Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -

માથ્થી 15 - કોલી નવો કરાર


પરમેશ્વરની આજ્ઞા અને માણસોના બનાવેલા નિયમો
( માર્ક 7:1-23 )

1 તઈ યરુશાલેમથી ફરોશી ટોળાના લોકો અને યહુદી નિયમના શિક્ષકો ઈસુની પાહે આવીને કેવા લાગીયા કે,

2 “તારા ચેલા અમારા વડીલોના રીતી રીવાજનું પાલન કેમ નથી કરતાં? તેઓ હાથ ધોયા વગર રોટલી ખાય છે.”

3 પણ ઈસુએ તેઓને જવાબ આપ્યો કે, “તમે તમારા રીવાજોને પાળવા હાટુ પરમેશ્વરનાં નિયમોનો નકાર કેમ કરો છો?”

4 કેમ કે, પરમેશ્વરે કીધુ કે, “તમે તમારા માં-બાપને માન આપો, જે કોય એના માં-બાપની નીંદા કરે ઈ જરૂર મારી નાખવામાં આવે.”

5 પણ તમે કયો છો કે, જે કોય પોતાના માં બાપને કેય કે, જે મારી તરફથી તમને લાભ થયો હોય ઈ પરમેશ્વરને સડાવી દે.

6 તો ઈ પોતાના બાપનું માન રાખે નય, એમ તમે તમારા નિયમોથી પરમેશ્વરની આજ્ઞાઓ રદ કરી છે.

7 ઓ ઢોંગીઓ યશાયા આગમભાખીયાએ તમારા વિષે હાસી આગમવાણી કરી છે:

8 “તમે લોકો મારા વિષે બોવ હારુ બોલોસો પણ હકીકતમાં તમે મને પ્રેમ નથી કરતા.

9 તેઓ મારૂ ખોટુ ભજન કરે છે કેમ કે, તેઓ પોતાના રીતી રીવાજો પરમાણે માણસોની આજ્ઞાઓ શીખવે છે.”


માણસને અશુદ્ધ કરવાવાળા વાના
( માર્ક 7:14-23 )

10 વળી ઈસુએ લોકોને પોતાની પાહે બોલાવીને તેઓને કીધુ કે, “તમે બધાય મારું હાંભળો અને હંમજો.

11 જે મોઢામાં જાય છે, તે માણસને અશુદ્ધ નથી બનાવતું, પણ જે માણસમાંથી બારે નીકળે છે, ઈ માણસને અશુદ્ધ બનાવે છે.”

12 તઈ એના ચેલાઓએ પાહે આવીને એને કીધુ કે, “આ વાત હાંભળીને ફરોશી ટોળાના લોકોએ માન વગરના થયા, ઈ શું તું જાણે છે?”

13 પણ એણે જવાબ દીધો કે, “જે છોડવા મારા સ્વર્ગમાંના બાપે નથી રોપ્યા, તે ઉપાડી નખાહે.”

14 તેઓને જાવા દયો; ઈ આંધળા મારગ દેખાડનારા છે, અને જો આંધળો આંધળાને દોરી હકતો નથી, જો ઈ દોરે તો બેય ખાડામાં પડશે.

15 તઈ પિતરે આ હાંભળીને એને કીધુ કે, “આ દાખલાનો અરથ અમને હમજાવો.”

16 ઈસુએ ચેલાઓને પુછયું કે, “શુ તમે ઈ નથી જાણતા?”

17 જે કાય મોઢામાં ગળો છો, તે પેટમાં જાય છે, અને પેટમાંથી બારે નીકળી જાય છે?

18 પણ જે કાય મોઢામાંથી નીકળે છે, તે હૃદયમાંથી નીકળે છે, અને ઈ જ માણસને અશુદ્ધ કરે છે.

19 કેમ કે ભુંડા વિસારો, હત્યાઓ, દુરાચાર, છીનાળવા, સોરીઓ, ખોટી સાક્ષીઓ અને નિંદા હૃદયમાંથી નીકળે છે.

20 જે માણસને અશુદ્ધ કરે છે, ઈ જ ઈ છે, પણ હાથ ધોયા વગર ખાવું ઈ માણસને અશુદ્ધ કરતું નથી.


ઈસુ દ્વારા બિનયહુદી બાયની મદદ કરવી
( માર્ક 7:24-30 )

21 ઈસુ ન્યાથી નીકળીને તુર અને સિદોન શહેરની આજુ-બાજુની જગ્યામાં ગયો.

22 અને જોવો, ઈ પરદેશથી એક કનાની બાય નીકળીને સીમમાંથી આવીને રાડ પાડીને એને કેવા લાગી કે, “ઓ પરભુ! દાઉદ રાજાના કુળના દીકરા, મારી ઉપર દયા કર, મારી દીકરીને મેલી આત્મા બોવ હેરાન કરે છે.”

