Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -

લૂકની સુવાર્તા 8 - કોલી નવો કરાર


ઈસુને સેવામા મદદ કરતી બાયુ

1 થોડાક વખત પછી ઈ જુદા જુદા ગામોમાં અને શહેરોમાં જયને પરમેશ્વરનાં રાજ્યના હારા હમાસારનો પરસાર કરતો ફરયો, એની હારે બાર ચેલાઓ હતાં,

2 અને કેટલીક બાયુ જેને ખરાબ આત્માના મંદવાડમાંથી હાજી કરી હતી, એટલે મગદલાની મરિયમ જેનામાંથી હાત મેલી આત્મા નીકળી હતી,

3 અને રાજા હેરોદના ખોઝા કારભારીની બાયડી યોહાન્ના અને સુસાન્ના અને બીજી ઘણીય બધીય બાયુ જે પોતાની પુંજી વાપરીને ઈસુ અને એના ચેલાઓની સેવામા મદદ કરતી હતી ઈ હોતન તેઓની હારે હતી.


વાવનારનો દાખલો
( માથ્થી 13:1-17 ; માર્ક 4:1-12 )

4 જઈ ઘણાય લોકો ભેગા થયા હતાં, અને નગરે નગરના ઘણાય લોકો એની પાહે આવ્યા, તઈ એણે દાખલાથી કીધુ કે,

5 એક ખેડુત બી વાવવા નીકળો ઈ વાવતો હતો, તઈ કેટલાક બી મારગની કોરે પડયા ઈ પગ તળે ખુંદાઈ ગયા, આભના પંખીડા આવીને ઈ ખાય ગયા.

6 બીજા બી પાણાવાળી જગ્યા ઉપર પડયા, એને પાણી નો મળવાથી ઈ ઉગ્યા એવા જ ઈ હુંકાઈ ગયા.

7 બીજા કાંટામાં પડયા, કાંટાઓની જાળામાં પડયા, અને કાંટાની જાળાઓએ દબાવી દીધા.

8 અને બીજા બી હારી જમીનમાં પડયા, ઈ ઉગયા, એને હો ગણા ફળ દીધા. ઈ વાતો કેતા એણે મોટી રાડ પાડીને કીધું કે, “જે મારી વાતો હાંભળી હકતા હોય, ઈ કાન દયને ધ્યાનથી હાંભળે અને હમજે.”


દાખલાનો હેતુ
( માથ્થી 13:18-23 ; માર્ક 4:13-20 )

9 એના ચેલાઓને એને પુછયું કે, “ઈ દાખલાનો અરથ શું થાય?”

10 એણે કીધું કે, પરમેશ્વરનાં રાજ્યનું ભેદ જાણવાની હમજ તમને આપેલી છે, પણ બીજાઓને દાખલામાં બતાવવામાં આવે છે; કેમ કે, તેઓ જોવે છે પણ જાણતા નથી, અને હાંભળે છે, પણ તેઓ હમજતા નથી.


ઈસુ દાખલાનો અરથ હંમજાવે
( માથ્થી 13:18-23 ; માર્ક 4:13-20 )

11 દાખલાનો અરથ આ થાય છે: કે, બી પરમેશ્વરનું વચન છે,

12 મારગની કોરે પડેલા જેઓ હાંભળનારા છે, તઈ શેતાન આવીને એના મનમાંથી વચનને ભુલાવી દેય છે, એવું નો થાય કે, પરમેશ્વર ઉપર વિશ્વાસ કરીને તારણ પામે,

13 પાણાવાળી જમીનમાં વવાયેલું બી ઈજ છે કે, જેઓ વચન હાંભળીને તરત જ હરખથી માની લેય છે. પણ તેઓ પરમેશ્વરનાં વચનને પોતાના હૃદયમાં મુળયાનું ઊંડાણ નો હોવાના કારણે તેઓ થોડાક દિવસો હાટુ ભરોસો કરે છે, અને જઈ પરીક્ષણ આવે છે ઈ વખતે વચન ઉપર વિશ્વાસ કરવાનું છોડી દેય છે.

