લૂકની સુવાર્તા 9 - કોલી નવો કરારઈસુ દ્વારા બાર ગમાડેલા ચેલાઓને મોકલવા ( માથ્થી 10:5-15 ; માર્ક 6:7-13 ) 1 ઈસુએ પોતાના બાર ચેલાઓને પોતાની પાહે બોલાવીને તેઓને બધીય મેલી આત્માઓને કાઢવા અને રોગ મટાડવા હાટુ પરાક્રમ અને અધિકાર દીધો. 2 અને પરમેશ્વરનાં રાજ્યના હારા હમાસાર પરગટ કરવા, અને માંદાઓને હાજા કરવા મોકલ્યા. 3 ઈસુએ તેઓને કીધુ કે, “મારગને હારું તમે કાય પણ લેતા નય: બડો નય જોળી નય, રોટલો નય કે નાણું નય વળી બબ્બે ઝભ્ભા પણ નય.” 4 જે ઘરમાં તમે ઘરો, ઈજ ઘરમાં રયો, જ્યાં હુધી તમે ઈ જગ્યા છોડો નય. 5 “જે કોય તમને આવકારે નય, તો ઈ નગરમાંથી નીકળતા જ તેઓની વિરુધ સાક્ષી હાટુ તમારા પગની ધૂળ ખખેરી નાખો. કેમ કે, તેઓને આ સેતવણી દેવા હાટુ કે, પરમેશ્વર તરફથી આવનારા દંડના તેઓ પોતે જ જવાબદાર છે.” 6 પછી ઈસુના ચેલાઓ ન્યાથી નીકળીને ઘણાય ગામડાઓમાં ગયા. જ્યાં પણ ઈ લોકો ગયા, તેઓએ લોકોને પરમેશ્વર તરફથી હારા હમાસાર વિષે બતાવું અને માંદા લોકોને હાજા કરયા. હેરોદ રાજાની મૂંઝવણ ( માથ્થી 14:1-12 ; માર્ક 6:14-29 ) 7 હવે હેરોદ ગાલીલ જિલ્લાનો રાજા હતો, જે કાય થાતું હતું એની વિષે બધુય હાંભળીને ઈ મુજવણમાં હતો કેમ કે, કેટલાક લોકો કેતા હતાં કે, યોહાન જળદીક્ષા દેનાર પાછો જીવતો થયો છે. 8 પણ કેટલાક કેતા હતાં કે, “એલિયા પરગટ થયો છે.” અને બીજાઓએ કીધું કે, “જુના આગમભાખનારામાંથી એક પાછો જીવી ઉઠયો છે.” 9 હેરોદ રાજાએ કીધું કે, “મે યોહાન જળદીક્ષા દેનારનું માથું કપાવી નાખ્યુ હતું, પણ જેના સબંધી હું આવી વાતો હાંભળુ છું, ઈ કોણ છે?” અને એણે એને જોવાની કોશીશ કરી. પાસ હજાર લોકોને ખવડાવવું ( માથ્થી 14:13-21 ; માર્ક 6:30-44 ; યોહ. 6:1-14 ) 10 ગમાડેલા ચેલાઓએ પાછા આવીને જે જે તેઓએ કરયુ હતું ઈ તેઓએ ઈસુને કીધું. ઈસુ તેઓને તેડીને બેથસાઈદા નામના શહેરમાં એકાંતમાં ગયા. 11 ઈ જાણીને ઘણાય લોકોની ગડદી ઈસુની વાહે ગય. અને તેઓને મળીને પરમેશ્વરનાં રાજ્યના વિષે વાત કરી, અને જે માંદાઓમાંથી હાજા થાવા માગતા હતાં, તેઓને એણે હાજા કરયા. 12 જઈ દિવસ આથમવા લાગો તઈ બાર ચેલાઓએ આવીને એને કીધું લોકોને વિદાય કરો કે તેઓ આજુ-બાજુના ગામોમાં અને પરામાં જયને ખાવાનું વેસાતું લય આવે કેમ કે આપડે આયા ઉજ્જડ જગ્યાએ છયી. 13 પણ ઈસુએ તેઓને કીધુ કે, “તમે જ આ લોકોને ખાવાનું આપો.” પણ તેઓએ ઈસુને કીધું કે, “અમારી પાહે પાંસ રોટલી અને બે જ માછલી છે એની સિવાય બીજુ કાય નથી; પણ હા, જો અમે જયને આ બધાય લોકો હાટુ ખાવાનું વેસાતું લીયાવી, તો આપી હકાય.” 14 કેમ કે, તેઓ આશરે પાસ હજાર માણસો હતા. એટલે એણે એના ચેલાઓને કીધું કે, “તેઓને પસાસ-પસાસની પંગતમાં બેહાડો.” 