23 પણ ઈસુએ કોય જવાબ આપ્યો નય, અને એના ચેલાઓએ આવીને એનાથી વિનવણી કરી કે, “એને વિદાય કર; કેમ કે, ઈ આપડી વાહે રાડુ પાડતી આવે છે.”

24 પણ ઈસુએ જવાબ દીધો કે, “પરમેશ્વરે મને ઈઝરાયલ દેશના લોકો પાહે મોકલ્યો છે, જે ખોવાયેલા ઘેટાની જેમ છે.”

25 પછી ઈ બાય પાહે આવીને એને પગે લાગીને કેવા લાગી કે, “ઓ પરભુ, મને મદદ કર.”

26 ઈસુએ જવાબ દીધો કે, “બાળકોની રોટલી લયને કુતરાની આગળ નાખી દેવી ઈ હારું નથી.”

27 ઈ બાયે કીધુ કે, “હાસુ છે પરભુ, કુતરા પણ પોતાના ધણીઓની થાળીમાંથી જે હેઠવાડું પડેલું છે ઈ ખાય છે.”

28 તઈ ઈસુએ જવાબ દીધો કે, “ઓ બાય, તારો વિશ્વાસ મોટો છે; જેવું તું ઈચ્છે, એવુ જ તારી હાટુ થાહે.” અને તે જ ટાણે એની દીકરી હાજી થય ગય.


ઈસુ દ્વારા ઘણાય લોકોને હાજા કરવા

29 ઈસુ ન્યાંથી હાલીને, ગાલીલનાં દરિયા પાહે આવ્યો, ને ડુંઘરા ઉપર સડીને ન્યા બેહી ગયો.

30 તઈ લંગડાઓ, આંધળાઓ, મુંગાઓ, ખોટ ખાપણવાળાઓ અને બીજા ઘણાય માંદાઓને પોતાની હારે લયને ઘણાય લોકો એની પાહે આવ્યા; અને ઈસુના પગ પાહે તેઓને મુક્યા, અને એણે તેઓને હાજા કરયા.

31 જઈ લોકોએ જોયું કે, મુંગાઓ બોલતા થયાં, અને ખોટ ખાપણવાળાઓ હાજા થયાં, લંગડાઓ હાલતા થયાં, અને આંધળાઓ જોતા થયાં છે, તઈ તેઓ બધાય નવાય પામ્યા, અને ઈઝરાયલ દેશના પરમેશ્વરની મહિમા કરી.


ઈસુ દ્વારા સ્યાર હજાર કરતાં વધારે લોકોને ખવડાવવું
( માર્ક 8:1-10 )

32 ઈસુએ ચેલાઓને પાહે બોલાવીને કીધુ કે, “આ લોકો ઉપર મને દયા આવે છે; કેમ કે, તેઓ આજે ત્રણ દિવસ થયાં ઈ લોકો મારી હારે છે, અને હવે તેઓની પાહે કાય ખાવાનું નથી, અને આ લોકોને ભૂખા વિદાય કરવાને હું નથી માંગતો, નય તો મારગમાં થાકીને બેભાન થય જાહે.”

33 ચેલાઓએ ઈસુને કીધુ કે, “અમે આ વગડામાં કોય આટલા બધાયને ધરાવી હકી એટલી પુરતી રોટલી કયાથી લીયાવી હકી?”

34 ઈસુએ તેઓને પુછયું કે, “તમારી પાહે કેટલી રોટલી છે?” તો તેઓએ કીધુ કે, “હાત રોટલીઓ અને થોડીક નાની માછલીઓ છે.”

35 તઈ ઈસુએ બધાય લોકોને જમીન ઉપર બેહવા હાટુ હુકમ દીધો.

36 અને પછી ઈ હાત રોટલીઓ અને માછલીયોને લયને ઈસુએ પરમેશ્વરનો આભાર માનીને રોટલીઓને ભાંગીને પોતાના ચેલાઓને આપી, અને ચેલાઓએ પછી તે લોકોને પીરસી.

37 બધાય ખાયને ધરાણા, અને પછી ચેલાઓએ બાકી વધેલા ટુકડા ભેગા કરીને હાત ટોપલીઓ ઉપાડી.

38 અને જેઓએ ખાધુ, ઈ બધી બાયુ અને છોકરાઓને છોડીને લગભગ સ્યાર હજાર માણસો હતાં.

39 તઈ ઈસુ લોકોને વળાવીને હોડીમાં બેહીને ગયા અને ઈ મગદાન જિલ્લામાં આવ્યો.

Koli Wadiyara (કોલી) Bible by The Love Fellowship is licensed under Creative Commons Attribution-ShareAlike 4.0 License.

Beyond Translation
Lean sinn:



Sanasan