14 જે કાંટાવાળા જાળામાં પડેલા છે, ઈ એવા બી છે કે, જેઓએ વચન હાંભળ્યું, પણ જગતની ઉપાદી અને માલ-મિલકત પ્રત્યેની માયા અને સુખશાંતિમાં ફસાય જાય છે, અને તેઓ એવું કામ નથી કરતાં જે પરમેશ્વર તેઓથી ઈચ્છે છે.

15 પણ જે બી હારી જમીન ઉપર પડયું છે, ઈ એવુ બતાવે છે કે, લોકો પરમેશ્વરનું વચન હાંભળીને તેઓના હ્રદયમાં હારી રીતે અને માનપૂર્વક અપનાવે છે. તેઓ વિશ્વાસ કરવામા અને વચન પાળવામાં મજબુત છે, જેથી તેઓને કોશિશ કરવાથી વારેઘડીયે હારું ફળ આપે છે.


દીવો હળગાવીને ક્યા મુકવાનો

16 “વળી કોય માણસ દીવો હળગાવીને વાસણ તળે ઢાંકતો નથી, અને ખાટલા નીસે મુકતો નથી, પણ દીવી ઉપર મુકે છે, જેથી ઘરમાં આવનારને અંજવાળું મળે.

17 ઈ આ બતાવે છે કે, કોય પણ એવી વસ્તુ નથી જે હતાડેલી રેહે, અને કોય પણ એવી વસ્તુ નથી જે હંતાડી હકાહે પણ બધુય ઉઘાડું કરાહે.

18 ઈ હાટુ તમે કેવી રીતે હાંભળો છો? ઈ વિષે સેતતા રયો, કેમ કે જેની પાહે છે, એને અપાહે; અને હજી વધારે અપાહે પણ જેની પાહે કાય નથી; એની પાહે જે છે, ઈ પણ લય લેવામાં આયશે.”


ઈસુના માં અને ભાઈઓ

19 એની માં અને એના ભાઈઓ એને મળવા આવ્યા, પણ લોકોની ગડદીને લીધે તેઓ ઈસુની પાહે જય હક્યાં નય,

20 એણે કોયે ખબર આપી કે, “તારી માં અને તારા ભાઈઓ બારે ઉભા છે, તેઓ તને મળવા માગે છે,”

21 પણ એણે એને જવાબ દીધો કે, “આ જેઓ પરમેશ્વરની વાત હાંભળે છે અને પાળે છે, ઈ મારી માં અને ભાઈઓ છે.”


ઈસુ તોફાન શાંત પાડે છે

22 એક દિવસ ઈ એના ચેલાઓ હારે હોડીમાં સડયો, તઈ એણે તેઓને કીધું કે, “હાલો, આપડે દરિયાના ઓલા કાઠે જાયી.” એણે હોડી હાક્વાની શરુ કરી.

23 તેઓ હાંકતા હતાં એટલામાં ઈસુ હુઈ ગયો; અને દરિયામાં મોટુ વાવાઝોડું થયુ, અને હોડીમાં પાણી ભરાય જાવા લાગ્યુ તેઓ મુસીબતમાં મુકાણા,

24 તેઓએ એની પાહે આવીને એને જગાડીને કીધુ કે, “પરભુ હે પરભુ! અમારો નાશ થાય છે,” પછી ઈસુએ ઉઠીને વાવાઝોડું અને પાણીના મોજાને ધમકાવ્યા એટલે તેઓ બંધ થયા અને શાંતિ થય ગય,

25 તઈ ઈસુએ તેઓને પુછયું કે, “તમારો વિશ્વાસ ક્યા છે?” તેઓ બીયને નવાય પામીયા અને અંદરો અંદર કીધું, “આ તો કોણ છે કે, જે વાવાઝોડાને અને પાણીને આજ્ઞા કરે છે, અને ઈ એનુ માંને છે.”


ભૂત વળગેલાઓને બારે કાઢવું
( માથ્થી ૧:૧ )

26 જઈ ઈસુ અને એના ચેલાઓ ગાલીલ દરિયાના ઓલા કાઠે ગેરાસાની લોકોના પરદેશમાં પુગ્યા.