15 ચેલાઓએ એમ જ કરયુ અને ખાવા હાટુ બધાયને બેહાડી દીધા. 16 તઈ ઈસુએ પાસ રોટલી અને બે માછલી લયને, સ્વર્ગ તરફ જોયને પરમેશ્વરનો આભાર માન્યો, અને રોટલીઓ ભાંગીને લોકોને પીરસવા હાટુ એના ચેલાઓને દેતો ગયો. 17 જેથી ઈ બધાય લોકો ખાયને ધરાણા, અને પછી ચેલાઓએ રોટલી અને માછલીઓના વધેલા ટુકડાઓ ભેગા કરીને બાર ટોપલીઓ ભરી. ઈસુ વિષે પિતરની કબુલાત ( માથ્થી 16:13-19 ; માર્ક 8:27-29 ) 18 ઈસુ એકલો પ્રાર્થના કરતો હતો, તઈ એના ચેલાઓ એની હારે હતાં, અને એણે પોતાના ચેલાઓને પુછયું કે, “લોકો મારી વિષે શું કય રયા છે?” 19 ચેલાઓએ જવાબ દીધો કે, “યોહાન જળદીક્ષા દેનાર છે પણ કેટલા લોકો એમ કેય છે કે, તું એલિયા આગમભાખીયો છો કોય કેય છે કે, તું આગમભાખનારામાંથી એક છો, જે પાછો જીવી ઉઠયો છે.” 20 ઈસુએ એને પુછયું કે, “પણ હું કોણ છું, ઈ વિષે તમે શું કયો છો?” પિતરે જવાબ આપ્યો કે, “પરમેશ્વરનો મસીહ.” ઈસુના મૃત્યુ અને દુખની પેલી આગાહી 21 તઈ ઈસુએ ચેલાઓને કડક સેતવણી આપીને કીધું કે, “મારા વિષે કોયને કાય કેવું નય.” 22 અને ઈસુએ તેઓને કીધું કે, “હું માણસનો દીકરો બોવ દુખ ભોગવું અને આ હોતન જરૂરી છે, વડીલો અને મુખ્ય યાજકો અને યહુદી નિયમના શિક્ષકો મને નકામો જાણીને મારી નાખે અને હું ત્રીજા દિવસે પાછો જીવતો ઉઠી જાવ.” ઈસુની પાછળ હાલવા નો મતલબ ( માથ્થી 16:21-28 ; માર્ક 8:30-9:1 ) 23 એણે બધાયને કીધુ કે, “જો કોય મારો ચેલો બનવા માગે, તો એણે પોતાનો નકાર કરવો, અને પોતાનો વધસ્થંભ ઉસકીને મારી વાહે આવવું.” 24 કેમ કે, જે કોય માણસ પોતાનું જગતનું જીવન બસાવવા ઈચ્છે છે ઈ એને ગુમાયશે પણ જે કોય મારા લીધે પોતાનો જીવ ગુમાયશે ઈ એને બસાયશે 25 એક માણસને શું લાભ જો ઈ આખા જગતને મેળવે પણ પરમેશ્વર હારેનું અનંતજીવન ખોય નાખે? 26 કેમ કે જે કોય મારે લીધે અને મારી વાતોને લીધે લજવાહે; એને લીધે જઈ માણસનો દીકરો પોતાના અને બાપના અને, પવિત્ર સ્વર્ગદુતોની મહિમામાં આયશે તઈ ઈ લજવાહે. 27 પણ, “હું તમને હાસુ કવ છું કે, આયા જેઓ ઉભા છે, એમાના કેટલાક લોકો મરતા પેલા માણસના દીકરાને પરમેશ્વરનાં રાજ્યમાંથી આવતો જોહે.” ઈસુનું રૂપાંતર ( માથ્થી 17:1-8 ; માર્ક 9:2-8 ) 28 ઈ વાતો કીધી એનાં છ દિવસ પછી ઈસુ પિતર, યોહાન, યાકુબને લયને તેઓ પ્રાર્થના કરવા ઉસા ડુંઘરા ઉપર ગયા. 29 હવે એમ થયુ કે, જઈ ઈસુ પ્રાર્થના કરતો હતો તઈ એના મોઢાનું રૂપ બદલાય ગયુ. અને એના લુગડા બોવ જ ઉજળા થય ગયા. 30 અને જોવ ઈ બેય આગમભાખીયા મુસા અને એલિયા ઈસુની હારે વાતો કરતાં તેઓને દેખાણા. 