારા નામે એક બાળકનો સ્વીકાર કરે છે ઈ મારો પણ સ્વીકાર કરે છે.

6 “પણ આ નાનાઓમાંથી જેઓ મારી ઉપર વિશ્વાસ કરે છે તેઓમાના એકને જે કોય ઠોકર ખવડાવશે, ઈ કરતાં એના ગળે ઘંટીનો મોટો પડ બંધાય અને એને દરિયાના ઊંડાણમાં ડુબાડી દેય, ઈ એની હાટુ હારૂ છે.”

7 જગતના લોકોને અફસોસ છે! કારણ કે, જે વસ્તુઓને કારણે લોકો પાપ કરે છે આવી વસ્તુઓ તો બનાવવાની જરૂર છે. પણ ઈ માણસને અફસોસ છે જે બીજાને પાપ કરાવવામાં જવાબદાર છે!

8 જો તમે પાપ કરવા હાટુ પોતાના હાથ કા પગનો ઉપયોગ કરવાના વિસારમાં છો, તો એને કાપી નાખો. કેમ કે, એક હાથ કા પગ વિના સ્વર્ગમાં જાવું અઘરું થય હકે છે, પણ બેય હાથ કા પગને રાખવા અને અનંતકાળની આગમાં જાવું બોવ અઘરું છે.

9 જો તારી જમણી આંખ પાપ કરવાનું કારણ બને છે તો એને કાઢીને ફેકી દે કેમ કે, તારી હાટુ આવું કરવુ હારું છે, કે તારી બેય આખુંથી એક આંખ નીકળી જાય અને તારો આખો દેહ નરકમાં જાવાથી બસી જાહે.


ઈસુ ખોવાયેલા ઘેટાની વાર્તા કેય છે
( લૂક 15:3-7 )

10 સાવધાન રયો કે, આ નાનાઓમાંથી એકને પણ તમે નો વખોડો; કેમ કે, હું તમને કવ છું કે, સ્વર્ગમાં તેઓના સ્વર્ગદુત મારા સ્વર્ગમાંના બાપનું મોઢું સદાય જોય છે.

11 કેમ કે, હું માણસનો દીકરો ખોવાયેલા માણસોને ગોતવા આવ્યો છું.

12 તમે હું ધારો છો? જો કોય માણસની પાહે હો ઘેટા હોય અને એમાંથી એક ખોવાય જાય, તો શું નવ્વાણુંને મુકીને ઈ ભુલા પડેલાને ગોતવા ઈ ડુંઘરા ઉપર જાતો નથી?

13 જો ઈ એને ઝડે તો હું તમને હાસુ કવ છું કે, જે નવ્વાણું ભુલા પડયા નોતા, તેઓના કરતાં એના લીધે ઈ બોવ રાજી થાય છે.

14 ઈ જ પરમાણે તમારા સ્વર્ગમાંના પરમેશ્વર બાપ આ નાનાઓમાંથી એક પણ ખોવાય જાય એવું ઈચ્છતા નથી.


જઈ કોય માણસ ખરાબ કરે તો

15 વળી જો તારો સાથી વિશ્વાસી ભાઈ તારી હામો ગુનો કરે, તો જા, અને એને એકલામાં લય જયને વાત કરીને એને હંમજાવુ; જો ઈ તારૂ હાંભળે અને પસ્તાવો કરે, તો ઈ તારા સાથી વિશ્વાસી ભાઈને પાછો જીતી લીધો છે.

16 પણ જો ઈ નો હાંભળે તો, મુસાની વ્યવસ્થા મુજબ, એક બે માણસને તારી હારે લે, ઈ હાટુ કે, હરેક વાત બે કા ત્રણ સાક્ષીના મોઢાથી સાબિત થાય.

17 જો ઈ એનું નો માંને, તો મંડળીને કહો, ફરી જો મંડળીનું પણ નો માંને, તો બીજી જાતિ અને કર લેનારા હારે જેવું વર્તન કરો છો એમ તેઓને પણ મંડળી પાહેથી કાઢી નાખો.

18 હું તમને હાસુ કવ છું કે, જે કાય તમે પૃથ્વી ઉપર બાંધશો; ઈ સ્વર્ગમાં બંધાહે, જે કાય તમે પૃથ્વી ઉપર છોડશો, ઈ સ્વર્ગમાં છોડાહે.

