માથ્થી 12 - કોલી નવો કરારઈસુ વિશ્રામવારનો પરભુ ( માર્ક 2:23-28 ; લૂક 6:1-5 ) 1 ઈ વખતે વિશ્રામવારનાં દિવસે ઈસુ અને એના ચેલાઓ ખેતરમાં થયને જાતા હતા, અને એના ચેલાઓને ભૂખ લાગી હતી, અને તેઓ ઘઉની ડુંડીયું તોડીને દાણા ખાવા લાગ્યા. 2 પણ તઈ ફરોશી ટોળાના લોકોએ ઈ જોયું તેઓએ ઈસુને કીધુ કે, “વિશ્રામવારે આવું કામ કરવુ ઈ નિયમની વિરુધમાં છે, તો તારા ચેલાઓ આ કામ કેમ કરે છે?” 3 પણ ઈસુએ લોકોને કીધુ કે, જઈ રાજા દાઉદ અને એના મિત્રોને ભૂખ લાગી હતી તઈ તેઓએ શું કરયુ ઈ તમે કોય દિવસ નથી વાસુ? 4 ઈ પરમેશ્વરનાં મંદિરનાં પવિત્રસ્થાનમાં ગયો, અને વેદીએ સડાવેલી રોટલી ખાધી અને પોતાના મિત્રોને ખાવા હાટુ દીધી, જે પ્રમુખ યાજક સિવાય બીજા કોયને ખાવી વ્યાજબી નોતી. 5 કા શું શાસ્ત્રમાં તમે નથી વાચ્યું કે, વિશ્રામવારે મંદિરમાં યાજકો, વિશ્રામવારના દિવસનો નિયમ પાળે નય, છતાં તેઓ નિર્દોષ છે? 6 પણ હું તમને કહું છું કે, આયા ઈ છે, જે મંદિર કરતાં વધારે મહાન છે. 7 તમે જણો છો કે શાસ્ત્રમાં આ શબ્દોનો શું અરથ છે, “મારી હાટુ બલિદાન સડાવવાને બદલે, હું ઈચ્છું છું કે, તમે બીજાઓની હાટુ દયાળુ બનો” જો તમે જાણો કે, એનો શું અરથ છે, તો તમે મારા આ નિર્દોષ ચેલાઓની નિંદા કરતાં નય. 8 હું, માણસનો દીકરો વિશ્રામવારના દિવસનો પણ પરભુ છું. ઈસુ દ્વારા હુકાઈ ગયેલા હાથવાળાને હાજો કરવો ( માર્ક 3:1-6 ; લૂક 6:6-11 ) 9 અને ઈસુ ન્યાથી નીકળીને યહુદી લોકોની પરસાર કરવાની જગ્યામાં આવ્યો. 10 તઈ જોવ, ન્યા એક હાથ હુકાઈ ગયેલો માણસ હતો. ઈસુ ઉપર આરોપ મુકવા હાટુ ફરોશી ટોળાના લોકોએ એને પુછયું કે, “શું વિશ્રામવારના દિવસે કોયને હાજો કરવો, ઈ હારું છે?” 11 તઈ એણે તેઓથી કીધુ કે, તમારામાં એવો કયો માણસ છે કે, જેની પાહે એક ઘેટું હશે, અને જો ઈ વિશ્રામવારે ખાડામાં પડે તો શું તમે એને બારે નય કાઢો? 12 તો માણસ ઘેટા કરતાં કેટલો ખાસ છે, ઈ હાટુ વિશ્રામવારે હારું કરવુ વ્યાજબી છે. 13 પછી ઈસુએ પેલા માણસને કીધુ કે, “તારો હાથ લાંબો કર.” અને એણે હાથ લાંબો કરયો, ઈ હાથ બીજા હાથની જેમ હાજો થય ગયો. 14 તઈ ફરોશી ટોળાના લોકો બાર જયને કેવી રીતે ઈસુને મારી નાખવો ઈ હાટુ એની વિરૂધ કાવતરૂ કરયુ. ઈસુ પરમેશ્વરનો ગમાડેલો સેવક 15 પણ ઈસુ આવું જાણીને ન્યાથી નીકળી ગયો, ઘણાય માણસો એની વાહે ગયા, ઈ બધાયને હાજા કરયા, 16 ઈસુએ તેઓને સેતવણી દીધી અને કીધુ કે, “બીજાને કેતા નય કે, હું કોણ છું.” 17 ઈ હાટુ કે, યશાયા આગમભાખીયા દ્વારા પરમેશ્વરે જે કીધુ હતું, ઈ પુરૂ થાય છે કે, 18 “જુઓ, આ મારો સેવક છે, જેને મે ગમાડયો છે, ઈ મારો વાલો જેની ઉપર હું રાજી છું: એની ઉપર હું મારો આત્મા મુકય; ઈ બિનયહુદીઓનો ન્યાયનો સંદેશો પરગટ કરશે. 