31 મુસા અને એલિયા મહિમાવાન દેખાતા હતાં યરુશાલેમમાં ઈસુનું મરણ થાવાનુ હતું એની વિષે વાત કરતાં હતાં 32 હવે પિતર અને બીજા ચેલાઓ જે ઈસુની હારે હતાં, તેઓ નિંદરથી ઘેરાયેલા હતાં; પણ જઈ એની નિંદર ઉડી ગય, તઈ તેઓએ ઈસુની મહિમા જોય અને એની હારે ઉભા ઈ બે માણસોને પણ જોયા. 33 તઈ એની પાહે જાવા લાગ્યા હતાં, તઈ પિતરે ઈસુને કીધું કે, “હે ગુરુ, આયા રેવું આપડી હાટુ હારૂ છે; જેથી તુ કે, તો આયા ત્રણ માંડવા બાંધી, એક તારી હાટુ, એક મુસાની હાટુ અને એક એલિયાની હાટુ.” ઈ જાણતો નોતો ઈ શું કય રયો છે. 34 જઈ ઈ બોલતો હતો એટલામાં એક વાદળ આવ્યું એણે એની ઉપર છાયો કરો તેઓ વાદળામાં અંદર ઘરયા તઈ ચેલાઓ બીય ગયા. 35 વાદળામાંથી એવી વાણી થય કે આ મારો દીકરો છે મારો પસંદ કરેલો એનુ હાંભળો 36 ઈ વાણી થયા પછી એકલા ઈસુને જોયો, અને તેઓ સુપ રયા, તેઓએ જે જે જોયું હતું, એની કોય વાત ઈ દિવસોમાં કોયને કીધી નય. દુષ્ટાત્મા વળગેલા છોકરાને ઈસુ હાજો કરે છે ( માથ્થી 17:14-18 ; માર્ક 9:14-27 ) 37 અને જઈ તેઓ બીજે દિવસે ડુંઘરા ઉપરથી ઉતરા, તઈ ઘણાય લોકોની મોટી ગડદી તેઓને આવીને મળી. 38 અને જોવ, ગડદીમાંથી એક માણસે મોટા અવાજે રાડ પાડીને કીધું કે, “ગુરુ, હું તને વિનવણી કરું છું કે, મારા દીકરાને મદદ કર; કેમ કે, ઈ મારો એકનો એક દીકરો છે. 39 અને જોવ, એક મેલી આત્મા એણે વળગે છે, અને ઈ એકા-એક હાદ પાડે છે; અને ઈ એને મવડી નાખે છે કે, એના મોઢામાંથી ફીણ કાઢે છે, અને છૂંદી નાખે છે, અને માંડ-માંડ કરીને મુકે છે, 40 એને કાઢવાની મે તારા ચેલાઓને ઘણીય વિનવણી કરી, પણ તેઓ એને કાઢી હક્યાં નય.” 41 પછી ઈસુએ એને જવાબ આપતા કીધુ કે, “આ પેઢીના લોકો વિશ્વાસ નથી કરતાં અને ઈ હાટુ તમારા વિસારો ભુંડા છે! ક્યા હુધી હું તમારી હારે રેય અને તમારું સહન કરય? પછી એણે દીકરાના બાપને કીધુ કે, તારા દીકરાને આયા લાવ.” 42 ઈ આવતો હતો એટલે મેલી આત્માને એને પછાડીને એણે એને મવડો, પણ ઈસુએ એને ધમકાવો, અને છોકરાને હારો કરયો અને એના બાપને હોપ્યો. 43 તઈ એના ચેલાઓ અને બધાય લોકો પરમેશ્વરનાં મહાપરાક્રમથી નવાય પામ્યા, પણ જઈ તેઓ બધાય ઈ કામોથી જે ઈ કરતો હતો, નવાય પામ્યા હતા. પોતાના મોતની વિષે બીજી આગમવાણી ( માથ્થી 17:22-23 ; માર્ક 9:30-32 ) 44 આ વચનો તમે ધ્યાનથી હાંભળો અને મનમા ઉતારવા દયો કેમ કે, “હું, માણસના દીકરાને વેરીઓના હાથમાં હોપાયશે.” 45 પણ આ વાત તેઓની હમજણમાં નો આવી, ઈ હાટુ તેઓથી ઈ વાત ખાનગી રાખી કે, તેઓ ઈ હમજે નય. ઈ સબંધી ઈસુને પૂછવાથી બીતા હતા. બધાયથી મોટો કોણ ( માથ્થી 18:1-5 ; માર્ક 9:33-37 ) 46 ચેલાઓમાં વાદ-વિવાદ થાવા લાગ્યો, કે, આપડામાંથી મોટો કોણ છે? 