19 વળી હું તમને કવ છું કે, પૃથ્વી ઉપર તમારા માનું બે માણસ, કાય પણ વાત સબંધી એક મનના થયને માંગશે, તો મારા સ્વર્ગમાંના બાપથી તેઓને હારું કરાશે.

20 કેમ કે, જ્યાં બે કા ત્રણ મારા નામે ભેગા થયેલા હોય ન્યા તેઓની વસે હું છું.


માફી વિષેની વાર્તા

21 તઈ પછી પિતરે ઈસુની પાહે આવીને કીધુ કે, ઓ પરભુ, જો મારો સાથી વિશ્વાસી ભાઈ મારી હામે કેટલીવાર ગુનો કરે, અને હું એને માફ કરું? શું હાત વાર?

22 ઈસુએ એને કીધુ કે, “હાત વાર હુધી હું એને નથી કેતો, પણ હાતને સીતેર ગણી વાર હુધી તમારે એને માફ કરી દેવો.”

23 હું તારાથી આ કવ છું કેમ કે, સ્વર્ગનું રાજ્ય એવા એક રાજાની જેમ છે કે, જેણે પોતાના દાસોની પાહે હિસાબ લેવા માંગ્યો.

24 ઈ હિસાબ કેવા લાગ્યો, તઈ તેઓએ દસ હજાર સિક્કા એટલે કે, એક સિક્કા જેની કિમંત લગભગ પંદર વર્ષની મજુરીથી પણ વધારે હતું જે ચાકરથી સુકવી ના હકાય એટલા રૂપીયા એવા એક દેવાદારને એની પાહે લાવ્યા.

25 પણ લેણું વાળી આપવા હાટુ એની પાહે કાય નો હોવાથી, એના રાજાએ એને અને એની બાયડીને અને એના બાળકોને, એની પાહે જે કાય હતું ઈ બધુય વેસીને લેણું વાળવાનો હુકમ કરયો.

26 ઈ હાટુ ચાકરે એને પગે પડીને વિનવણી કરી કે, “રાજા ધીરજ રાખો, અને હું તમારું બધુય લેણું વાળી દેય.”

27 તઈ ઈ દાસના રાજાને દયા આવવાથી એને છોડી દીધા અને એનુ લેણું માફ કરી દીધું.

28 પણ તે જ દાસે બારે નીકળીને પોતાના સાથી ચાકરોમાના એકને જોયો કે, જે એના હો દીનાર એટલે કે, હો દિવસની મજુરીનો દેવાદાર હતો, એને એનો કાંઠલો પકડીને કીધુ કે, “તારૂ લેણું વાળ.”

29 તઈ એના સાથી દાસે પગે લાગીને વિનવણી કરી કે, “ધીરજ રાખો, હું તારૂ લેણું વાળી દેય.”

30 અને એણે એનું માન્યુ નય, પણ જયને લેણું વાળે નય ન્યા હુધી એણે એને જેલખાનામાં પુરાવ્યો.

31 તઈ જે થયુ ઈ જોયને એના સાથી ચાકરો ઘણાય દુખી થયા, તેઓએ જયને ઈ બધુય પોતાના માલિકને કયને હંભળાવ્યું.

32 તઈ એના રાજાએ એને બોલાવીને એને કીધુ કે, “અરે દુષ્ટ દાસ, તે મને વિનવણી કરી કે, ઈ હાટુ મે તારૂ બધુય લેણું માફ કરી દીધુ.

33 જેવી રીતે મે તારા ઉપર દયા કરી અને તારૂ લેણું માફ કરયુ એમ જ શું તારે તારા સાથી ચાકરનું લેણું માફ કરવુ વ્યાજબી નોતું?”

34 અને એના રાજાએ ખીજાયને એણે સજા આપનારાઓનાં હાથમાં હોપી દીધો, કે જ્યાં હુધી ઈ બધુય લેણું ભરીનો દેય, ન્યા હુધી તેઓના હાથમાં રેય.

35 ઈ પરમાણે જો તમે પોતપોતાના સાથી વિશ્વાસી ભાઈના પાપો તમારા હ્રદયથી માફ નય કરો, તો મારો પરમેશ્વર બાપ જે સ્વર્ગમાં છે ઈ પણ તમારી હારે એવુ જ કરશે.

Koli Wadiyara (કોલી) Bible by The Love Fellowship is licensed under Creative Commons Attribution-ShareAlike 4.0 License.

Beyond Translation
Lean sinn:



Sanasan