27 તઈ શહેરમાંથી એક માણસ ભેગો થયો, એને મેલી આત્માઓ વળગેલી હતી. ઈ ઘણાય વખતથી લુગડા પેરતો નતો, અને ઘરમાં નય, પણ મહાણમાં રેતો હતો,

28 એણે ઈસુને જોયને રાડો પાડી અને પગમાં પડીને કીધુ કે, “પરાક્રમી પરમેશ્વરનાં દીકરા, ઈસુ! તારે મારી હારે શું કામ છે? હું તને વિનવણી કરું છું કે, તુ મને દુખ દેતો નય.”

29 કેમ કે, ઈસુએ ઈ માણસમાંથી મેલી આત્માને નીકળવાનો હુકમ કરયો હતો કેમ કે, ઈ વારેઘડીયે વળગતું હતું. અને તેઓ એને હાકળોથી અને બેડીઓથી બાંધી રાખતા હતાં, પણ ઈ બંધનો તોડી નાખતો અને ઈ મેલી આત્મા એને વગડામાં લય જાતો હતો.

30 ઈસુએ એને પુછયું કે, “તારું નામ શું છે?” એણે ઈસુને જવાબ દીધો કે, “સેના” કેમ કે એમા ઘણીય મેલી આત્માઓ હતી.

31 મેલી આત્માઓએ ઈસુને બોવ વિનવણી કરી કે, “અમને આ ઊંડાણ ખાયમાં જાવા હાટુ હુકમ નો કર.”

32 હવે ન્યા ઢોરાની ઉપર ડુંકરાનું એક મોટુ ટોળું સરતું હતું. ઈ બધાય મેલી આત્માઓએ ઈસુને વિનવણી કરી કે, અમને ડુંકરાઓમાં અંદર જાવા દે. એણે તેઓને જાવા દિધા.

33 મેલી આત્માઓ માણસમાંથી નીકળીને ડુંકરાઓમાં ઘરયા, અને ઈ ટોળું ઢોરા ઉપરથી દરિયામાં પડીને મરી ગયુ

34 જે થયુ ઈ જોયને ડુંકરા સરાવવાવાળા ભાગા, અને શહેરમાં અને ગામડામાં જયને ખબર કરી.

35 જે થયું ઈ જોવા હાટુ લોકો બારે નીકળા, અને ઈસુની પાહે ઈ બધાય આવા તઈ જે માણસમાંથી મેલી આત્માઓ નીકળી હતી, એને ઈસુની પાહે લુગડા પેરેલો અને હાજો થયને ભાનમાં આવેલો જોયને તેઓ બીય ગયા.

36 જે માણસમાં મેલી આત્માઓ હતી ઈ કય રીતે હાજો થયો ઈ જેઓએ જોયું હતું તેઓએ બીજા લોકોને કીધું.

37 ગેરાસાની આજુ-બાજુના પરદેશના બધાય લોકોએ ઈસુને વિનવણી કરી કે, અમારી ન્યાંથી વયો જાય; કેમ કે તેઓને ઘણીય બીક લાગી હતી. પછી હોડી ઉપર સડીને ઈ પાછો ગયો.

38 પણ જે માણસમાંથી મેલી આત્માઓ નીકળા હતાં, ઈ એને વિનવણી કરવા લાગ્યો કે, “મને તારી હારે આવવા દે.” પણ ઈસુએ એને મોકલતા કીધું કે,

39 “તારા ઘરે પાછો જા અને પરમેશ્વરે તારી હાટુ કેવા મોટા સમત્કાર કરયા છે ઈ જણાવ.” તઈ ઈ માણસ જયને આખા શહેરમાં કેવા લાગ્યો કે, ઈસુએ એની હાટુ કેવા મોટા-મોટા કામ કરયા હતાં.


યાઈરની દીકરી અને લોહી વહેવાવાળી બાય

40 જઈ ઈસુ પાછો આવ્યો, તઈ લોકોએ હરખથી આવકાર કરયો; કેમ કે, બધાય એની વાટ જોતા હતા.