19 ઈ બાધણા નય કરે, ને રાડું નય પાડે, એની બોલી લોકોમાં અભિમાનથી ભરેલુ ભાષણ નય હોય. 20 ઈ કસડાયેલા ધોકળને નય તોડે; અને ધુવાડો આપતી વાટને નય ઠારે, જ્યાં લગી ઈ ન્યાયને વિજય હુધી નો પુગાડી દેય. 21 અને બિનયહુદીઓ એની ઉપર આશા રાખશે.” ઈસુ અને બાલઝબૂલ (શેતાન) ( માર્ક 3:20-30 ; લૂક 11:14-23 ) 22 તઈ લોકો એક આંધળા અને મૂંગા માણસ જેને ભુત વળગેલું હતું એને ઈસુની પાહે લીયાવ્યા, અને ઈસુએ એને હાજો કરયો; એટલે જે આંધળો અને જે મૂંગો હતો, ઈ બોલતો થયો અને જોવા લાગ્યો. 23 તઈ બધાય લોકો સોકી ગયા અને કીધુ કે, “શું ઈ દાઉદ રાજાના કુળનો નથી?” 24 પણ ફરોશી ટોળાના લોકોએ આ હાંભળીને કીધુ કે, “ઈ તો મેલી આત્માના સરદાર શેતાનની મદદ વગર મેલી આત્માઓને કાઢતો નથી.” 25 તેઓ શું વિસારતા હતા, ઈ વાત ઈસુ જાણતો હતો, જેથી એણે એને કીધુ કે, જો એક દેશના લોકો અંદરો અંદર બાધતા રેય, તો તેઓ વધારે વખત હુધી નય ટકી હકે. એવી જ રીતે જો એક પરિવારના લોકો એકબીજાની વિરુધમાં છુટા પડેલા હોય, તો ઈ પરિવાર એક હારે નય રય હકે. 26 જો શેતાન પોતાની જ મેલી આત્માની વિરુધ બાધે, તો ઈ પોતાનો જ વિનાશ કરી દેય છે. 27 જો હું, બાલઝબુલ શેતાનની મદદથી મેલી આત્માઓને કાઢું છું, તો તમારા કુળના લોકો કોની મદદથી મેલી આત્માઓને કાઢે છે? એટલે ઈ જ તમારો ન્યાય કરશે. 28 પણ જો હું પરમેશ્વરનાં સામર્થ્યથી મેલી આત્માઓને બારે કાઢુ છું, તો પરમેશ્વરનું રાજ્ય તમારી ઢુંકડુ આવ્યું છે. 29 કોય પણ એક બળવાન માણસના ઘરની અંદર જઈને એની મિલકત અને એનું ઘર લુટી હકતો નથી, જ્યાં હુધી કે એના ઘરના માલિકને બાંધી નો લેય. 30 જે મારી હારે નથી, ઈ મારી વિરુધમાં છે, અને જે મારી હારે ભેગુ નથી કરતો, ઈ વીખી નાખે છે. 31 ઈ હારુ હું તમને કવ છું કે, દરેક પાપ અને નિંદા માણસોને માફ કરાહે, પણ પવિત્ર આત્માની વિરુધ નિંદાને માફ નય કરાય. 32 માણસના દીકરાની વિરુધ જે કોય વાત કેહે, ઈ એને માફ કરાહે, પણ પવિત્ર આત્માની વિરુધ કાય કેહે, એનો અપરાધ આ યુગમાં નય, અને આવનાર યુગમાં પણ માફ નય કરાય. જેવું ઝાડ એવુ ફળ ( લૂક 6:43-45 ) 33 “જો ઝાડવું હારું હોય એનુ ફળ હારૂ આવે કા જે ઝાડ ખરાબ હોય, તો એનુ ફળ પણ ખરાબ હોય કેમ કે, ઝાડ ફળથી ઓળખાય છે. 34 ઓ ઝેરીલા એરુના વંશજો, તમે ભુંડા હોવાના કારણે હારી વાતો નથી કરી હકતા કેમ કે, જે મનમાં ભરયું હોય, ઈ જ મોંઢાંમાંથી બારે કાઢે છે. 35 હારો માણસ હારા મનના ભંડારમાંથી હારુ બોલે છે; અને ખરાબ માણસ ખરાબ મનના ભંડારમાંથી ખરાબ બોલે છે. 