47 પછી ઈસુએ તેઓના મન જાણીને એક બાળકને લયને પોતાની પાહે ઉભો રાખ્યો, 48 પછી ઈસુએ તેઓને કીધું કે, “જો કોય આ બાળકોને મારા નામથી સ્વીકાર કરે છે, તો ઈ મારો સ્વીકાર કરે છે, અને જે કોય મારો સ્વીકાર કરે છે, ઈ મારો સ્વીકાર જ નય, પણ મને મોકલનારનો પણ સ્વીકાર કરે છે, કેમ કે, તમારામા જે નાનામાં નાનો છે, ઈ જ બધાયથી મોટો છે.” તમારી વિરુધ નથી, ઈ તમારી હારે છે ( માર્ક 9:38-40 ) 49 તઈ યોહાને કીધું કે, “હે ગુરુ, અમે કોય એક માણસને તારા નામનો અધિકાર વાપરીને મેલી આત્માને કાઢતા જોયો અમે એને ના પાડવા લાગ્યા, ઈ હાટુ કે, ઈ આપડા જેવા ચેલાઓમાંથી નોતો.” 50 પછી ઈસુએ એને કીધું કે, “એને ના પાડવી નય, કેમ કે જે કોય તમારી વિરુધ નથી ઈ તમારી હારે છે.” એક સમરુન ગામ ઈસુને આવકારતું નથી 51 હવે એમ થયુ કે, ઈસુને ઉપર લય લેવાના દિવસો પુરા થાવા આવ્યા, તઈ એણે યરુશાલેમ જાવા હાટુ પોતાના મનમા મક્કમ નિર્ણય કરયો. 52 તઈ એણે પોતાની આગળ સંદેશાવાહકને મોકલ્યા, ઈ સમરૂન પરદેશના એક ગામમાં ગયા કે, ઈસુની હાટુ જગ્યા તૈયાર કરો. 53 તેઓએ એનો આવકાર કરયો નય કેમ કે, ઈ યરુશાલેમ શહેર જાતો હતો. 54 જઈ એના બે ચેલાઓ યાકુબ અને યોહાને ઈ હાંભળુ તઈ તેઓએ કીધું કે, “પરભુ, શું તુ ઈચ્છે છે કે, અમે પરમેશ્વરને કેહુ કે, ઈ આ લોકોનો નાશ કરવા હાટુ સ્વર્ગથી નીસે આગ મોકલે?” 55 પણ ઈસુએ પાછા ફરીને તેઓને ધમકાવ્યાં 56 પછી તેઓ બીજે ગામ ગયા. હાસા ચેલા નું લક્ષણ: પુરેપુરો ત્યાગ. ( માથ્થી 8:19-22 ) 57 તેઓ મારગે હાલતા હતાં, તેવામાં કોય એકે ઈસુને કીધું કે, “જ્યાં ક્યાય તું જાય ન્યા તારી વાહે હું આવય.” 58 ઈસુએ એને કીધું કે, “શિયાળયાને બખોલીયા હોય છે, આભના પંખીડાઓને માળા હોય છે, પણ માણસના દીકરાને એકેય એવું ઘર નથી જ્યાં હું હુઈ હકુ.” 59 એક બીજા માણસે ઈસુને કીધુ કે, “હે પરભુ, પેલા મને ઘરે જાવા દયો કે, હું જયને, મારા બાપને મરયા પછી દાટી દવ અને પછી હું તારો ચેલો બનય.” 60 ઈસુએ એને કીધુ કે, “મરેલાઓને પોતાના મરેલાઓને દાટવા દે પણ તુ જયને પરમેશ્વરનાં રાજ્યના હારા હમાસાર પરગટ કર.” 61 એક બીજાએ હોતન કીધું કે, “પરભુ, હું તારી વાહે આવય; પણ પેલા જેઓ મારા ઘરે છે તેઓને છેલ્લી સલામ કરી આવવાની મને રજા દયો.” 62 પણ ઈસુએ જવાબ દીધો કે, “જે કોય હળ ઉપર હાથ મુકયા પછી વાહે નો જોતો હોય, ઈ પરમેશ્વરનાં રાજ્યને લાયક છે.” |
Koli Wadiyara (કોલી) Bible by The Love Fellowship is licensed under Creative Commons Attribution-ShareAlike 4.0 License.
Beyond Translation