41 તઈ યાઈર નામનો એક માણસ યહુદી લોકોની પરચાર કરવાની જગ્યાનો એક અમલદાર હતો, અને એણે ઈસુના પગે પડીને વિનવણી કરી કે, મારા ઘરે આવ.

42 કેમ કે, એને આશરે બાર વરહની એકની એક દીકરી હતી, ઈ ખાટલામાં મરવાની અણી ઉપર હતી, જઈ ઈસુ જાતો હતો તઈ ઘણાય લોકોએ એની ઉપર પડાપડી કરી.

43 ન્યા એક બાય હતી, જેને બાર વરહથી લોહી વહેવાની બીમારી હતી. એણે એની બધીય પુંજી વૈદોની પાછળ ખરસી નાખી હતી પણ કોય એને હાજી કરી હક્યુ નોતુ.

44 ઈ એની વાહે આવીને એના લુગડાની કોરને અડી, તરત એનુ લોહી જરતુ બંધ થય ગયુ,

45 તઈ ઈસુએ એને પુછયું કે, “મને કોણ અડયું?” બધાએ ના પાડી તઈ પિતર અને જે એની હારે હતાં, તેઓએ એને કીધું કે, “હે પરભુ તારી ઉપર લોકોનું ટોળું પડાપડી કરે છે.” તને દબાવી દેય છે.

46 પણ ઈસુએ કીધું કે, “કોય મને અડયું છે કેમ કે, મારામાંથી પરાક્રમ નીકળુ એવી મને ખબર પડી.”

47 બાયે જોયું કે, ઈ પકડાય ગય છે, જેથી ઈ ધ્રુજતી-ધ્રુજતી આવીને ઈસુને પાહે પગે પડી. ઈ એને શું કામ અડી હતી અને પોતે કેવી રીતે તરત જ હાજી થય ગય ઈ વિષે ન્યા બધાયની હાજરીમાં એણે ઈસુને બધુય કય દીધું.

48 ઈસુએ એને કીધું કે, “દીકરી, તુ બસી ગય કેમ કે, તે વિશ્વાસ કરયો કે, હું તને બસાવી હકું છું, એટલે તુ, શાંતિથી જા.”

49 હજી ઈસુ બોલતો હતો એટલામાં યહુદી લોકોની પરસાર કરવાની જગ્યાના અમલદારના ન્યાંથી એક માણસે એને આવીને કીધું કે, “તારી દીકરી મરી ગય છે, ગુરુને તકલીફ શું કામ દે છો?”

50 પણ ઈસુએ ઈ હાંભળીને એને જવાબ દીધો કે, “બીમાં, પણ ખાલી મારી ઉપર વિશ્વાસ રાખ, એટલે ઈ હાજી થાહે.”

51 ઈ ઘરમાં આવીને એણે પિતર અને યાકુબ યોહાન અને છોકરીના માં બાપ સિવાય કોયને અંદર આવવા દીધા નય.

52 એની હાટુ બધાય રોતા અને વિલાપ કરતાં હતાં, પણ ઈસુએ તેઓને કીધુ કે, “રોવોમાં, કેમ કે ઈ મરી નથી પણ હુતી છે.”

53 ઈ મરી ગય છે એમ જાણીને તેઓએ ઈસુની ઠેકડી ઉડાડી.

54 પણ ઈસુએ એનો હાથ ઝાલીને મોટે અવાજે કીધું કે, હે દીકરી ઉઠ.

55 એનો જીવ પાછો આવ્યો અને તરત ઉઠી એણે એને ખાવાનું આપવાનું હુકમ દીધો

56 એના માં-બાપ સોકી ગયા, પણ ઈસુએ તેઓને આજ્ઞા આપી કે જે થયુ ઈ કોયને કેતા નય.

Koli Wadiyara (કોલી) Bible by The Love Fellowship is licensed under Creative Commons Attribution-ShareAlike 4.0 License.

Beyond Translation
Lean sinn:



Sanasan