36 વળી હું તમને કવ છું કે, માણસો જે હરેક નકામી વાત કેહે, ઈ દરેક વાતોનો ન્યાયના વખતે તેઓને જવાબ દેવો પડશે. 37 કેમ કે, તારી કીધેલી વાતોથી, એને પરમેશ્વર ન્યાયી ગણાયશે અને તારા બોલેલ વાતોથી તું ગુનેગાર પણ ઠરાવાય.” નિશાનીની માંગણી ( માર્ક 8:11-12 ; લૂક 11:29-32 ) 38 તઈ થોડાક યહુદી નિયમના શિક્ષકોએ અને ફરોશી ટોળાના લોકોએ ઈસુને પારખવા હાટુ કીધુ કે, “ઓ ગુરુ, અમારે તારાથી કાય એક સમત્કારી નિશાની જોવી છે.” 39 પણ એણે ઈ લોકોને જવાબ વાળ્યો કે, આ પેઢીના ખરાબ અને છીનાળવા લોકો પરમેશ્વરની પાહે સમત્કારીક નિશાની માગે છે; પણ યુના આગમભાખીયાની હારે જે કાય થયુ, ઈ નિશાની સિવાય બીજી કોય નિશાની, એને અપાહે નય. 40 કેમ કે, જેવી રીતે આગમભાખીયો યુના ત્રણ દિવસ અને ત્રણ રાત મોટી માછલીના પેટમાં રયો એમ જ હું, માણસનો દીકરો હોતન ત્રણ દિવસ અને ત્રણ રાત કબરમાં રેય. 41 ન્યાયના દિવસે નિનવેહ શહેરના લોકો આ પેઢીના લોકોની હારે અપરાધી ઠરાયશે કેમ કે, યુનાનું શિક્ષણ હાંભળીને, તેઓએ પસ્તાવો કરયો અને જોવો, આ ઈ છે કે, જે યુના કરતાં મોટો છે. 42 દક્ષિણની રાણી ન્યાયને દિવસે આ પેઢીના લોકોની હારે ઉઠીને, એને અપરાધી ઠરાયશે કેમ કે, ઈ સુલેમાનનું જ્ઞાન હાભળવા હારું બોવ આઘેથી આવી હતી અને જોવો આયા એક છે જે રાજા સુલેમાન કરતાય મોટો છે. 43 જઈ મેલી આત્મા માણસમાંથી નીકળા પછી, ઈ ઉજ્જડ જગ્યા ઉપર વિહામો ગોતવા હાટુ રખડતો ફરે છે. પણ એને વિહામો મળતો નથી, તઈ ઈ પોતે જ કેય છે કે, જે માણસમાંથી નીકળીને હું બારે આવ્યો હતો ન્યા જ હું પાછો જાય. જઈ પેલો આત્મા એની પાહે આવે છે તઈ ઈ માણસનું જીવન એક શણગારેલા ઘરની જેમ, 44 ખાલી પડેલું જોવે છે. 45 પછી ઈ બારે જયને પોતાના કરતાં બીજી હાત મેલી આત્માઓને પોતાની ભેગી લેતી આવે છે, અને તેઓ ઈ માણસની અંદર ઘરીને ન્યા રેય છે. ઈ માણસની છેલી દશા પેલીના કરતાં ભુંડી થાય છે. ઈસુનો હાસો પરિવાર ( માર્ક 3:31-35 ; લૂક 8:19-21 ) 46 લોકોને ઈ હજી વાત કરતો હતો એટલામાં જોવ, એની માં અને એના ભાઈઓ આવીને બાર ઉભા રયા, અને એની હારે વાત કરવા માંગતા હતા. 47 તઈ કોકે એને કીધુ કે, જો તારી માં અને તારા ભાઈઓ બારે ઉભા છે, અને તેઓ ઈ તારી હારે વાત કરવા માગે છે. 48 પણ ઈ કેવાવાળાને એણે જવાબ દીધો કે, “મારી માં કોણ છે? મારા ભાઈઓ કોણ છે?” 49 એણે પોતાના ચેલા બાજુ પોતાનો હાથ લાંબો કરીને કીધુ કે, જોવ મારી માં અને મારા ભાઈઓ આ છે. 50 કેમ કે, મારો સ્વર્ગમાનો બાપની મરજી મુજબ કરશે, ઈ જ મારો ભાઈ, બેન, અને માં છે. |
Koli Wadiyara (કોલી) Bible by The Love Fellowship is licensed under Creative Commons Attribution-ShareAlike 4.0 License.
Beyond Translation